તમે ડિક્શનરીનો ઉપયોગ કરો છો?

By CyberSafar Support

3

આજના સમયમાં લોકોને અંગ્રેજી શબ્દોના અર્થ સમજવામાં બહુ રસ રહ્યો છે કે કેમ એ ખબર નહીં, પણ સારી કરિયર કે ફોરેન એજ્યુકેશનનાં સપનાં જોતા સ્ટુડન્ટ્સે આવો રસ કેળવવો અનિવાર્ય છે.

એ માટે પહેલાં તો, ઇંગ્લિશમાં પાર વગરનું વાંચવાની ટેવ પાડવી પડે.

ફક્ત જોવાનું નહીં, વાંચવાનું.

ભલે સ્માર્ટફોનના સ્ક્રીન પર, પણ વાંચવાનું.

વાંચીએ તો એવા શબ્દો સામે આવે, જેના અર્થ ખબર ન હોય.

એ અર્થ સમજવા કાં તો ડિક્શનરી ફંફોસવી પડે, અથવા સ્માર્ટફોનમાં ગૂગલ કે જેમિનાઇ કે ચેટજીપીટીને પૂછવું પડે.

તમે વધુ સ્માર્ટ હો તો ફોનમાં જ, ન સમજાતો શબ્દ જરા લાંબો સમય પ્રેસ કરી, હાઇલાઇટ કરીને ગૂગલની મદદથી તેનો અર્થ જાણી શકો.

પણ શબ્દોના અર્થ જાણવાની એ ખરેખર સ્માર્ટ રીત નથી.

ખરી સ્માર્ટનેસ, જૂની-પુરાણી ડિક્શનરી આપણા સ્ટડી કે વર્ક ટેબલ પર રાખવાની ટેવ કેળવવામાં છે. કેમ કે જોઇતો શબ્દ શોધવા માટે ડિક્શનરીનાં પાનાં ફેરવતાં એક નહીં, અનેક શબ્દો નજરમાં આવશે!

સમય થોડો વધુ ખર્ચાય, પણ સામે વળતર પણ ઘણું વધુ મળે!

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop