સારી બ્રાન્ડ અને સસ્તી કિંમત – આ બે બાબત કોઈને પણ લલચાવવા માટે પૂરતી હોય છે. પછી વાત ફેશન ગાર્મેન્ટની હોય કે સ્માર્ટફોનની. આપણું ફોકસ ટેકનોલોજી છે એટલે સ્માર્ટફોનની વાત કરીએ!
ઇન્ટરનેટ પર જાણીતી શોપિંગ સાઇટ પર આપણે સ્માર્ટફોન શોધી રહ્યા હોઇએ ત્યારે ઘણી વાર સારી સારી કંપનીનાં ફ્લેગશિપ મોડેલ તેની વાસ્તવિક બજાર કિંમત કરતાં ઘણા સસ્તા ભાવે વેચાતાં દેખાતાં હોય છે. મોટા ભાગની પ્રતિષ્ઠિત શોપિંગ સાઇટ્સ આવા ફોન સાથે એ હેન્ડસેટ ‘રિફર્બિશ્ડ’ એટલે કે સેકન્ડહેન્ડ હોવાનું સ્પષ્ટપણે જણાવતી હોય છે એટલે આમાં કોઈ છેતરપિંડી નથી.
શોપિંગ સાઇટ્સની વાત બાજુએ રાખીએ તો પણ, ઘણા લોકો આસપાસના પરિચિત કે અજાણ્યા લોકો પાસેથી સારી બ્રાન્ડનાં, હાઈ-એન્ડ મોડેલ્સ સસ્તા ભાવે મળતાં હોય તો સારી ડીલ માનીને તે ખરીદી લેતાં ખચકાતા નથી. સેકન્ડહેન્ડ ફોન ખરીદવાનું વલણ માત્ર સારી બ્રાન્ડ અને હાઈ-એન્ડ મોડેલ્સ પૂરતું સીમિત નથી. ઘણા લોકો તેમનું બજેટ એકદમ ટાઇટ હોય તો પણ સેકન્ડહેન્ડ ફોન ખરીદીને કામ ચલાવતા હોય છે.
એ જ રીતે ઘણા લોકો બિલકુલ નવોનક્કોર ફોન ખરીદી રહ્યા હોય ત્યારે પણ, લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનની સરખામણીમાં ઓપરેટિંગ સિસ્ટમના એક-બે કે એથી પણ વધુ જૂનાં વર્ઝનવાળા ફોન મળતા હોય અને કિમતમાં ખાસ્સો ફેર પડતો હોય તો એવા ફોન પર પસંદગી ઢોળે છે. આવે વખતે એમનો વિચાર એટલો જ હોય છે કે ‘ફોનની ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન લેટેસ્ટ ન હોય પણ થોડું જૂનું હોય તો શું ફેર પડી જવાનો છે?’
આપણને આ ‘શું ફેર પડી જવાનો છે’ એની વિગતવાર વાત કરીએ.
આગળ શું વાંચશો?
- જૂના-નવા વર્ઝનનો ફેર
- સિક્યોરિટી પેચનો અભાવ
- ફોન સુરક્ષિત છે કે નહીં?
- શું ધ્યાન રાખશો