ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફરબ્લોગર બેઝિક્સધડાધડ જાતે બનાવો વેબસાઇટ

ધડાધડ જાતે બનાવો વેબસાઇટ

અચ્છા, તો તમને પણ વેબસાઇટ બનાવવાની ઇચ્છા જાગી છે? સરસ! આમ તો, સામાન્ય રીતે ત્રણ સ્થિતિમાં તમને વેબસાઇટ બનાવવાનો વિચાર આવી શકે -

તમારે તમારા બિઝનેસને વધુ વિસ્તારવો હોય, ઇન્ટરનેટ પરથી કમાણીની વહેતી ગંગામાં ઝંપલાવવાની ઇચ્છા જાગી હોય, અથવા તો પછી અમસ્તાં જ ગમતાંનો ગુલાલ કરવા - વિચારોકવિતા વગેરેની લ્હાણી કરવા પૂરતું જ પોતાની વેબસાઇટ હોય તો ઠીક એવો વિચાર આવ્યો હોય.

આમાંથી પહેલી સ્થિતિ હોય, બિઝનેસને સીરીયસલી વિસ્તારવાની, તો તમારે કોઈ અનુભવી વેબડેવલપરની જ મદદ લેવી સારી. કમાણી કરી લેવાનો વિચાર હોય તો આવો પ્રયત્ન કરવા માટે ઘણી કંપનીઓ વેબસાઇટ બનાવી આપવાની અને પેપરક્લિક જેવી કમાણીની તક સાથે તમને સાંકળી આપવાની ઑફર કરતી હોય છે. ઇન્ટરનેટ પરથી કમાણી શક્ય છે, પણ એ માટે પૂરતી જાણકારી હોવી જરૂરી છે. અનુભવ વિના, ભવિષ્યની કમાણીનાં સપનાં માટે ભૂતકાળની મહેનતની કમાણીને વેડફવી સારી નહીં.
છતાં, પ્રયાસ કરવો હોય તો? અથવા તો, છેલ્લી સ્થિતિ અનુસાર ફક્ત બ્લોગ બનાવવાની ઇચ્છા હોય તો? સૌથી સહેલો રસ્તો તમારો બ્લોગ બનાવવાનો જ છે (બ્લોગ અને વેબસાઇટમાં ગૂંચવાતા હો તો જાણી લો કે બંને મૂળમાં એક જ વાત છે, બ્લોગમાં કોઈ ટેકનિકલ જાણકારી જરૂરી નથી, પ્રોફેશનલ વેબસાઇટ માટે એ જરૂરી છે). ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી સહેલાઇથી તમે (www.wordpress.com) કે (www.blogger.com) પર જઈને તમારો બ્લોગ બનાવી શકો છો.
આ બંને સૌથી લોકપ્રિય સર્વિસ છે. તેમાં તમારી સાઇટના એડ્રેસમાં (www.yourname.wordpress.com) જેવું નામ ચલાવી લો તો બંને સર્વિસ મફત છે. તમારું પોતાનું ડોમેઇન એડ્રેસ હોય તો બ્લોગર પરના બ્લોગને એ એડ્રેસ પર રીડાઇરેક્ટ કરવાની સુવિધા મફત છે, વર્ડપ્રેસ પર એ સગવડ મેળવવાનું કામ થોડી મહેનત અને જાણકારી માગી લે છે. તેમ, કમાણીના મૂળ રસ્તા જેવી ગૂગલની એડસેન્સ સેવા બ્લોગરમાં ઇનેબલ કરવી સહેલી છે, વર્ડપ્રેસમાં થોડી મુશ્કેલ છે.
તો હવે સવાલ એ છે કે આ બંને સિવાય કોઈ રસ્તો ખરો? ઉપરાંત, આખરે તો આ બંને બ્લોગિંગ સર્વિસ છે. પ્રોફેશનલ લાગતી સાઇટનો જ આગ્રાહ હોય અને કમાણીનો મુદ્દો જતો કરવાની તૈયારી ન હોય તો?
 

તો રસ્તો છે વેબ્લી (www.weebly.com)નો. આ સર્વિસ ટાઇમ મેગેઝિનની ૫૦ બેસ્ટ વેબસાઇટ્સની યાદીમાં સ્થાન પામી છે. અહીં તમે સાઇટ અને બ્લોગ બંનેનો લાભ મેળવી શકો છો, મફતમાં. આ સાઇટ બનાવવા માટે કોઈ ટેકનિકલ જાણકારીની જરૂર નથી. અહીં પણ, સાઇટના એડ્રેસમાં પાછળ (weebly.com)નું છોગું ચલાવી લો તો તરત, મફતમાં સાઇટ બનાવીને લાઇવ કરી શકશો. નવું ડોમેઇન નોંધાવવું હોય તો થોડી કડાકૂટ છે અને મોંઘું છે. તમારું પોતાનું ડોમેઇન હોય તો સાઇટને ત્યાં રીડાઇરેક્ટ કરી શકશો, મફતમાં જ.

સૌથી પહેલાં, તમારી પસંદનું યુઝરનેમ અને પાસવર્ડ નક્કી કરીને સાઇટમાં તમારું એકાઉન્ટ ખોલાવો. પછી, જેમ ઇમેઇલમાં કમ્પોઝ ન્યૂ મેઇલનું બટન પ્રેસ કરીને નવો ઇમેલ લખો તેમ અહીં વારાફરતી જુદા જુદા વિકલ્પ પસંદ કરીને તમારી સાઇટ બનાવી શકો છો. ઇન્ટરફેસ ખરેખર સરળ છે. સાઇટમાં લખાણ મૂકવું છે, ફોટો મૂકવો છે, ફોટો બદલવો છે... જે ઇચ્છો તે તમે ફક્ત ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી કરી શકો છો. ઈંગ્લિશ વાંચીને સમજતાં અને માઉસ ચલાવતાં આવડે તો અહીં તમે વેબસાઇટ બનાવી શકો છો. સૌથી સારી વાત એ છે કે અહીં મફત વર્ઝનમાં ફક્ત અમુક જ પેજ કે સાઇઝની વેબસાઇટ જેવી કોઈ મર્યાદા નથી. ફક્ત, ઓડિયો પ્લેયર કે વિડિયો કે કોઈ ડોક્યુમેન્ટ એમ્બેડ કરવું હોય તો તમારે પૈસા ખર્ચીને પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે.
 
આ સાઇટ તમારી વેબસાઇટ પર ધરાર, તેની મરજીની એડનો મારો પણ કરતી નથી. હા, તમે ઇચ્છો તો ગૂગલ એડસેન્સની સર્વિસ ચાલુ કરીને કમાણી ચાલુ કરી શકો છો.
 
સાઇટને ડિઝાઇન કરવા માટે પણ અનેક ઓપ્શન્સ છે. તમે એને તમારી ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. એચટીએમએલ અને સીએસએસની થોડી જાણકારી હોય તો આ સર્વિસ તમને એ પણ કરવા દે છે. અલબત્ત, એમાં તમે જાણકાર હો તો જ આગળ વધવું! આખી સર્વિસના ફિચર્સ એક વાંચી, સમજીને આગળ વધશો તો વધુ મજા પડશે.
 
ટૂંકમાં, પોતાની સાઇટ બનાવવી હોય, કમાણી કરવાનાં સપનાં હોય, તો એક પણ પૈસો ખર્ચ્યા વિના અજમાયશ કરી જોવા માટે આ સર્વિસ બિલકુલ ખોટી નથી. અગાઉ આપણે આ જ પ્રકારની વેબ્સ નામની સર્વિસની વાત કરી હતી, તેના પ્રમાણમાં વેબ્લી અનેક રીતે વધુ ચઢિયાતી છે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Milan Kyada   |2012-06-27 04:44:29
it's awesome knowledge
Nilesh  - Re:     |2011-11-26 05:59:52
You should also use webs.com they are also providing free hosting for your web. You can create dynamic as well as static web site in free. Try and share your review. But If you are going for earning that approach for at least cheap hosting.
kirankumar  - your information     |2011-05-23 09:49:50
sirtame khub sari evi mahiti apo chho ke samanya vyakti pan te samj sake che thanks!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Anonymous     |2011-05-21 08:12:24
i created a website on weebly itz

www.webaskindia.weebly.com
bardoli hackers  - hi     |2011-01-28 05:29:25
sir plzz go to www.palbuzz.com
if you want to reliance free 99 internet pack 09979493905 call me
vijay  - tulsi     |2011-01-27 23:58:31
VIJAY KHAMBHALIYA BOTAD
anil  - bahucher krupu fashion     |2011-01-26 08:22:50
all type works
NIshad  - saras     |2011-01-23 03:03:40
I created one website for gujarati people please visit at http://g4gujarati.blogspot.com
Darshak Dobariya  - *   |2011-01-20 04:03:17
**
jitu  - c     |2011-01-19 12:44:13
maja aavi
Kashyap Rushi   |2010-12-15 03:29:12
હું આપ ના "સઈબર સફર " નામના કોલમ નો ખુબ મોટો પ્રેમી છું. આપે લખેલ લગભગ દરેક "સઈબર સફર " ના લેખ મેં વાંચ્યા છે. એ વાંચ્યા પછી હું આપનો ખુબ મોટો ફેન થઇ ગયો છું.
અત્યારે આજે પણ કઈ આપને લખી ને મોકલાવી રહ્યો છું તેમાં મેં કોઈ ધાડ મારી નથી આપે શીખવેલું જ હું લખી રહ્યો છું.
તમારી પાસે મેઇક્રોશોફ્ત એક્સેસ ની ગુજરાતી માં સમજણ આપતી કોઈ માહિતી હોય તો આપ ને વિનંતી કે કૃપા કરીને તે મને મોકલાવશો અથવા ક્યાંથી તે માહિતી મળી રહેશે તે જણાવશો.

આપ નો શિષ્ય.
કશ્યપ ઋષિ
chirag patel   |2010-12-05 11:36:57
this is very good
Yogesh Gabani  - Wow...   |2010-12-02 07:53:20
Superb....
It's Very Very nice.....
ThanX.
Alpesh  - Hello Sir!     |2010-12-01 04:16:25
Hello sir.I am your big fen to your
Columme. I am very happy to your sagestion to a website how make our website.
sir i have a qestion to ask?
how to make our serchingeen?
plz give me sagestion....
SHNTILAL  - mind   |2010-11-26 07:50:14
i am author
s  - mind   |2010-11-26 05:20:57
i am author
Ajay Raval   |2010-11-25 04:43:43
Sir,
I read your article on making free Website really it is so informative for me. I create my library website by the way I am a college librarian.
Thank you very much.
arvind  - naiv Web Side     |2010-11-24 05:49:56
fdf
Vishal vyas  - Linux Admin     |2010-11-16 05:59:54
Hello

Nice post .... :)

http://rhcewithvishal.wordpress.com
Dr P A Mevada  - Banshari Banine     |2010-11-14 08:36:26
Your site is informative and usful to the novice in cyber word. Like to re-visit sometimes.
arvind  - Lola Mitting     |2010-11-14 00:42:56
Hello Lola Mitting
Lola Mitting Welcomes
savabhai rabari  - rayka   |2010-11-14 00:03:49
hi,dear
good morning
મુકેશકુમાર     |2010-10-25 08:27:57
સરસ માહિતી આભાર!!!!!!!!!!!!!
sachin   |2010-10-21 21:22:16
very nice information thanks.
DAVE BHUSHAN MUKUNDRAY  - GOOD WORK   |2010-10-17 07:16:14
17/10/2010,
HIMANSHUBHAI,

THANKS A LOT FOR THE INFORMATION PROVIDED BY YOU.

CA BHUSHAN DAVE
navnit patel  - made website   |2010-10-14 18:51:28
thx, sir, from your information about weebly, i have made my village temple webite http://kudsadranchhodrai.weebly.com/.i am really very happy,thx for valuable information..
Dineshkumar  - request   |2010-12-05 22:06:58
Navnitbhai
tamari web site joi saras banavi chhe.
krupa kari mane margdarshan aapso

tame je home page photo link page kevi rite banavuyu chhe.
please
i am waiting.....
Raj Milansinh  - mastermd     |2010-10-13 08:36:48
Softwear and more
Kanak Raval   |2010-10-02 17:20:56
Dear Himanshubhai:
Yours is a wonderful website for the internet users.Many compliments.

I have been running the site:
"ravishankarmraval.org" as a public
service for many years without any advertisements. For this I have been paying service fees to pair Networks
but it is now getting financially burdonsome.

Can you help me in changing over to a free service suggested by you above?Thanks-Kanakbhai
MEHUL SUTARIYA  - Google Adsense   |2010-09-16 04:07:14
Sir, read this article. liked it.

My question is: Is it advisable to provide bank details to google? I mean, Can I be sure that they won't misuse the data??

regards,

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."