વોટ્સએપમાં હેવી વીડિયો ફોરવર્ડ કરવાથી..

By CyberSafar Support

3

ઘણા લોકોને આ મૂંઝવણ હોય છે – ‘‘હું વોટ્સએપ પર કોઈ મોટો વીડિયો ફોરવર્ડ કરું તો મારો મોબાઇલ ડેટા ખર્ચ થાય?’’

સાદો જવાબ છે ના. થોડા વિગતવાર જવાબ પણ જાણીએ.

એ માટે વોટ્સએપમાં આપણા પર આવતા વિવિધ પ્રકારના મેસેજિસનું હેન્ડલિંગ કઈ રીતે થાય છે એ સમજવું પડે.

વોટ્સએપમાં આપણે કોઈને ટેકસ્ટ મેસેજ મોકલીએ અને તે સામેની વ્યક્તિ કે ગ્રૂપમાંના બધા લોકોના ફોનમાં ડિલિવર થઈ જાય એ સાથે તરત જ , બંને છેડાના ફોન વચ્ચે રહેલા વોટ્સએપના સર્વરમાંથી તે ડિલીટ થઈ જાય છે.

આની સામે, વોટ્સએપમાં કોઈ ઇમેજ કે વીડિયો કે અન્ય ડોક્યુમેન્ટનું હેન્ડલિંગ જરા જુદી રીતે થાય છે.

વોટ્સએપનું સર્વર આવી મીડિયા ફાઇલ્સ કે ડોક્યુમેન્ટ્સ પોતાના સર્વર પર ૩૦ દિવસ સુધી સાચવી રાખે છે.

આથી આપણે તેને પોતાના ફોનમાં ડાઉનલોડ કર્યા પછી બીજી વ્યક્તિ કે ગ્રૂપમાં ફોરવર્ડ કરીએ ત્યારે તેની ફાઇલ આપણા ફોનમાંથી અપલોડ થવાને બદલે પરબારી વોટ્સએપના સર્વર પરથી આગળ જાય છે!

આથી આપણે ફોરવર્ડ કરેલી ફાઇલ ઘણી હેવી હોય તો પણ તેનાથી આપણો વધુ મોબાઇલ ડેટા ખર્ચ થવાની ચિંતા રહેતી નથી! ચિંતા ન રાખશો!

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop