ગયા મહિનાની ૧૮ તારીખે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન (આઈબીએમ)ના કેમ્પસમાં એક ડીબેટ યોજાઈ. ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર આપણે રોજેરોજ બૂમાબૂમભરી ડીબેટ્સ જોઈ જોઈને ક્ંટાળી ગયા છીએ, પરંતુ આઇબીએમના કેમ્પસમાં યોજાયેલી આ ડીબેટ જુદી હતી હતી.