વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે ઘણી વાર એવું બને કે આપણે અન્ય કોઈ ફાઇલ કે ઇન્ટરનેટ પરથી કન્ટેન્ટ કોપી કરીને તેને આપણા વર્ડ ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરવાનું થાય. તમારો અનુભવ હશે કે આવે સમયે મોટે ભાગે એવું બનતું હોય છે કે આપણે નવું કન્ટેન્ટ જ્યાંથી કોપી કર્યું હોય ત્યાંનું એ કન્ટેન્ટનું ફોર્મેટ આપણા ડોક્યુમેન્ટમાં પણ જળવાઈ રહે. પરિણામે આપણે એ નવા કન્ટેન્ટને આપણા ડોક્યુમેન્ટ મુજબ નવેસરથી ફોર્મેટ કરવું પડે.