[vc_row][vc_column][vc_column_text]
આપણી ભાષા આપણા વ્યક્તિત્ત્વનો પરિચય આપે છે. ભાષા પરનું પ્રભુત્વ (પ્રભુત્ત્વ નહીં!) આમેય મહત્ત્વનું છે, પણ આજના વૈશ્વિક સમયમાં તો બીજાથી આગળ રહેવા માટે કમ્યુનિકેશન સ્કીલ્સ કેળવવી એ બહુ મહત્ત્વની વાત બની છે. માતૃભાષા ઉપરાંત હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ તમે ઠીકઠીક ઊંડા ઊતરવા માગતા હો તો ઇન્ટરનેટ પરની કેટલીક સાઇટ્સ તમારું કામ બહુ સરળ બનાવી શકે છે. અહીં આપેલી સાઇટ્સ પર એક વારની મુલાકાત, તમે વારંવાર તેમના તરફ દોરી જશે એ નક્કી.