સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમને કદાચ યાદ હશે બે વર્ષ પહેલાં, થાઇલેન્ડમાં એક ગૂફામાં બાર છોકરાઓ ફસાયા હતા. તેમનું રેસ્ક્યુ ઓપરેશન ૨૩ જૂનથી ૧૦ જુલાઈ સુધી ચાલ્યું હતું. આપણને સવાલ થાય કે એક ગૂફા એવી તે કેવી મોટી હોઈ શકે કે તેમાં ફસાયેલા છોકરાઓને બચાવવાની જહેમત આટલી લાંબી ચાલે?!