તમારા સ્માર્ટફોનમાં એક અછડતી નજર ફેરવો અને જુઓ કે તમે કેટલીક એપ્સ ઇન્સ્ટોલ કરી છે અને તેમાંની કેટલીનો ખરેખર ઉપયોગ કરો છો?
આપણે જરૂર હોય કે ન હોય, કોઈ મિત્ર આપણને કોઈ એપ સૂચવે કે બીજી કોઈ જગ્યાએથી કોઈ નવી એપ વિશે જાણવા મળે એટલે આપણી આંગળી આપોઆપ પ્લે સ્ટોર તરફ વળે છે અને ખાસ કશું તપાસ્યા કે વિચાર્યા વિના આપણે એ એપ ઇન્સ્ટોલ કરી લઇએ છીએ.
આવી એપ્સનો આપણે ખરેખર પૂરતો ઉપયોગ કરીએ છીએ કે નહીં તેના કરતાં પણ વધુ મહત્ત્વનો સવાલ એ છે કે આ બધી એપ ભરોસાપાત્ર હોય છે ખરી?
લાંબા સમયથી એક પ્રશ્ન સતત ચર્ચામાં રહ્યો છે કે આપણા સ્માર્ટફોનમાં કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ હોવો જોઇએ કે નહીં.
એક સામાન્ય છાપ એવી પણ છે કે એપલના આઇફોન અને વિન્ડોઝ ફોનની સરખામણીમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનમાં વાયરસ કે માલવેર ઘૂસી જવાની શક્યતા વધુ હોય છે.
શું ખરેખર એવું છે? શું એન્ડ્રોઇડ એકદમ જોખમી છે? આપણે હકીકત શું છે અને જો એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરસ કે માલવેરનું વધુ જોખમ હોય તો એના સામના માટે ગૂગલ શું કરે છે અને આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે મુદ્દાસર સમજીએ.
આગળ શું વાંચશો?
- પીસીની જેમ સ્માર્ટફોનમાં સારી એન્ટિવાયરસ એપ જરૂરી છે?
- સત્તાવાર એપ સ્ટોરમાંની એપ્સમાં માલવેર કેવી રીતે ઘૂસી શકે?
- સ્માર્ટફોનમાં માલિશિયસ કોડથી શું નુકસાન થઈ શકે?
- ગૂગલ કંપની કેમ કશું કરતી નથી?
- તમારો ફોન ગૂગલ પ્લે પ્રોટેક્ટથી સુરક્ષિત છે?