Home Tags Google drive

Tag: google drive

ગૂગલ ડોક્સમાં એઆઇ આધારિત ગ્રામર ચેકિંગ સુવિધા ઉમેરાઈ

હવે તમે ગૂગલ ડ્રાઇવમાં ડોક્સમાં, ઇંગ્લિશમાં કોઈ લખાણ લખશો ત્યારે સિસ્ટમ આપોઆપ તેમાં વ્યાકરણને લગતી ભૂલો પકડીને તેને સુધારવાના વિકલ્પો સૂચવશે. ઇંગ્લિશમાં ગૂંચવણો ઘણી છે! સાવ સાચું કહો - ઇંગ્લિશમાં કંઈ પણ લખતી વખતે તમે ક્યારેય કોઈ ભૂલ કરતા નથી એવું તમે પૂરા વિશ્વાસથી કહી શકો ખરા? વાત ફક્ત સ્પેલિંગની હોય તો આ સવાલનો જવાબ બહુ મુશ્કેલ નથી. આપણે ડિક્શનરીની મદદ લઈ શકીએ અને આપણા લખાણનો દરેકે દરેક સ્પેલિંગ સાચો છે કે ખોટો તે તપાસી શકીએ. જો માઇક્રોસોફ્ટ વર્ડ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઇએ તો તેમાં પણ...

ગૂગલ ડ્રાઇવમાં એક ફાઇલ બે ફોલ્ડરમાં!

જીમેઇલમાં જો તમે લેબલની સુવિધાનો ઉપયોગ કરતા હશો તો લેબલ અને ફોલ્ડર વચ્ચેનો તફાવત બરાબર જાણતા હશો. કમ્પ્યુટરા ફોલ્ડરમાં કોઈ એક ફાઇલ ફક્ત એક ફોલ્ડરમાં રાખી શકાય. એક જ ફાઇલને બે ફોલ્ડરમાં મૂકવી હોય તો આપણે તેની કોપી કરવી પડે. જ્યારે જીમેઇલમાં લેબલ એવી સુવિધા છે જેમાં કોઈ મેઇલને કોપી કર્યા વગર બે અલગ અલગ લેબલ આપી શકાય છે. ગૂગલ ફોટોઝમાં પણ આવી સુવિધા છે અને એક જ ફોટો આપણે અલગ અલગ આલબમમાં રાખીને ગમે તે આલબમમાંથી જોઈ શકીએ છીએ. પરંતુ ગૂગલ ડ્રાઇવની વાત આવે ત્યારે...

ગૂગલ ડ્રાઇવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : હવે ફાઇલ અને ફોલ્ડર ભૂલાવા લાગશે

વર્ષોથી આપણે કમ્પ્યુટરમાં આપણી ફાઇલ્સ સાચવવા માટે એક જ પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ફોલ્ડર અને તેમાં ફાઇલ. પરંતુ હવે ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફોલ્ડરનો આ કન્સેપ્ટ જ દૂર કરવા માંગે છે. ગૂગલ ડ્રાઇવમાં આ નવી વ્યવસ્થાના ઉપયોગની શરૂઆત થઇ ગઈ છે. ગૂગલે તેને નામ આપ્યું છે ‘ક્વિક એક્સેસ’.  જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન, ટેબલેટ કે પીસીમાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હો તો કદાચ તમારું ધ્યાન ગયું હશે કે તેમાં હવે આપણા ફોલ્ડર્સ અને ફાઇલ્સની ઉપર જુદી જુદી ફાઇલ્સ આપમેળે બતાવવામાં આવે છે. આ જ છે...

ગૂગલ ડોક્સમાં શબ્દોની સંખ્યા

ગૂગલ ડોક્સનો ઉપયોગ કરો છો? ક્યારેક કોઈ ફાઇલમાં કેટલા શબ્દો છે એ જાણવાની જરૂર ઊભી થઈ? માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સમાં પણ વર્ડ કાઉન્ટની સગવડ છે. તમારું ડોક્યુમેન્ટ ઓપન હોય ત્યારે સૌથી ઉપરના મેનુમાં ‘ટૂલ્સ’ પર ક્લિક કરો. તેમાં ‘વર્ડ કાઉન્ટ’ પર ક્લિક કરતાં એ ડોક્યુમેન્ટમાં પેજ, વર્ડ્સ, કેરેક્ટર્સ અને સ્પેસ વિના કેરેક્ટર્સની સંખ્યા જોવા મળશે. આખા ડોક્યુમેન્ટમાંથી, માત્ર તમે સિલેક્ટર કરેલા પેરેગ્રાફમાંના શબ્દોની સંખ્યા જાણવી હોય તો એ પણ અહીં જાણી શકાશે. માઇક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુેન્ટના છેક તળિયે, સ્ટેટસ બારમાં વર્ડ કાઉન્ટ મળે છે. જો ન...

ગૂગલ ડ્રાઇવની ઇઝી ગાઇડ

તમે ગૂગલ ડ્રાઇવ વિશે સાંભળ્યું ઘણું હશે, પણ તેનો ઉપયોગ કરતાં ખચકાતા હો તો અહીં હાજર છે તેનો સ્ટેપ-બાય-સ્ટેપ પરિચય. આગળ શું વાંચશો? ક્રિએટ, અપલોડ અને ઓર્ગેનાઈઝ ફાઈલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ ડીટેઈલ્સ, એક્ટિવિટીઝ અને સેટિંગ્સ ગૂગલ પ્લસ ઈન્ટીગ્રેશન તમે વિદ્યાર્થી હો, શિક્ષક હો, પ્રોફેશનલ હો કે એવી કોઈ પણ વ્યક્તિ હો જેને પોતાના કામની ફાઇલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરવાની જરૂર પડતી હોય કે બીજા લોકોના સાથમાં કેટલીક ફાઇલ્સ પર કામ કરવાનું થતું હોય તો તમારા માટે બહુ કામની સર્વિસ છે ગૂગલ ડ્રાઇવ. એક રીતે જોઈએ તો ગૂગલ...

ગૂગલે સ્ટોરેજ કેપેસિટી ‘વધારી’

જીમેઇલની શરુઆત વખતે આપણને બીજા કરતાં સખ્ખત વધુ સ્ટોરેજનો લાભ મળ્યો હતો, એ લાભ સતત વધતો રહ્યો છે. તમારી ડિજિટલ લાઇફ કેટલીક હેવી છે? ઘણું ખરું, આપણા સૌની ડિજિટલ લાઇફ ફેસબુક અને ગૂગલ વચ્ચે વહેંચાયેલી છે. ફેસબુક પર આપણે મોટા ભાગે આપણા વિચારો અને ફોટોગ્રાફ શેર કરીએ છીએ, જ્યારે ગૂગલ પર આ બંને ઉપરાંત, પાર વગરનાં ડોક્યુમેન્ટ્સનો ભરાવો પણ થતો રહે છે. કામકાજના મેઇલ્સ, તેની સાથેનાં એટેચમેન્ટ્સ, એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હો અને તેમાંના ગૂગલ એકાઉન્ટમાં ઇન્સ્ટન્ટ ફોટો અપલોડનો ઓપ્શન પસંદ કર્યો હોય તો સ્માર્ટફોનના કેમેરાથી ફોટોગ્રાફ...

ઇમેજમાંના લખાણને ટેક્સ્ટમાં ફેરવો

ક્યારેય ઇમેજ સ્વરુપે રહેલા લખાણને એડિટ થઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાની જરુર ઊભી થઈ છે? આ કામ હવે તમે સહેલાઈથી કરી શકો છો.  ઇંગ્લિશમાં એક જાણીતી કહેવત છે, ‘ઇગ્નોરન્સ ઇઝ બ્લીસ!’ અજ્ઞાનતા આશીર્વાદ છે! આમ તો ‘તમે કશુંક જાણતા જ ન હોત તો એ વાત તમને દુ:ખ પહોંચાડી ન શકે’ એવા કોઈ ફિલોસોફિકલ, સૂફિયાના (કે સુફિયાણા!) અંદાજમાં આ વાત કહેવાઈ હશે, પણ આજના સમયના આપણા સંદર્ભમાં તો કેટલીક નાની નાની વાતની આપણને જાણકારી ન હોય તો મોટાં મોટાં કામ અટકી પડતાં હોય છે. આપણે માટે તો...

ઓનલાઇન સ્ટોરેજ અને એક્સેસ

આજના સમયમાં તમારું કામ એકથી વધુ કમ્પ્યુટર અને ડિવાઇસીઝમાં વહેંચાયેલું હોય ત્યારે તમારી કામની ફાઈલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી સગવડ અનિવાર્ય બની ગઈ છે. ગૂગલ ડ્રાઇવના આગમન સાથે આ ક્ષેત્રે સ્પર્ધા વધી છે. આગળ શું વાંચશો? ડ્રોપબોક્સઃલાંબા સમયથી અત્યંત લોકપ્રિય માઈક્રોસોફ્ટ સ્કાયડ્રાઈવઃ આપે છે વધુને વધુ સ્પેસ ગૂગલ ડ્રાઈવઃ ભવિષ્યમાં વધુ સગવડોની અપેક્ષા ગૂગલડ્રાઈવમાં તમે શું કરી શકશો? ઘણા લોકો પોતાનાં પાનકાર્ડ, વોટરઆઇડી કાર્ડ વગેરે અગત્યનાં ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પોતાના ઈ-મેઇલ એકાઉન્ટની મદદથી પોતાને જ મેઇલ કરી લેતા હોય છે. આ ટૂંકા રસ્તા ઉપરાંત બીજા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.