ઘણી વાર આપણો મોબાઇલ હેંગ થઈ જાય એટલે કે સ્ક્રીન પર એક પણ ઓપ્શન કામ ન કરતા હોય ત્યારે આપણે તેને રિસ્ટાર્ટ કરવાની જરૂર પડતી હોય છે. મોટા ભાગનાયૂઝર્સ ફોન રિસ્ટાર્ટ કેમ કરવો તે જાણતા હોય છે (એમાં શું મોટી વાત છે, છેલ્લો રસ્તો, બેટરી કાઢો અને ફરી ફિટ કરો, એટલે રિસ્ટાર્ટ થઈ જાય!).
જોકે હવે મોટા ભાગના મોબાઇલમાં બેટરી કાઢી શકાતી નથી. તમારો ફોન આવો હોય અને તે ક્યારેક હેંગ થઈ જાય તો એક સહેલો રસ્તો અજમાવો.