આવી રહ્યું છે ૫-જી નેટવર્ક

આપણાં દેશમાં ફોર-જીનું હજી હમણાં આગમન થયું છે પણ વિશ્વના અન્ય દેશોમાં ટેલિકોમ નેટવર્કની પાંચમી પેઢીની ટેકનોલોજી એટલે કે ૫-જીની ચર્ચા શરૂ થઈ ગઈ છે.  

અમેરિકામાં ટેલ્સ્ટ્રા અને વેરિઝોન કંપનીએ પોતાના ૫-જી નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ હકીકત એ છે કે હજી સુધી ૫-જી નેટવર્ક ચોક્કસ ક્યા માપદંડ અનુસારનું હોવું જોઇએ તેનાં ધોરણો નક્કી થયાં નથી. 

જોકે ૫-જી કમ્યુનિકેશનના સ્ટાન્ડર્ડ નક્કી કરતી ૩જીપીપી નામની એક વૈશ્વિક સંસ્થાએ ૫-જીનો ઓફિશિયલ લોગો જાહેર કરી દીધો છે. અલબત્ત, આપણા હાથમાં ૫-જી ટેકનોલોજી પહોંચતાં હજી ઘણી વાર લાગશે કારણ કે ૫-જી નેટવર્કના સ્ટાન્ડર્ડ તૈયાર કરતાં જ હજી એક વર્ષ લાગે તેવી શક્યતા છે.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here