‘સાયબરસફર’ના લેખો હવે આપ એન્ડ્રોઇડ મોબાઇલમાં ઓફલાઇન પણ વાંચી શકો છો!
આપે ઓનલાઇન બુકમાર્ક કરેલા લેખની યાદી અહીં જુઓઃ https://cybersafar.com/your-bookmarks/
આ નવી સુવિધાનો લાભ લેવા માટેઃ
- જ્યારે મોબાઇલમાં નેટ-કનેક્શન ચાલુ હોય ત્યારે www.cybersafar.com વેબસાઇટ જોતાં, આપને ‘એડ ટુ હોમસ્ક્રીન’ એવો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરો.
- આ વિકલ્પ જોવા ન મળે, તો ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં ‘એડ ટુ હોમસ્ક્રીન’ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે મોબાઇલના હોમસ્ક્રીન પર, અન્ય એપ્સની જેમ, ‘સાયબરસફર’નો આઇકન જોવા મળશે.
- હવે, મોબાઇલમાં જ્યારે નેટ કનેક્શન હોય ત્યારે આપે જોયેલાં તમામ પેજ/લેખ મોબાઇલમાં સચવાઈ જશે.
- જ્યારે આપ ઓફલાઇન હો ત્યારે ‘સાયબરસફર’ એપ-આઇકન પર ક્લિક કરતાં કે ક્રોમ બ્રાઉઝરમાં cybersafar.com વિઝિટ કરતાં, અગાઉ આપ ઓનલાઇન હતા ત્યારે ઓપન કરેલા તમામ લેખ, મોબાઇલમાં નેટ કનેક્શન વિના પણ વાંચી શકાશે.
ઓફલાઇન સુવિધાનો પૂરો લાભ લેવા માટેઃ
- સાઇટમાં લોગ-ઇન થયા પછી દરેક લેખ બુકમાર્ક કરી રાખવાની સગવડ મળે છે. તેને ક્લિક કરતાં, એ લેખ બુકમાર્ક થશે અને આખો લેખ ઓપન થયો હશે તો તે ઓફલાઇન વાંચવા માટે સેવ પણ થઈ જશે.
- હવે ઓફલાઇન એપમાં બુકમાર્ક્સનું પેજ જોતાં, આપે સેવ કરેલા લેખો જોઈ શકાશે.
- જોકે એ માટે, આપ ઓનલાઇન હો ત્યારે આપના બુકમાર્કનું પેજ જોઈ લેવાનું ભૂલશો નહીં, બાકી એ પેજ ઓફલાઇન દેખાશે નહીં!
- અલબત્ત, સાઇટ પર જે સુવિધા માટે નેટ કનેક્શન જોઈએ (જેમ કે સર્ચ, વીડિયો કે ઓનલાઇન પેમેન્ટ) તે ઓફલાઇન ચાલશે નહીં.
આપણા ઘણા વિસ્તારોમાં હજી પણ સારી સ્પીડવાળું નેટ કનેક્શન ઉપલબ્ધ ન હોવાથી, આ સુવિધા તમને ચોક્કસ ઉપયોગી થશે. આ વિશે કોઈ પણ મુશ્કેલી માટે 092275 51513 નંબર પર વોટ્સએપ/સંપર્ક કરશો.