fbpx

| Browsers

ક્રોમમાં હવે ઇનકોગ્નિટો મોડમાંની ટેબ્સ વધુ ખાનગી રાખી શકાશે

ઇન્ટરનેટ પર આપણે કંઈ પણ બ્રાઉઝ કરવા માગતા હોઈએ અને આપણે શું સર્ચ કે સર્ફ કર્યું તેની જાસૂસી ન થાય તેવું ઇચ્છતા હોઇએ ત્યારે આપણે બ્રાઉઝરમાં ‘ઇનકોગ્નિટો’ મોડ પસંદ કરતા હોઇએ છીએ. આ મોડમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો તેની હિસ્ટ્રી જળવાતી નથી. તેમ જ તેના વિશે કૂકીઝની મદદથી...

ક્રોમ બ્રાઉઝરમાં ખર્ચાતી મેમરી-બેટરી બચાવી શકાશે

વર્ષોથી ઇન્ટરનેટ સર્ફિંગ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર લોકોનું ફેવરિટ બ્રાઉઝર રહ્યું છે. કદાચ તમે પણ પીસી/લેપટોપ અને સ્માર્ટફોનમાં બ્રાઉઝર તરીકે ક્રોમનો જ ઉપયોગ કરતા હશો. આમ થવું સ્વાભાવિક પણ છે. આપણી ડિજિટલ લાઇફ માટે ઘણી બધી રીતે આપણે ગૂગલનું શરણું લઈ લીધું છે....

બ્રાઉઝરમાં ટેબ્સનાં ગ્રૂપ બનાવવાના ફાયદા સમજાવશો?

આપણો સ્માર્ટફોન હોય કે લેપટોપ આપણે જ્યારે પણ તેમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે આપણું ધ્યાન ન રહે તેમ ઓપન ટેબ્સની સંખ્યા સતત વધતી જતી હોય છે. આપણે શરૂઆતમાં કોઈ વેબસાઇટ ઓપન કરીએ તેમાંથી કંઈક બીજું કામનું દેખાય એટલે તેને નવી ટેબમાં ઓપન કરીએ ત્યાંથી વળી...

બ્રાઉઝરમાં કામ પતે એટલે લોગ-આઉટ થયા વિના સીધું બ્રાઉઝર બંધ કરો છો?

તમે ઓફિસમાં પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો - આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ...

માલવેરથી બ્રાઉઝર હાઇજેકિંગઃ શું છે અને તેનો સામનો કઈ રીતે થઈ શકે?

આપણે રોજ જેનો ઉપયોગ કરીએ છીએ, તે સર્ચ એન્જિન બદલી નાખીને આપણને જુદી જુદી નુક્સાન પહોંચાડતા માલવેર વિશે અને તેમનો સામનો કરવાના ઉપાય વિશે પણ જાણીએ.

આપણું બ્રાઉઝર મેનેજમેન્ટ સહેલું બનાવવા માટે ક્રોમમાં ઉમેરાયાં છે ક્વિક બટન્સ

અહીં જણાવેલી બાબતો પીસીમાં કામ લાગશે, પણ એમાં જે વાત છે તે સ્માર્ટફોનમાં બ્રાઉઝરના ઉપયોગ માટે પણ મહત્ત્વની છે.

ઓપન બધી ટેબ્સ એક સાથે બુકમાર્ક તરીકે સાચવી લો

તમારા દીકરા કે દીકરીએ પોતાના કોઈ સ્કૂલ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરવા લેપટોપમાં એક સાથે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી અને પછી ટ્યૂશન ક્લાસ માટે જવાનો સમય થઈ જતાં, તમને કહ્યું કે લેપટોપમાં આ બધી ટેબ્સ આમ જ ઓપન રાખજો, મારે કામ અધૂરું છે! એ સાથે તમે ફિક્સમાં આવી ગયા! આવું ક્યારેક,...

બ્રાઉઝર હંમેશા પ્રાઇવેડ મોડમાં ઓપન કરો

ઇન્ટરનેટ પર આપણે જ્યારે પણ બ્રાઉઝર દ્વારા સર્ફિંગ કરીએ ત્યારે આપણાં દરેક પગલાંનું સતત પગેરું દબાવવામાં આવે છે. જો તમે આવું થવા દેવા ઇચ્છતા ન હો તો એક રસ્તો બાય ડિફોલ્ટ પ્રાઇવેટ મોડમાં બ્રાઉઝિંગ કરવાની સગવડ આપતા બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમે મોબાઇલમાં ફાયરફોક્સ...

યુસી બ્રાઉઝરે ભારતની ઓફિસ સમેટી લીધી

ચાઇનીઝ યુસી બ્રાઉઝર એપની મૂળ કંપની યુસી વેબ કંપનીએ ભારતમાં તેની કામગીરી સમેટી લીધી છે. ભારતમાં યુસી બ્રાઉઝર્સ પર અગાઉ પણ પ્રતિબંધ મૂકાયા હતા પણ ત્યારે ટૂંક સમયમાં પ્રતિબંધ દૂર થતા કંપનીએ તેની કામગીરી ચાલુ રાખી હતી આ વખતે ભારત સરકારે એક સાથે ૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ...

માઇક્રોસોફ્ટ એજમાં ગેમની મજા

આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ કે ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરમાં એક ડાઇનોસોરની ગેમ સામેલ કરી છે. આપણા ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેકશન ન મળતું હોય ત્યારે આ ગેમ રમી શકાય છે. માઇક્રોસોફ્ટે પણ તેના એજ બ્રાઉઝરમાં આવી એક ગેમ ઉમેરી છે. આ ગેમ ઓફલાઇન પણ ચાલે છે. માઇક્રોસોફ્ટ...

બ્રાઉઝરમાં પેજીસ આપોઆપ ઓપન કરો

આપણે જ્યારે પણ પીસી/લેપટોપ પર દિવસની શરૂઆત કરીએ કે ઓફિસમાં કામની શરૂઆત કરીએ ત્યારે મોટા ભાગે પહેલું કામ ઇન્ટરનેટ સર્ફિંગ માટે બ્રાઉઝર ઓપન કરવાનું કરતા હોઈએ છીએ. બ્રાઉઝરમાં પણ, કેટલીક નિશ્ચિત સાઇટ્સ એવી હોય છે, જેને આપણે સૌથી પહેલાં ઓપન કરીએ છીએ. જેમ કે, જીમેઇલ, ફેસબુક...

Read Free: ક્રોમમાં સ્પેલચેકરનો ઉપયોગ

ઇન્ટરનેટ પર ગમે ત્યાં, ભૂલ વિનાનું ઇંગ્લિશ લખવા પીસી અને ફોનમાં સ્પેલચેક ઇનેબલ્ડ રાખો. ઇન્ટરનેટ પર હવે સ્થાનિક ભાષાઓનો ઉપયોગ ઘણો બધો વધ્યો છે પરંતુ ઘણી બધી વાર આપણે કંઇ ને કંઇ ઇંગ્લિશમાં ટાઇપ કરવાનું થતું રહેતું હોય છે. આપણે જીવનમાં સફળતાના એવા કોઈ મુકામે પહોંચી ગયા...

રોજિંદા સર્ફિંગ માટે કયું બ્રાઉઝર પસંદ કરશો?

વર્ષોથી તમે એક જ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તમને તમારા બ્રાઉઝરથી પૂરો સંતોષ ન હોય તો અહીં કેટલાંક મહત્ત્વનાં બ્રાઉઝરનો પરિચય મેળવી લો... ટીવી પરની જાહેરાતોમાં આપણે અવારનવાર નકલી ડેન્ટિસ્ટને કોઈ ચોક્કસ બ્રાન્ડની ટૂથપેસ્ટની ભલામણ...

હવે ક્રોમ બતાવશે કે પાસવર્ડ જોખમી છે કે નહીં

જુદી જુદી વેબસર્વિસના યૂઝર્સના પાસવર્ડ સતત ચોરાય છે અને આપણે એકના એક પાસવર્ડ ઘણે ઠેકાણે વાપરીએ છીએ, ક્રોમ બ્રાઉઝર આવા અસલામત પાસવર્ડ વિશે આપણે ચેતવશે.ઇન્ટરનેટ પર આપણી માહિતીની સલામતી એ ધીમે ધીમે આપણા સૌ માટે ચિંતાનો મોટો વિષય બનવા લાગ્યો છે. ઇન્ટરનેટ પર આપણાં...

પ્રજ્ઞાચક્ષુઓ માટે તસવીરોનું વર્ણન કરી આપતી ટેક્નોલોજી

પ્રજ્ઞાચક્ષુઓની સુવિધા માટે સ્ક્રીન રીડર સોફ્ટવેર વેબપેજનું લખાણ વાંચી સંભળવતા હોય છે. આ સોફ્ટવેર ઇમેજનું વર્ણન - જો વેબપેજ ડેવલપરે આપ્યું ન હોય તો - કરી શકતા નથી. આ ઉણપ પૂરી કરે છે નવી ટેક્નોલોજી. જે વ્યક્તિને કંઈ દેખાતું ન હોય એને માટે આપણી ભાષામાં એક સરસ શબ્દ છે -...

ક્રોમમાં ઉમેરાયો લેન્સ!

ગૂગલ ફોટોઝ અને ગૂગલ આસિસ્ટન્ટમાં ‘ગૂગલ લેન્સ’ નામની સુવિધાથી આપણે કોઈ ઇમેજને સંબંધિત વધુ બાબતો સર્ચ કરી શકીએ છીએ. આ સુવિધા હવે ક્રોમ બ્રાઉઝરમાં પણ ઉમેરાઈ છે. સાયબરસફર’માં આપણે ગૂગલ ફોટોઝમાં અને ત્યાર બાદ ગૂગલ આસિસ્ટન્ટમાં ઉમેરાયેલી ‘લેન્સ’ નામની સુવિધાની અગાઉ વાત કરી...

ક્રોમમાં નવી રીતે ટેબ મેનેજ કરો

એન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ ટેબમાં જુદી જુદી વેબસાઇટ્સ જોવી આમ તો સરળ છે, પરંતુ જ્યારે આપણે જુદી જુદી લિન્ક્સ પર ક્લિક કરીને સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી લઈએ ત્યાર પછી કામ થોડું મુશ્કેલ બનતું હતું. જેમ કે આપણે ઓપન કરેલી ટેબ્સમાંથી બિનજરૂરી ટેબ્સ બંધ કરવી હોય તો એ...

બ્રાઉઝરને તમે કેવી મંજૂરીઓ આપી છે?

સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને મળતી મંજૂરીઓ વિશે તો આપણે જાગૃત થયા છીએ, પણ બ્રાઉઝર અને તેના દ્વારા વિવિધ સાઇટ્સને આપણે કેટલી મંજૂરી આપી દઈએ છીએ એ પણ જાણવા જેવું છે! સ્માર્ટફોનમાં આપણે પ્લેસ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એ એપ આપણી પાસે જાતભાતની પરમિશન માગે છે. મોટા...

ક્રોમ એપમાં એડ્સ અટકાવો

આ અંકમાં સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને ઢાંકીને, આખો સ્ક્રીન રોકી લેતી કે નોટિફિકેશન શટરમાં ધરાર જાહેરાતો બતાવતી એપ્સ શોધીને કેવી રીતે દૂર કરી શકાય તેની વાત કરી છે. એ ઉપરાંત, તમારો અનુભવ હશે કે ફોનમાં ક્રોમ બ્રાઉઝર એપમાં સર્ફિંગ કરતી વખતે પણ આપણે વિવિધ સાઇટ્સ પર અનેક...

બારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર!

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર યૂઝર્સ એટલે કે આપણા ડેટાના આધારે જ ચાલે છે. આપણું ટ્રેકિંગ હદ બહારનું વધી રહ્યું છે ત્યારે ‘ડકડકગો’ની મદદથી આપણી ઘણી પ્રાઇવસી જાળવી શકીએ છીએ. આગળ શું વાંચશો? ડકડકગોની શરૂઆત ડકડકગોનો ઉપયોગ કઈ રીતે થઈ શકે જો તમે ફ્લેટમાં રહેતા હો તો બાલકની તો...

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે...

ક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે. આપણી આવી જાસૂસી કરવાની...

જાણો કૂકીઝના વિવિધ પ્રકાર

આપણે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે બ્રાઉઝર દ્વારા અનેક પ્રકારની કૂકીઝ (એક પ્રકારની ફાઇલ) આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ થાય છે. આ ફાઇલ્સ કે કૂકીઝનો હેતુ બહુ સ્પષ્ટ હોય છે - જે તે વેબસાઇટ પરની અથવા ત્યાર પછીની બીજી સાઇટ્સ પરની...

એકથી વધુ ટેબ્સ એક સાથે ખસેડો

પીસીમાં બ્રાઉઝરમાં ટેબની સગવડ મળવાને કારણે આપણું બ્રાઉઝિંગ બિલકુલ બદલાઈ ગયું છે. હવે આપણે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ વિન્ડોમાં ખોલવાની જરૂર રહી નથી. પરંતુ ઘણી વાર એવું બની શકે કે આપણે કોઈ ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેટા વિષયો મુજબ આપણે...

ગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા

આપણી વાસ્તવિક જિંદગીની સાથોસાથ ડિજિટલ લાઇફ પણ અંગત અને વ્યાવસાયિક એમ બે ભાગમાં વહેંચાયેલી છે. બંને વચ્ચે સંતુલ રાખવા માટે ક્રોમની આ સુવિધા અપનાવવા જેવી છે... આ લેખમાં આગળ વધતાં પહેલાં નીચેના સવાલોના જવાબ આપો: તમે તમારા અંગત ઉપયોગ માટે અને કામકાજના ઉપયોગ માટે અલગ અલગ...

બ્રાઉઝરમાં સ્પીડ ડાયલની સગવડ

પીસી કે સ્માર્ટફોનમાં તમારા ફેવરિટ બ્રાઉઝરમાં તમે અમુક સાઇટ્સની અવારનવાર મુલાકાત લેતા હશો. લોકોની આ આદત ધ્યાનમાં રાખીને બ્રાઉઝર્સ આપણને સ્પીડ ડાયલની સગવડ આપે છે. તમે જાણતા હશો તેમ ફોનની કોન્ટેક્ટસ એપમાં પણ સ્પીડ ડાયલની સગવડ હોય છે. બ્રાઉઝરની સ્પીડ ડાયલ સગવડ પણ આવી જ...

નેટ કનેક્શન વિના ઇન્ટરનેટની મજા!

ભારતમાં મોબાઇલ ટેકનોલોજીમાં સ્પીડની સાથોસાથ બીજો મોટો મુદ્દો કવરેજનો છે. જ્યાં ફોર-જી સિગ્નલ મળે ત્યાં પૂરતી સ્પીડ ન મળે અને અમુક વિસ્તારમાં તો નેટનાં સિગ્નલ જ ન મળે. એ જ કારણે જુદી જુદી ઇન્ટરનેટ કંપની યૂઝર્સને તેઓ ઓફલાઇન હોય ત્યારે પણ તેમને વિવિધ સર્વિસિઝનો લાભ મળતો...

ક્રોમમાં ઇન્કોગ્નિટો મોડનો શોર્ટકટ બનાવો!

ઇન્ટરનેટ પર આપણે જે કોઈ વેબસાઇટની મુલાકાત લઈએ લગભગ એ દરેક વેબસાઇટ આપણા બ્રાઉઝર મારફત કમ્પ્યુટરમાં કૂકિઝ ઇન્સ્ટોલ કરતી હોય છે. દરેક કૂકી ખરાબ નથી હોતી પરંતુ જો તમે ઇન્ટરનેટ પર સતત તમારું પગેરું દબાવવામાં ન આવે તેવું ઇચ્છતા હો તો બ્રાઉઝરના ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કરી...

ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે - કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે - બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે - બ્રાઉઝર. ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં...

રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા....

માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર ક્રોમ કરતાં ફાસ્ટ છે?

કદાચ મોટા ભાગના લોકોની જેમ તમે પણ પીસી, લેપટોપ અને સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો. આ બ્રાઉઝર ઘણી બધી રીતે ચઢિયાતું છે, પરંતુ જો તમે લેપટોપમાં ક્રોમનો ઉપયોગ કરતા હો તો તમે કદાચ જાણતા હશો કે જ્યારે તમે ક્રોમનો વધુ ઉપયોગ કરો ત્યારે લેપટેપની બેટરી વધુ...

ક્રોમની દરેક નવી ટેબમાં, કંઈક નવું!

જો તમારો દિવસનો ઘણો સમય, પીસી પર ક્રોમ બ્રાઉઝરમાં પસાર થતો હોય, તો ક્રોમને ઘણી બધી રીતે કસ્ટમાઇઝ્ડ કરી જોવામાં મજા છે. આવી એક રીત એટલે, ક્રોમમાં ઓપન થતા દરેક નવા ટેબમાં કંઈક નવું જોવાની રીત. ‘સાયબરસફર’માં અગાઉ આપણે ક્રોમના નવા ટેબમાં ગૂગલ અર્થના ફોટોઝ જોવાની કે નવા...

ઉપયોગી સાઇટ્સ ઓટોમેટિક ઓપન કરો

તમે દિવસની શરૂઆતમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો પછી મોટા ભાગે એવું બનતું હશે કે ધડાધડ ફેસબુક, જીમેલ, તમારી પોતાની કંપનીની સાઇટ અને અન્ય કોઈ ફેવરિટ સાઇટ જેવી ત્રણ-ચાર વેબસાઇટ એક સાથે ખોલી નાખતા હશો. દિવસ દરમિયાન આ બધી ફેવરિટ સાઇટ ઉપર નજર નાખતા રહેવાનું જરૂરી હોવાથી આપણે...

પીડીએફ ફાઇલ ઓપન કરો બ્રાઉઝરમાં

કોઈ વ્યક્તિએ પોતાના કમ્પ્યુટરમાં ધારો કે કોરલડ્રો પ્રોગ્રામમાં કોઈ ફાઇલ તૈયાર કરી. એ ફાઇલ એમણે તમને જોવા માટે મોકલવી છે. તમારા કમ્પ્યુટરમાં કોરલડ્રો પ્રોગ્રામ નથી. તો? તો પેલી વ્યક્તિ પોતાની કોરલડ્રો ફાઇલમાંથી પીડીએફ ફાઇલ તૈયાર કરશે અને પછી તમને મેઇલ દ્વારા કે...

એડ બ્લોકિંગની નવી સુવિધા

ઇન્ટરનેટ પર જાહેરાતોની ભીડ વધતાં લોકો એડ બ્લોકિંગ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જાણીતા બ્રાઉઝર ઓપેરના નવા વર્ઝનમાં આવી ઇન-બિલ્ટ સુવિધા મળશે. એક જ વેબસાઇટના, લગભગ એક જ સમયે લેવાયેલા બાજુના બે સ્ક્રીનશોટ જુઓ - તફાવત ઊડીને આંખે વળગે છેને? સામાન્ય રીતે જુદી જુદી...

બનો ગૂગલ ક્રોમના પાવર યૂઝર

આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે...

બ્રાઉઝરમાં અગાઉના વેબપેજમાં પરત ફરવાની સહેલી રીત

રોજબરોજ આપણે પીસીમાં ગૂગલ ક્રોમ કે યૂસી જેવાં બ્રાઉઝર્સની મદદથી ઇન્ટરનેટની મજાની દુનિયામાં ખાબકીએ છીએ એ બ્રાઉઝર્સ ધીમે ધીમે ઉપયોગમાં એકદમ સરળ બનતાં જાય છે. આપણને એમ લાગે કે એમાં હવે કશું નવું શીખવા જેવું રહ્યું નથી, પણ બ્રાઉઝર્સ જેમ જેમ સ્માર્ટ અને સિમ્પલ થતાં જાય છે,...

ચાર ગણી ઝડપે બ્રાઉઝિંગ!

છેલ્લા થોડા સમયથી, તમે તમારા મોબાઇલમાં વેબસર્ફિંગ કરતા હો ત્યારે તેમાં તમને કોઈ ફેરફાર થયો હોય તેવું લાગ્યું છે? એટલે કે તમે કોઈ વેબપેજ ઓપન કરો ત્યારે અગાઉની સરખામણીમાં હવે એ ફટાફટ ઓપન થવા લાગ્યાં હોય એવું લાગે છે? ગૂગલ કહે છે કે એવું લાગવું જોઈએ! ચોક્કસ આંકડો કહીએ તો...

આંગળીના ઇશારે ઝડપી બ્રાઉઝિંગ!

ઇન્ટરનેટ પર કામકાજનો તમારો ઘણો ખરો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ્સ જાણી રાખવાથી તમારું બ્રાઉઝિંગ ઘણું વધુ ઝડપી બની શકે છે. દુનિયાનું ફેવરિટ બ્રાઉઝર કયું? આ સવાલના જવાબમાં પાછો બીજો સવાલ પૂછાઈ શકે છે કમ્પ્યુટરની વાત કરો છો કે મોબાઇલની? આમ...

ક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ ત્યારે અમુક સાઇટ ઓટોમેટિક ઓપન થઈ જાય એવું થઈ શકે?

સવાલ લખી મોકલનારઃ ગોવિંદભાઈ પનારા, મોડાસા  ચોક્કસ થઈ શકે. ક્રોમ ઓપન કરી, ઉપર જમણે છેડે આપેલ ત્રણ લાઇન પર ક્લિક કરી ‘સેટિંગ્સ’ લિંક પર ક્લિક કરી, સેટિંગ્સ પેજ ઓપન કરો. અહીં, ‘ઓન સ્ટાર્ટઅપ’ શીર્ષક હેઠળ ક્રોમ ઓપન કરતાં શું થવું જોઈએ તેના જુદા જુદા વિકલ્પો મળશે. પહેલો...

ટેબ્સની ભરમાર? નો પ્રોબ્લેમ!

જો તમે તમે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરીને પછી કંટાળતા હો, તો તેને મેનેજ કરવાની સહેલી રીતો જાણી લો આગળ શું વાંચશો? કી-બોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરો ટેબ યાદ રાખવાનું કામ બ્રાઉઝરને સોંપી દો ટેબ્સ સેવ કરો ટેબ્સને પિન કરી દો મલ્ટિપલ બ્રાઉઝર વિન્ડોમાં તમારી ટેબ્સને સ્પિલ્ટ કરો એક...

ગમતી સાઇટ્સ ઝડપથી લોડ કરવી છે?

જુદાં જુદાં બ્રાઉઝર આપણું બ્રાઉઝિંગ ઝડપી બનાવવા માટે જે તે વેબપેજની સામગ્રી કામચલાઉ ધોરણે સાચવી રાખે છે. આપણે કમ્પ્યુટરની સફાઇના ઉત્સાહમાં તેને ઉડાડી દઈએ તો ગમતી સાઇટ્સ ધીમે લોડ થાય. વિગતવાર સમજીએ આખી વાત. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ બ્રાઉઝર કેશ તો પછી કરવું શું?...

ક્રોમમાં ઓડિયો મ્યૂટ કરવાની સુવિધા

હવે સંખ્યાબંધ વેબસાઇટ્સ પર વીડિયો એડનું ચલણ શરુ થયું છે. આપણે એ વેબપેજ પર પહોંચીએ એટલે પેલી વીડિયો એપ આપોઆપ પ્લે થવાનું શરુ થાય. જો આપણે ક્રોમ (કે કોઈ પણ બ્રાઉઝર)માં જુદી જુદી સંખ્યાબંધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઈ રહ્યા હોઈએ તો તેમાંની ફક્ત ત્રણ-ચાર સાઇટ પર વીડિયો એડ પ્લે...

માઇક્રોસોફ્ટ લાવી રહ્યું છે નવું બ્રાઉઝર : સ્પાર્ટન

વર્ષ ૧૯૯૪માં નેટસ્કેપ બ્રાઉઝરના લોન્ચ સાથે બ્રાઉઝરયુગની શરુઆત થઇ. માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૯૫ જ્યારે ૧૯૯૫માં જ્યારે લોન્ચ થઇ ત્યારે તેની સાથે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ) બ્રાઉઝર પણ લોન્ચ થયું અને એ ગજબનું લોકપ્રિય થયું. વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં આ બ્રાઉઝરનો...

ફાયરફોક્સમાં હવે યાહૂ સર્ચ એન્જિન

દસ વર્ષથી, મોઝિલા ફાયરફોક્સમાં ડીફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલનો દબદબો હતો, પરંતુ ગયા મહિને, ફાયરફોક્સ આવતાં પાંચ વર્ષ માટે ગૂગલને ખસેડીને યાહૂને પોતાનું ડીફોલ્ટ સર્ચ એન્જિન બનાવવાનો નિર્ણય કર્યો. ફાયરફોક્સ કહે છે કે "નવા વિચાર અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે આ...

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સંબંધિત શબ્દો

આઇપી એડ્રેસ (IP Address) એક રીતે જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબના મસમોટા જાળાને યોગ્ય રીતે જાળવી રાખવાનું બહુ મોટું કામ આ આઇપી એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસથી થાય છે.   આગળ શું વાંચશો? બ્રેક લિંક બ્રોકન લિંક એડ્રેસ બાર એચટીએમએલ ડોમેઈન અને હોસ્ટિંગ નેટવર્ક...

કમ્પ્યુટરમાં એકથી વધુ બ્રાઉઝરની જરૂર ખરી?

સવાલ લખી મોકલનારઃ નલીન શાહ, કપડવંજ  કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! હા અને ના. બ્રાઉઝરની જરુર ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ છે, એટલે જેમ રિપોર્ટ તૈયાર કરવા માટે...

ક્રોમમાં સ્માર્ટ બ્રાઉઝિંગ

જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમારા પોતાના ધ્યાનમાં આવે એ પહેલાં, તમે ડેસ્કટોપ કરતાં મોબાઇલમાં વધુ નેટ સર્ફિંગ કરતા થઈ ગયા હશો! મોબાઇલ બ્રાઉઝિંગ સતત વધી રહ્યું છે અને આ ક્ષેત્રની કેટલીક ગ્લોબલ કંપનીઓના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૩માં દુનિયામાં જેટલું નેટ બ્રાઉઝિંગ થયું...

ગૂગલ ક્રોમમાં ડાઉનલોડ કરેલી ફાઇલ ચોક્કસ જગ્યાએ કેવી રીતે સેવ કરી શકાય?

 સવાલ લખી મોકલનારઃ રિયાઝખાન પઠાણ, અમદાવાદ આ સવાલનો ટૂંકો જવાબ જાણવાને બદલે, આપણે મૂળમાંથી બ્રાઉઝરનાં સેટિંગ્સ સમજીએ કેમ કે ઘણા વાચકમિત્રો સાથેની વાતચીતથી લાગે છે કે બ્રાઉઝરના ઉપયોગ વિશે વિવિધ પ્રકારની ઘણી મૂંઝવણ ને ગૂંચવણ છે. આપણે એના ઉકેલ જાણીએ. ઘણા બધા મિત્રો...

એક બ્રાઉઝરમાં એકથી વધુ ઈ-મેઇલ એકાઉન્ટમાં કેવી રીતે સાઇન-ઇન થઈ શકાય?

મોટા ભાગના લોકોની આ સમસ્યા છે કેમ કે તેઓ એકથી વધુ ઈ-મેઇલ આઇડી ધરાવતા હોય છે. જુદાં જુદાં ઈ-મેઇલ આઇડી હોવાનાં દરેક માટે અલગ અલગ કારણો હોય છે, પણ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણું એક મુખ્ય ઈ-મેઇલ આઇડી હોય છે જેનો આપણે નિયમિત ઉપયોગ કરીએ છીએ અને તેની સાથોસાથ બીજાં...

ટેબ પિન કરવાની ટેવ

તમને બ્રાઉઝરમાં અનેક ટેબ ખોલીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો ટેબને પિન કરવાની ટેવ તમારા માટે ઘણી રીતે લાભદાયી સાબિત થાય તેમ છે.  આગળ શું વાંચશો? પિન ટેબ કરવાથી ફરક શું પડે છે? સ્માર્ટ ટેબ ગ્રુપ તૈયાર કરો આજે જેની વાત કરવી છે એ સગવડ બહુ નાની છે, અગાઉ ક્યારેક આ મેગેઝિનમાં...

ક્લિક કેન્સલ થઈ શકે?

ઇન્ટરનેટ પર સર્ફ કરતી વખતે તમે માઉસથી ક્લિક કરી દો અને પછી મગજમાં ઝાટકો વાગે કે ‘અરે ક્લિક નહોતું કરવાનું!’ આવું તમારી સાથે થાય છે? જેમ કે, વેબ બ્રાઉઝિંગ કરતી વખતે તમે એક પછી એક ટેબ ઓપન કરતા જ જાવ અને પછી જ્યારે ટેબ્સનો ખૂબ ભરાવો થઈ જાય ત્યારે બિનજરુરી ટેબ્સ બંધ...

ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાંના બુકમાર્કસ ગૂગલ ક્રોમમાં કેવી રીતે લાવી શકાય?

તમે લાંબા સમયથી ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સનો ઉપયોગ કરતા હો, તેમાં તમારી ફેવરિટ વિવિધ સાઇટ્સનાં એડ્રેસ બુકમાર્ક તરીકે સેવ કરી રાખ્યાં હો અને હવે અત્યારના સૌથી ચઢિયાતા ગણાતા બ્રાઉઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ શરુ‚ કર્યો હોય તો સ્વાભાવિક રીતે, તમારા જૂના બ્રાઉઝરમાંના...

બ્રાઉઝિંગમાં ઉપયોગી શોર્ટકટ્સ

વેબ સર્ફિંગ કરતી વખતે ઘણાં બધાં કારણોસર આપણે ઉતાવળમાં હોઈ શકીએ છીએ. આવે સમયે, ઓછા સમયમાં વધુ કામ કરી લેવું હોય તો અહીં આપેલા શોર્ટકટ્સ તમને ઘણા કામ લાગશે. ઓછા સમયમાં, ઘણું બધું કરી લેવાની કે જાણી લેવાની સગવડ આપતા શોર્ટકટ્સ બહુ કામની ચીજ છે. અહીં ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ...

મોઝિલાનું નવું વર્ઝન

પીસી કે લેપટોપ પરની બ્રાઉઝર વોર હવે મોબાઇલ અને ટેબલેટના સ્ક્રીન પર પણ આવી પહોંચી છે. આ બંને મોરચે ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે જોરદાર હરીફાઈ જામી છે. બંનેનાં નવાં નવાં વર્ઝન અત્યંત ઝડપથી આવી રહ્યાં છે. આપણે પહેલાં વાત કરીએ મોઝિલા ફાયરફોક્સના એન્ડ્રોઇડ માટેના...

ખૂબીઓનો ખજાનો :ગૂગલ ક્રોમ

ઇન્ટરનેટ ‘ખોલવા’ માટે આપણે પેલા બ્લુ ઇ પર ક્લિક કરતા અને એનો કોઈ વિકલ્પ હોઈ શકે એવો વિચાર પણ સૂઝતો નહીં, એવો પણ એક જમાનો હતો એવું અત્યારે માન્યામાં પણ આવે? અત્યારે તો ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવું હોય તો કેટલાં બધાં બ્રાઉઝર ઉપલબ્ધ છે!  આગળ શું વાંચશો? ઝડપ સરળતા સલામતી...

ફાયરફોક્સ અને ફેસબુકની ફ્રેન્ડશિપ

પોતપોતાના ક્ષેત્રની આ બે મહારથી કંપનીઓએ હાથ મિલાવ્યા છે. બંનેને એ માટે પોતપોતાનાં કારણો છે, પણ એમાં આપણા જેવા યુઝરને ફાયદો થવાનો એ નક્કી છે. ફેસબુક અને ફાયરફોક્સ આ બંને તમારા ફાસ્ટ ફ્રેન્ડ હોય તો તમારા માટે આનંદના સમાચાર છે કે એફબી અને એફએફ પણ હવે ફ્રેન્ડ છે!...

ફાયરફોક્સની જાણી-અજાણી ખૂબીઓ

ભલે તમે વર્ષોથી ફાયરફોક્‌સનો તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ઉપયોગ કરી રહ્યા હો, તેની કેટલીક ખૂબીઓ હજી પણ તમારી નજર બહાર રહી હોય એવું બની શકે છે! તમારું ફેવરિટ વેબ બ્રાઉઝર કયું? જવાબ ફાયરફોક્સ મોઝિલા હોવાની શક્યતા ઘણી છે, કેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરને ફાયરફોક્સે જેટલી...

ક્રોમ વેબ સ્ટોર : ઇન્ટરનેટનો સતત બદલાતો અરીસો!

ગૂગલે સપ્ટેમ્બર ૨૦૦૮માં તેનું પોતાનું ફ્રી બ્રાઉઝર ગૂગલ ક્રોમનું બીટા વર્ઝન લોન્ચ કર્યું એ સમયે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું, પણ મોઝિલા ફાયરફોક્સ નામે તેની સામે સૌથી મોટો પડકાર ઊભો થયો હતો. ફાયરફોક્સની બીજી અનેક ખૂબીઓ ઉપરાંત તેમાં ઉમેરી શકાતી...

એપિક એડ-ઓન્સઃ ઈસમેં ઇન્ડિયા કા દિલ હૈ ।

એપિક બ્રાઉઝર, ભારતનું પોતાનું અને ખાસ ભારતીયો માટે બેંગલૂરુની એક કંપનીએ વિક્સાવેલું બ્રાઉઝર છે. મોઝિલા ફાયરફોક્સ આધારિત આ બ્રાઉઝરમાં ફાયરફોક્સનાં એડ-ઓન્સ તો ઉમેરી જ શકાય છે, ઉપરાંત એમાં આપણને ભારતીયોને કામ લાગે એવી કેટકેટલીય ખૂબીઓ ઉમેરાઈ છે. એપિકમાં ૧૫૦૦થી વધુ ભારતીય...

ફાયરફોક્સ એડ-ઓન્સ : બ્રાઉઝરમાં ઉમેરો કરામતી ખૂબીઓ

એક સમય એવો હતો જ્યારે આપણે સૌ કમ્પ્યુટરના ડેસ્કટોપ પરના પેલા બ્લૂ રંગના જાડાઈને જ ઇન્ટરનેટ સમજતા હતા. વાસ્તવમાં એ ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) નામના બ્રાઉઝરનો આઇકન છે અને ઇન્ટરનેટ સર્ફ કરવા માટે આઇઈ સિવાય બીજાં બ્રાઉઝર પણ હોય એ તો આપણે મોઝિલા ફાયરફોક્સ લોકપ્રિય બન્યા પછી...

ફટાફટ કામ કરી આપતા શોર્ટકટ

સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર શોર્ટકટ બહુ ઉપયોગી થઈ શકે છે. માન્યામાં ન આવતું હોય તો જાતે જ અજમાવી જુઓ આવા કેટલાક શોર્ટકટ! અમેરિકાનાં અત્યારનાં ફર્સ્ટ લેડી મિશેલ બરાક ઓબામા તેમના પતિને છૂટાછેડા દેવાનાં હતાં એવા અહેવાલોના પગલે સમાચારોમાં છે,...

આપકે વેબ બ્રાઉઝરમાં ગરબડ હૈ?

આપકે વેબ બ્રાઉઝરમાં ગરબડ હૈ? તમારા વેબબ્રાઉઝરમાં માલવેર છે કે નહીં એ તપાસવાનો સૌથી સહેલો રસ્તો - વિકિપીડિયાાં પેજીસ તમે જોતા હો અને કોઈ ફોર-પ્રોફિટ કંપની જાહેરાત જોવા મળે તો નક્કી માનજો કે તમારા વેબબ્રાઉઝરમાં માલવેર છે. વિકિમીડિયાના એક ઉચ્ચ અધિકારીએ હમણાં એક...

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩ ચિત્રો-તસવીરો અને ઓડિયો-વીડિયો વગરના વેબ પેજની કલ્પના અત્યારે ન થઈ શકે, પણ ૧૯૯૩ સુધી ઇન્ટરનેટનાં વેબપેજનું સ્વરૂપ એવું જ હતુ- સીધુંસાદું, બેરંગ, ચમકદમક વગરનું. વેબપેજ પર ફોટો મૂકી શકાય ખરો, પણ લિન્ક સ્વરૂપે. ફોટો વેબપેજના ભાગ તરીકે...

સલામત વેબ બ્રાઉઝિંગ કરો, આ રીતે…

ઇન્ટરનેટનો જેમને ખાસ અનુભવ નથી, એવા લોકોએ ગાંઠે બાંધી રાખવા જેવી કેટલીક વાતો દરેક સર્વિસીસ માટે જુદા જુદા પાસવર્ડ વાપરો. જો તમે દરેક સાઇટ માટે જુદા જુદા પાસવર્ડનો ઉપયોગ કર્યો હશે અને જો તમારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ હેક થાય તો તમે એક જ એકાઉન્ટ ગુમાવશો, તમારા બાકીની...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop