શાળા હોય કે ઓફિસ, બંનેમાં બ્લેકબોર્ડ, ગ્રીનબોર્ડ કે વ્હાઇટબોર્ડનું અનોખું મહત્ત્વ છે. કોઈ પણ બાબત સારી રીતે સમજાવી હોય તો તે બોર્ડ પર ચીતરામણ કરીને કે મુદ્દાઓ ટપકાવીને સારી રીતે સમજાવી શકાય.
કોરોના પછી વર્ક-ફ્રોમ-હોમ કે લર્ન-ફ્રોમ-હોમ આવ્યું ત્યારે મીટિંગ દરમિયાન કે ઓનલાઇન ક્લાસ દરમિયાન સૌને બોર્ડની ખોટ સાલવા લાગી. એનો ઉપયોગ મળ્યો ડિજિટલ વ્હાઇટબોર્ડથી.