‘નકશામાં જોયું તે જાણે ન કશામાં જોયું!’ આપણી આ ગુજરાતી કહેવત યાદ રાખીને આ વખતની કવરસ્ટોરી વાંચવાની ભલામણ કરું છું!
કેમ? એટલા માટે કે નકશાઓમાં આવેલી ડિજિટલ ક્રાંતિથી આપણી આખી દુનિયા ભલે બદલાઈ રહી હોય, દૂર દૂર સુધી વિસ્તરતા પહાડો પર સરકતાં વાદળાં બારીમાંથી જોવામાં કે દરિયાનાં પાણી ને સરકતી રેતી પર પગથી રમત માંડવામાં જે ભીની ભીની મજા છે એ નકશા પર કોરી રઝળપાટ કરવામાં નથી!