ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સના મુદ્દે છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહેલી મોટી ઉથલપાથલ શાંત થવાનું નામ લેતી નથી. નોટબંધીના પગલે ભારત સરકારે ઉતાવળે લોન્ચ કરેલી યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઈ) શરૂઆતનો ગૂંચવણોનો તબક્કો પાર કરીને હવે ખાસ્સી ઝડપ પકડી રહી છે. ભારત સરકારની ભીમ એપનો ઉપયોગ વધી રહ્યો છે તેમ ગૂગલ તેઝ પણ બહુ ઝડપથી ભીમ એપ કરતાં આગળ નીકળી જાય તેવી શક્યતા છે.