ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર છે, પણ તમે કેટલાં ગ્રૂપમાં એડમિન છો એ તમે જાણો છો ખરા?

આગળ શું વાંચશો?
- વોટ્સએપનો વ્યાપ એ જ જોખમ
- જોખમ કઈ રીતે છે?
- આવા કિસ્સા બની ચૂક્યા છે
- સલામતી માટે શું કરશો?
અત્યારે ફુરસદનો સમય તમે વધુમાં વધુ વોટ્સએપ પર પસાર કરતા હશો, બરાબર? ‘એક કિલો મમરામાં કેટલા મમરા હોય’ કે ‘એક કિલો રાઇમાં કેટલા દાણા હોય’ એવા સવાલો અને એના જવાબોથી માંડીને, ‘સ માથે અનુસ્વાર (મીંડું!) આવે એવા જુદા જુદા પ્રકારના શબ્દો’ પૂછતા સવાલોની ઝપટમાં તમે પણ આવ્યા હશો.
તો આપો જવાબ એવા વધુ કેટલાક, ગૂગલી સવાલોનો!
પહેલો સવાલ – તમે વોટ્સએપમાં કેટલા ગ્રૂપમાં મેમ્બર છો? તમે જાણો છો? બીજો, હજી વધુ અઘરો સવાલ – એમાંથી કેટલાં ગ્રૂપમાં તમે એડમિન છો, તમે જાણો છો? ત્રીજો, સૌથી અઘરો અને મહત્ત્વનો સવાલ – આગલા બંને સવાલના જવાબ કેવી રીતે જાણવા, એ તમે જાણો છો?