ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! બરાબર, આપણે સૌ આ જાણીએ છીએ અને તક મળે ત્યારે આ ભાષાની ગૂંચવણો પર હસીએ પણ છીએ. પણ દિલ પર હાથ મૂકીને કહો, તમારો પોતાનો, ઇંગ્લિશ પર પાવરફૂલ કમાન્ડ હોય તો તમને ગમે કે નહીં?
તો ટૂંકી વાત એટલી કે હવેથી આપણે ઇન્ટરનેટની ગલીગૂંચીઓમાં ચક્કર લગાવીને, અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ મેળવવામાં મદદરુપ થાય એવી વાતો શોધી એને સમજવાનો પ્રયાસ કરીશું.