‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે એપ્રિલ ૨૦૧૫ની કવર સ્ટોરીમાં આપણે ગૂગલ પરની આપણી કર્મકુંડળી તપાસવામાં મદદ કરે એવા, ગૂગલના પોતાના એક વેબપેજની વાત કરી હતી.
ગૂગલ વિશે એવું કહેવાય છે કે તે આપણા વિશે આપણા જીવનસાથી કરતાં પણ વધુ જાણે છે. આ વાત કેટલી હદે સાચી છે એ જાણવું હોય તો આપણે ગૂગલ ખરેખર આપણા વિશે કેટલું જાણે છે એ તપાસવું જોઈએ.