fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપનો પ્રતિભાવ

આ આપણી સહિયારી સફર છે! ‘સાયબરસફર’ના દરેક લેખના અંતે અથવા અહીં નીચે, આપ આપના અભિપ્રાય, સૂચન, પ્રશ્નો વગેરે આપી શકો છો. આપના પ્રતિભાવોથી જ આ સફર વધુ સમૃદ્ધ બની રહી છે.

(પ્રિન્ટેડ અંક પોસ્ટ કે કુરિયરમાં ન મળવા અંગે માત્ર support@cybersafar.com પર જાણ કરવા વિનંતી) 

27 responses

  1. આપની સાથે નેટ પર પરિચય તો બ્લૉગિંગ એક્ટિવિટી થકી વર્ષો અગાઉ થયો હતો, હિમાંશુભાઈ! આજે ‘સાયબર સફર’ને સબસ્ક્રાઇબ કરી મેં એક મોટી ઈચ્છા પૂરી કરી છે.
    લોગ ઇન થઈ આજે મેગેઝિન સાઇટની મુલાકાત લીધી. વિષયો – વિભાગો- લેખો પર નજર નાખી. રસપ્રદ માહિતી નજરે પડી છે.
    આપની સાથે વિચાર વિનિમયમાં આનંદ થશે.
    હરીશ દવે … અમદાવાદ … બ્લૉગ્સ : “મધુસંચય” તથા અન્ય.

  2. નમસ્તે હિમાંશુભાઈ
    આપણે you tube માં જે ચેનલ નું subscription લીધું હોય તેને પસંદગી મુજબ ગોઠવી શકાય કે નહી.કારણકે ઘણી વખત એટલી બધી ચેનલ થઇ જાય કે આપણી પસંદગી ની ચેનલ સહેલાઈથી મળતી નથી .જો કોઈ ઉકેલ હોય તો જણાવવા વિનંતી.

  3. Cyber suffer magazine vise safari magazine ma vachyu hatu!! aa mahine thi cyber suffer nu lavajam start karyu!! cyber suffer magazine vachine mara ghana badha doubts clear thai gaya. Gujarati language ma aavu koi magazine hoi sake teni mane jan nahoti. magazine publish karva badal khub khub abhindan. Cyber suffer ni team bhavisya ma aavi j mahiti aapti rahese tevi subhecha!!

    1. આપની શુભેચ્છાઓ માટે આભાર અને ‘સાયબરસફર’ આપને ઉપયોગી લાગ્યું એનો આનંદ!

  4. સાઈબર સફર મેગેજિન થી ટેકનોલોજી દુનિયાની લેટેસ્ટ અને ખુબ જ ઊંડાણ પૂર્વકની માહિતી મળી રહે છે. Windows 10 નાં ઉતમ ઉપયોગ અને MS OFFICE નાં ઉપયોગને લગતી માહિતી અને તેને લગતા ટીપ્સ અને ટ્રિક્સ ને સ્થાન આપશો તેવી આશા.

    1. જરૂર નવીનભાઈ, વિન્ડોઝ 10 અને એમએસ ઓફિસ વિશેના લેખોનું પ્રમાણ ચોક્કસ વધારીશું.

  5. પહેલા તો સરસ, સરળ અને રસાળ શૈલી માં ઇન્ફોરમેશન થી અમને અવગત કરાવ્યા બદલ ધન્યવાદ. આમેય ફક્ત ટેક્નોલોજી અને સાયબર વર્લ્ડ વિષે માહિતી આપતા મેગેઝીનો આપણે ત્યાં આંગળી ના વેઢે ગણાય એટલા જ છે અને એ પણ ના સમજાય એવી હાર્ડ બોલી માં અને એ પણ ફક્ત એક્સપર્ટ લોકો માટે. આવી પરિસ્થિતિ માં અમને ગુજરાતી માં એવું મેગઝીને દેખાયી જાય તો આતો સોને પે સુહાગા વાળી વાત થયી ગયી. ખરેખર શોક થયી જવાયું જયારે આ મેગઝીન વિશે સાંભળ્યું. ધન્યવાદ સફારી મેગઝીન ને પણ જેમને તમારા વિષે અમને જાણકારી આપી. આભાર

    1. બિલકુલ સાચી વાત, અમે પણ સફારીના અત્યંત આભારી છીએ, જેણે આપના જેવા વાચકો સુધી અમારી વાત પહોંચાડી!

      1. એક વિનંતી છે કે લવાજમ ના પેજ ઉપર કાર્ટ માં ફક્ત રેગ્યુલર પોસ્ટ સાથે નું જ પેમેન્ટ કરી શકાય છે. કુરિયર ની સાથે નો પણ ઓપ્શન આપશો

        1. ચોક્કસ, ટૂંક સમયમાં જ લવાજમનું આખું પેજ જ બદલાઈ રહ્યું છે. ત્યારે આપનું સૂચન ચોક્કસ આવરી લઈશું.

  6. himanshubhai sarkar no irado ji cashless economy banavano hoy to bhim & google tez app vishe newspaper ma mahiti aapvi joiye paytm na 20 crore custmer hai kemke te harroz badhaj paper ma aid aaptu hatu google na tez app ni aid joi?

    1. અશરફભાઈ, ભીમ ઉપયોગમાં અત્યંત સરળ છે પણ તમે કહ્યું તેમ, પૂરતા માર્કેટિંગને કારણે એનો પ્રસાર વધતો નથી. ગૂગલ ન્યૂઝપેપર નહીં પણ ટીવી, ઓનલાઇન અને હોર્ડિંગ્સનો ઉપયોગ કરે છે અને મને ખાતરી છે કે દિવાળી નજીક આવતાં ગૂગલ તેઝની આ માધ્યમોમાં જાહેરાત જોવા મળશે. ગૂગલ સરકારી નથી અને એણે ફેસબુક અને તેના વોટ્સએપ પર યુપીઆઇ વ્યવસ્થા આવે ત્યારે તેની સામે હરીફાઇમાં ટકવાનું છે. પેટીએમ તેની ઇઝ અને માર્કેટિંગ બંને કારણે અત્યારે તો ખૂબ આગળ છે.

  7. શ્રી હિમાંશુભાઈ,
    જન્માષ્ટમીના શુભ સમયે ઓનલાઈન સાયબરસફર શ્રીકૃષ્ણની જેમ નવા વાઘા સજીને આવ્યું હોય તેમ લાગ્યું. એક વાચક હોવાની રુએ વાંચન વિશ્વમાં નવસ્વરૂપ સાયબરસફરનું હાર્દિક સ્વાગત.આપને અને સમગ્ર ટીમને અભિનંદન. નવાં ઉમેરણો ખુબજ સરળ અને Reader friendly છે. તેમાંય જે Topicની કેટેગરી તમે ઉમેરીછે તે ખરેખર કાબીલેદાદ છે.અત્યાર સુધી અમુક ચોક્કસ ટોપિક વિષે સાયબરસફરના અગાઉના અંકોમાં ભ્રમણ કરીને માહિતી એકઠી કરવી પડતી હતી.આ કામ ખુબજ માથાકૂટવાળું હતું. પણ હવે આ કામ તમે અત્યંત સરળ કરી આપ્યુ છે.હવે ટોપીકના વિભાગમાં જઈને માત્ર એક ક્લિક દ્વારા જ જેતે બાબત વિષે તલસ્પર્શી વિગતો મેળવી શકાયછે.આ સિવાય પણ ઘણાબધા ઉપયોગી ફેરફારો થયાછે.જેનું સ્વાગતછે.
    પ્રો.યોગેન ભટ્ટ

    1. અમારો હેતુ એ જ હતો! અગાઉની સાઇટમાં, આપણે માત્ર અંકની રીતે જ જુદા જુદા લેખ જોઈ-તપાસી શકતા હતા. હવે અંકની રીતે જોવું હોય તો એમ અને વિષય મુજબ જોવું હોય તો એમ – બંને રીતે બધા લેખો જોઈ શકાશે. હજી પણ દરેક લેખને અપડેટ કરવાનું, ઇન્ટરલિંકિંગ કરવાનું, યોગ્ય કેટેગરાઈઝેશન અને ટેગિંગ વગેરે કામ ચાલુ જ છે. ૨૦૦૦થી વધુ લેખો હોવાથી એ થોડું મુશ્કેલ બની રહ્યું છે, પણ પ્રયાસ સતત ચાલુ છે. એ પછી અલગ અલગ વિષય સુધી ફક્ત સર્ચ કરીને એકદમ સહેલાઈથી પહોંચી શકાશે!
      આપના પ્રતિભાવો આપતા રહેશો!

  8. Sir,
    Presently links which is provide into the articles for the further information or related the article which is open into the same tab. Here I want to give suggestion that the please add the new tab option for that links when user open. In new tab opening of the link is the easy to read the furthers articles.
    Thanks

    1. Very true! There is a lot that can be done in each article, the problem is there are about 2000+ small/big articles. I am trying to improve one by one.
      But there should be some way of doing what you are suggesting i one go for all the articles. Will try!

  9. સ્માર્ટ ફોન હવે લક્ઝરી નહિ પણ આવશ્યકતા થઈ બની ગઈ છે. આ અનિવાર્ય અનિષ્ઠ પાસે રાખવું મજબૂરી થઈ ગઈ છે. આ સાધન સુપર કોમ્પ્યુટરની પણ વિશેષ બની રહ્યું છે. પણ આની સૌથી મોટી નબળાઈ તેની બેટરી છે. બેટરીની લાંબી આવરદા માટે અને આ નબળાઈ સુધારવા માટે કોઈ લેટેસ્ટ સમાચાર હોયતો લેખ રૂપે જણાવશો.

    1. ચોક્કસ! આપની વાત સાચી છે, હવે સ્માર્ટફોન વિના કોઈને ચાલે તેમ નથી અને એ માટે, ફોન પોતે ચાલતો રહે એ પણ જરૂરી છે!
      આ રીતે આપનાં સૂચનો આપતા રહેશો.

  10. વેબ સાઈટનો નવો અવતાર ઘણોજ સરસ છે. ફ્લીપ બુક પણ ઘણીજ સરસ બનાવામાં આવી છે. સંપાદક મંડળ અને સમગ્ર ટીમને અભિનંદન.

    1. થેંક્યુ! સાઇટમાં હજી દરેક લેખના વધુ સારા કેટેગરાઇઝેશન પર કામ ચાલી રહ્યું છે, એ પછી જોઈતી માહિતી સુધી ઘણી વધુ સહેલાઈથી પહોંચી શકાશે!

  11. અને CyberSafety માં માત્ર ડેટા, હેકિંગ જ નહીં પણ હેલ્થ ના વિષયો ને પણ ઉમેરવા વિનંતી. ઉપકરણો વાપરવા થી થતા નુકશાન અને તેના થી બચવાના ઉપાયો વિશે પણ જણાવા વિનંતી.

    જેમકે મોબાઈલ અને internet કનેક્શન ધરાવતા બીજા ઉપકરણો નો સકારાત્મક ઉપીયોગ કરવા માટે તેની સામે જોવું પડે અને તેને વાપરવા પડે પણ તેમ કરવા માં આપણી તબિયત ને ૨ (અથવા વધારે) નુકશાન થાય છે:-
    (૧) રેડિયેશન
    (૨) ડિસ્પ્લે સામે જોવાથી આંખ ને થતું નુકશાન

    અને ઉપાયો વિશે જણાવવા (અને બીજા નુક્શાનો વિશે સાયબરસફર માં નિયમિત લેખો આપવા ) વિનંતી. કારણકે સ્વસ્થ માણસ જ હાલની નવી ટેક્નોલોજી અને નવા ઉપકરણો નો સારી રીતે ઉપીયોગ કરી શકે છે.

    માધવ જે. ધ્રુવ

    1. એકદમ સાચી વાત! એ પ્રકારના લેખો અગાઉ આપણે પ્રકાશિત કર્યા છે, પણ એ પણ એક રીતે સાયબરસેફ્ટીનો જ એક ભાગ છે. એમાં ઉમેરી દઈશું!
      આ રીતે સૂચનો આપતા રહેશો!

      1. આ પ્રકાર ના લેખો તમે અગાઉ ક્યા ક્યા અંકો માં પ્રકાશિત કર્યા છે ? હેલ્થ નો એક અલગ વિભાગ બનાવો તેવું સૂચન છે કારણ કે “સાયબર ની સફર” દરમ્યાન હેલ્થ નું ધ્યાન રાખવું જ પડે.

        માધવ

  12. સાયબરસફર ની નવી વેબસાઈટ બહુ જ સરસ છે. પણ હાલ M.S. Office નું ચલણ બહુ જ વધી ગયું હોય તેનો અલગ ટોપિક વેબસાઈટ માં અને શક્ય હોય તો મેગેઝીન માં પણ ઉમેરો.

    માધવ જે. ધ્રુવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.