સવાલ મોકલનાર : ઘનશ્યામ દવે, મહેસાણા
કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે.
- જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો.
- વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરીને ડાયરેક્ટ તેમાંથી જે તે ફાઇલ પ્રિન્ટ કરવા માટે, એ ફાઇલના નામ પર કર્સર રાખીને માઉસથી રાઇટ ક્લિક કરવું અને તેમાં મળતા પ્રિન્ટ કમાન્ડની મદદથી ફાઇલ પ્રિન્ટ કરવી.
જ્યારે કોઈ ફોલ્ડરમાંની એકથી વધુ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો ઉપર આપેલો બીજો રસ્તો આ કામ સહેલાઇથી કરી આપે છે.