પ્રતિભાવ

ઘણા વખતથી વીપીએન ટર્મ વિશે જાણવાની જિજ્ઞાસા હતી, તે ‘સાયબરસફર’ દ્વારા ફળીભૂત થઈ. અન્ય એક વર્તમાનપત્રની કોલમમાં No Root Firewall નામની એક એપ વિશે સારો અભિપ્રાય વાંચીને અમે તે ડાઉનલોડ કરી છે. તેનો ફાયદો એ છે કે બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોનની બીજી ઘણી એપ પાછળથી ઇન્ટરનેટ એક્સેસ કરવા પ્રયાસ કરતી હોય તો તેને એ અટકાવે છે અને એ રીતે ડેટાનો બચાવ થાય છે.

સાથોસાથ બ્રાઉઝિંગ દરમિયાન એક્સેસનો પ્રયાસ કરતી કઈ કઈ એપ છે તેનો એક્સેસ લોગ પણ બનાવે છે.

આ વિશે ‘સાયબરસફર’માં થોડો પ્રકાશ પાડશો અને આવી એપ સલામત અને ઉપયોગી છે કે નહીં એ વિશે પણ માર્ગદર્શન આપશો.

– નીલકંઠ સી.અંતાણી, વીરનગર (જિ. રાજકોટ)


આપણું ‘સાયબસફર’સામાન્ય સ્માર્ટફોન વપરાશકર્તા માટે ખૂબ જ ઉપયોગી મેગેઝિન છે. અન્ય મેગેઝિન હાઇ ટેક્નોલોજિકલ લેખ આપે તે સામાન્ય માણસને ઉપયોગી હોતા નથી. દર વખતે નવા સ્માર્ટફોનના રીવ્યૂ આપતા નથી તે સારું છે કેમ કે દર મહિને નવા મોડેલ બહાર પડે છે. પણ, આજના દિવસે સ્માર્ટફોનમાં વધુમાં વધુ સારાં કયાં ફીચર્સ ઉપલબ્ધ છે અને કયા ફોનમાં તે જણાવતા રહેશો તો માર્ગદર્શક રહેશે. વાઇ-ફાઇ રાઉટર કે હોટસ્પોટ ઓપન હોય તો ગમે તે વ્યક્તિ કોઈના નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. વાઇ-ફાઇનાં વિવિધ સેટિંગ્સ, પાસવર્ડ સેટ કરવા વગેરે શીખવું જરૂરી છે. સપ્ટેમ્બર ૨૦૧૬ના યુટ્યૂબના લેખમાં, ‘યૂટ્યૂબનો ઉપયોગ પીસી માટે’ અને ‘યુટ્યૂબનો ઉપયોગ સ્માર્ટફોન માટે’ એવાં સ્પષ્ટ શીર્ષક બાંધ્યાં હોત તો વધુ સારું રહેત!

– ડો. પ્રમોદ કાટબામણા, ધોરાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here