ફોન કંપની સિક્યોરિટી અપડેટ્સ આપવાનું બંધ કરે તો શું કરવું જોઈએ?
By Himanshu Kikani
3
ટૂંકો જવાબ તો એ કે ફોન બદલી નાખવો જોઈએ! એપલના કિસ્સામાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને ફોન બંને એપલ કંપની જ બનાવતી હોવાથી, ફોનનું મોડેલ ઝડપથી ન બદલીએ તો ચાલે, તેમાં કંપની તરફથી ઓપરેટિંગ સિસ્ટમ અથવા સિક્યોરિટી અપડેટ્સ સતત મળતા રહે છે.