માર્ચ અને એપ્રિલ આપણે ત્યાં પરીક્ષાના મહિના છે. આ દિવસોમાં પરીક્ષા સિવાયની કોઈ પણ વાત કરવામાં જોખમ છે.
જેવું લોકશાહીમાં ચૂંટણીનું સ્થાન છે એવું જ કદાચ વિદ્યાર્થીની કારકિર્દીમાં પરીક્ષાનું સ્થાન છે. આપણે સૌ જાણીએ છીએ કે નેતાઓ ચૂંટવા માટે ચૂંટણી સૌથી સારી પદ્ધતિ નથી, પણ કમનસીબે તેનાથી સારી પદ્ધતિ પણ ધ્યાનમાં આવતી નથી.
ઉજ્જવળ કારકિર્દી માટે જ્ઞાન મહત્ત્વનું છે અને તેને ચકાસવા માટે પરીક્ષા સૌથી સારી પદ્ધતિ નથી જ, એમાંય આપણે તો શાળાના પાઠ્યપુસ્તકમાં હોય એને જ જ્ઞાન ગણી લેવું પડે એવી સ્થિતિ છે.