છેલ્લા એકાદ વર્ષથી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ખરીદીનો જાણે એક જુવાળ શરુ થયો છે. અનેક ભારતીય કંપનીઓએ આમાં ઝુકાવ્યું છે અને પરિણામે આપણને પ્રમાણમાં ઘણી ઓછી કિંમતે, ઘણાં સારાં કન્ફિગરેશનવાળા ફોન મળવાનું શરુ થયું છે, પરંતુ જો એ જુવાળ આવ્યા પહેલાં તમે સ્માર્ટફોન ખરીદ્યો હશે તો બે શક્યતા છે – એક, તમે ઊંચી કિંમત ચૂકવીને સારી ઇન્ટર્નલ મેમરી ધરાવતો ફોન ખરીદ્યો હશે અથવા જાણીતી અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો પણ ઓછી કિંમતનો અને ઓછી ઇન્ટર્નલ મેમરી ધરાવતો ફોન ખરીદ્યો હશે. હમણાંના સમયમાં તમે એકદમ ઓછી કિંમતે (પાંચ-છ હજારની રેન્જમાં) સ્માર્ટફોન ખરીદ્યો હશે તો તેમાં પણ ઇન્ટર્નલ મેમરી ઘણી ઓછી હોવાની પૂરી શક્યતા છે.
આગળ શું વાંચશો?
- ફોનમાંની કાયમી એપ્સનો વધારાનો ડેટા દૂર કરો
- ફોનમાંની એપ્સનું ઓટો-અપડેટેશન બંધ કરો