આપણા ગુજરાતમાં હેલમેટથી કેટલી સલામતી ને કેટલી અસુવિધા એ મુદ્દે સરકાર અને નાગરિકો આમનેસામને આવી ગયા અને આખો મુદ્દો – આપણી સલામતી માટે બહુ મહત્ત્વનો હોવા છતાં – ગૂંચવાઈ ગયો. ત્યારે દુનિયાના બીજા ખૂણે, મોટરસાઇકલિંગ પ્રેમી લોકો હેલમેટમાં સલામતી અને સુવિધા બંનેને સાંકળી રહ્યા છે. આ સુવિધા એટલે હેલમેટ પહેર્યા પછી પણ મૂંઝારો ન થાય એવી સુવિધા નહીં, ઓગમેન્ટેડ રીયાલિટી (એઆર) આધારિત સુવિધા!