Home Tags Guest authors

Tag: guest authors

કમ્પ્યુટર ફોરેન્સિક – ડિજિટલ ક્રાઇમનું ડિજિટલ સોલ્યુશન

કમ્પ્યુટર કે સ્માર્ટફોનની ઝીણવટભરી તપાસથી ગુનાખોરી સંબંધિત પુરાવા મેળવવાના વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય. આજથી ૩૦ વર્ષ પહેલા આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે કમ્પ્યુટર આપણા રોજિંદા જીવનનો ભાગ બની જશે. આજ કમ્પ્યુટર સાવ કોમન છે અને એટલા જ કોમન કમ્પ્યુટર ક્રાઇમ પણ થતા જાય છે જેને આપણે  સાયબર ક્રાઇમ પણ કહીએ છીએ. સાયબર ક્રાઇમની હવે અવગણના પોસાય તેમ નથી. જોકે કમ્પ્યુટર વાપરતા મોટા ભાગના લોકો સાયબર ક્રાઇમ અને સાયબર સેફટી અંગે થોડા ઘણા અંશે પરિચિત છે (જોકે હજુ પણ જોઈએ તેટલી જાગૃતિ મોટા ભાગના લોકોમાં નથી...

સાયબર ટેરરિઝમ

આગળ શું વાંચશો? ક્યાંથી આવ્યો આ શબ્દ - સાયબર ટેરરિઝમ સૌથી મોટાં બે હથિયાર : કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાયબર એટેકના પ્રકારો સાયબર ટેરરિઝમનો ઈતિહાસ કઈ રીતે કરે છે સાયબર એટેક? ત્રણ મેથડ સાયબર ટેરરિઝમના મુખ્ય ટૂલ્સ કેટલા સક્ષમ છીએ આપણે? સાયબર ટેરરિઝમ ‘સાયબર ટેરરિઝમ’  શબ્દ તમે અવારનવાર છાપાં, મેગેઝિનમાં વાંચ્યો કે ટીવી કે સેમિનારમાં સાંભળ્યો હશે. વૈશ્વિક દૃષ્ટિએ ચિંતાનો વિષય બની ગયેલા આ શબ્દ વિષે કોઈ ચોક્કસ વ્યાખ્યા તો નથી, પરંતુ સમજવા માટે સરળ ભાષામાં  કહીએ તો જ્યારે ઇન્ટરનેટ, પર્સનલ કમ્પ્યુટર અને અન્ય ટુલ્સ કે ટેક્નોલોજી...

પરદેશમાં ભણવાના પ્રશ્નો : કેમ, ક્યારે અને શું?

ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાનું વિચારી રહ્યા હો તો અહીં ટોપ ફાઇવ કન્ટ્રીઝ અને તેમનાં જમા-ઉધાર પાસાં તારવી આપ્યાં છે. આગળ શું વાંચશો? અમેરિકા - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, ફાર્મસી, માનવ વિજ્ઞાન અને કળાઓ યુનાઈટેડ કિંગડમ - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, હોટેલ મેનેજમેન્ટ, માનવ વિજ્ઞાન અને કળાઓ ઓસ્ટ્રેલિયા - ટોપ કોર્સ : આઇટી, હેલ્થકેર, મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ કેનેડા - ટોપ કોર્સ : ટેકનોલોજી અને એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, એનિમેશન, માનવ વિજ્ઞાન અને કળાઓ ન્યુઝીલેન્ડ - ટોપ કોર્સ : હોટેલ મેનેજમેન્ટ, ટુરીઝમ મેનેજમેન્ટ,...

પરદેશમાં અભ્યાસ : કેમ, ક્યારે અને શાનો?

કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ. આગળ શું વાંચશો? પરદેશમાં ભણવા જવાનાં કારણો એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી? પરદેશ જઈને ભણવું એ આજકાલનું નથી. ચીની પ્રવાસીઓ હ્યું-એન-સંગ અને ફાહિયન આજથી સદીઓ પહેલાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા ભારત આવ્યા હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં ભારત ઉપરાંત પણ બીજા અનેક દેશના વિદ્યાર્થીઓ હતા એવી નોંધ મળેલી છે. હાલના સમયમાં ફોરેન ભણવા જવાનું પ્રચલન વધતું જાય છે, પરંતુ એ વિશે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ઘણી...

સોશિયલ એન્જિનીયરિંગઃ વિશ્વાસે વહાણ ડૂબે પણ ખરાં

આ કોઈ એન્જિનીયરિંગની નવી શાખા નથી, પણ કોઈ ટેક્નોલોજી વિના, ફક્ત ચાલબાજીથી લોકોને છેતરીને તેમની કમ્પ્યુટર સિસ્ટમ કે નેટ એકાઉન્ટમાંથી ખાનગી માહિતી ચોરવાની રીત છે, જેનો સામનો કરવા જરૂરી છે કોમન સેન્સ! આગળ શું વાંચશો? શું છે સોશિયલ એન્જિનીયરિંગ? કેવી રીતે થાય છે સોશિયલ એન્જિનીયરિંગ? કેવી રીતે બચીશું? ભારતમાંથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું કૌભાંડ રાતના સવા બે વાગ્યાનો સમય છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં નવાસવા આવેલા જુનિયર મેનેજરનો મોબાઇલ વાગે છે. પથારીમાંથી સફાળા જાગીને જુએ છે તો કંપનીનો નંબર દેખાય છે. વાતચીત કરતાં ખબર પડે છે કે કંપનીના...

કારકિર્દી એટલે શું? કારકિર્દી આયોજન માટે કેટલાંક સૂચનો

ક્યા વિષયમાં, ક્યા ક્ષેત્રમાં જવું એ વિશે મૂંઝવણ અનુભવો છો? અહીં તમારા મનમાં ઘોળાતા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે આગળ શું વાંચશો? કારકિર્દીનું તબક્કાવાર આયોજન કેટલાક કોમન પ્રશ્નો કેટલાંક ખાસ યાદ રાખવા જેવાં સૂચનો મિત્રો, જૂન-જુલાઈ એ એડમિશન ક્યાં લેવું અને કઈ વિદ્યાશાખા પસંદ કરવી એની મૂંઝવણની મોસમ હોય છે. વળી કારકિર્દીના આયોજન અંગે તો અનેક મતભેદો અને મગજ ચકરાઈ એ હદે જટિલતા હોય છે. આ વખતે આમાંની કેટલીક બાબતોની ચર્ચા કરીએ જેથી કરિયરના વિવિધ પડાવ પર ઊભેલા મિત્રોને કંઈક માર્ગદર્શન મળે. આમાંની ઘણી...

જાણો સિક્યોરિટીના દ્રષ્ટિકોણથી સ્માર્ટફોનની મોટી ખામી વિશે

છેલ્લા થોડા સમયમાં થયેલા અલગ અલગ સંશોધનોમાં બહાર આવ્યું છે કે સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી, એટલે કે તેમાંનો તમામ ડેટા ડિલીટ કર્યા પછી પણ તેમાં ડેટા રહી જતો હોય છે, જે બીજા રીકવર કરી શકે છે. જાણો વધુ. આગળ શું વાંચશો? થોડું રિસર્ચ વિશે શું ઉપાયો થઈ શકે? હવે માણસ એટલા મોબાઇલ થઈ ગયા છે એ વાતમાં કોઈ બેમત નથી. હવે દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે જે હવે એક આઇડેન્ટી બની ચૂક્યો છે. એટલે હવે એ વાત તો જૂની થઈ ગઈ, પરંતુ હવે સ્માર્ટફોનના યુઝર્સની...

વિકિપીડિયા ગુજરાતીમાં પણ છે!

વિવિધ ભાષાઓમાં વિશ્વના અદભુત જ્ઞાનકોશનું સ્વરુપ લઈ ચૂકેલા વિકિપીડિયાની ગુજરાતી આવૃત્તિ પણ ધીમે ધીમે વેગ પકડી રહી છે. મર્યાદાઓ અને પડકારો ઘણા બધા છે, પણ ગુજરાતીઓ આગળ આવશે તો જ તેના ઉપાયો થઈ શકશે. આ વિશે વિગતવાર વાત કરે છે કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને વિકિપીડિયાના સ્વયંસેવક હર્ષ કોઠારી... આગળ શું વાંચશો? આંકડાની નજરે ગુજરાતી વિકિપીડિયા વિકિપીડિયાના પ્રસારમાં નડેલી મુશ્કેલી અમદાવાદ વિશે પરિયોજના વિકિપીડિયાની શ‚રુઆત ૨૦૦૧ના જાન્યુઆરીમાં થઈ હતી અને શરુઆત કરનારા હતા જિમી વેલ્સ અને લેરી સેંગર. વિકિપીડિયા શબ્દ બે શબ્દો વિકિ અને પીડિયાનો બનેલો છે, જેમાંથી...

સાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ

આપણા જીવનમાં ઇન્ટરનેટનો પ્રભાવ અને પ્રસાર જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ તેની કાળી બાજુનાં જોખમો પણ વધતાં જાય છે. સાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ વિશે કેટલીક પાયાની માહિતી. પાછલા અંકના ‘હેકર કેવી રીતે બનશો?’ લેખ અંગે આપના ફોન-કોલ્સ અને ઈ-મેઇલ્સ બદલ આપ સહુનો અભાર. આ પાનાંઓ પર આવી માહિતી આપતા રહીશું. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના આધુનિક યુગમાં માહિતીક્ષેત્રે હરણફાળ ભરતા નવા જમાનામાં દર સો વ્યક્તિએ સિત્તેર લોકો કમ્પ્યુટર સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે અને તેમાંથી મોટા ભાગના લોકો સીધા જ કમ્પ્યુટર સાથે સંકળાયેલા છે, એટલે...

વર્લ્ડ વાઇડ વેબનું ‘લોકાર્પણ’ :  ૭ ઓગસ્ટ, ૧૯૯૧

‘હિગ્સ બોસોન’ (‘ગોડ પાર્ટિકલ’)થી ફરી જાણીતી બનેલી યુરોપિયન એજન્સી ફોર ન્યુક્લીઅર રીસર્ચ CERN  અસલમાં વર્લ્ડ વાઇડ વેબ wwwના જન્મસ્થળ તરીકે વિખ્યાત હતી. સંરક્ષણ અને સંશોધનના હેતુથી દૂર રહેલાં બે કમ્પ્યુટર એકબીજા સાથે સંવાદ સાધી શકે એવું જાળું-નેટવર્ક અમેરિકાએ વિકસાવ્યું અને તેનું નામ પડ્યું ઇન્ટરનેટ. ‘સર્ન’માં સંશોધન કરતા ટીમ બર્નર્સ-લીએ ઇન્ટરનેટ પર (એકમાંથી બીજી અને બીજામાંથી ત્રીજી માહિતી મળી શકે એવા) હાઇપરટેક્સ્ટ થકી ઇન્ટરનેટ પર માહિતી મૂકવાની રીત શોધી કાઢી. તેનું નામ આપ્યું વર્લ્ડ વાઇડ વેબ. આ પદ્ધતિમાં નકરા લખાણને બદલે તેની સાથે તસવીરો અને અવાજ સાંકળવાનું...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.