તમે ઘણી વાર નોંધ્યું હશે કે પ્લેસ્ટોરમાં આપણે કોઈ એપ જોઇએ ત્યારે તેની સાઇઝ ૧૫ – ૨૦ એમબીની દેખાય પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી ફોનના સેટિંગ્સમાં એપ્સમાં એ એપના પેજ પર જઇને જોઇએ તો એપની સાઇઝ ૫૦-૫૫ એમબી જેટલી દેખાય! આમ ઘણા કિસ્સામાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેની સાઇઝ ત્રણ ચાર ગણી વધી જતી હોય છે.