પ્રતિભાવ

‘સાયબરસફર’ જેવા પ્રકાશકો આ રીતની માહિતી તેમજ ફ્રી મિનિ-ગાઇડ મોકલીને ઘણું સારું કામ કરી રહ્યા છે. આ રીતના એલર્ટ માટેના મેસેજ વાચકને દરેક મેગેઝિન, ન્યૂઝપેપરે મોકલવા જોઈએ. ખુદ પેટીએમએ પણ આ વિશે ગ્રાહકને મેસેજ મોકલીને ચેતવવા જોઈએ અને ગ્રાહકે માત્ર નજીકના કેવાયસી સેન્ટર પર જઈને જ કેવાયસી કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ.

– હર્ષ દવે, આણંદ

આપના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેકનિકલ સેવા પૂરી પાડો છો.

– મિલિન્દ પ્રિયદર્શી

સ્માર્ટ બેન્કિંગ ઇઝીગાઈડ બુક ખૂબ સરસ છે. અપડેટ પણ સરસ આપો છો.

– વિપુલકુમાર રાઠોડ

‘સાયબરસફર’માં મોબાઇલ ટેકનોલોજી સિવાય કમ્પ્યુટરની વિશિષ્ટતા જણાવશો, જેથી કમપ્યુટર લેવામાં સરળતા રહે.

– પારેખ નિલેશકુમાર ગોવિંદભાઈ, સુરત

‘સાયબરસફર’માં ખૂબ જાણકારી મળે છે. એમાં પણ એક્સેલમાં ડેટા વેલિડેશનની જે માહિતી રજૂ કરી છે તે ખરેખર ખૂબ રસપ્રદ છે. રજૂઆત કરવાની શૈલી જોરદાર છે. મારા જેવા પ્રાથમિક શિક્ષક માટે અને આચાર્ય તરીકે મને એક્સેલ ખૂબ ઉપયોગી માધ્યમ છે. તમારી પાસે મારી એવી આશા કે હંમેશા તમે એક્સેલ પ્રોગ્રામ અને તેની વિશાળ ઉપયોગીતા વિશે પ્રકાશ પાડતા રહેશો. સમગ્ર ટીમને ધન્યવાદ!

– હરિભાઈ મૂલજીભાઈ ગઢવી, કચ્છ

આટલું સરસ જ્ઞાન આપતા મેગેઝિનમાંથી જ્ઞાન લેવામાં હું થોડો પણ મોડો પડી જાઉં તો મને બેચેની થાય છે. આપના આ પ્રયાસને હું બિરદાવું છું.

– મયુર દિનેશભાઈ પંચાલ, સાબરકાંઠા

ખૂબ સરસ અને ખૂબ જાણકારીભર્યું મેગેઝિન.

– જયેશ મકવાણા, અમદાવાદ

પેટીએમ દ્વારા મેગેઝિનનું લવાજમ રિન્યુ કરાવ્યું તે સંદર્ભે અભિપ્રાય – આવી રીતે પહેલી જ વાર કોઈ પણ મોબાઈલ વડે પેમેન્ટ કર્યું, બહુ જ સરળ રસ્તો છે પેટીએમ! આપનું મેગેઝિન ખૂબ જ સરસ અને માહિતીપ્રદ છે. વાંચવામાં સરસ અને સમજવામાં સરળ છે.

– જયેશ ઈન્દુલાલ શેઠ, થાણે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here