સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતની યુપીઆઈ કે ભારત ક્યૂઆર કોડ વ્યવસ્થા પોતે સંપૂર્ણ સલામત છે. પરંતુ ક્યૂઆર કોડના ઉપયોગ વિશે લોકોમાં અધકચરી સમજ હોવાનો હેકર લાભ ઉઠાવે છે. તમે અખબારોમાં ઘણી વાર વાંચતા હશો કે ઓનલાઇન સાઇટ પર ચીજવસ્તુ વેચવા જતાં કોઈએ મોટી રકમ ગુમાવી.