એપલ કંપનીએ હમણાં તેની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન આઇઓએસ-૧૨ ડેવલપર્સ માટે રજૂ કર્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તમારા આઇફોનમાં પહોંચતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે પરંતુ તેનાં ફીચર્સ જાણી લેવા જેવાં છે.
સામે પક્ષે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ પી પણ સૌ માટે લોન્ચ થવાની તૈયારીમાં છે. પરંતુ એન્ડ્રોઇડમાં હંમેશાં બને છે તેમ, જૂના મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં આ વર્ઝનનો લાભ નહીં મળે. જ્યારે આઇઓએસ-૧૨નો મોટા ભાગના આઇફોન યૂઝર્સ લાભ લઈ શકશે! આ સિવાય આઇઓએસ-૧૨માં એવી ઘણી ખૂબીઓ છે જે તેને એન્ડ્રોઇડ કરતાં આગળ રાખે છે.