‘સાયબરસફર’ના આ અંતિમ પેજ પરથી જ મોટા ભાગે તમારી સાયબરસફરની શરૂઆત થતી હશે કેમ કે આ પેજ પર હંમેશા કોઈ અજાણી, અનોખી વાત કહેતા વેબપેજનો પરિચય કરાવવામાં આવે છે, પણ આજે આ પેજ પર કોઈ ક્લિકની વાત કરવી નથી!
કારણ છે, વોટ્સએપ પર ફરતી થયેલી આ મજાક… “આવનારી પેઢીમાં મમ્મી બાળકોને કહેશે કે તમને મોટાં કરવા હું ૧૦-૧૦ કલાક ઓફલાઇન રહી છું… આજે સૌ કોઈ વોટ્સએપ, ફેસબુક, યુટ્યૂબ વગેરેમાં પરોવાયેલાં જોવા મળે છે ત્યારે આપણી આસપાસની દુનિયા કરતાં જરા મોટા વર્તુળમાં, આ જ સંદર્ભે શું બની રહ્યું છે જાણવા-સમજવા જેવું છે.