Home Tags Messenger

Tag: messenger

મેસેન્જરમાં થ્રેડેડ રિપ્લાય કરો

વોટ્સએપમાં તમે જાણતા હશો તેમ કોઈ મિત્ર સાથેની ચેટમાં કે ગ્રૂપમાંની ચેટમાં કોઈ એક મેસેજના સંદર્ભમાં તમારે જવાબ વાળવો હોય ત્યારે એ મેસેજનો સંદર્ભ આપી શકાય છે. એ માટે આપણે એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સિલેક્ટ કરીએ એટલે મથાળે ડાબી તરફ જતા તીરની નિશાની મળે તેને ક્લિક કરતા આપણા મેસેજની ઉપર એ મેસેજનો સંદર્ભ ઉમેરાય જાય જેને ક્લિક કરીને સામેની વ્યક્તિ તરત જ એ મેસેજ સુધી પહોંચી શકે. એ સિવાય જે મેસેજનો સંદર્ભ આપવો હોય તેને જમણી બાજુ સ્વાઇપ કરવાથી પણ આ જ કામ...

મેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો

ફેસબુક પર તમે જુદા જુદા મિત્રો તરફથી અવનવી મજાની ઇમેજિસ જોઇને દિવસ આખાનો કંટાળો કે ઓફિસનો થાક દૂર કરતા હશો. આવું કંઈ ગમતું મળી જાય તો મિત્રો સાથે ગમતાનો ગુલાલ કરવાનું મન થાય અને તમે તેને ફોરવર્ડ કરી શકો. અલબત્ત આ બધું પહેલાં જોવા મળે, પછી દિલને સ્પર્શે અને પછી શેર કરવામાં આવે. આખી વાતમાં જરા વધુ રોમાંચ ત્યારે ઉમેરાય જ્યારે આપણને ખબર જ ન હોય કે આપણે કઈ ઇમેજ શેર કરી રહ્યા છીએ (અલબત્ત એટલે જ આખી વાત થોડી જોખમી પણ બને છે). ફેસબુક મેસેન્જરમાં આવું...

જાણો મેસેન્જરની નિશાનીઓના અર્થ

વોટ્સએપમાં આપણા મેસેજ સંબંધિત બ્લૂ કે ગ્રે ટીકના અર્થ આપણે બરાબર સમજીએ છીએ, પણ ફેસબુકની મેસેન્જર એપમાં આવતી આવી નિશાનીઓના અર્થ પણ જાણી લેવા જેવા છે... તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ચાલુ ન હોય ત્યારે મેસેન્જર એપ ઓપન કરી કોઈને મેસેજ મોકલો ત્યારે મેસેજની બાજુમાં એક ખાલી વર્તુળ જોવા મળે છે, જેનો અર્થ છે કે મેસેજ મોકલવાનો બાકી છે. સામાન્ય રીતે તમે આ નિશાની નહીં જુઓ કેમ કે તે મેસેજ મોકલાઈ રહ્યો હોવાની નિશાની છે. તમારા ફોનમાં નેટકનેકશન સારું હશે તો મેસેજ સેન્ડ કરતાં તે તરત...

વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ-મેસેન્જર એપ્સ એકમેકમાં ભળી જશે!

જાન્યુઆરી 25, 2019ના રોજ અમેરિકન ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ તેમની માલિકીની અને ઇન્ટરનેટ પરની અત્યારની સૌથી લોકપ્રિય ત્રણ મેસેન્જિંગ એપ્સ - વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર - ત્રણેયને એકમેકમાં ભેળવી દેવાનું આયોજન કરી રહ્યા છે. ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ 2012માં અને વોટ્સએપ સર્વિસ 2014માં ખરીદી લીધી હતી. આ બંને સર્વિસના સ્થાપકો શરૂઆતમાં ફેસબુકમાં જોડાચા હતા, પરંતુ પછી યૂઝરના ડેટાની સલામતી અને જાહેરાતોની નીતિના મુદ્દે વિવિધ મતભેદો થતાં, એ સૌએ ફેસબુક કંપની છોડી દીધી છે. વોટ્સએપના સ્થાપકે તો ગયા...

આપણી સેવામાં હાજર છે, ઇન્ટરનેટનો નવો જિન : ચેટબોટ

અત્યાર સુધી આપણે ઇન્ટરનેટ કે મોબાઇલમાં જોઈતી માહિતી આપણી રીતે શોધતા. હવે વિવિધ મેસેજિંગ એપ્સ અને બીજે ઠેકાણે આપણા વતી આ કામ કરી આપશે ચેટબોટ. આગળ શું વાંચશો? મેસેજિંગનું ઘમાસાણ પણ આ ચેટબોટ છે શું? ચેટબોટનાં ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે? ચેટબોટ કઈ રીતે શોધી શકાય? તપાસી જુઓ આ બોટ્સ... પ્લે સ્ટોરમાં પણ છે ચેટબોટ ફેશનવેર શોધી આપતો ચેટબોટ તમારા મોબાઇલમાં કઈ એપનો તમે સૌથી વધુ ઉપયોગ કરો છો? મોટા ભાગે તમારો જવાબ એક જ હશે - વોટ્સએપ. આવો જવાબ આપનારા તમે એકલા નથી. વોટ્સએપ નહીં...

હવે મેસેન્જરમાં પણ મોકલો ‘સિક્રેટ’ મેસેજ

વોટ્સએપને કારણે આપણે સહુ હવે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શન બરાબર જાણી ગયા છીએ. આ એવી સુવિધા છે જેને કારણે આપણે વોટ્સએપમાંથી કોઈ વ્યક્તિને મોકલેલો મેસેજ આપણે પોતે અને તે વ્યક્તિ સિવાય વચ્ચે બીજું કોઈ વાંચી શકતું નથી. વોટ્સએપ કંપની પણ નહીં અને કોઈ કાયદાકીય સંસ્થા પણ નહીં. વોટ્સએપની માલિક કંપની ફેસબુકે તેની મેસેન્જર સર્વિસમાં પણ હવે આ સુવિધા આપી છે. અલબત્ત તેમાં આ સુવિધા વોટ્સએપની જેમ બાયડિફોલ્ટ, દરેક મેસેજને લાગુ પડતી નથી. તેમાં આપણે ઈચ્છીએ ત્યારે એન્ક્રીપ્શન ઓન કે ઓફ કરી શકીએ છીએ. એક મત અનુસાર, મેસેન્જર એપમાં...

મેસેન્જરમાં રમો ફૂટબોલ!

તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ છે? જો હોય અને બે ઘડીની ફુરસદ હોય તો તેને ઓપન કરો. એપ અપડેટેડ છે તેની ખાતરી કરીને, તમારા કોઈ મિત્રને મેસેજ મોકલવા માટે મેસેજ બોક્સ ઓપન કરો. કશો મેસેજ લખશો નહીં તો ચાલશે, ફક્ત ઇમોજીમાંથી ફૂટબોલની ઇમેજ પસંદ કરીને એ મોકલી આપો. હવે તમારા મિત્ર એ મેસેજ જુએ કે ન જુએ, તમે તમારી એપમાં, મેસેજમાં મોકલેલા ફૂટબોલને કીક મારો, એટલે કે ટેપ કરો! સ્ક્રીનમાં નીચે એક જરા મોટો ફૂટબોલ જોવા મળશે, તેને પણ આંગળીથી ટપારો અને એ જ રીતે ટપારતા...

મેસેન્જરમાં બાસ્કેટબોલની મજા!

ગરમીના દિવસોમાં રોજિંદા કામકાજમાં કંટાળો આવતો હોય ત્યારે મજાનો બ્રેક લેવો છે? જો તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ હોય તો તમે એમાં બાસ્કેટબોલની મજા માણી શકો છો! જો તમે લાંબા સમયથી ફેસબુક પર એક્ટિવ હશો તો સ્માર્ટફોન માટેની તેની મેસેન્જર એપથી પરિચિત હશો જ. તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંના મિત્રો સાથે વન-ટુ-વન કે ગ્રૂપમાં ચેટિંગ કરવાની સગવડ આપતી આ એપ લોન્ચ થઈ ત્યારે તેના વિશે ઘણા વિવાદો ઉઠ્યા હતા, પરંતુ હવે તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ફેસબુક પણ મેસેન્જરને આપણા રોજિંદા જીવનનો એક હિસ્સો બનાવવા માટે સતત...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.