
તમે જો કરિયાણા-શાકભાજીની નાની-મોટી દુકાન ચલાવતા વેપારી હશો તો લેખના હેડિંગમાં ‘કસદાર’ શબ્દ તમને ખટક્યો હશે. મનમાં થયું હશે, ‘‘કેવો કસદાર ને કેવી વાત! એક તો માર્જિન પહેલેથી ઓછો હતો ને એમાં પણ ભાગ પડાવવા હવે આ ઓનલાઇન એપ્સવાળા જોરશોરથી મચી પડ્યા છે!’’ શાકભાજી-કરિયાણાના ધંધામાં માર્જિન કેટલો એ તો એના વપેપારી જ જાણે, પણ આ ધંધામાં ટાટા-અંબાણીને પણ રસ પડ્યો છે એ હકીકત છે (બિરલાવાળા અગાઉ આ ધંધામાં દાઝી ચૂક્યા છે)!