ક્યારેક એવું બને કે તમારા ફોનમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટ ડેટા જ નહીં, મોબાઇલ સિગ્નલ જ મળવાનું બંધ થઈ જાય. આથી સાદા ફોન તરીકે પણ આપણે આપણા ફોનનો ઉપયોગ ન કરી શકીએ. આવી સ્થિતિમાં ફોનમાં સૌથી ઉપરના ભાગે ‘નો સિગ્નલ’નું ચિહ્ન જોવા મળે છે. આ એકદમ સતર્ક થઈ જવાનો સંકેત છે.