fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘સાયબરસફર’ વિશે આપના પ્રતિભાવ

‘સાયબરસફર’ને વાચકોનો અપાર પ્રેમ મળ્યો છે એ અમારું સદભાગ્ય! પત્ર, ફોન, ઇ-મેઇલ, વેબસાઇટ, સોશિયલ મીડિયા વગેરે દ્વારા મળેલા બધા પ્રતિભાવ અહીં સમાવવા શક્ય નથી, તેમ છતાં…

હું ઘણા સમયથી નિયમિત ‘સાયબરસફર’ કોલમ વાંચતો આવ્યો છું. ખરેખર ખૂબ માહિતીસભર લેખો હોય છે. આપનો આભાર.

– દર્શન મારુ, વડોદરા


ખરેખર ‘સાયબરસફર’ની ખૂબ જ ઈર્ષા થાય છે. કેટલો બધો જ્ઞાનનો અખૂટ ભંડાર! માર્ચનો અંક વાંચ્યો. ખૂબ જ મજા પડી ગઈ અને એક વાત યાદ આવી ગઈ! એક સારા મજાના ચોમાસામાં ખૂબ જ લીલોતરી જામી હતી અને એક ગાય દિવસે દિવસે દૂબળી પડવા માંડી. બધા કહે કે ‘ખૂબ લીલોતરી છે, હવે મજેથી ઘાસ ખા ને તગડી થા!’ પણ ગાયનો જવાબ સાંભળો,  “આ બધું હું ક્યારે ખાઈ લઈશ તેની ચિંતામાં ને ચિંતામાં હું દૂબળી થતી જાઉં છું.

અમારે પણ આવું થાય છે કે ‘સાયબરસફર’નો હજુ ગયો અંક પચાવ્યો ના હોય ત્યાં નવો મોટો ભંડાર આવી પુગે અને અમને મજા પડી જાય.  ઈશ્વર આપને ખૂબ ખૂબ શક્તિ આપે!!

– રાજેશ ભોંકિયા, અમદાવાદ


વીડિયો શો માટે ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર સરસ શરૂઆત કરી છે, પણ વીડિયોમાં મ્યુઝિક એદદમ ધીમું અને હળવું હોય તો આપનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય… ફરીથી એક વાર ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા.

– જીગ્નેશ નાગજીભાઈ પટેલ, અમદાવાદ


સરસ અને અદભુત સર્વિસ પૂરી પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

– કેતન એસ. કુકડિયા


હેન્ડીગાઈડ બુકથી મને હેલ્પ થઈ છે. આપનો આભાર! ખૂબ જ સરસ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

– મહેશ ડી. વાઘેલા, સુરત


‘સાયબરસફર’ મેગેઝિન એક ખરેખર અદભુત ગુજરાતી મેગેઝિન છે.

– હર્ષિન રાજપરા, સુરત


‘સાયબરસફર’ મેગેઝન શ્રેષ્ઠ જ્ઞાન પૂરું પાડે છે.

-ધાર્મિક ગાંધી, અમદાવાદ


‘સાયબરસફર’ મેગેઝિન ખૂબ જ રસપ્રદ અને ઉત્તમ મેગેઝિન છે.

– સિધ્ધાર્થ ગજેરા, સુરત


એક્સેલ વિશે વધુ લખો.

– ઉત્તમ ગણાત્રા, રાજકોટ


માર્ચ-૧૮નો ‘સાયબરસફર’નો અંક બહુ જ સરસ છે!

– તપન મારુ, અમદાવાદ


‘સાયબરસફર’નું કવરપેજ હંમેશા આકર્ષક રહ્યું છે. તંત્રી લેખ સુપર્બ. દરેક અંકમાં કંઈક નવું શીખવા મળે છે. નવેમ્બર-૧૭ના અંકમાં મોબાઇલ દ્વારા ગમે ત્યાંથી આપણા પીસીને એક્સેસ કરી શકાય તેનો ઉપયોગ કર્યો, ખૂબ જ ઉપયોગી છે રિમોટ ડેસ્કટોપ. આવી જ રીતે વાંચકોને અપડેટ રાખતા રહો તેવી આશા સાથે, ‘ટીમ સાયબરસફર’ને ખૂબ શુભેચ્છાઓ…

– મેહુલ સુતરીયા, અમદાવાદ


માર્ચ-૧૮ના અંકમાં ઈન્ફર્મેશન અને ટેક્નોલોજીનો નાયગ્રા ધોધ આવ્યો છે! લાઇ-ફાઇ ટેકનોલોજી હવે વાસ્તવિક બનવાની નજીક છે અને ભારત સરકારે આ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે તે જાણીને ખરેખર એલઈડી જેવો જ મગજમાં ઝબકારો થયો! વિદ્યાર્થીઓની હોમવર્કની ગૂંચ ઉકેલવા સ્માર્ટ ટીચર જેવી એપને ‘સાયબરસફર’ની સ્ટાઈલમાં સરળ રીતે સમજાવતો લેખ પહાડ જેવો બોજ હળવો કરશે.

મોબાઇલ વર્લ્ડમાં ફાઇલ-ગો અને સવાલ-જવાબમાં ડિજિટાઇઝેશનનાં પગલાં અંગેનો માહિતીથી ભરપૂર લેખ ઘણા લોકોની મનકી બાત રજૂ કરે છે. ફ્રી વાઇ-ફાઇ તથા શોર્ટ લિંકમાં સાવધાની રાખવાની માહિતી તમામ યૂઝર્સ માટે અતિ અગત્યની છે.

– ધ્રુવ વેકરિયા, અમરેલી


‘સાયબરસફર’ મેગેઝિન એ ખૂબ જ સરસ માહિતીસભર મેગેઝિન છે.

– મહેન્દ્રકુમાર બી. પ્રજાપતિ, બનાસકાંઠા


‘સાયબરસફર’ મેગેઝિન ખૂબ જ સરસ છે.

– સંજયભાઈ આર. રાવલ, ભાવનગર


‘સાયબરસફર’ મેગેઝિન જ્ઞાનનો ખજાનો છે. આ મેગેઝિન નવીન માહિતીનું ઝડપી, સરળ અને સાચું માર્ગદર્શન આપે છે.

– આતિષ પટેલ, દિપક રાવલ, રાજુલા


હું ‘સાયબરસફર’ની વેબસાઇટ પર પ્રથમ વાર આવ્યો છું. આપની વેબસાઇટ બહુ જ સરસ છે. ઘણી મહત્ત્વની પાયાની બાબતો કે જે આપણને ખબર ન હોય એ ખૂબ સરસ રીતે સમજાવી છે. બહુ જ સરસ અપડેટસ પણ મૂકેલી છે. ખરેખર ખૂબ જ સરસ, અપેક્ષા કરતાં પણ વધુ સારી વેબસાઇટ બની છે.

– ડો. કૃપાલ જોષી


હું ‘સાયબરસફર’ મેગેઝિન વાંચું છું, વધુ ને વધુ જ્ઞાન મેળવવા માટે. ખરેખર સરસ અપડેટેડ બુક્સ.

– અખિલ પટેલ, અમદાવાદ


જાન્યુઆરી-૧૮નો અંક વાંચ્યા પછી મેં યુડેસિટીમાં સ્કોલરશીપ માટે એપ્લાય કરેલું હતું. આજે મને સિલેક્ટ થયાનો ઇ-મેલ યુડેસિટી તરફથી મળી ગયો છે. આ મારો પહેલો એવો કોર્સ હશે કે જેનું મને પ્રમાણપત્ર મળશે! બાકી મેં અત્યાર સુધી પ્રમાણપત્ર વગરના જ કોર્સ કર્યા છે. હું બી.એસ.સી. એગ્રીકલ્ચરનો વિદ્યાર્થી છું પણ વેબ ડિઝાઈન અને પાયથોન પ્રોગ્રામિંગ મારા રસના વિષયો છે. આપનો ખૂબ ખૂબ આભાર!

– ઝંકૃત ગોયાની, સુરત


‘આજના આધુનિક યુગના એકલવ્ય’ જિમિત જયસ્વાલને સો સો સલામ! જિમિતની જ્વાળામુખી જેવી ધગધગતી ધગશને આદરપૂર્વક સન્માન. આ પ્રકારની પ્રચંડ ધગશ એ માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં પણ બિઝનેસમેન માટે પણ જબરદસ્ત પ્રેરણાદાયી છે. સાયબરસફરે પણ આવા રત્નને શોધીને સમાજને દર્શન કરાવ્યા એ બદલ આભાર.

– અશ્વિન બામરોલીયા, મહેસાણા


ઉત્તમ જ્ઞાન, ખાસ ગુજરાતી ભાષામાં પૂરું પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

– શુભમ નંદાસણા, સુરત


ખરેખર વાસ્તવિક જીવનને અસર કરે છે તેવા ટેક્નોલોજી અપડેટસ બદલ હું ‘સાયબરસફર’ પરિવારનો આભાર માનું છું.  ‘સાયબરસફર’ મને વિવિધ ક્ષેત્રો અને ટેક્નોલોજીથી માહિતગાર રાખે છે.

– નિરવ કૌશિકભાઈ નિમાવત, રાજકોટ


આજે જ મેં ‘સાયબરસફર’ વેબસાઇટ વિશે જાણ્યું! આખી સાઇટ જોતાં થોડો સમય લાગશે, પરંતુ વેબસાઇટ ખરેખર બહુ ઉપયોગી છે, અદભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર!!

– વર્ષાબેન દોશી, મુંબઈ


અદભુત મેગેઝિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

– કૌશિક રાદડિયા, ગોંડલ


આપની વેબસાઇટ ખરેખર ખૂબ જ સરસ છે.

– તેજસ ચૌધરી, અરવલ્લી


જેમણે આ ‘સાયબરસફર’ વેબસાઇટ બનાવી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે અમને ઇન્ટરનેટ તથા કેરિયર ગાઈડ વિશે નોલેજ પાવર પૂરું પાડે છે. ખરેખર વેબસાઇટ અદભુત છે.

– નિર્મલ ગોસાઈ, જામનગર


‘સાયબરસફર’ મેગેઝિન સાદી સરળ ભાષામાં ખૂબ જ સરસ જ્ઞાન પીરસે છે. મેગેઝિનમાં સમાવાતા લેખો નવીનતાસભર હોય છે.

– કૌમિલ ભટ્ટ, ભાવનગર


‘સાયબરસફર’ જેવા મેગેઝિનની ભેટ આપવા બદલ આભાર! હું પહેલા અંકથી જોડાયેલો છું અને દરેક અંક સાચવીને રાખ્યા છે.

– કમલેશ પરમાર, રાજકોટ


અદભુત મેગેઝિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

– કૌશિક રાદડિયા, ગોંડલ


આજે જ મેં ‘સાયબરસફર’ વેબસાઇટ વિશે જાણ્યું! આખી સાઇટ જોતાં થોડો સમય લાગશે, પરંતુ વેબસાઇટ ખરેખર બહુ ઉપયોગી છે, અદભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર!!

– વર્ષાબેન દોશી, મુંબઈ


જેમણે આ ‘સાયબરસફર’ વેબસાઇટ બનાવી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે અમને ઇન્ટરનેટ તથા કેરિયર ગાઈડ વિશે નોલેજ પાવર પૂરું પાડે છે. ખરેખર વેબસાઇટ અદભુત છે.

– નિર્મલ ગોસાઈ, જામનગર


હું છેલ્લાં બે વર્ષથી  ‘સાયબરસફર’નો નિયમિત વાચક છું. તમે ટેક્નોલોજીની વિવિધ બાબતોનો પ્રારંભિક પરિચય મેળવવતા લોકોમાં જાગૃતિ લાવવાનું બહુ સારું કામ કરો છો.

‘સાયબરસફર’ મુખ્યત્વે સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર ફોકસ્ડ છે, પણ મારું સૂચન છે કે તમે ડીએસએલઆર કેમેરા અને ફોટોગ્રાફીનું એક સેક્શન પણ ઉમેરો. મને આશા છે કે ઘણા વાચકોને તે વાંચવું ગમશે અને તેમને ઉપયોગી થશે. મને લાગે છે કે ડીએસએલઆર કેમેરા વિશે લખવા જેવું ઘણું કન્ટેન્ટ પણ તમને મળી રહેશે.

– ચિંતન એમ. વાયવાલા


આપનું ‘સાયબરસફર’ ફેસબુક પેજ જોયું, અભિનંદન.

– કાંતિલાલ શર્મા, પ્રેસ ફોટોગ્રાફર, ગાંધીનગર


‘સાયબરસફર’ના મેં મોબાઈલ એપ, ગૂગલ વેગેરે આર્ટિકલ્સ વાંચ્યા, બધા જ લેખો ખરેખર ઉત્તમ અને માહિતીસભર છે.

– સુબોધ માસ્ટર, ભરૂચ


આપનું ‘સાયબરસફર’ મેગેઝિન અદ્ભુત છે, આ ટાઇપની આર્ટ માટે આપને સલામ.

– મોહિત એસ. ભટ્ટ, ભાવનગર


‘સાયબરસફર’ ઘણી ટેક્નિકલ અને ઉપયોગી ઉત્તમ માહિતી આપે છે… સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે.

-સંદિપ શાહ, આણંદ


જન્માષ્ટમીના શુભ સમયે ઓનલાઈન ‘સાયબરસફર’ શ્રીકૃષ્ણની જેમ નવા વાઘા સજીને આવ્યું હોય તેમ લાગ્યું. એક વાચક હોવાની રુએ વાંચન વિશ્વમાં નવસ્વરૂપ ‘સાયબરસફર’નું હાર્દિક સ્વાગત! આપને અને સમગ્ર ટીમને અભિનંદન.

નવાં ઉમેરણો ખૂબ જ સરળ અને રીડર ફ્રેન્ડલી છે. તેમાંય જે ટોપિકની કેટેગરી તમે ઉમેરીછે તે ખરેખર કાબીલેદાદ છે.અત્યાર સુધી અમુક ચોક્કસ ટોપિક વિશે ‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં ભ્રમણ કરીને માહિતી એકઠી કરવી પડતી હતી. આ કામ ખૂબ જ માથાકૂટવાળું હતું, પણ હવે આ કામ તમે અત્યંત સરળ કરી આપ્યું છે. હવે ટોપિકના વિભાગમાં જઈને માત્ર એક ક્લિક દ્વારા જ જે તે બાબત વિશે તલસ્પર્શી વિગતો મેળવી શકાય છે. આ સિવાય પણ ઘણાબધા ઉપયોગી ફેરફારો થયાછે, જેનું સ્વાગતછે!

– પ્રો.યોગેન ભટ્ટ, અમદાવાદ

(આભાર! સાયબરસફરની નવી વેબસાઇટમાં જેમ ટોપિક મુજબ, એટલે કે પીસી અને લેપટોપ, સાયબરસેફ્ટી, સ્માર્ટલાઇફ વગેરે વિશે મેગેઝિનના અત્યાર સુધીના તમામ અંકોમાં જે કોઈ લેખ આવ્યા છે તે તમામ એક સાથે જોવાનું હવે શક્ય બન્યું છે. તેમાં સર્ચની સુવિધા ખાસ ઉપયોગી છે. તેમ નવી સાઇટ એકદમ મોબાઇલ-ફ્રેન્ડલી પણ છે. આ બધા ઉપરાંત, એક સુવિધા તરફ ખાસ ધ્યાન દોરવા માગું છું લેખો બુકમાર્ક કરવાની સુવિધા છે. હવેથી સાઇટમાં લોગ્ડ-ઇન દરેક વાચકમિત્ર પોતાની પસંદગીના, જે તેઓ ગમે ત્યારે ફરીથી વાંચવા ઇચ્છતા હોય તેને સાઇટમાં જ બુકમાર્ક કરી શકે છે અને ઇચ્છે ત્યારે પોતાના બુકમાર્ક પેજ પર જઈને એ લેખોની યાદી એક સાથે જોઈ શકે છે. નવી સાઇટને હજી વધુ રીડર ફ્રેન્ડલી બનાવવાના પ્રયાસ ચાલુ જ છે. હિમાંશુ)


સપ્ટેમ્બર-૧૭ના અંકમાં ખૂબ જાણકારી મળી. એક્સેલમાં ડેટા વેલિડેશનની જે માહિતી રજૂ કરી છે ખરેખર ખૂબ રસપ્રદ છે. તમારી રજૂઆત કરવાની શૈલી જોરદાર છે. મારા જેવા પ્રાથમિક શાળાના શિક્ષક માટે અને આચાર્ય તરીકે મને એક્સેલ ખૂબ ઉપયોગી માધ્યમ છે. તમારી પાસે મારી એવી આશા હંમેશા રહેશે કે તમે એક્સેલ પ્રોગ્રામ અને તેની વિશાળ ઉપયોગિતા વિશે પ્રકાશ પાડતા રહો જેથી અમારી જિજ્ઞાસાને તૃપ્તિ મલતી રહે. સમગ્ર ટીમને લાખ લાખ વંદન!! ધન્યવાદ!!

– હરિભાઈ એમ. ગઢવી, પંચોટિયા, માંડવી, કચ્છ


ઓગસ્ટ -૨૦૧૭ના અંકમાં જાણીને ૧૯ પ્રકારની પીડીએફ સર્વિસ વાપરવાની ખૂબ જ મજા પડી. ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ શ‚રૂ કરી દીધો છે. એકસેલનો ઉપયોગ ખૂબ સરળ અને કામનો છે. ઓનલાઇન સ્કેમના પ્રકાર જાણવા મળ્યા, જે આજના યુગમાં ખૂબ સમજવા જ‚રી છે. અત્યાર સુધી માઉસથી રાઇટ ક્લિક કરીને સેવ ઈમેજ કરતો હતો પણ જે તમે સ્માર્ટ રીત બતાવી એ તો મજા પડી ગઈ!

કેલેન્ડરનો સ્માર્ટ ઉપયોગ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને સમજાવ્યો. પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ ખોલી નાખ્યું. મેઇલ ઓટો ફોરવર્ડ એક્ટિવ કરી દીધું. સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટર પર સ્કૂલમાં બતાવ્યું. મજા આવી. પૈસા વસૂલ!

રાજેન્દ્ર ચૌહાણ, ચિત્રશિક્ષકએસ.ડી.સી.સી. એલ. પબ્લિક સ્કૂલ, સિકકા- જામનગર


ભલે વધે, પાના વધે એવું કરવા વિનંતી. ‘સાયબરસફર’ તો અચૂક વાંચવાનું અને વારસો માટે સ્ટોક પણ કરવાનું. તમારી નાની નાની બુકો પણ વસાવી છે. ખૂબ આગળ પ્રગતિ કરો, વધો અને ગુજરાતના ભાઈઓને આગળ, ૨૦૨૫થી આગળ દૂરની ટેક્નોલોજીક અને વૈવિધ્યનું દર્શન કરાવશો.

આપનો ખૂબ ખૂબ આભાર. સાયબરસફરજિંદાબાદ!

– બાબુભાઈ પટેલ


‘સાયબરસફર’ એક ઉપયોગી એ જ્ઞાસભર મેગેઝિન છે.

– જસવંતલાલ પટેલ, સુરત અને – જયેશ મકવાણા, અમદાવાદ


આટલું સરસ જ્ઞાન આપતા મેગેઝિનમાંથી જ્ઞાન લેવામાં હું થોડો પણ મોડો પડી જાઉં તો મને બેચેની થાય છે. તમારા આ પ્રયાસને હું બિરદાવું છું. આપ કિંમતી સમય કાઢીને તમે તમારા સબસ્ક્રાઇબરને રેગ્યુલરલી અને ચોક્સાઈભર્યા જવાબ આપો છો તે બદલ પણ આભાર.

– મયુર દિનેશભાઈ પંચાલ, સાબરકાંઠા


આજના ડિજિટલ વર્લ્ડનાં ગેજેટ્સ, સ્માર્ટફોન, કમ્પ્યુટર્સ, સોશિયલ મીડિયા વગેરેનું નોલેજ આપતું મેગેઝિન એટલે ‘સાયબરસફર’. આ બધી બાબતોની નાની નાની છતાં ઉપયોગી, નવી અને અજાણી ખૂબીઓ રસપ્રદ રીતે સમજાવવામાં આવે છે. આ મેગેઝિનની ખાસિયત એ છેકે તેમાં વધુ પડતી ટેકનિક બાબતોની ચર્ચા વિના, રસાળ ભાષામાં વિષયોની સમજ આપવામાં આવે છે, સામાન્ય લોકોને ટેકનિકલ બાબતોમાં બહુ રસ પણ હોતો નથી, એમને તો રોજના કામકાજમાં જ‚રૂરી ફીચર વિશે જાણવું જરૂ‚રી હોય છે. આજે ડિજિટલ ટેક્નોલોજી વિશે જાણ્યા વિના ચાલી શકે તેમ નથી ત્યારે આ મેગેઝિન એ વિશે લોકોમાં રસ જગાવીને સમજ કેળવવાનું ઉમદા કામ કરે છે.

– વિવેક એમ. સોનાર, વડોદરા


પરિવારના સૌ સભ્યોને ઉપયોગી મેગેઝિન. અફસોસ એટલો કે એ મહિનામાં ફક્ત એક વાર આવે છે!

– યોગી વ્યાસ

(આપની ફરિયાદ જરા જુદી રીતે દૂર થશે, ટૂંક સમયમાં! તંત્રી)


‘સાયબરસફર’ એક ઉપયોગી એ જ્ઞાનસભર મેગેઝિન છે.

– જસવંતલાલ પટેલ, સુરત અને – જયેશ મકવાણા, અમદાવાદ


આટલું સરસ જ્ઞાન આપતા મેગેઝિનમાંથી જ્ઞાન લેવામાં હું થોડો પણ મોડો પડી જાઉં તો મને બેચેની થાય છે. તમારા આ પ્રયાસને હું બિરદાવું છું. આપ કિંમતી સમય કાઢીને તમે તમારા સબસ્ક્રાઇબરને રેગ્યુલરલી અને ચોક્સાઈભર્યા જવાબ આપો છો તે બદલ પણ આભાર.

– મયુર દિનેશભાઈ પંચાલ, સાબરકાંઠા


આજના ડિજિટલ વર્લ્ડનાં ગેજેટ્સ, સ્માર્ટફોન, કમ્પ્યુટર્સ, સોશિયલ મીડિયા વગેરેનું નોલેજ આપતું મેગેઝિન એટલે ‘સાયબરસફર’. આ બધી બાબતોની નાની નાની છતાં ઉપયોગી, નવી અને અજાણી ખૂબીઓ રસપ્રદ રીતે સમજાવવામાં આવે છે. આ મેગેઝિનની ખાસિયત એ છેકે તેમાં વધુ પડતી ટેકનિક બાબતોની ચર્ચા વિના, રસાળ ભાષામાં વિષયોની સમજ આપવામાં આવે છે, સામાન્ય લોકોને ટેકનિકલ બાબતોમાં બહુ રસ પણ હોતો નથી, એમને તો રોજના કામકાજમાં જ‚રૂરી ફીચર વિશે જાણવું જરૂ‚રી હોય છે. આજે ડિજિટલ ટેક્નોલોજી વિશે જાણ્યા વિના ચાલી શકે તેમ નથી ત્યારે આ મેગેઝિન એ વિશે લોકોમાં રસ જગાવીને સમજ કેળવવાનું ઉમદા કામ કરે છે.

– વિવેક એમ. સોનાર, વડોદરા


સૌ પ્રથમ તો ‘સાયબરસફર’નું લવાજમ ભરીને આપની સાથે જોડાયો અને અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે.

આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે.

– મોબિન ટેલર, મહેસાણા

(થેંક્યુ! સાયબરસફરમાં આપ સૌને ક્યારેય ગ્રાહક નહીં, પણ વાચક મિત્ર જ ગણ્યા છે. પરસ્પરના વિશ્વાસથી જ આ સફળ આગળ વધી રહી છે એનો આનંદ! તંત્રી)


હું દરેકે દરેક અંક વાચું છું. હેટ્સ ઓફ ટુ સાયબરસફર ટીમ! માર્ચ-૨૦૧૭નો અંક ફેબ્યુલસ છે.

– ચિરાગ દસાની, અમદાવાદ


‘સ્માર્ટ બેન્કિંગ ઇઝીગાઇડ’ બુક સરસ છે તથા વોટ્સએપમાં અપડેટ પણ સરસ આપો છો.

– વિપુલકુમાર રાઠોડ, પંચમહાલ


બહુ સરસ. આવી ને આવી પોસ્ટ (અપડેટ) વોટ્સએપમાં મુક્તા રહો.

– મયૂર સાવજ, સુરત

(શરૂઆતમાં કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓને કારણે વોટ્સએપમાં નિયમિત અપડેટ આપી શકાતા નહોતા, હવે એ મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. જે વાચકમિત્રો આ અપડેટ્સ મેળવવા માગતા હોય તેમને પોતાના સ્માર્ટફોનમાં ૯૨૨૭૨ ૫૧૫૧૩ નંબર, સાયબરસફર નામે સેવ કરી, ‘સેન્ડ અપડેટ્સવોટ્સએપ કરવા વિનંતી તંત્રી)


‘સાયબરસફર’ના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેક્નિકલ સેવા પૂરી પાડો છો.

– મિલિન્દ પ્રિયદર્શી, અમદાવાદ


પેટીએમ દ્વારા મેગેઝિનનું લવાજમ રીન્યુ કરાવ્યું છે, આવી રીતે પહેલી જ વાર મોબાઇલ વડે પેમેન્ટ કર્યુ, બહુ જ સરળ રસ્તો છે પેટીએમ. આપનું મેગેઝિન ખૂબ જ સરસ છે, ખૂબ જ માહિતીપ્રદ છે. વાંચવામાં સરસ અને સમજવામાં સરળ છે.

– જયેશ ઈન્દુલાલ શેઠ, થાણે


મને તમારો એન્જિનીયરો માટેનો આર્ટિકલ વાંચી ખૂબ ખુશી થઈ, કારણ કે મોટા ભાગના માતાપિતા પ્રાઇવેટ/પબ્લિક કોલેજમાં સિલેક્શન/પેમેન્ટ સીટ ઉપર પોતાનાં બાળકોને એન્જિનીયર બનાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચે છે. માતાપિતાને એમ હોય છે કે એન્જિનીયર બનશે તો સારી રેપ્યુટેડ નોકરી મેળવશે અને ઘણા બધા રૂપિયા કમાશે, એટલે તેઓ કોઈ પણ પ્રકારે પોતાનાં બાળકોને ઇજનેર બનાવવા માગે છે, એક જાતનો ઈજનેરનો સિમ્બોલ લેવા માગે છે.

આવું થવું સ્વાભાવિક છે કેમ કે મોટા ભાગે માતાપિતા અને બાળકો વાસ્તવિકતાથી અજાણ હોય છે, વિશ્વમાં શું ચાલે છે? કોલેજ/યુનિવર્સિટીમાંથી મળેલ જ્ઞાન/ડિગ્રી/લાયકાત શું છે? તેની માહિતી તેમને ક્યાંથી મળશે? એ પણ જાણતા હોતા નથી અને આવું માત્ર ઈજનેર માટે નથી, વિવિધ ક્ષેત્રોના બધા જ લાયક લોકોને આ લાગુ પડે છે. અમારા માટે ઘણું સારું છે કે આપ અમને સ્વયંને સુધારવા માટે ઉકેલ અને દૃષ્ટિ આપી રહ્યા છો. શુભેચ્છાઓ સાથે.

– રાજેન ત્રિવેદી, અમદાવાદ


‘સાયબરસફર’ વાંચવાની હવે રીતસર આદત પડી ગઈ છે. દરેક લેખ ખરેખર ખૂબ સરસ અને ઉપયોગી હોય છે. એક ખાસ સૂચન છે. હવે કમ્પ્યુટર્સનું સ્થાન સ્માર્ટફોને લઈ લીધું છે.

સૌ હવે સ્માર્ટફોનનો કમ્પ્યુટર તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે અને સ્માર્ટફોન માટે અસંખ્ય પ્રકારની એપ્સ હોય છે. ‘સાયબરસફર’માં સ્માર્ટફોનની એપ્સનો એક સ્પેશિયલ આર્ટિકલ હંમેશા આપો તો સૌને ખૂબ ઉપયોગી થશે. ડિજિટ અને માય મોબાઇલ જેવાં મેગેઝિનમાં દરેક અંકમાં એપ્સ વિશે ખાસ લેખ હોય છે. આવા લેખ તથા ગેમિંગ એપ્સ વિશેના લેખો પણ આપવા વિનંતી.

– કેતન કૂકડિયા, થાણે, મહારાષ્ટ્ર


ગુજરાતી ભાષામાં આ પ્રકારનું મેગેઝિન જોઈ-વાંચીને ખરેખર આનંદ થાય છે. મોટાં શહેરોની વાત જુદી હશે, પણ નાનાં ગામની શાળાઓમાં કમ્પ્યુટર આવી ગયાં છે છતાં એનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે. ‘સાયબરસફર’ એવું મેગેઝિન છે જે શિક્ષક માટે શિક્ષકની ગરજ સારે છે!

– દિનેશ મોરપરિયા, દયાપર, કચ્છ


ફેબ્રુઆરી, ૨૦૧૭ અંકમાં ‘જાતે શીખો ૩ડી ડિઝાઇનિંગ’ લેખ વાંચવાની મજા પડી. અમારું કમ્પ્યુટર ધીમું હોય કે નેટ કનેક્શન ધીમું હશે, એટલે ટિંકરકેડના ઉપયોગમાં થોડી મુશ્કેલી આવી રહી છે, પણ ૩ડી ડિઝાઇનિંગ આટલું સરળ હોઈ શકે છે એ પહેલી જ વાર જાણ્યું. આવા લેખ આપતા રહેશો.

– દીપિકા જાની, કપડવંજ


આપનું સાયબરસફર માસિક સમય પ્રમાણે ડિજિટલ દુનિયાની તમામ જરૂરી માહિતી આપી, ખાસ કરીને સ્કૂલ-કોલેજની નવી પેઢીને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે.

– ગ્રંથપાલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ, (એજીવીપી), અમદાવાદ


જાન્યુઆરી ૨૦૧૭નો અંક ખૂબ જ સરસ રહ્યો, સાઇન-અપ અને લોગ-ઇન વિશેનો લેખ ખૂબ જ સારો હતો. હાર્ડવેરની બાબતામાં કઈ કઈ કંપની ઉત્તમ ફોન બનાવે છે એનું સૂચન કરશો.

– કલ્પેશ ઘેડિયા


જાન્યુઆરી ૨૦૧૭ના અંકમાં તમે ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે? એની જે વાત કરી છે, તેના અનુસંધાને, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના આ લેખ તરફ આપનું ધ્યાન દોરું છું. તમે જેની વાત કરી છે એ ગૂગલની સુવિધાથી એક યુવતીનો જીવ બચ્યો છે!

– હેમલ સંઘરાજકા, ઘાટકોપર, મુંબઈ

(અન્ય વાચકો માટે આ પ્રતિભાવનું અનુસંધાન : હેમલભાઇએ મોકલેલી લિંક અનુસાર, ૩ જાન્યુઆરીએ, ઉત્તર પ્રદેશના બરેલીના ડીઆઇજી પર એક યુવતીનો ફોન આવ્યો. ૨૪ વર્ષની એ યુવતી યમૂના કેનાલમાં પડીને આત્મહત્યા કરવા માગતી હતી, પણ છેલ્લી ઘડીએ કદાચ આત્મહત્યાનો બીજો સહેલો રસ્તો શોધવા તેણે ગૂગલિંગ કર્યું! ગયા અંકમાં લખ્યા અનુસાર, ગૂગલ કોઈ વ્યક્તિ સ્યૂસાઇડ અંગે સર્ચ કરે તો સર્ચ રિઝલ્ટમાં, મદદરૂપ થઈ શકે તેવા નંબર આપે છે. છેવટે એ યુવતીએ ડીઆઇજીનો સંપર્ક કર્યો અને તેનો જીવ બચી ગયો! તંત્રી)

ઘણા વખતથી વીપીએન ટર્મ વિશે જાણવાની જિજ્ઞાસા હતી, તે ‘સાયબરસફર’ દ્વારા ફળીભૂત થઈ. અન્ય એક વર્તમાનપત્રની કોલમમાં No Root Firewall નામની એક એપ વિશે સારો અભિપ્રાય વાંચીને અમે તે ડાઉનલોડ કરી છે. તેનો ફાયદો એ છે કે બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોનની બીજી ઘણી એપ પાછળથી ઇન્ટરનેટ એક્સેસ કરવા પ્રયાસ કરતી હોય તો તેને એ અટકાવે છે અને એ રીતે ડેટાનો બચાવ થાય છે.

સાથોસાથ બ્રાઉઝિંગ દરમિયાન એક્સેસનો પ્રયાસ કરતી કઈ કઈ એપ છે તેનો એક્સેસ લોગ પણ બનાવે છે. આ વિશે ‘સાયબરસફર’માં થોડો પ્રકાશ પાડશો અને આવી એપ સલામત અને ઉપયોગી છે કે નહીં એ વિશે પણ માર્ગદર્શન આપશો.

– નીલકંઠ સી.અંતાણી, વીરનગર (જિ. રાજકોટ)


આપણું ‘સાયબસફર’સામાન્ય સ્માર્ટફોન વપરાશકર્તા માટે ખૂબ જ ઉપયોગી મેગેઝિન છે. અન્ય મેગેઝિન હાઇ ટેક્નોલોજિકલ લેખ આપે તે સામાન્ય માણસને ઉપયોગી હોતા નથી. દર વખતે નવા સ્માર્ટફોનના રીવ્યૂ આપતા નથી તે સારું છે કેમ કે દર મહિને નવા મોડેલ બહાર પડે છે. પણ, આજના દિવસે સ્માર્ટફોનમાં વધુમાં વધુ સારાં કયાં ફીચર્સ ઉપલબ્ધ છે અને કયા ફોનમાં તે જણાવતા રહેશો તો માર્ગદર્શક રહેશે. વાઇ-ફાઇ રાઉટર કે હોટસ્પોટ ઓપન હોય તો ગમે તે વ્યક્તિ કોઈના નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. વાઇ-ફાઇનાં વિવિધ સેટિંગ્સ, પાસવર્ડ સેટ કરવા વગેરે શીખવું જરૂરી છે. સપ્ટેમ્બર ૨૦૧૬ના યુટ્યૂબના લેખમાં, ‘યૂટ્યૂબનો ઉપયોગ પીસી માટે’ અને ‘યુટ્યૂબનો ઉપયોગ સ્માર્ટફોન માટે’ એવાં સ્પષ્ટ શીર્ષક બાંધ્યાં હોત તો વધુ સારું રહેત!

– ડો. પ્રમોદ કાટબામણા, ધોરાજી


સપ્ટેમ્બરનો અંક વાંચ્યો અને ઘણો ગમ્યો. આવતા અંકમાં બધા કાર્ડની ઓનલાઇન એપ્લિકેશન કેમ કરવી એની માહિતી આપજો.

જેમ કે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરાય તેની માહિતી સૌને ઉપયોગી થશે. આ ઉપરાંત, કેન્સર જેવા રોગોના સામના માટે કેવી એડવાન્સ્ડ ટેક્નોલોજી વિકસી રહી છે તેની પણ માહિતી આપશો. ‘સાયબરસફર’ ખરેખર એક કદમ જાગૃતિ તરફ છે! અભિનંદન!

– ચિરાગ દાસાણી, અમદાવાદ


‘સાયબરસફર’માં ઓનલાઇન વીમો ખરીદવામાં કોઈ જોખમ છે કે નહીં, આવી રીતે વીમો ખરીદવાથી ખરેખર પ્રીમિયમ ઓછું આવે કે નહીં વગેરે વિશે માર્ગદર્શન આપશો. વન ડ્રાઇવ અને ક્રેડિટ કાર્ડ વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપશો તેવી અપેક્ષા છે.

– મહેશ જાદવ, ધ્રાંગધ્રા


‘સાયબરસફર’ ચાલુ થયું ત્યારથી તમામ અંકો મેં વાંચેલ છે અને ખરીદેલ પણ છે. તેમાં એક વિભાગ નવો ઉમેરવા અમારી નમ્ર વિનંતી છે. પ્રોગ્રામિંગ વિશેનો વિભાગ ઉમેરવામાં આવે તો તે હાલ જરૂરી છે. વિવિધ પ્રોગ્રામર પાસેથી તેઓના અનુભવો તથા કેવા પ્રકારનું કામ હાલ થઈ રહ્યું છે તે બાબતે પણ માહિતી આપવાની જરૂર છે. આવા નવા પ્રોગ્રામરોને આવકાર આપી વધુ ને વધુ માહિતીસભર મેગેઝિન થાય તેવું એક વાચક તરીકે વિનમ્ર નિવેદન છે. આ ઉપરાંત નવા નવા ફીચર ઉમેરાતા જાય તો મેગેઝિન વધુ ઉપયોગી થશે.

– મેહુલ ચૌહાણ, રાજકોટ

(સૂચન અને સવાલો બદલ આભાર! આગામી અંકોમાં જરૂર તેને આવરી લઈશું તંત્રી)


‘સફારી’ના એપ્રિલ-૨૦૧૬ના અંકમાં ‘સાયબરસફર’ વિશે વાંચીને, ‘સાયબરસફર’નો મે-૨૦૧૬નો અંક ખરીદ્યોય વાંચીને જાણ્યું કે ગુજરાતી ભાષામાં પણ આઇટી/કમ્પ્યુટરના વિષય ઉપર આટલું સરસ અને ઊંડાણપૂર્વકનું વિશ્વેષણ કરતું કોઈ મેગેઝિન છે!

મે-૨૦૧૬ના અંક પછીના બધા અંકો વાંચ્યા, ભાષા અને રજૂઆત ખૂબ જ પસંદ પડી. કમ્પ્યુટર ફિલ્ડમાં જ જોબ હોવાથી ‘સાયબરસફર’ થકી ઘણું બધું જાણવા મળ્યું.

સપ્ટેમ્બર-૨૦૧૬ના અંકની કવર સ્ટોરી ‘ઓનલાઇન ટ્રેકિંગ’ વિશે વાંચીને જાણ્યું કે નેટ ઉપર આપણી પ્રાઇવસી કેટલી હદ સુધી ઉઘાડી છે. બેસ્ટ ઓફ લક ‘સાયબરસફર’!

– વિરલ એ. માંડવીવાલા, સુરત


ખરેખર ‘સાયબરસફર’ એ સાયબરની સફર કરાવતું તેમ જ ટેક્નોલોજીથી વાકેફ રાખતું ખૂબ સરસ મેગેઝિન છે.

પોકેમોન ગો વિશે, વર્ચ્યુઅલ રીયાલિટી રીયાલિટી વિશે તેમ જ ઓગમેન્ટેડ રીયાલિટી વિશે ખૂબ સારી જાણકારી મળી. હવે પછી આવનારી આ ટેકનોલોજી વિશે કલ્પના થઈ શકી. કેમેરા કેલ્ક્યુલેટર તેમ જ ઇ-મેઇલ ટ્રેકિંગ વિશે પણ સારી જાણકારી મળી.

-આકાશ ડાભી, ભાવનગર


હવે તો દર મહિને સેલેરી સાથે ‘સાયબરસફર’ની રાહ જોવાતી હોય છે. અમારા આઇટી ડિપાર્ટમેન્ટમાં નોન-ગુજરાતી લોકો પણ બહુ જ રસ લે છે.

એ લોકોને ઇર્ષા પણ થાય કે “કાશ, આવું કંઈક ઇંગ્લિશમાં પણ આવતું હોત! એમનો મેસેજ છે કે તમે ઇંગ્લિશમાં, એટ લિસ્ટ, સોફ્ટ કોપીમાં સ્ટાર્ટ કરો. આ મેગેઝિન પ્રકાશિત કરવા માટે ખરેખર આભાર! જ્ઞાનનો ભંડાર!

– ઋષિ કંસારા, ડિજિટલ ઇન્ડિયા મેમ્બર, શિમલા


હમણાં જ ટીવી પર એરટેલની હેપ્પી અવર એડ જોઈ, જેમાં પસંદગીના વીડિયો રાત્રે ઓછા ખર્ચે ઓફલાઇન મોડ માટે ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે. આ વિશે થોડા સમય પહેલાં ‘સાયબરસફર’માં વાંચ્યું હતું. ‘સાયબરસફર’ ટેકનિકલ અપડેસ શેર કરવામાં એડવાન્સ છે અને એ પણ ગુજરાતીમાં!

– તપન મારુ, પૂણે


ઓગસ્ટ ૨૦૧૬નો અંક વાંચવાની મજા આવી ગઈ. વિયેતનામની ગુફા પ્રોજેક્ટર ઉપર જ ઓનલાઇન અમારી શાળાના વિદ્યાર્થીઓને બતાવી. તેનો ડ્રોન વીડિયો પણ બતાવ્યો. પોકેમોન ગો ગેમ વિશે જાણવાની મજા આવી. સ્માર્ટફોનની સામાન્ય તકલીફોના ઉપાય ખૂબ સહેલા છે. સાઇટ બ્લોકિંગ કામની વસ્તુ છે. ઈ-મેઇલ ટ્રેકર, સ્માર્ટ કેલ્યુલેટર વગેરે ખરેખર વ્યક્તિને સ્માર્ટ બનાવી દે છે. ઓગસ્ટનો આ અંક સ્માર્ટ અંક છે!

– રાજેન્દ્ર ચૌહાણ, ચિત્ર શિક્ષક, સિક્કા, જામનગર


‘સાયબરસફર’ એટલું મજાનું છે કે ધીરજ રહેતી નથી. ક્યારે હાથમાં આવે અને એક જ બેઠકમાં વાંચી, માહિતીને મળાવ્યા કરીએ. અદભુત ખજાનાને લૂંટ્યા કરીએ!

– અશ્વિન બામરોલિયા, મહેસાણા


ગુજરાતીમાં આ પ્રકારનું સાહિત્ય? ખૂબ ખૂબ અભિનંદન!

– કેયુરભાઈ નાયક, શાળાઆચાર્ય, જમાલપોર, નવસારી


જુલાઈનો અંક બહુ માહિતીપ્રદ રહ્યો. ઘણા સિનિયર્સ પણ આ મેગેઝિન વાંચી શીખે છે, જાણે છે તે અતિ આનંદની વાત છે. હું પણ આમાંનો એક છું. પાકી ઉંમરે પણ કાંઠલા ચડી શકે, જો ચડાવનાર કાબેલ હોય તો, તે આ મેગેઝિને સિદ્ધ કરી દેખાડ્યું છે. સ્માર્ટ યૂઝર્સ ગાઇડની રાહ જોઉ છું.

– રશ્મીનભાઈ પાઠક, આદીપુર, કચ્છ


‘સાયબરસફર’ જેવા સાયબરજગતના જ્ઞાનસભર મેગેઝિન બદલ અભિનંદન!

– ભાવેશ ચૌહાણ


સાયબરસફરના પ્રત્યેક અંક પ્રભાવક હોય છે. અમારા જ્ઞાનમાં વધારો કરે છે. લેખોની ભાષા સરળ હોય છે. તેમ જ પસંદગી પણ યોગ્ય કરવામાં આવે છે. હૃદયપૂર્વક અભિનંદન સાથે શુભેચ્છાઓ.

– સુરભિ હરીશભાઈ મણિયાર,(બી. ઈ. ઈ. સી.), જેતપુર


‘સાયબરસફર’ ઇઝ ધ બેસ્ટ! તમારા મેગેઝિનમાં એવી માહિતી આપો છો કે જાણે અમારા મનમાં સવાલ હોય તે તમે ટેલીપથીથી જાણીને આપતા હો એવું લાગે છે! સોરી, હવે આ તમારું નહીં પણ આપણું મેગેઝિન થઈ ગયું છે. કોઈ પણ ક્લાસિસ વગર આટલું બધું શીખી શકાય તે આ મેગેઝિને કરી બતાવ્યું છે. હું ખરેખર બહુ ખુશ છું.

– જયેશ અસ્પી


૭૨ વર્ષનો હું, ૬૭ વર્ષનાં પત્ની. સ્માર્ટ ફોનના સ્માર્ટ યૂઝરગાઇડની રાહમાં મઝા આવશે. મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ, ડીવીડી, સીડી, યુએસબી, પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ, કાર્ડ રીડર વગેરે વગેરેમાં અને તેમનામાંથી ઓડિયો-વીડિયોની લેતી-દેતી શીખવાડે તેવી પુસ્તિકાની જરૂર છે.

– મિલિંદ વી. માંકડ, અમદાવાદ


ગુજરાતીમાં આવું સાહસ કરવા માટે સલામ કરું છું, આજે મને ગુજરાતી હોવાનું ગૌરવ છે.

– ચંદ્રેશ શાહ, વડોદરા


હું પોતે થોડા સમયથી  ‘સાયબરસફર’ના ટચમાં રહી શક્યો નથી, પણ મારાથી નાના કઝીન્સ (એકની ઉંમર ૧૬ અને બીજાની ઉંમર ૧૧) અને મારા પરિવારના બીજા સભ્યો ઉત્સાહથી, નિયમિત રીતે આ મેગેઝિન વાંચે છે. કીપ અપ ધ ગુડ વર્ક!

થોડાં સૂચનો કરું તો, હવે ઘણા લોકો લિનક્સમાં ઉબન્ટુ અને અન્ય ફ્લેવર્સ તરફ વળી રહ્યા છે. એમના માટે એક ઇઝી ગાઇડ જેવી લેખોની શ્રેણી રસપ્રદ અને ઉપયોગી થશે. બીજું એક સૂચન, મેગેઝિનના અત્યારના હાર્દ સમાન વિચારો સાથે કદાચ સુસંગત નથી, પણ હમણાં મેં ક્યાંક વાંચ્યું કે યુએસના એક રાજ્ય કે કાઉન્ટીમાં હાઇ-સ્કૂલના અભ્યાસક્રમમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ ઉમેરવામાં આવી છે. મને લાગે છે કે જો તમે પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે કોઈ વિભાગ શૂરૂ કરી શકો તો યંગ રીડર્સને એ કદાચ ઉપયોગી થાય. તમારી સમજવામાં સરળ ભાષા અને સમજાવવાની રીત જોતાં, તમે કોડિંગને ફન બનાવી શકો. ‘સી’ જેવી કોર લેંગ્વેજ કે ‘પાયથોન’માં વાચકોને રસ પડી શકે. ઓવરઓલ, અત્યાર સુધી ‘સાયબરસફર’ સાથેનો અનુભવ સરસ રહ્યો છે, થેંક્યુ!

– વિવેક પબાની, પાલનપુર


‘સફારી’ સામયિકના માધ્યમથી ‘સાયબરસફર’ના હમસફર બનવાનો મોકો મળ્યો છે. સ્માર્ટફોનમાં સરળતાથી દેશ અને દુનિયામાં બનતી સાયબર ઘટમાળોની જ્ઞાનવર્ધક સફર કરાવવા માટે સમગ્ર ’સાયબરસફર’ ટીમનો ખૂબ ખૂબ આભારઅને પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ.

-મોનાર્ક ત્રિવેદી, કનેક્ટિકટ, યુએસએ


ગુજરાતી પરિવારોને ભવિષ્ય માટે શિક્ષિત કરવા માટે, ગુજરાતી ભાષામાં ‘સાયબરસફર’ જેવું સામયિક પ્રકાશિત કરવાની પહેલ પ્રશંસાને પાત્ર છે. તમે જાણતા જ હશો તેમ હર્ષલ પબ્લિકેશન્સ દ્વારા લાંબા સમયથી ગુજરાતીમાં વિજ્ઞાનલક્ષી ‘સફારી’ સામયિક પ્રકાશિત થાય છે. તેના એપ્રિલ ૨૦૧૬ અંકમાં ‘સાયબરસફર’નો હકારાત્મક ઉલ્લેખ છે. ખૂબ સરસ પ્રયાસ, આ સફર આગળ વધારો, શુભેચ્છાઓ!

– એન. એમ. જોશી, કંપની સેક્રેટરી, યુજીવીસીએલ


‘સાયબરસફર’નું નામ ‘સફારી’માં આવે તે ખરેખર બહુ મોટી વાત છે. આપણી ટીમને ખૂબ અભિનંદન! યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની કવરસ્ટોરી અફલાતૂન! આટલી જટિલ પ્રક્રિયાને શીરાની જેમ ગળે ઉતરે તેવી રીતે રજુ કરી. લખાણની આ શૈલી જ ‘સાયબરસફર’ વાંચવા મજબૂર કરે છે!

– દેવદત્ત ઠાકર, રાજુલા


તમે ફક્ત એન્ડ્રોઇડ ફોન વિશે જ માહિતી આપો છો, એપલ ફોનવાળાનું શું થશે?! થોડીક માહિતી એપલ કસ્ટમર્સને પણ આપો.

– અર્શદ જરીવાલા, સુરત


સિનિયર સિટિઝન્સને સ્માર્ટફોનના ઉપયોગમાં ઘણી તકલીફ પડે છે. ગુજરાતીમાં સ્માર્ટફોનનું મેન્યુઅલ પ્રકાશિત કરો.

– રમેશ ઉપાધ્યાય, ડાકોર


‘કમ્પ્યુટરને કહો, બંધ હોજા સીમ સીમ’ આ માહિતી મને ખૂબ ઉપયોગી થવાની છે. આખો અંક વાંચવાની ખૂબ મજા આવી, સરસ માહિતી. અંક એક બેઠકે જ પૂરો કરી દીધો! ગુજરાતીમાં આવી માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, જય આલ્ફા ગો!

– સમ્રાટ ઠાકર, કલોલ


આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો હું નિયમિત વાચક છું. હું ‘સાયબરસફર’ છેલ્લાં અઢી વર્ષથી નિયમિત વાંચું છું. કમ્પ્યુટરના ક્ષેત્રમાં અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર મેગેઝિનો છે, પણ માતૃભાષા ગુજરાતીમાં કમ્પ્યુટર વિશે ચોક્કસ, વાસ્તવિક, નવી નવી માહિતી આપતું આપનું એકમાત્ર મેગેઝિન છે. આપના મેગેઝિનની પ્રશંસા વિજ્ઞાન વિશેના ગુજરાતી મેગેઝિન ‘સફારી’ના અંક એપ્રિલ-૧૬માં થયેલી છે. આજના સમયમાં આપનું મેગેઝિન બહુ કામનું છે.

‘સાયબરસફર’માં આપના લેખોમાં વિવિધતા હોય છે જેથી વાંચવાની બહુ મજા આવે છે. આપની ‘કવર સ્ટોરી’ પણ સારી હોય છે. ‘કવર સ્ટોરી’માં આપ કમ્પ્યુટર વિશે જ્ઞાન છેક તળ સુધી સમજાવો છો… જે એક બહુ નોંધનીય બાબત છે. આપનું ‘સાયબરસફર’ મેગેઝિન ગુજરાતીના દરેક વર્ગને કમ્પ્યુટર વિશે ગુજરાતીમાં સરળ ભાષામાં જ્ઞાન આપવા માટે સૌથી સારું મેગેઝિન છે. આપની જેટલી ગુજરાતીમાં કમ્પ્યુટર વિશે માહિતી બીજે ક્યાંય ઉપલબ્ધ નથી.

આપ ‘સાયબરસફર’ દ્વારા વિવિધ અને રસપ્રદ માહિતી અમારા જેવા ગુજરાતી વાચક સુધી પહોંચાડતા રહો તેવી શુભેચ્છા..

– કેવલ ડી. ધરમશી, સર્વોદય સોસાયટી, પાલીતાણા


હું કમ્પ્યુટર એન્જિનીયરિંગ સ્ટુડન્ટ છું અને મને ‘સાયબરસફર’ બહુ ગમે છે, જે રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવી નવી ટેક્નોલોજી વિશે માહિતી આપે છે અને તેનો ઇફેક્ટિવ, સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો જેની જાણકારી આપે છે. ફેબ્રુઆરી ૨૦૧૬ની કવર સ્ટોરીએ ટોરેન્ટ વિશેની ઘણી ગેરસમજો દૂર કરી! હવે અત્યારના ટ્રેન્ટિંગ ટોપિક ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ વિશે પણ માહિતી આપશો.

– ગુંજન પનારા, અમદાવાદ


આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો હું નિયમિત વાચક છું. કમ્પ્યુટરના  ક્ષેત્રમાં અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર મેગેઝિનનો તોટો નથી, પણ માતૃભાષામાં કમ્પ્યુટરનું તળિયાથી ટોચ સુધીનું જ્ઞાન આપે તેવું પ્રથમ મેગેઝિન પ્રગટ કરીને આપે દૂર દૂરના ગામડામાં રહીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીની જ્ઞાનની ક્ષિતિજોના સીમાડાનો  વિસ્તાર કર્યો છે.

કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ણાત બનવા માટે પાયાનું શિક્ષણ ઉપરાંત તેમાં વિષય રસ ઉત્પન્ન થવો ખૂબ આવશ્યક છે. મારી દ્રષ્ટિએ આ રસ જો વિષય સમજાય તો જ ઉત્પન્ન થઈ શકે તે સ્વાભાવિક છે. કોઈ પણ વિષયને સમજાવીને વિષય પ્રત્યે રસ પ્રગટ કરવા માટે માતૃભાષાથી વધારે અસરકારક માધ્યમ કોઈ નથી (જર્મની અને જાપાન આનાં જવલંત ઉદાહરણ છે).

આમ ‘સાયબરસફર’ નવી પેઢીનાં ઊગતાં બાળકો અને નવી ટેક્નોલોજીથી અજાણ લોકોમાં કમ્પ્યુટર પ્રત્યે સ્વાભાવિક વિષય રસ ઉત્પન કરવાનું મહાન અભિયાન ચલાવે છે. ઉપરાંત ‘સાયબરસફર’ની સરળ અને રસાળ ભાષા ‘વૉટરને પાણી નહીં, પણ ભૂ’ બનાવી દે છે, જેથી સૌને સમજવામાં અત્યંત સરળ પડે છે.

આપનો આ જ્ઞાન યજ્ઞ અવિરત પ્રજ્વલિત રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

(નોધ: પ્રથમ વાર ગુજરાતી ટાઇપિંગ કરી રહ્યો છું તો ભૂલચૂક ક્ષમ્ય ગણશો, અભાર સાયબરસફર, ગુજરાતી ટાઇપિંગની દુનિયામાં આંગળી પકડીને પ્રવેશ કરાવવા માટે!).

-અપૂર્વ ભટ્ટ (પાન્ધ્રો-કચ્છ)


દર મહિને અમારી કોલેજને નિયમિત રીતે ‘સાયબરસફર’ મેગેઝિન મળે છે, જે અમારી કોલેજના તાલીમાર્થી વિદ્યાર્થીઓનું હાલની ટેક્નોલોજીનું જ્ઞાન વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે.

વિદ્યાર્થીઓ પ્રાર્થના કાર્યક્રમમાં મોબાઇલ મેજિક, મેગેઝિન મેજિક કે લાઇબ્રેરી લાઇફલાઇન જેવી પ્રવૃત્તિઓ કરે છે અને તેમાં અવારનવાર ‘સાયબરસફર’ની સામગ્રીનો ઉપયોગ કરે છે. મેગેઝિનમાં દર વખતે નવા વિષયોના લેખ આવે છે, જે એકદમ તટસ્થતા સાથે ઊંડાણપૂર્વક તૈયાર થયા હોય છે, રોજિંદા ઉપયોગની લેટેસ્ટ ઇન્ફર્મેશન આપે છે અને જ્ઞાનમાં વધારો કરે છે. શોર્ટ, સ્વીટ અને શાર્પ લેખો માટે અમારાં અભિનંદન અને મેગેઝિનના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ!

ઇનચાર્જ પ્રિન્સિપાલ, શ્રીમતી વી.ડી.ટી.બી.એડ. કોલેજ, ગાંધીધામ (કચ્છ)


‘સાયબરસફર’ નિયમિત વાંચું છું. જાન્યુઆરી ૨૦૧૬ના અંકમાં ફોટોસ્કેચર સોફ્ટવેર વિશે ખૂબ સરસ માહિતી મળી અને એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી ઘણાં ફોટો પેઇન્ટિંગ્સ બનાવ્યાં. ખૂબ જ મજા આવી. હવે પછી ફોટોશોપ જેવા સોફ્ટવેર પર એક લેખ આપો અથવા એ શીખવા માટેની બુકનું લિસ્ટ આપશો. ઓનલાઇન પીડીએફ ફોર્મેટમાં કંઈ એના વિશેની માહિતી હોય, જે વાંચીને શીખી શકાય એવી માહિતી આપવા વિનંતી.

-આશિષ પટેલ, ઉંબરગાંવ, વલસાડ


સૌ પ્રથમ તો ‘સાયબરસફર’ અંક ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશે છે તેના બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપ આજ રીતે ખૂબ પ્રગતિ કરી આગળ વધતા રહો એવી મારી અંત:કરણથી શુભેછા…

મારો પ્રશ્ર્ન એ છે કે કોઈ પણ સ્ટડી મટિરીયલને આપણે બ્લેન્ક ડીવીડીમાં એડ કરીએ પછી એ ડીવીડીની કોઈ પણ બીજી વ્યક્તિ કેસેટની કોપી કરીને ડુપ્લીકેટ ના બનાવી શકે એવું થઈ શકે ખરું?

-જૈનમ સંઘવી, અમદાવાદ (M.SC IT)

શુભેચ્છા માટે આભાર! તમે કહ્યું એનો સંપૂર્ણ સચોટ ઉપાય નથી!- સંપાદક


‘સાયબરસફર’નો જાન્યુઆરી-૨૦૧૬નો અંક સરસ છે… ખાસ કરીને ફોટો સ્કેચર અને ગ્રામરલી ઇન્સ્ટોલ કરી લીધું. મજા આવી ગઈ. માઇક્રોસોફ્ટ એક્સેસ વિશે બહુ નથી ખબર તો એનો ઉપયોગ વિષે માહિતી આપશો. એક્સેલની માહિતી અને ટેબના વિવિધ ઉપયોગ તેમ જ વિન્ડો કીનો ઉપયોગ ખૂબ સરસ.

લેપટોપ સાથે લઈને જ ‘સાયબરસફર’ વાંચવા બેસું છુ. નેટ પણ ચાલુ રાખું છું!

ગુજરાતી ગ્રામર ચેક કરવાની કોઈ વેબસાઇટ હોય તો લખજો.

– રાજેન્દ્ર ચૌહાણ, ચિત્ર શિક્ષક, સિક્કા (જામનગર)


આ વખતનો અંક ખૂબ સરસ! ભવિષ્યમાં ‘ક્યુઓરા’ સાઇટ વિશે લખશો. ગુજરાતીમાં એકદમ ફાસ્ટ લખવા માટે ગૂગલ ઇન્ડિક કીબોર્ડ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. એ વિશે પણ માહિતી આપશો.

– તપન મારુ, પૂણે


મારા જેવા ડિજિટલ આર્ટમાં ઊંડો રસ ધરાવનારને એકદમ મજા પડી જાય એવો અંક. ફોટોસ્કેચર સોફ્ટવેર ખરેખર અદભુત છે અને એટલી જ બારીકાઈથી ‘સાયબરસફર’માં એનો ઉપયોગ સમજાવ્યો છે. અખબારોમાં હવે વિવિધ એપ અને સોફ્ટવેર વિશે લખાતું થયું છે, પણ કોઈ સોફ્ટવેરનો આટલો ઊંડાણપૂર્વકનો ઉપયોગ ‘સાયબરસફર’ સિવાય બીજે ક્યાંય સમજવા મળતો નથી. ખાસ કરીને દરેકે દરેક અંકમાં વિવિધ માહિતીનું જે સંતુલન જોવા મળે છે એ ‘સાયબરસફર’ને સ્પેશિયલ બનાવે છે.

– રાજેશ ભોંકિયા, અમદાવાદ


ફેસબુક, વોટ્સએપ, કમ્પ્યુટર વગેરેનાં ઘણાં ચિહ્નો સમજાતાં નથી. ‘સાયબરસફર’માં આ ચિહ્નો, સંજ્ઞાઓ, શબ્દો વગેરે વિશે પણ સરળ માહિતી આપશો. હાયર અને લોઅર બંને પ્રકારના વાચકોને ધ્યાનમાં રાખશો. ટેકનિકલ બાબતોનો ઇતિહાસ, ટેકનિકલ ક્ષેત્રમાં રોજગારલક્ષી માહિતી.

– મિલિંદ પ્રિયદર્શી, અમદાવાદ


હું શરૂઆતથી જ ‘સાયબરસફર’નો વાચક છું અને મેગેઝિનમાંથી ખૂબ ઉપયોગી માહિતી મળે છે. આવતા અંકોમાં બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શરૂ કરાય, બ્લોગિંગમાંથી કમાણી કેવી રીતે કરી શકાય વગેરે વિશે માહિતી આપશો.

વિદ્યાર્થીઓ માટે પોતાના વ્યક્તિત્વને વિક્સાવવામાં બ્લોગિંગ ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ રીતે તેમની વિચાર શક્તિ, લેખન શક્તિ, સંશોધન કરવાની આવડત, આત્મવિશ્વાસસ વગેરે બધું વિકસી શકે અને તેમને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાત બનવાની તક પણ મળે છે.

– સતીષ કનોજિયા, ભાવનગર


જો આપણે વિવિધ પ્રકારની એપ્સ અને વાઇ-ફાઇ વગેરેનો ઉપયોગ કરીએ તો સ્માર્ટફોનની બેટરી બહુ ઝડપથી ઊતરે છે. ફોનની બેટરીની પ્રમાણમાં સારી ક્ષમતાની હોય તો પણ બેટરી ઓછી જ પડે છે! એપ્સનો ઉપયોગ ન કરી શકીએ તો પછી સ્માર્ટફોન લેવાનો કોઈ અર્થ રહેતો નથી. વિવિધ પ્રકારની બેટરી સેવર એપ્સનો ઉપયોગ કરી જોયો, પણ કોઈ સંતોષકારક પરિણામ મળતું નથી. આવતા અંકમાં બેટરી સેવિંગ વિશે ટીપ્સ આપશો.

– કુલીન દેસાઈ, વડોદરા


વિન્ડોઝ અને એપલ ફોન યૂઝર્સને માટે તેમને ઉપયોગી માહિતી પણ આપતા રહો. દરરોજ નવા ફોન અને તેને સંબંધિત નવા સમાચાર આવતા હોય છે, એ બધા વિશે પણ નિયમિત માહિતી આપો. માર્કેટ વોચ, એપ વોચ, ટેક વોચ વગેરે ખૂટતું લાગે છે. મેગેઝિનને વધુ રસપ્રદ બનાવો.

– ડૉ. નિલેશ ઠક્કર, સુરેન્દ્રનગર


નવેમ્બરના અંકમાં વર્ડસ્પાર્કમાં ઓનલાઇન ખરીદીનું માઇનસ પાસું વધારે બતાવ્યું હોય એમ લાગે છે. ઓનલાઇન ખરીદીથી ટ્રાફિક, રીક્ષાનો ઝેરી ધૂમાડો અને વણજોઇતા અકસ્માતોથી બચી શકાય છે! ‘સાયબરસફર’ વાંચવાની ખરેખર મજા આવે છે, મોબાઇલ વોલેટ વિશે હજી વધુ માહિતી આપતા રહેશો.

– પલાશ શાહ, ભરુચ


“આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું…’’

છેલ્લા ઘણા સમયથી અમુક યા તમુક કારણોસર વાર્તાલાપ થઈ શક્યો નથી… પણ માર્ચ ૨૦૧૫નો અંક વાંચ્યા પછી રહી શકાયું નહીં. છેલ્લા ઘણા સમયથી ‘સાયબરસફર’ પર એક્સક્લુઝિવ લેખ વાંચવામાં આવ્યો નહોતો, અલબત લેખ ખૂબ જ સારા હતા, પણ ગતાંકમાં ‘અગાશીએથી અવકાશદર્શન’નો લેખ વાંચી ખરેખર રૂવાંડા બેઠાં થયાં!

ખગોળશાસ્ત્રનો રસિયો હોવાના લીધે (જોકે માણસ ભાષાનો છું, પણ જિજ્ઞાસાને ક્યાં સિમાડા નડે છે?) અને એકદમ આકર્ષક ફ્રન્ટપેજ પરના ચિત્રને જોઈને અદમ્ય જિજ્ઞાસા જાગી કે “આજે જામી ગઈ લ્યો…! ખરેખર ખૂબ જ સારી માહિતીને શોધીને આપ અવિરત પીરસી રહ્યા છો એ ગુજરાતી અને ગુજરાતનું ગૌરવ છે. મેગેઝિન દ્વારા પણ  સેવા કરી શકાય એ આપ પાસેથી જાણ્યું છે… તમારે ક્યાંય ચારધામની યાત્રા કરવા નહીં જવું પડે એ મારી ગેરેંટી છે! અને હવે મૂળ વાત…

આપનો આ લેખ વાંચીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આકાશમાં આંબવાના જાણે ઓરતા જાગ્યા. અદ્ભુત એપ્લિકેશન ડાઉનલોડ કરીને કામ શરૂ થયું અને વહેલી સવારે ૫ વાગ્યે જાગીને (કોઈ દિવસ આટલો વહેલો કામ સિવાય જાગ્યો હોઉં એવો આ પ્રથમ બનાવ) મોબાઇલમાં નજર રાખી અગાશીએ ઊભો ઊભો આકાશમાં ઉડતો તરાપો જોવા વ્યાકુળ બન્યો અને છેલ્લે જ્યારે આકાશમાં ઉડતું એકવીસમી સદીનું પુષ્પક વિમાન જોયું ત્યારે ખરેખર વિજ્ઞાન સાથે એક તાદાત્મ્ય અને જોડાણ અનુભવ્યું…. મનોમન સલામ કરી, તમને અને વિજ્ઞાનને… અને હવે રોજ ઉપગ્રહ અને આઇએસએસ જોયા વિના રહેવાતું નથી.

એનાથી વિશેષ મારા ગામનાં કેટલાંય બાળકો, યુવાનો, પડોશીઓ અને ગ્રામજનોને પણ વાત કરી. મારી પાસે રહેલા વીડિયો બતાવીને આઇએસએસથી વાકેફ કર્યા અને હવે આજે એ લોકો પરિવાર સહિત રોજ અગાશીમાં જોવા મળે છે એ ‘સાયબરસફર’ ટીમને આભારી છે.

અને વળતા દિવસે મારી શાળામાં જઈને રોજિંદું ભણવાનું પડતું મૂકીને ‘સાયબરસફર’ હાથમાં લઈને નવું ભણાવવાનું શરૂ કર્યું અને નાની નાની ઢીંગલીઓને માહિતીથી અવગત કરી. બોર્ડ ઉપર ગોળ નકશો દોરી કામચલાઉ રડાર દોરી આજે કેટલા વાગે… કઈ દિશામાં આઇએસએસ નીકળશે એ સમજાવ્યું… અને જોવા કહ્યું…

આખા કરદેજ ગામની દીકરીઓથી અગાશી ભરાઈ ગઈ અને ફોનનો મારો ચલાવવામાં આવ્યો કે હવે કેટલી વાર છે… અંતે કયામત કી ઘડી આવી અને આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું… અને વળતે દિવસે શાળામાં “સર, મેં સ્પેસ શટલ જોયું, (સ્પેસ સ્ટેશન નહીં હો…) સર, મેં પણ જોયું એવું સાંભળ્યું ત્યારે તેના શબ્દો અને આંખોમાં એક વીરલ મહામાનવ બનવાની ચિનગારી જોઈ.

આજે ગામના વાલીઓ પણ ફોન કરી પૂછે છે કે “સાહેબ આજે ક્યારે નીકળવાનું છે? રોટલા ઘડવાનું પડતું મૂકીને અમારા ગામડાની બાયું પણ આકાશ સામે મીટ માંડે એ જોઈને મનોમન હરખનાં આંસુ આવે છે. જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારવામાં ‘સાયબરસફર’ ટીમની અમને અવિરત મદદ મળી છે એ વાતને તમારા સુધી પહોંચાડવા માટે આપને આ આભારદર્શનના પત્ર જેવો લાં… બો… લાં… બો… અભિપ્રાય લખી રહ્યો છું.

‘સાયબરસફર’ના દરેક અંકને મારી શાળાના ડિસ્પ્લે પર રજૂ કરીને જિજ્ઞાસા સંતોષવાના અને જગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

‘સાયબરસફર’ ટીમને લાખ લાખ અભિનંદન… ફરી વાર આવા જ એક ઉમદા લેખની રાહ જોઈ રહેલાં કરદેજ કન્યાશાળાનાં બાળકો…

રોહિત ચૌહાણ – શ્રી કરદેજ કન્યાશાળા, તા-જી- ભાવનગર -૩૬૪૦૬૦


હું નાનો હતો ત્યારથી અમારા કાકાના સ્ટોર પર ‘દિવ્ય ભાસ્કર’ વાંચતો, જેમાં મને ‘કળશ’ પૂર્તિ ને ‘સાયબરસફર’ કોલમ વાંચવી બહુ ગમતી. મને કમ્પ્યુટરમાં કાંઈ પણ ગતાગમ પડે નહીં, પણ આ લેખો વાંચતો થયો ત્યારથી કોલમવાળું પેજ પહેલાં વાંચી જતો અને પછી તે કોલમને કાતરથી કાપીને મારી બેગમાં મૂકી દેતો હતો. કેમ કે મને તે વાંચવું બહુ જ ગમતું અને આજે પણ તે લેખો સાચવેલા છે.

એ લેખોએ મને કમ્પ્યુટર શીખવા માટે મજબૂર કર્યો ને મને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ વધવા લાગ્યો. મેં પહેલાં પ્રેક્ટિકલ બેઝિક કમ્પ્યુટર કર્યું. પછી સર્ટિફિકેટ સાથેનો બેઝિક કોર્સ કર્યો. આઇટીઆઇમાં એમ્પાવરનો બેઝિક કમ્પ્યુટરનો કોર્સ કર્યો અને પછી ડીટીપી કર્યું અને હવે હું હાર્ડવેર અને ટેલીના કોર્સ પણ કરવાનો છું.

હું જાણતો નથી કે આપ કોણ છો, પણ એક વાત નક્કી છે, આપને કારણે મને સાયન્સ અને ટેક્નોલોજી વિશે જાણવા મળ્યું અને એ પણ ઇઝી રીતે. આપે મને કમ્પ્યુટરની દુનિયામાં પ્રવેશ કરાવ્યો. આપનો આભાર!

– જસવંત


શ્રી જસવંતની ઉપરોક્ત કમેન્ટ વાંચીને મને આ શબ્દો લખવાની પ્રેરણા મળી છે. હું ૫૭ વર્ષનો છું. હું કોલમનો નિયમિત વાચક છું અને મેગેઝિનનું લવાજમ શરૂ‚ કર્યું ત્યાં સુધી દરેક લેખો સાચવી રાખતો હતો. મેં દોઢ મહિનો અગાશીએ જઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવાનો રોમાંચ માણ્યો છે. ‘કુમાર’ જેવાં સામયિકે જે કર્યું તે નવી પેઢીના ઘડતરનું કામ ‘સફારી’ (જેનો હું ‘સ્કોપ’ના સમયથી નિયમિત વાચક અને સંગ્રાહક છું) અને ‘સાયબરસફર’ જેવાં સામયિકે ઉપાડી લીધું છે. કમ્પ્યુટરના જ્ઞાનની વાત છે ત્યાં સુધી મારા માટે ‘સાયબરસફર’ એક મિત્ર સમાન છે, જે કાયમ મારા ઓશિકાની નજીક રહે છે. મારી એક વિનંતી છે કે આજીવન લવાજમ શરૂ કરો, રકમ ગમે તે હોય. એ રીતે લવાજમ રીન્યુ કરવાનો અમારો સમય અને ઉર્જા બચશે.

– કનુભાઈ પટેલ, ગાંધીનગર

(આ બંને પ્રતિભાવો સાયબરસફરની વેબસાઇટ પર મળ્યા છે. બંનેમાં વ્યક્ત થયેલી લાગણીનો પ્રતિસાદ આપવા મારી પાસે શબ્દો નથી. – હિમાંશુ)


સરસ કવરસ્ટોરી. હું વન્ડરલિસ્ટ ઘણા સમયથી ઉપયોગ કરું છું. હેષટેગનો ફિચર સારો છે તે હવે ટ્રાય કરવો પડશે. એક સારી સુવિધા ક્વિક લિસ્ટસની છે. આપણે જુદાં જુદાં લિસ્ટમાં ઘણા બધા કામની યાદી અને તારીખ નાખી હોય તો વન્ડરલિસ્ટ તેમાંથી ટાસ્ક ટુડેનું એક સ્માર્ટલિસ્ટ બનાવી આપે છે, જેથી આપણને એ પણ ખ્યાલ રહેશે કે આપડે કેટલા ટાસ્ક બાકી રહી ગયા છે

-તપન મારુ


હું તમારા મેગેઝિનનો અને તમારો ઋણી રહીશ. તેણે મને આજના યુગની જરૂ‚રિયાતોનું ભાન કરાવ્યું છે. આજથી પાંચ કે સાત વર્ષ પહેલા (મારી લગભગ ૬૩ વર્ષની ઉંમરે) મને માઉસ કેમ ચલાવવું કે વાપરવું તે આવડતું ન હતું, પણ મારી કંપનીના એમ.ડી.ના ટોણાથી લાગી આવતાં શીખવાનું નક્કી કર્યું અને આજે લગભગ ૫૦ ટકા જ્ઞાન મેળવી શક્યો. તેમાં તમારા મેગેઝિનનો સિંહફાળો છે, તેમ માનું છું.

હું ‘દિવ્યભાસ્ક’માં તમારી કોલમ શરૂ થઈ ત્યારથી વાંચવાનું વ્યસન ધરાવું છું અને મેગેઝિન સ્વરૂપે તો મારા માટે પટારો ખોલી આપ્યો. હું ૨૦૧૨થી શરૂ‚આતથી જ તમારો લવાજમધારક રહ્યો છું અને તેણે મને ઘણું આપ્યું છે.

આજે ૬૭ની ઉંમરે તમારા અંકની આતુરતા હોય છે. હજુ સર્વિસ કરું છું પૂરા આત્મવિશ્વાસ સાથે કે હું પણ થર્ડ જનરેશન જેટલું તો નહીં પણ તેના ૬૦ ટકા જેટલું ચોક્કસ જ્ઞાન ધરાવું છું.

મારો ૨૭ વર્ષના છોકરાએ મને કમ્પ્યુટર શીખવવામાં હાથ હેઠા મુકી દીધા પણ તમે શીખવાડી શક્યા. હું સફારી મેગેઝિનનો પણ ચાહક છું, જેનું ૧૯૮૪થી લવાજમ ભરું છું!

– રશ્મીન પાઠક, આદિપુર, કચ્છ


હર હંમેશ મુજબ આપના તરફથી ‘સાયબરસફર’ દ્વારા મળતી ખૂબ જ ઉપયોગી માહિતીનો દરિયો ખેડતા આંનદ મળે છે, જે અવર્ણનીય છે…

-ધર્મેન્દ્ર  શુક્લ (મુબઈ), હાલ લંડન


સૌ પ્રથમ તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીની જટીલ વાતોને લોકોને એકદમ સરળતાથી સમજાય તે રીતે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરવા બદલ આપને અભિનંદન.

-જીતેન્દ્ર ચાવડા


જૂન ૨૦૧૫ની કવરસ્ટોરીમાં, વિકિપીડિયાના નવા જાદૂઈ સ્વરૂપ સમાન વિકિવેન્ડ વિશે વાંચીને મેં એ એક્સ્ટેન્સન ડાઉનલોડ કરી લીધું. ખરેખર બહુ સરસ અને બહુ ઉપયોગી સુવિધા છે. માહિતી આપવા બદલ આભાર. ‘સાયબરસફર’ મજાનું મેગેઝિન છે, આભાર!

– ભાવુ ચવાણ, દીવ


‘સાયબરસફર’ મેગેઝિનથી હું ખરેખર ખૂબ ખુશ છું. કમ્પ્યુટર અને નવી ટેક્નોલોજી વિશેની મારી જિજ્ઞાસા સો ટકા સંતોષાય એવું મેગેઝિન છે. આ જ દિશામાં સતત આગળ વધતા રહેશો.

જુલાઈ ૨૦૧૫ના અંકમાં એન્ડ્રોઇડ એપ ‘એક્સપેન્સ મેનેજર’ વિશે જાણવાની પણ બહુ મજા પડી. ખરેખર ગજબની ઉપયોગી એપ છે.  આવી બીજી એપ્સ વિશે જણાવતા રહેશો.

પ્લે સ્ટોરમાં એવી બીજી કોઈ એપ છે, જે આપણા ટાઇમને મેનેજ કરવામાં ઉપયોગી થાય? જેમ કે રોજેરોજનું ટાઇમટેબલ બનાવવું હોય કે આવતી કાલનાં કામનું પ્લાનિંગ કરવું હોય તો ઉપયોગી થાય એવી એપ્સ વિશે જણાવશો.

‘સાયબરસફર’ના ખૂબ સારા ભાવિ વિશે શુભેચ્છાઓ!

– અંકિત સતપરા


આપની વેબસાઇટ સતત અપડેટ કરતા રહેશો, કારણ કે હું પ્રિન્ટ કોપી આવે તે પહેલાં વેબસાઇટ પર આખું મેગેઝિન વાંચી લઉં છું.

મારા તરફથી એક બીજું સૂચન પણ છે. આપનું મેગેઝિન એન્ડ્રોઇડ એપ સ્વરૂપે પણ ચાલુ કરો તો અમે મોબાઇલમાં પણ મેગેઝિન વાંચી શકીએ. આજે મોટા ભાગના લોકો એન્ડ્રોઇડ એપ વાપરે છે એટલે યુઝરનેમ, પાસવર્ડ સાથે આવી સગવડ આપી શકાય તો ઘણું સારું. એન્ડ્રોઇડ એપ્સ વાપરતાં બાળકોને પણ આ ખૂબ ઉપયોગી થશે.

– ભાર્ગવ ભટ્ટ, અમદાવાદ

(આપે નોંધ્યું હશે તેમ, વેબસાઇટ પર દરેક અંકના દરેક લેખ નોર્મલ વેબપેજ સ્વરૂપે વાંચી શકાય છે. મેગેઝિનની એપ નથી, પણ વેબસાઇટ મોબાઇલ-ફ્રેન્ડલી હોવાથી મોબાઇલમાં પણ સહેલાઈથી વાંચી શકાય છે.- સંપાદક)


‘સાયબરસફર’ દ્વારા તમે જે ટેક્નોજ્ઞાનની ગંગા વહાવી છે એ આજના ટેક્નોલોજીના યુગમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે મને અને મારા આખા પરિવારને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ડિસેમ્બર અંકમાં ઓનલાઇન શોપિંગના અનુભવો અંગેનો લેખ વાંચ્યો ત્યારે મને બિલકુલ ખબર નહોતી કે મારી સાથે પણ આવું કંઈ થશે. એટલે થયું કે મારી વાત ‘સાયબરસફર’ સાથે શેર કરું જેથી બીજા કોઈને આવું ન થાય અને આ બાબતે ‘સાયબરસફર’ કંઈક કરી શકે તો વધુ સારું.

– હાર્દિક જોશી, અમદાવાદ
(આપના પત્રના આધારે, ઈ-શોપિંગમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો
આ અંકમાં સમાવી છે સંપાદક)


‘સાયબરસફર’માં મને લાગે છે કે વિન્ડોઝ ફોન વર્લ્ડ પર ક્યારેય ફોકસ કર્યું નથી! એના વિશે પણ લખશો કેમ કે હવે અમારી જેવા ઘણા લોકો એનો વધુ ને વધુ ઉપયોગ કરી રહ્યા છે.

– ડો. નીલેશ ઠક્કર, સુરેન્દ્રનગર


તમે કમ્પ્યુટર પર વિવિધ કામ કરવા અંગે જાણકારી આપો છો, પરંતુ એ જ વસ્તુ જ્યારે આઇપેડ પર કામ કરો ત્યારે થોડી બદલાઈ જાય છે. દાખલા તરીકે, જીમેઇલ આઇપેડ પર વાપરીએ ત્યારે પરિસ્થિતિ થોડી બદલાઈ જાય છે. તો હવે એક ચેપ્ચર આઇપેડ બાબતનું પણ આપો તો મારા જેવા આઇપેડનો ઉપયોગ કરનારાને વધુ માહિતી મળી શકે.

– મુકેશ નાયક


સાત વર્ષની સફર પૂરી કરવા બદલ અભિનંદન!

ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં ‘ઇન્ટરેટના ડેટાની સફર – સાત સમંદર પાર’ લેખ એકદમ સચોટ અને અફલાતૂન રહ્યો.  તમે ડેટાની સફરની સમજ આપતાં દરિયામાં ઊંડે ડૂબકી મરાવી! એક્સલન્ટ પીસ ને બહુ મજા આવી. આ લેખ પંદરેક દિવસ પહેલાં ટ્રેનમાં વાંચ્યો હતો, પણ પછી પ્રતિભાવ મોકલવાનું રહી ગયું હતું.

– પાર્થ ભટ્ટ, અમદાવાદ


અમારા ઇન્સ્ટિટ્યૂટ, સી. યુ. શાહ કોલેજ ઓફ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન,વઢવાણમાં અમે ઘણા સમયથી  ‘સાયબરસફર’ મેગેઝિનનું લવાજમ બંધાવ્યું છે. દરેક અંકના લેખો વાંચવા ગમે છે.

દરેક લેખ વિષય એ જાણકારીની રીતે જ્ઞાનપ્રેરક હોય છે ને અમારા ટીચિંગ ફેકલ્ટીઝ અને વિર્દ્યાર્થીઓ સૌ તેનો સંદર્ભ લે છે.

-ડો. એચ.બી. ભાડકા, ડિરેક્ટર, સીસીએમસીએ, વઢવાણ


ફેબ્રુઆરીનો અંક વાંચ્યો. ઇન્ટરેટના ફાઇબર ઓપ્ટિકલની ઇન્દ્રજાળ વિશેનો લેખ રોમાંચક રહ્યો. એન્ડ્રોઇડન ફંક્શન વિશેની માહિતી ચીચાચાલુ રહી કારણ કે ‘સાયબરસફર’ના વાચકોને એ બધા સેટિંગની તો જાણકારી હોય જ. અંદરના વિશેષ સેટિંગ્સની જાણકારી આપો.

– મહેન્દ્રકુમાર જોશી, કૌંઢ ક્ન્યાશાળા, કૌંઢ (ધ્રાંગધ્રા)


હું નિયમિત રીતે તમારા લેખો વાંચું છું અને તેમાંથી અલગ અલગ એપ વિશે ઘણું જાણવા મળે છે.

– કિશન પંચાલ


‘સાયબરસફર’ના લેખ તો હું ઘણા સમયથી દિવ્ય ભાસ્કરમાં વાંચતો હતો હું પોતે કમ્પ્યુટર હાર્ડવેર એન્જિનીયર હોવા છતાં તમારા લેખ અને સાઈટમાંથી ઘણું બધું જાણવાનું મળી રહે છે. આવી સરસ સાઈટ ચલાવવા બદલ અભિનંદન

– દિપક સોલંકી, અમદાવાદ


હમણાં મેં એમેઝોન સાઈટ પરથી માઈક્રોમેક્સ કેનવાસ એન્ડ્રોઈડ વન ફોન ખરીદ્યો. મેં પહેલી જ વાર ઓનલાઈન શોપિંગ કર્યું પણ અનુભવ બહુ જ સરસ રહ્યો.  જોકે પહેલાં હું ઓનલાઈન શોપિંગ કરતાં ડરતો હતો કારણ કે મેં ક્યારેય પ્રયત્ન જ કર્યો નહોતો. કોઈ પણ વસ્તુની ખરીદી એકદમ સરળ છે. મેં પહેલાં એમેઝોન સાઈટ પર એકાઉન્ટ ક્રિયેટ કર્યું, મોબાઇલ્સ વિભાગમાં મને જોઈતો ફોન પસંદ કર્યો મારું સરનામું આપ્યું અને કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો. જ્યારે સમય ઓછો હોય અને તમારે તાત્કાલિક પરિણામ જોઈતું હોય ત્યારે ઓનલાઈન શોપિંગ ખરેખર આશિર્વાદરૂપ છે. થેંક યુ!

– કેયુર રાવલ


તમે ‘સાયબરસફર’થી બહુ સારું કામ કરી રહ્યા છો. હું અખબારો વાંચતો નથી પણ ફક્ત દર બુધવારે ‘કળશ’ અચૂક વાંચું છું અને મારા સ્ટાફના તમામ લોકોને પણ વાંચવા પ્રોત્સાહન આપું છું. મારું ગૂગલ એકાઉન્ટ બહુ સમૃદ્ધ બન્યું છે અને તેમાં ઘણા સારા બુકમાર્કસ એકઠા થયા છે. થેંકસ ટુ યોર કોલમ. ગ્રેટ વર્ક, કીપ ધ બોલ રોલિંગ!

– હિતેશ તેજાણી


‘સાયબરસફર’માં એફએક્યુ વિભાગ માટે વધુ પાનાં ફાળવો. નાના-નાના પ્રશ્નોના ટૂંકા જવા મળી જાય તો પણ અમારાં ઘણાં અટકી પડેલાં કામ સહેલાં બની જાય!

– ધર્મેશ ભાવસાર


‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ વિભાગ હમણાં ઘણા વખતથી ગાયબ છે. દરેક પેજના તળિયે માહિતી આપવાનું પણ ફરી શરૂ કરો.

– નમ્રતા શાહવિશેષમાં લખવાનું કે અત્યારે અમારા સરકારી કર્મચારીઓ માટે જીટીયુ, ગાંધીનગર સીસીસીની પરીક્ષાઓ પૂરબહારમાં લેવાઈ રહી છે અને અમારા જેવા શિક્ષકો માટે સીસીસી પાસ કરવું ઘણું મુશ્કેલ બને છે.

ગયા અઠવાડિયે હું ખુદ સીસીસી એક્ઝામ આપવા ગયેલો. થિયરીમાં ભલભલા કર્મચારીઓ રોઈ પડ્યા કે ખૂબ અઘરી થિયરી પૂછે છે.

પણ હું પરીક્ષા દેવા ગયો… થેન્કસ ટુ ‘સાયબરસફર’! ૮૦ ટકા પ્રશ્નો ઇન્ટરનેટને લગતા અને મારા નિયમિત ‘સાયબરસફર’ના વાંચનને લીધે મને જરા પણ અઘરું ના લાગ્યું! થેન્કસ ટુ‘સાયબરસફર’ના તંત્રી અને ટીમને.

હવે મારું એક સૂચન છે તમને. ખાસ કર્મચારીઓ માટે સીસીસી હેન્ડબુક બહાર પાડો કારણ કે બજારમાં મળતી સીસીસીની બુક ભાષામાં અઘરી તથા સચોટ નથી હોતી. તો તમે સીસીસી માટે એક હેન્ડબુક પ્રકાશિત ના કરો? ફરીથી ‘સાયબરસફર’ને ખૂબ ખૂબ આભાર, જે સીસીસીમાં ખૂબ મદદગાર રહ્યું.

-જોષી મહેન્દ્રકુમાર આર.કોઢ કન્યા શાળા, ધ્રાંગધ્રા


‘સાયબરસફર’ મેગેઝિનમાં ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને સ્માર્ટફોનને લગતા લેખોનું સારું બેલેન્સ હોય છે, ક્યારેક હેલ્થ સંબંધિત લેખો હોય છે તે ભલે જરૂરી વિષય છે, પણ એમાં ‘સાયબરસફર’નાં પાનાં વપરાઈ જાય એ ગમતું નથી. એવી માહિતી અમને બીજેથી મળી જશે, તમે જે બીજે નથી મળતું એ આપવાનું જ ચાલુ રાખો!

– મીનાબહેન ત્રિવેદી, ભૂજ


ગુજરાતીમાં આટલી બધી માહિતી આપતું મેગેઝિન આપવા બદલ અભિનંદન!

– જિજ્ઞેશ પટેલ, ખોરજ, જિ. ગાંધીનગર


‘સાયબરસફર’ આમ જુઓ તો પરિવારમાં સૌને ઉપયોગી મેગેઝિન છે, પણ તેમાં શક્ય એટલી વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતીનું પ્રમાણ વધારશો. મેગેઝિનમાં અપાતી માહિતી અમારી શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ સતત શેર કરીએ છીએ.

– મેહૂલ સુતરિયા, અમદાવાદ


નવેમ્બર મહિનાના અંકમાં ઓનલાઇન શોપિંગ વિશેની કવર સ્ટોરી ખૂબ જ ઉપયોગી અને ઓનલાઇન શોપિંગની બીજી બાજુથી માહિતગાર કરે છે. ઓનલાઇન શોપિંગ કરતી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તે ‘સાયબરસફર’ના અંકમાં વાચી આનંદ થયો.

– પરેશ રાવલ,  મહેસાણા


દર મહિને ‘સાયબરસફર’ના નવા અંકની રાહ જોઈએ છીએ. નવું નવું ઘણું જાણવા મળે છે. મોટા લેખની સાથોસાથ ટેક્નોટર્મ જેવા નાના-નાના મુદ્દાની ટૂંકી સમજ આપવાનું શરૂ કર્યું‚ એ ગમ્યું.

– નિકુંજ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર


યુટ્યૂબ વિશે વધુ માહિતી આપશો. એમાં સર્ચ કેવી રીતે કરાય, આપણે વીડિયો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરાય એ બધું સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવતો લેખ આપશો.

– કિરીટ દેકીવાડિયા, ધોરાજી


રાજકોટમાં એક જાણીતા ડોક્ટરના વેઇટિંગ રૂમમાં ‘સાયબરસફર’ જોયું. ખરેખર મજા પડી. આ પ્રયાસ ચાલુ રાખજો.

– અભય વૈશ્નવ, રાજકોટ


‘સાયબરસફર’ના દરેક અંક વાંચવાની ખૂબ મજા પડે છે. અમારા સમગ્ર પરિવારને ‘સાયબરસફર’ના દરેક અંકમાંથી ઘણું બધું નવું જાણવા મળે છે. અમે મેગેઝિનની શરૂઆતથી જ તમામ અંકો કિંમતી ઘરેણાની જેમ સાચવી રાખ્યા છે!

– નીનાબહેન આર. પટેલ (જીએનએફસી ટાઉનશીપ, નર્મદાનગર, જિ. ભરૂચ)


થોડાક અંકોથી ટેક્નોટર્મ્સ નામનો નવો વિભાગ શરૂ કર્યો તે ખૂબ ઉપયોગી લાગે છે કારણ કે ટેક્નોલોજીના યુગમાં આવા ઇંગ્લિશ શબ્દો તો ઘણા સંભળાયા કરે છે, પણ તે ખરેખર શું છે અને શું કામ કરે છે તે બેઝિક માહિતી પણ ‘સાયબરસફર’માં વાંચવા મળે છે. આ પ્રકારની વધુ માહિતી આજ રીતે આપતા રહેશે તેવી આશા રાખું છું.

– દેવલ પટેલ, મહેસાણા


 

હું ‘સાયબરસફર’ મેગેઝિન નિયમિત વાંચુ છું તેમાં ઘણું બધું નવું વાંચવા મળે છે. તેમાં પ્રકાશિત લેખો તથા ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાં આવતી કોલમ બહુ સારી આવે છે. વાઇરસ, માલવેર અને ઓનલાઇન સેેફ્ટી વિશે જાણવાની મજા પડે છે.

– કિશોર દેત્રોજા, ગારિયાધાર


ખૂબ સરસ મેગેઝિન! ‘સાયબરસફર’ મેગેઝિનમાં જે પ્રકારની માહિતીની સરળ સમજ આપવામાં આવે છે તે જોતાં આ મેગેઝિન મહિનામાં એક જ વાર પ્રકાશિત થાય તેનું અમને દુ:ખ છે. મહિનામાં એકથી વધારે વાર વાંચવા મળે તો મજા પડી જાય. મંથલીને બદલે પખવાડીક કે વિકલી ઝડપથી ક્યારે થાય તેની રાહ જોઈએ છીએ.

ઇન્ટરનેટ વિશે વધારે માહિતી આપવા વિનંતી.

મહેશ સોનેજી, નખત્રાણા

(તમારી લાગણી બદલ હાર્દિક આભાર!  એક મહિનાનો સમય અમને પણ બહુ લાંબો લાગે છે, પણ પ્રિન્ટેડ મેગેઝિનમાં સાપ્તાહિક કે પખવાડિક કરવું અત્યારે મુશ્કેલ છે. એના એક વિકલ્પ તરીકે, આપણી વેબસાઇટ વધુ વિસ્તારવાના પ્રયાસ ચાલુ છે. – સંપાદક)


ખૂબ ખૂબ ઉપયોગી મેગેઝિન છે. ખાસ કરીને સાયબર સેફ્ટી, સ્માર્ટ સર્ફિંગ, નોલેજ પાવર, એરાઉન્ડ ધ વેબ, મોબાઇલ વર્લ્ડ, ક્વિક અપડેટ્સ જેવા વિભાગોમાં ઇન્ટરનેટ અને મોબાઇલને લગતી માહિતી ઘણી ઉપયોગી થાય છે. ‘સાયબરસફર’ નિયમિત વાચું છું અને આપેલી માહિતી પ્રમાણે ઘણું કરું છું.

– નરેશ મકવાણા, મહુવા


હું ‘સાયબરસફર’ ઘણા સમયથી વાચું છે. મારે ઓફિસના કામમાં માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવર પોઇન્ટ આ ત્રણેય સોફ્ટવેરનો વધારે ઉપયોગ થતો હોય છે. ઇન્ટરનેટને લગતી માહિતી પણ ઉપયોગી થાય છે પણ વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ વધુ માહિતી આપવા વિનંતી.

– આશિષ નાયક, ભરૂચ


કરિયર સેન્ટ્રલ વિભાગમાં જે અલગ અલગ કરિયર વિશેની રોશન રાવલ દ્વારા માહિતી પીરસવામાં આવે છે તે ઘણી કામ લાગે છે અને બીજા વિભાગોમાં પણ એજ્યુકેશનને લગતી માહિતી ઉપયોગી નીવડે છે.

– વિશાલ પરમાર, સુરત


‘સાયબરસફર’ ખરેખર ઇન્ટરનેટનો દરિયો ઉલેચી આપવાનું કામ કરે છે. લગભગ દરેક લેખ સાથે તેને સંબંધિત વેબસાઇટનાં એડ્રેસ હોય છે એટલે વાંચવાનું ક્યારેય ખૂટતું નથી.

– સુરેશ બાપોદરા, પોરબંદર


‘સાયબરસફર’થી ટેકનોલોજીનું જ્ઞાન આપવા બદલ આપનો આભાર માનું છું. હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું અને મે જાતે મારી શાળાના બ્લોગનું નિમર્ણિ કરેલું છે અને તે પણ ત્રણ વર્ષ પહેલાં. નિયમિત બ્લોગને અપડેટ પણ કરું છું. વિશેષમાં દર ત્રણ માસે મારી શાળાનું મુખપત્ર ‘દર્પણ’ના નામથી પ્રકાશિત કરું છું.

‘સાયબરસફર’ના આગામી અંકમાં ન્યૂઝલેટરને બહેતર કેવી રીતે બનાવી શકાય અને તેમાં ફોટોને કેવી રીતે સેટ કરાય તે વિશે લખશો તો શિક્ષણની પ્રક્રિયામાં આપના દ્વારા વેગ મળશે.

– મેહુલકુમાર સુતરિયા, અમદાવાદ (www.pragnashalakesharadi.blogspot.in)


ઓગસ્ટના અંકમાં ગૂગલ કોન્ટેક્ટ વિશેની માહિતી ઘણી રસપ્રદ રહી. પ્રશ્ન એ છે કે જીમેઇલના મોબાઇલ વર્ઝનમાં કોન્ટેક્ટ જોવા માટે શું કરવું?

– રજનીકાંત શિંગાળા, ઉપલેટા


હું કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરમાં મેથેમેટિક્સમાં એમ.એસસી. કરું છું અને મારું લક્ષ્ય મેથેમેટિક્સના પ્રોફેસર બનવાનું છે. જોકે મારું ખરું પેશન ટેક્નોલોજીની મદદથી મેથેમેટિક્સ શીખવવાની ટેકનિક્સ વિક્સાવવાનું છે. હું મેટલેબ પ્રોગ્રામિંગમાં પણ થોડું કામ કરી રહ્યો છું, કેમ કે કે રીસર્ચ ફિલ્ડમાં ઘણું ઉપયોગી છે.

હું ઘણા સમયથી ‘સાયબરસફર’ વાંચું છું એ તેનાથી મને મારી ડિજિટલ લાઇફ વિક્સાવવામાં ઘણી મદદ મળે છે. હમણાં આપે ટ્યુટોરિયલ પોઇન્ટ્સ વેબસાઇટ વિશે લખ્યું હતું તે ઘણી ઉપયોગી છે. હું ખાન એકેડેમીની સાઇટનો નિયમિત ઉપયોગ કરું છું, એ પ્રકારની મેથેમેટિક્સને સંબંધિત બીજી કોઈ પણ ઉપયોગ સાઇટ હોય તો જ‚રુર શેર કરશો.

– મિલન પટેલ, ગાંધીનગર


‘સાયબરસફર’ વેબસાઇટનું નવું સ્વરૂપ ઘણું ગમ્યું. હું અવારનવાર સૂચવું છું તેમ લવાજમ ભરવા માટે મની ટ્રાન્સફરની વ્યવસ્થા પણ ગોઠવો.

– દિલીપ સિયારિયા, ભચાઉ

(થેંક્યુ દિલીપભાઈ, નવી સાઇટમાં એ વિશેની માહિતી પણ આવરી લીધી છે. -સંપાદક)


વર્ડ સ્પાર્કને બાદ કરતા ઓગસ્ટ ૨૦૧૪નો અંક માહિતીપ્રદ તેમ જ રસપ્રદ રહ્યો. ટેકનોલોજીના મેગેઝિનમાં કવિતાનું શું કામ છે? એના કરતાં એટલી જગ્યામાં ટેકનોલોજીને લગતી માહિતી આપી શકાય. ગૂગલ ડ્રાઈવ, સ્કાય ડ્રાઈવ અને ડ્રોપબોક્ષને પીસી તથા સ્માર્ટફોન સાથે સિન્ક કરવાની માહિતી આપશો.

– ફૈયાઝ શેખ, અમદાવાદ


‘સાયબરસફર’ વેબસાઇટ પરના અમૂલ્ય માર્ગદર્શનથી આજથી ચાર વર્ષ પહેલા હું ઇન્ટરનેટમાં રસ લેતો થયો હતો. એ સમય મારા અને મારા જેવા અનેક મિત્રોને ઇન્ટરનેટ પર કોઈ પણ કામ કરવામાં ડર લાગતો, પરંતુ ‘સાયબરસફર’ કોલમ, વેબસાઇટ અને હવે મેગેઝિનના માર્ગદર્શનથી આજે અમારા માટે ઇન્ટરનેટ એક જરૂ‚રિયાતની અને અમૂલ્ય વસ્તુ બની ગઈ છે.

– વિજેશ પારેખ


‘સાયબરસફર’ માટે મારાં નીચે મુજબ સૂચનો છે : શોર્ટફોર્મનાં પૂરાં ફોર્મ આપવાં. દા.ત. પી.સી., ટેકનિકલ શબ્દોની ડિક્શનરી આપવી, જુદાં જુદાં  ઇન્સ્ટ્રુમેન્ટનો શું ઉપયોગ થાય છે તે સમજાવવું, કયા કામ માટે કયું સાધન જોઈએ તેની માહિતી આપવી, મોબાઇલ ખરીદવા શું જોવું જોઈએ, દરેક સાધનનો શું ઉપયોગ હોય છે, કેલ્યુલેટર, કમ્પ્યુટર, નેટ, ગૂગલ, ટેબલેટ, લેપટોપ, વેબસાઇટ, વોકીટોકી, ટેલિફોન, મોબાઇલ વગેરે વિસ્તૃત માહિતી આપો. ટૂંકમાં સૌ વાચકો આ બધાં સાધનોથી માહિતગાર થાય તેવા લેખ આપવા વિનંતી.

– કિશોર યુ. ગાંધી, રાજકોટ


‘સાયબરસફર’ ટેકનોલોજીનું મેગેઝિન છે. એમાં કમ્પ્યુટરના સરળ સંચાલન, માઇક્રોસોફ્ટ ઓફિસ, ઉપયોગી મોબાઈલ એપ્સની વિસ્તૃત સંચાલન માહિતી, કમ્પ્યુટર તથા મોબાઇલના સંકલનની માહિતી આદાન-પ્રદાન, ઉપયોગી વેબસાઇટ, લેટેસ્ટ ગેજેટ્સ, પ્રશ્નોત્તરી વિભાગ જેવા વિષયોનો જ  સમાવેશ કરવામાં આવે તે ખૂબ જ‚રી છે. ફૂટબોલ,ક્રિકેટ, ઇતિહાસ, મનોરંજન, ટાઈમપાસ જેવા વિષયોનો સમાવેશ ન કરો.

– નીતિનકુમાર પટેલ

(આપણી લાગણી સાચી છે અને મેગેઝિનનું લક્ષ્ય આપ કહો છો તેવા લેખો પર જ રહેશે, પરંતુ ફૂટબોલ અને ક્રિકેટના લેખમાં પણ આપણું ફોકસ ટેકનોલોજી પર જ છે! ઉપરાંત, ફક્ત જાણકારીને બદલે જિજ્ઞાસા વિસ્તારે એવા લેખો પણ ક્યારેય જરૂરી હોય છે. – સંપાદક)


‘સાયબરસફર’ ખૂબ ઉપયોગી મેગેઝિન છે, તેનાથી ઓફિસકાર્યમાં ઘણી સહાય મળે છે. માઇક્રોસોફ્ટ એક્સેલ વિશે બેઝિક માહિતી આપતો કોઈ આર્ટિકલ ‘સાયબરસફર’ના કયા અંકમાં છે તે જણાવશો. પ્રકાશિત ના થયો હોય તો કોઈ રીત બતાવશો કે ઓફિસમાં શીખી શકાય. અમારે ઓફિસમાં તેનો ઉપયોગ આવે છે.

– સ્ટીવન ક્રિશ્ચિયન,  આણંદ

(જુદા જુદા અંકોમાં એક્સેલની માહિતી અપાઈ હોવાથી કોઈ એક અંક કહેવો મુશ્કેલ છે! – સંપાદક)


પહેલાની જેમ જ હજુ પણ ‘સાયબરસફર’માં વહેતા ટેકનો-જ્ઞાનના પ્રવાહમાં તણાવાનું ચૂકતો નથી. મેં આપને પહેલાં જણાવ્યું તેમ આપના લેખમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ-સમાજના એક નાના એવા મેગેઝિનમાં ટેકનો-કોર્નર નામનો લેખ શરૂ કર્યો.

દર મહિને ટેક્નોલોજીના વિષય સાથે વાંચકોને રસ પડે તેવું તેમ જ કંઈક નવું જાણવા મળે અને તેનાથી પણ વિશેષ લોકોપયોગી થઈ રહે તેવી ટેકનો-માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની મારી ભાવના રહેલી છે.

– નિનાદ ભટ્ટ, અમદાવાદ


હું  એક શિક્ષક છું, પણ ઓનલાઇન ગુજરાતી લખતાં નહોતું આવડતું, ‘સાયબરસફરે’ મને એ શીખવાડ્યું!

– પરેશ રાજાણી, માંગરોળ


‘કળશ’ પૂર્તિમાં તમારી ‘સાયબરસફર’ કોલમ નિયમિત રીતે વાચું છું, પણ કોલમ સિવાય ઇન્ટરનેટ, ટેબલેટ, સ્માર્ટફોન, કમ્પ્યૂટર વગેરેનો જ્ઞાનખજાનો તમે મેગેઝિનમાં આપો છો તેની હવે મને જાણ થઈ અને મેં બે વર્ષનું લાવાજમ પણ ભરી દીધું છે.ખૂબ ખૂબ અભિનંદન!

– શરદ વ્યાસ, કપડવંજ


‘સાયબરસફર’ મેગેઝિનનું વાર્ષિક લાવાજમ મારા ભત્રીજાને ભેટરૂપે બંધાવી આપેલ છે કારણ કે ‘સાયબરસફર’માં જે માહિતી આપવામાં આવે છે એ બહુ ઉપયોગી હોય છે અને ઘણું નવું જાણવા  મળે છે.

– કિશોર ચંદેરિયા, અમરેલી


ગુજરાતી ભાષામાં કમ્પ્યુટરની આટલી બધી માહિતી વાંચવા મળે એથી વધારે શું જોઈએ? આજ રીતે અમારી જ્ઞાન તરસ છીપાવતા રહેજો.

– વિશાલ, રાધનપુર


આમ તો ‘સાયબરસફર’માં આજના સમયમાં સમજવી જરુરી બધી ટેક્નલોજીની વાત રસપ્રદ રીતે આવરી લેવામાં આવે છે, તેમ છતાં ક્યારેક ઇન્ટરનેટ પરથી જાણવા મળતી બીજી ઉપયોગી માહિતીને પણ સરળ ગુજરાતીમાં આપતા રહેશો તો મેગેઝિન વધુ રસપ્રદ અને ઉપયોગી બનશે.

– ગિરિશ ભટ્ટ, વડોદરા


છેલ્લા થોડા અંકોથી ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ વિભાગ અનિયમિત થઈ ગયો છે. ઇંગ્લિશ ઓછું ફાવતું હોય એવા લોકો માટે એ બહુ કામનો વિભાગ છે. સહેલાઈથી ઇંગ્લિશ શીખી શકાય એવી વેબસાઇટની માહિતી નિયમિત રીતે આપશો.

– સુરેશ જાદવ, ગારિયાધાર


આજે સવારમાં અંક મળ્યો ને તરત જ વંચાઈ ગયો (એક બેઠકે વાંચવો ન હતો તો પણ). પૂરો થયો પછી ખૂબ જ પસ્તાવો થયો… ભારે કરી… હવે આખો મહિનો શું કરીશું?…

એટલે નિષ્કર્ષ એવો કે ‘સાયબરસફર’નો અંક રોજિંદો પ્રગટ થવો જોઈએ અથવા નવલકથા સ્વરુપે ૫૦૦થી ૧૦૦૦ પૃષ્ઠો તો હોવા જ જોઈએ. ગુજ્જુજનને નેટજગત સાથે ઘરોબો કેળવવાની સાથે જ્ઞાનખજાનાની “માસ્ટર કી ‘સાયબરસફર’ સ્વરુપે મળી એ અસ્મિતા, ગૌરવ, શાન અને ગરીમાની વાત છે. ખૂબ જ સફળતા મેળવો અને જ્ઞાનપરબડીથી વાંચન, જિજ્ઞાસા અને સર્જનાત્મકતાની તરસ છીપાવતા રહો એવી મંગલ કામના…

– રોહિત ચૌહાણ, કરદેજ


‘સાયબરસફર’માં જે રીતે આજના સમયમાં ઉપયોગી માહિતી વણી લેવામાં આવે છે તે આ સામયિકનું મોટું જમાપાસું છે. ખાસ શુભેચ્છાઓ!

– જયરાજસિંહ પરમાર, ભૂજ


દરેક અંકમાં કમ્પ્યુટર કે ઇન્ટરનેટની ઘણી સારી જાણકારી મળે છે. એ ઉપરાંત, ઇન્ટરનેટ પર વિદ્યાર્થીઓને ઉપયોગી ઘણી બધી માહિતી છે. એનો પણ સમાવેશ કરી શકાય તો ‘સાયબરસફર’ ચોક્કસ વધુ વેગ પકડશે.

– પરેશ ઝિંઝુવાડિયા, વિસનગર


નિવૃત્તિ પછી હું મારા સર્કલમાં ઇન્ટરનેટ ને નવી ટેક્નોલોજીના જાણકાર તરીકે જાણીતો થયો છું. મારા પુત્રના મિત્રો સાથે પણ હું ગૂગલ સર્ચ કે જીમેઇલ કે મોબાઇલ એપ્સની વાતો કરી શકું છું અને ઘણી વાર એમને પણ નવી જાણકારી આપી શકું છું. થેંક્સ ટુ ‘સાયબરસફર’થી!

– કિશોર વ્યાસ, વડોદરા


એફએક્યુ વિભાગમાં હજી વધુ સવાલો સમાવાય ભલે ટૂંકમાં જવાબ આપો તો વધુ સવાલ-જવાબ સૌને મદદરુપ થશે.

– ઇલ્યાસ પઠાણ, અમદાવાદ


અમારા નાના ગામની કોલેજની લાઇબ્રેરીમાં ‘સાયબરસફર’ જોયું. કોલમ આવે છે એ ખબર હતી, પણ નિયમિત વાંચી શકાતી નહોતી. આ તો થોડાં પાનાંમાં ઇન્ટરનેટનો આખો દરિયો ભરી દેવા જેવું કર્યું  છે. ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓને આવી ગાઇડની જરૂર હતી.

-દિનેશ વાળા, મેંદરડા


નવા ન્યૂઝ, જાણવા જેવી વેબસાઇટ, નવા ટ્રેન્ડ, એફએક્યુ, સ્ટેપ-બાય-સ્ટેપ વગેરેથી બધું સરસ બેલેન્સ થાય છે. ‘સાયબરસફર’ ઘણું આગળ વધે એવી શુભેચ્છા.

– નરેશ કણસાગરા, જસદણ


ખૂબ ખુશ છું કે જે માહિતી મને ગૂગલ જેવડું મોટું સર્ચ એન્જિન આપી શકતું નથી, તે બધી માહિતી, ક્રિએટિવિટી, નોલેજ વગેરે મને ‘સાયબરસફર’ દ્વારા મળે છે. બધા લોકો કરતાં કંઈક અલગ જાણવા માટે એક માત્ર મેગેઝિન  એટલે ‘સાયબરસફર’.

– ચિંતક સોઢા


એપ્રિલના એફએક્યુ વિભાગમાં એન્ડ્રોઇડ ડિવાઇસમાં પાસવર્ડ વગર કોઈ પણ ઈ-મેઇલ ઓપન થઈ શકે તે વાતના સંદર્ભમાં આપે સાવચેતીના ઉપાય તરીકે ફોનને પાસવર્ડ લોકથી પ્રોટેક્ટ કરવાનો ઉપાય સૂચવ્યો છે જે સૂચન ઘણું ઉપયોગી છે. આ રીતે તમે તમારા સ્માર્ટફોનને ઘણું મજબૂત રક્ષાકવચ પૂરું પાડી શકો છો.

પરંતુ ખાટલે એક મોટી ખોટ તે છે કે ફોનને પાસવર્ડ લોકથી પ્રોટેક્ટ કરવાથી ઇમર્જન્સી વખતે તમારો ફોન બિનઉપયોગી પુરવાર થઈ શકે છે. (સિનિયર સિટિઝન્સ માટે તો ખાસ) ધારો કે તમે એકલા મોર્નિંગ વોક માટે ગયા હો અને ડાયાબિટિસ કે બ્લડપ્રેશરની તકલીફને કારણે રસ્તામાં અચાનક બેભાન થઈ જાઓ અથવા તો કોઈ પણ વયની વ્યક્તિ કોઈ રોડ અકસ્માતનો ભોગ બને તો આસપાસના લોકો સૌથી પહેલાં તેના ખિસ્સા ફંફોસીને તેનો મોબાઇલ ખોલી તેણે જે છેલ્લો નંબર ડાયલ કર્યો હોય તે અથવા તો કોન્ટેક્ટ લિસ્ટમાંથી નંબરો શોધીને તેના કુટુંબીજનો કે સગાંવહાંલાને તાત્કાલિક જાણ કરી શકે છે. હવે જો તમારો ફોન પાસવર્ડ લોકથી પ્રોટેક્ટ કરેલો હોય તો આ ઈમર્જન્સીનું હાથવગું સાધન તદ્દન બિનઉપયોગી બની રહે છે. કેટલીક વાર અકસ્માતની શરુઆતની ક્ષણો  ખૂબ જ મહત્ત્વની હોય છે અને તે સંજોગોમાં તમારો લોક કરેલો ફોન જીવલેણ પુરવાર થઈ શકે છે.

– યોગેન ભટ્ટ, અમદાવાદ

આપની વાત બિલકુલ સાચી છે. ફક્ત સિનિયર સિટિઝન નહીં, સૌને આ વાત લાગુ પડે છે. અલબત્ત, એન્ડ્રોઇડનાં નવાં વર્ઝન (જેલીબીન ૪.૨ અને ઉપર)માં આ ખામી થોડી સુધારી લેવાઈ છે. તેમાં આપણે ફોનને લોક કર્યો હોવા છતાં, લોકસ્ક્રીન પર આપણું આખું સરનામું અને અન્ય વૈકલ્પિક ફોનનંબર વગેરે વિગતો, ફોન અનલોક કર્યા વિના જોઈ શકાય એવી ગોઠવણ કરી શકાય છે.

આ મુદ્દો એફએક્યુનો જવાબ લખતી વખતે મારા ધ્યાનમાં હતો (મારા પોતાના એક પરિવાજન પાસે એન્ડ્રોઇડનું નવું વર્ઝન નથી, એટલે એણે જ આ સવાલ ઉઠાવ્યો હતો!), પણ જવાબ લખતી વખતે સરતચૂકથી એ વિગત લખાઈ નહીં! મહત્ત્વના મુદ્દા તરફ ધ્યાન દોરવા બદલ આભાર. આ રીતે, આપના અનુભવો જરુર લખતા રહેશો.

સંપાદક


‘સાયબરસફર’ ખૂબ સરસ મેગેઝિન છે, પણ મારું એક સૂચન છે. જ્યારે પણ સ્માર્ટફોન, મોબાઇલ કે તેની એપ્સ વિશે માહિતી આપવામાં આવેશે ત્યારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લગતી માહિતી હોય છે. મારું સૂચન છે કે વિન્ડોઝ ૮, વિન્ડોઝ ફોન ૮ અને લુમિયા સ્માર્ટફોન વિશે માહિતી આપવા વિનંતી છે.

– અવનિશ ગોર, ભુજ-કચ્છ


‘સાયબરસફર’ ખરેખર માહિતીના ભંડાર સમાન છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીને લગતી બહુ ઉપયોગી માહિતી તેમાંથી મળે છે અને ઘણી સારી વેબસાઇટ્સ વિશે પણ જાણવા મળે છે. શ્રી રોશન રાવલ દ્વારા ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં કારકિર્દી માટે માર્ગદર્શન આપતી કોલમ અમારા જેવા વિદ્યાર્થી માટે બહુ ઉપયોગી છે. મેં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, મારું નાનપણનું સ્વપ્ન વેબસાઇટ ડેવલપર બનવાનું છે. કોલેજમાં હતો ત્યારે બાઇક ખરીદવાના રૂપિયામાંથી મેં વેબડિઝાઇનના કોર્સ કર્યા પણ મને સંતોષ થયો નહીં. આ વિશે વિગતવાર માહિતી આપશો.

– પિંકલ પટેલ, અમદાવાદ


એક અંક વાંચ્યો નથી તો એવું લાગે છે કે, એક વર્ષથી અંક મળ્યો નથી.અમારી શાળાની ઢીંગલીઓ પણ મીઠો ઠપકો આપે છે. એક છોકરીએ કીધું કે તમારી પાસે પૈસા ના હોય તો હું આપું, પણ ‘સાયબરસફર’ મંગાવી લેજો. મને એમ હતું કે મને કોઈ વ્યસન નથી, પણ એ વાત આજે ખોટી પડી છે… જલ્દીથી ઇન્તઝારનો અંત લાવશો.

– રોહીત ચૌહાણ, કરદેજ ક્ન્યાશાળા, ભાવનગર


એકદમ સરસ અંક. નવા જ પ્રકારના વાઇરસ, પ્રેપોઝિશન શીખવાની રીત, વિન્ડો ૭ વિશે સારી ઉપયોગી માહિતી છે. પ્રિન્ટર ફ્રેન્ડલી ઇન્સ્ટોલ કરી દીધું એનાથી પ્રિન્ટીંગમાં ખૂબ જ ફાયદો થયો અને ઇન્કમાં ઘણી જ બચત થઈ. સ્કૂલ માટે એના દ્વારા જ સેવ કરીને પ્રિન્ટ કાઢું છું. કમ્પ્યુટર સામે બેસવાની સ્થિતિ જ બદલી નાખી. ફોટોશોપ વિશે થોડી વધુ માહિતી આપશો. ક્યારેક એમ.એસ.એક્સેસની માહિતી આપશો. એના વિશે બિલકુલ માહિતી નથી.

– રાજેન્દ્ર ચૌહાણ,સિક્કા – ચિત્ર શિક્ષક

વાચકમિત્રો તરફથી એફએક્યુ વિભાગ માટે પ્રશ્નો અને અન્ય વિભાગોમાં સમાવવા જેવાં લખાણો પ્રવાહ સતત વધી રહ્યો છે આભાર. આ વખતે સમયોચિત લેખોની વધુ સંખ્યાને કારણે એફએક્યુ માટે ઓછાં પાનાં ફાળવી શકાયાં છે. આવતા અંકમાં ચોક્કસ વધુ પ્રશ્નો આવરીશું! સંપાદક 


‘સાયબરસફર’ મેગેઝિનના બધા અંકો નિયમિત વાંચન કરું છું અને તેના થકી અમારા જ્ઞાનમાં ઘણો વધારો થયો એ બદલ આપ સૌે મારા વતી ખૂબ ખૂબ અભિનંદન.

હવે જો શક્ય હોય તો આગામી અંકોમાં ગુજરાતી લાઇબ્રેરી, હિન્દી લાઇબ્રેરીના પુસ્તકો પૂરાં ફ્રીમાં વાચન કરવા મળે તેવી કોઈ ટિપ્સ, લિંક કે પછી સોફ્ટવેરની માહિતી આપજો. જેથી અમારા જ્ઞાનમાં ઓર વધારો થાય.

શક્ય હોય તો આયુર્વેદનાં જૂનાં પુસ્તકો વાંચી શકાય તેવી કોઈ લાઇબ્રેરી અથવા ડાઉનલોડ કરી શકાય એવી લિંક આપજો અથવા ટિપ્સ આપજો.

– ચંદ્રશેખર, આચાર્ય શ્રી, નવા દેરાળા


જાન્યુઆરીનો અંક એકી બેઠકે વાંચી નાખ્યો, “તમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે લેખ મારા જેવા ટેક્નોલોજી પ્રિય શિક્ષક માટે પ્રોત્સાહક. મારા તમામ સ્ટાફના શિક્ષકોને વંચાવ્યો. ખૂબ માહિતી સભર લેખ બદલ આપની લેખક ટીમને અભિનંદન!

– મહેન્દ્ર આર. જોશી કોંઢ કુમાર શાળા, તા, ધ્રાંગધ્રા


આધુનિક જમાનામાં ઇન્ટરનેટ એ એક પથદર્શક ભોમિયા તરીકે ભૂમિકા ભજવે છે. મોડર્ન લાઇફનો પંથ બતાવે છે. એ ન્યાયે આપનું ‘સાયબરસફર’ મેગેઝિન મારા માટે તો અતિ પ્રેરકબળ આપનારું રહ્યું છે જ પરંતુ જે વ્યક્તિને પ્રેક્ટિકલમાં કશી જ સમજ ના પડતી હોય તેના માટે આ ગુજરાતી મેગેઝિનના પ્રેરણાદાયી લેખો એક વાર વાંચી જાય તો કમ્પ્યુટર પર બેસીને પ્રેક્ટિસ પણ ના કરવી પડે એવો મને મારા અંતરનો વિશ્વાસ છે. આપના લેખોમાં સમજ આપવાની જે રીત છે તે અદ્ભુત છે. સામાન્ય માણસને પણ ઓછી મહેનતે ખ્યાલ આવી જાય છે. ઘણી વાર ગૂગલમાં સર્ચ કરીએ છતાં પણ જાણકારીમાં ઊણપ જણાતી હોય એવું લાગે છે. ત્યારે આપના લેખોમાં જાણકારી સરળ અને સહજતાથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ આ પ્રેરકલેખો વાંચતો જાઉં છું તેમ તેમ મને આ દુનિયાનું કંઈક નવું જ ભાથું પ્રાપ્ત થતું જાય છે.

શ્રી રાજેશભાઈ ભોંકિયાના લેખો પણ અતિ પ્રેરકબળ આપનારા અને અલ્પ પ્રયાસમાં સરળતાથી સમજાય તેવા અદભુત હોય છે. આવું પ્રશંસનીય સમાજ માટે સત્કાર્ય કરવા બદલ આપને મારા અંતરના આત્મીય વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન.

ઇન્ટરનેટની દુનિયામાં આપનું ‘સાયબરસફર’ ઔર આગળ વિકસિત થાય એવી ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના સહ ખૂબ ખૂબ અભિનંદન…

– શાસ્ત્રી સ્વામી જયસ્વરૂપ દાસજી, ટ્રસ્ટીશ્રી, સ્વામિનારાયણ ગુરુકુળ, અંકલેશ્વર


‘સાયબરસફર’ એક ખૂબ જ સરસ મેગેઝિન છે, જે બધી જ ઉંમરના વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. કમ્પ્યુટર એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતે જ્ઞાનનો સાગર છે તે આ મેગેઝિન સમજાવે છે.

– મુકુંદ કંટારિયા, ભાવનગર


મને તમારો પ્રયાસ ગમ્યો. તમે યુએસએમાં હાર્ડ કોપી મોકલો છો ખરા? જો મોકલતા હો તો મને ખરેખર ગમશે કેમ કે મારાં પેરેન્ટસ અહીં યુએસએમાં છે અને એમને તમારું મેગેઝિન ખૂબ ગમે છે, પણ એમને ઓનલાઇનને બદલે હાથમાં લઈને વાંચવું ગમશે!

– સિદ્ધાર્થ શાહ, યુએસએ


‘સાયબરસફર’ મારું ગમતું સામયિક છે. દર મહિનાની પહેલી તારીખ નજીક આવે એટલે ‘સાયબરસફર’ની રાહ જોવાનું મનોમન શરુ‚ થઈ જાય – આ ક્રમ શરુ‚આતના અંકથી આજેય જળવાઈ રહ્યો છે.

– ભરતભાઈ, થાનગઢ


સુંદર ‘સાયબરસફર’.

– મહમ્મદ આર મલેક, વારાહી


જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં ‘વર્ડસ્પાર્ક’ વિભાગ મને ખાસ ગમ્યો. હું ખરેખર આવા જ કોઈ લખાણની શોધમાં હતો અને મને જોઈતું હતું એવા જ સ્વ‚રૂપમાં મને એ મળી ગયું!

– જયરાજ વશિષ્ઠ


‘સ્માર્ટવર્કિંગ’માં સમજાવેલી એક્સેલની ફોર્મ્યુલા મને બહુ ઉપયોગી નીવડશે. રાજેશભાઈ ભોકિંયાનો આભાર માનું એટલો ઓછો છે. હું શીખવા બાબતે ખૂબ જ જિજ્ઞાસુ છું અને નવું નવું જાણવાનો ખૂબ જ શોખ છે. હૃદયપૂર્વક આભાર.

– કૌશિક નાયક, મુંબઈ


મેં આજે જ્યારે ‘સાયબરસફર’નો અંક હાથમાં લઇને જોયું તો એફએક્યુ નામનો વિભાગ હતો. મારાં અમુક સૂચનો છે, શક્ય હોય તો સુધારો કરશો : બને તો એક સાથે થોડા વધારે પ્રશ્નોના જવાબ આપવા વિનંતિ, દરેક પ્રશ્નનો ટૂંકમાં પરંતુ પૂરો સંતોષ થાય એવો જવાબ આપશો, દરેક પ્રશ્નની સાથે મોકલનારનું નામ પણ આપવું. મારાં સૂચનો માત્ર સૂચનો છે, ‘સાયબરસફર’ની મરજી હોય તો જ અમલમાં મુકશો.

– પ્રતિક નારોલા, ભાવનગર

 (‘સાયબરસફરમાં વાચકોની મરજી ચોક્કસ શિરોમાન્ય છે! આ અંકથી જ અમલ શરૂ થઈ ગયો છે. સંપાદક)


‘સાયબરસફર’ એક ખૂબ જ સરસ મેગેઝિન છે, જે બધી જ ઉંમરના વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. કમ્પ્યુટર એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતે જ્ઞાનનો સાગર છે તે આ મેગેઝિન સમજાવે છે.

– મુકુંદ કંટારિયા, ભાવનગર


‘સાયબરસફર’ મારું ગમતું સામયિક છે. દર મહિનાની પહેલી તારીખ નજીક આવે એટલે ‘સાયબરસફર’ની રાહ જોવાનું મનોમન શરુ‚ થઈ જાય – આ ક્રમ શરુ‚આતના અંકથી આજેય જળવાઈ રહ્યો છે.

– ભરતભાઈ, થાનગઢ

‘સ્માર્ટવર્કિંગ’માં સમજાવેલી એક્સેલની ફોર્મ્યુલા મને બહુ ઉપયોગી નીવડશે. રાજેશભાઈ ભોકિંયાનો આભાર માનું એટલો ઓછો છે. હું શીખવા બાબતે ખૂબ જ જિજ્ઞાસુ છું અને નવું નવું જાણવાનો ખૂબ જ શોખ છે. હૃદયપૂર્વક આભાર.

– કૌશિક નાયક, મુંબઈ


મારા જેવા સાયબર નિરક્ષરને સ્માર્ટફોનનો સ્માર્ટ યુઝર બનાવવા બદલ ધન્યવાદ! તમારી કોલમ નિયમિત વાંચતી વખતે કોણ લખે છે તે ધ્યાન બહાર હતું, પરંતુ સાયબરસફર મેગેઝિન હાથમાં આવ્યા બાદ સંબંધ વધુ ગાઢ બન્યો. આખું મેગેઝિન પ્રથમ બેઠકે પૂરું કરવાની મને મજા પડે છે. આવી જ ધગશ જાળવી રાખજો, હજી વધુ વૈવિધ્યસભર અને સમૃદ્ધ વાંચનસામગ્રી પીરસો તેવી અપેક્ષા વધતી જાય છે. દરેક અંકમાં એડિટર્સ નોટ ખરેખર વિચારપ્રેરક હોય છે.

– ડો. હાર્દિક બી. ભટ્ટ


મને તમારું મેગેઝિન ખરેખર ગમે છે, એમાં ઘણી ઉપયોગી માહિતી હોય છે. તેમ છતાં મને લાગે છે કે તમારી ટીમ હજી વધુ આધુનિક બની શકે. આજકાલ સૌની પાસે ઇન્ટરનેટ સાથેના સ્માર્ટફોન હોય છે, તમે લેખ સાથે ક્યુઆર કોડ મૂકો (જેમાં એ લેખ સંબંધિત લિંક્ કે વીડિયો હોય) તો કોઈ પણ વ્યક્તિ તેને સ્કેન કરી શકે અને વધુ સર્ચ કરી શકે. તમે દરેક અંકમાં કોઈ નવો શબ્દ – જેમ કે ઈન્ટરનેટ – અને તેનો અર્થ સમજાવતું બોક્સ પણ મૂકી શકો. સવાલ-જવાબનો એકવિભાગ પણ શરુ‚ કરવા જેવો છે.

– રવિયાંક પટેલ


કિશોરાવસ્થામાં વાંચેલી અરેબિયન રાત્રિઓની યાદ આવી જાય એવો ખજાનો તમે ખુલ્લો મૂક્યો છે! ખુલ જા સિમ સિમ કહેવુંય ન પડે એટલો હાથવગો ને શિરાની જેમ ગળે ઊતરી જાય તેવી સમજાવટ! તમારાં લખાણોનાં શીર્ષકો તો મારા જેવા ભાષાના વિદ્યાર્થીનું એક આકર્ષણ છે. સાભાર અભિનંદન!

– જુગલકિશોર વ્યાસ (નેટ ગુર્જરી http://jjkishor.wordpress.com/)


આપની કળશમાંની કોલમ નિયમિત વાંચું છું. આપ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. ખૂબ જ જાણકારી મળે ચે ને ખૂબ જ આનંદઆવે છે. ખરેખર દર બુધવારની રાહ જોઉં છું, દરેક કળશના કટિંગ કરીને સાચવી રાખું છું. હવેના બુધવારથી બંધ તો નહીં થઈ જાય ને એમ દર બુધવારે ડર પણ લાગે છે!

આપના જે લેખમાં સમજ આપવાની રીત છે તે ખરેખર ખૂબ જ સરળ છે, સામાન્ય માણસને પણ તરત ખ્યાલ આવી જાય એ રીતે લખો છો અને ખૂબ જ કામની વાત હોય છે. એવી ટીપ્સ ઇન્ટરનેટ પર શોધતાં પણ મળતી નથી. ધન્યવાદ.

– પ્રકાશ પટેલ


મને નવી અને ઉપયોગી એન્ડ્રોઇડ એપ્સ વિશે જાણવું ખૂબ ગમે છે. વિવિધ પ્રકારનાં સેન્સર્સ વિશે કોઈ લેખ કરશો. નવાં નવાં સાધનો વિશે જાણકારી મળે છે, પરંતુ આ સેન્સર્સ વિશે કંઈ લખાયું નથી. એ વિશે લખશો.

– પ્રફુલ્લ કક્કડ


માઇક્રસોફ્ટ વર્ડ સંબંધિત લેખો અને માહિતી મને ગમ્યાં, પરંતુ હું એમએસ એક્સેલ વિશે વધુ જાણવા માગું છું. મારે એક્સેલમાં વધુ કામ રહેતું હોવાથી શક્ય હોય તો એ વિશે વધુ જાણકારી આપશો.

– વેબસાઇટ પરની કમેન્ટ


સાયબરસફરના તમામ અંકો વાંચું છું. બહુ જ સરસ માહિતી મળે છે અને નવું ખૂબ જ જાણવા મળે છે.

– હરીશ પટેલ


‘સાયબરસફર’ મેગેઝિનના બધા અંકોનું નિયમિત વાંચન કરું છું અને તેના થકી અમારા જ્ઞાનમાં ઘણઓ વધારો થયો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન! હવે જો શક્ય હોય તો હવે પછીના આગામી અંકોમાં ગુજરાતી લાઇબ્રેરી, હિન્દી લાઇબ્રેરીના પુસ્તકો પૂરાં ફ્રીમાં વાંચન કરવા મળે તેવી કોઈ ટિપ્સ લિંક કે પછી સોફ્ટવેરની માહિતી આપજો જેથી અમારા જ્ઞાનમાં ઓર વધારો થાય.

શક્ય હોય તો આયુર્વેદનાં જૂનાં પુસ્તકો વાંચી શકાય તેવી કોઈ લાઇબ્રેરી અથવા ડાઉનલોડ કરી શકાય એવી લિંક આપજો અથવા ટિપ્સ આપજો.

– ચંદ્રશેખર લાલુ, (આચાર્યશ્રી, નવા દેરાળા)


દિવાળીનો અંક ખરેખર સુંદર છે. દરેક અંકની જેમ જ કવર સ્ટોરી ખૂબ સુંદર છે. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના કમ્પ્યુટર વિશે સરળતાથી અને દરેકને પાકી સમજ મળે તે રીતે કરેલું નિરુપણ વાંચીને ઘણું એવું જાણવા મળ્યું જેના વિશે અત્યાર સુધી કન્ફ્યુઝન જ હતું. તેમાં પણ ક્રોમબુક વિશે આપેલી માહિતી મજેદાર છે.

– ગુંજન પનારા


અત્યાર સુધી પામટોપ, લેપટોપ, પીસી, અલ્ટ્રાબુક, ક્ધવર્ટિબલ, ટેબલેટ… એવાં બધાં નામ સતત સાંભળતા આવ્યા છીએ, એમાંથી કેટલાક, જેમ કે પીસી કે લેપટોપની કામગીરી અને ઉપયોગીતા વિશે પૂરેપૂરી સમજ હતી, પણ બીજા ઘણા પ્રકાર વિશે અધકચરી સમજણ હતી. આ અંકમાં બિલકુય પાયાથી સમજ આપવામાં આવી હોવાથી ખરેખર ઉપયોગી માહિતી મળી.

– દીપક શાહ, અમદાવાદ


હું પાછલા એક વર્ષથી ‘સાયબરસફર’ના પરિચયમાં આવ્યો. મેં ઘણું વાંચ્યું અને જાતે જાતે મથતો રહ્યો, આજે હું સંતોષકારક રીતે મારું લેપટોપ ચલાવી શકું છું અને મારા કમ્પ્યુટરના બધા કામ સારી રીતે કરી શકું છું. મેં મેગેઝિનનું લવાજમ નથી ભર્યું  સ્ટોર પરથી નિયમિત રીતે મેગેઝિન ખરીદીને વાંચી લઉં છું. ‘સાયબરસફર’નો ખૂબ ખૂબ આભાર!

– ડો. મનીષકુમાર એન. પંડ્યા


તમે ખરેખર બહુ સુંદર અને ઉપયોગી કામ ઉપાડ્યું છે! આવા પાથબ્રેકિંગ કન્સેપ્ટ માટે મારાં અભિનંદન સ્વીકારશો.

– પ્રિયંકા કે. વિસરિયા, આસિસ્ટન્ટ મીડિયા એડવાઇઝર એન્ડ ગુજરાતી એડિટર, પ્રેસ સેક્શન, પબ્લિક અફેર્સ ઓફિસ,
યુએસ કોન્સ્યુલેટ જનરલ, મુંબઈ


એક લવાજમધારક તરીકે, ‘સાયબરસફર’ મને હંમેશા જ્ઞાનનો ખજાનો લાગ્યું છે. જે ગુજરાતી પરિવારો કમ્પ્યુટર/નેટ અને તેનાં વિવિધ ફીચર્સથી ખાસ પરિચિત નથી તેમને આ દિશાની ઉપયોગી માહિતી આપવા માટે આખી ટીમને ખાસ અભિનંદન. આ સાથે મારા કેટલાક સવાલોની યાદી મોકલું છું, જવાબો આપશો!

– નીતિન શાહ, ડોંબીબલી


આધુનિક ટેક્નોલોજીની માહિતી સાથે સાથે મોબાઇલની પાયાની માહિતી પણ સમજાવજો. હજુ ૯૯ ટકા લોકોને સાદા ફોનનાં બધાં ફીચર્સની પણ ખબર નથી. સાથોસાથે ડીવીડીના રીમોટનાં બધાં ફંક્શનની પણ માહિતી આપો તથા મોબાઇલનાં બધાં ફંક્શન સમજાવજો.

– મહેન્દ્ર જોષી


તમારો અંક મેં વાંચ્યો. ખૂબ જ ગમ્યો. તમે દરેક વસ્તુને ખૂબ જ સહજતાથી સમજાય તેવી રીતે સમજાવી આપો છો. હું તમને જણાવવા માગું છું કે તમે આવતા અંકમાં વિન્ડોઝ૮ની બેકઅપ ડીવીડી કેવી રીતે બનાવવી અને તેમાં પાર્ટિશન કેવી રીતે પાડવાં તે વિગતવાર સમજાવશો. ઘણાં નવાં લેપટોપમાં વિન્ડોઝ૮ પ્રીઇન્સ્ટોલ્ડ હોય છે અને માત્ર એક જ ડ્રાઇવ હોય છે.

– રજનીકાંત સાપાવડિયા


મજાની સાયબરસફર!

– સૌમ્યા ચૌહાણ


સપ્ટેમ્બરનો અંક માહિતીપ્રદ રહ્યો, આભાર. અંકને ઓનલાઇન વાંચવા માટે જીપીઆરએસ એજ સેટિંગ્સ કેવી રીતે કરવાં તેની માહિતી આપશો.

– ફૈયાઝ શેખ


હું એક ઉદ્યોગપતિ છું, ઇંગ્લિશ તેમ જ કમ્પ્યુટર ઓછું ફાવે છે, પરંતુ બિઝનેસના કારણે ઇન્ટરનેટનો સતત ઉપયોગ કરવો પડે છે. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી કળશમાં આવતી સાયબરસફર કોલમથી મારું કામ ઘણું સરળ થઈ ગયું છે, કળશની જરુરી બધી જ પૂર્તિ સાચવીને રાખું છું.

– શૈલેષ પટેલ


સૌથી પહેલાં તો, આપે દિવ્ય ભાસ્કરની નાની એવી કોલમથી સાયબરસફર જેવી ઉપયોગી વેબસાઇટ અને મેગેઝિનની શરુઆત કરી એ માટે આભાર. અમારા જેવા ઇન્ટરનેટની દુનિયાથી અજાણ્યા લોકો માટે ખૂબ ફાયદાકારક થાય છે. મને પર્સનલ કમ્પ્યુટર પ્રત્યે ખૂબ લગાવ છે.

– પુનિત


ખરેખર ગજબની જ્ઞાનસફર કરાવે છે સાયબરસફર. આ પહેલા સતત આગળ વધારશો. ટૂંકમાં કહું તો સમુદ્રમંથન વગરનું અમૃત એટલે સાયબરસફર!

– કિરણ રાઠોડ


હું નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છું. મને વિજ્ઞાન ખૂબ ગમે છે. હું મારી પોતાની વેબસાઇટ બનાવવા માગતો હતો અને સાયબરસફરમાંથી શીખીને હું સરળતાથી એ કરી શક્યો. મેં www.unrcscienceclub.webs.com વેબસાઇટ બનાવી છે. એ વિશે વધુ માર્ગદર્શન આપશો.

– વિવેક શાહ


ઓગસ્ટ ૨૦૧૩ અંકમાં ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર્સ વિશેનો લેખ વાંચવાનું ખરેખર ખૂબ ગમ્યું. આખો લેખ રસપ્રદ તો હતો જ, માહિતીપ્રદ પણ હતો. અમારા જેવા આગળ વધતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનરૂપ લેખ. મેગેઝિનમાં આવરી લેવાયેલા અન્ય લેખો પણ પ્રભાવશાળી હતા.

–વૈભવી દેસાઈ,  ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર, અમદાવાદ


કમ્પ્યુટર અને ઇન્ટરનેટની વિસ્મયભરી દુનિયામાં જેને પણ રસ હોય એ સૌને માહિતી આપવાના આ મિશનમાં અમે કોઈ પણ રીતે મદદરુપ થઈ શકીએ તો જરૂર જણાવશો.

– મહેન્દ્રભાઈ અને મીરાબહેન મહેતા, કેનેડા


‘સાયબરસફર’ની સાઇટ પર હું પહેલી વાર લોગ-ઇન થયો. મેગેઝિનનો કરન્ટ ઇસ્યુ વાંચવાનું શરુ કર્યું. મને એ એટલો રસપ્રદ લાગ્યો કે આખેઆખું મેગેઝિન મેં ક્યારે વાંચી નાખ્યું એ ખબર પણ ન પડી!

– અજ્ઞાત


આવા સુંદર – અને તે પણ ગુજરાતીમાં- મેગેઝિન માટે અભિનંદન. નવા લોન્ચ થતા મોબાઇલ વિશે માહિતી આપતા રહેશે.

–જિજ્ઞેશ  નાયક


‘સાયબરસફર’માં ઇઆરપી વિશે માહિતી આવરી લેવા બદલ ખૂબ ખૂબ આભાર! હું ખરેખર ઇઆરપી એટલે એસએપી એવું જ માનતો હતો. એક ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરના લેખમાં મેં યાહૂનાં સીઈઓ મેરિસા મેયર વિશની ડોક્યુમેન્ટરીનો ઉલ્લેખ જોયો. એ વાંચતાં મને વિચાર આવ્યો કે જો ‘સાયબરસફર’ આઇટી જગતની નોંધપાત્ર વ્યક્તિઓના પ્રોફાઇલ આપે તો બહુ ઉપયોગી થશે. આપણે સૌ સ્ટીવ જોબ્સને તો જાણીએ છીએ, પણ એપલના બેકબોન જેવા સ્ટીવ વોઝનિયાક વિશે બહુ ઓછું જાણીએ છીએ. ઓગસ્ટ અંક વાંચવાની મજા પડી.

– કૃપેશ ભોજાણી


‘સાયબરસફર’નો ગયા ઓક્ટોબરથી વાચક છું. મારી ઉંમર અત્યારે બાવન વર્ષની છે, કમ્પ્યુટરના જમાનાથી લગભગ ૨૦ વર્ષ આગળ. છતાં સતત કંઈક નવું શીખવાની ઇચ્છા હોવાથી જ્યાં રસ પડે તે જાણવા સમજવાની કોશિશ કરું છું. ઇન્ટરનેટ તેમ જ કમ્પ્યુટર બાબત સમજવામાં ‘સાયબરસફર’નો ખૂબ જ ફાળો છે.

કોઈ પણ નવા નિશાળિયાને પણ સમજાવી શકે એવી સરળ ભાષામાં છે. ગુજરાતી ભાષામાં આવા ઉત્તમ સર્જન બદલ ધન્યવાદ.

– ભરત પટેલ


મેગેઝિન ખૂબ જ સરસ છે. દરેક લેખ ઉપર ધ્યાન અપાય છે. નવું નવું જાણવા મળે છે. ભાષા સરળ છે. કસ્ટમર સપોર્ટ સારો છે. ઓફિસ ૨૦૦૭ પરનો લેખ સરસ હતો. આવી જ રીતે આપતા રહેશો. દર વખતે કોઈ સારી એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશે જાણકારી આપશો.

આપણી પોતીકી ભાષામાં મેગેઝિન હોઈ કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ વિશે ઘણી બધી જાણકારી મળી રહે છે, જે અમારા જેવાને બહુ જ ઉપયોગી થાય તેમ છે.

તમામ પ્રકારના લોકોને કમ્પ્યુટર નોલેજ આપવાનો આ એક ખરેખર સરસ કનસેપ્ટ છે, અને વ્યાજબી કિંમત હોવાથી તમામ લોકો આ મેગેઝિન ખરીદી શકે છે.

આવી હિંમત કરવા બદલ ધન્યવાદ.

ગુજરાતી વાચક માટે ઉમદા, ઉપયોગી, અને માહિતીપ્રદ મેગેઝિન છે.

બહુ માહિતીપ્રદ, સરળ ભાષા અને વિષયો એવી રીતે કવર થાય છે કે કમ્પ્યુટર કે એવી એપ્લિકેશન્સથી માહિતગાર ન હો તો પણ સહેલાઈથી સમજી શકાય. મુંબઈમાં આ મેગેઝિન વિશે લોકોને બહુ જાણકારી નથી.

મેં હજી બે જ મેગેઝિન વાંચ્યાં છે એટલે કમેન્ટ/સૂચન આપું એ વહેલું ગણાશે.

તમામ અંકમાં સારી અને લેટેસ્ટ ઉપયોગી માહિતી મળે છે, જે પોતાની લાઇબ્રેરી માટે બાઇન્ડિંગ કરીને સાચવી રાખવાનું મન થાય. સાઇઝ અને પેજીસ વધારશો તો વધુ આકર્ષક બનશે.

માર્ગદર્શન પછીય ઓનલાઇન મેગેઝિન વાંચી શકતો નથી, યોગ્ય કરશો.

મેગેઝિન દ્વારા સોફ્ટવેર ટ્રેનિંગ શરૂ કરો. લિનક્સ બેઝ્ડ પ્લેટફોર્મ અને તેને સંબંધિત બાબતો વિશે માહિતી આપો.

ચોક્કસ વિષયો વિશે વધુ ઊંડાણથી માહિતી આપો.

નિવૃત્તો, ગૃહિણીઓ, ઓછા શિક્ષિત યુવાનોએ ‘સાયબરસફર’નો ઉપયોગ કેવી રીતે કરવો તેના ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરો. તેનાથી આવક પણ ઊભી થશે અને તમે જે જાણકારી આપો છો તેનો વધુ લોકો લાભ લઈ શકશે.

લેટેસ્ટ ગેજેટ્સના રીવ્યૂ માટે એક નિયમિત કોલમ શરુ કરો.

એરપેનો.કોમ જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ આભાર! મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો નથી. આવી સરસ સાઇટ બતાવીને બહુ મોટું કામ કર્યુ છે. હું દિલ્હીના અક્ષરધામની રૂબરૂ મુલાકાત લેવા માગું છું, પણ જાતે જઈશ તો પણ જે વ્યૂ એરપેનોમાં મળી શકે છે એ તો નહીં જ મળે!

– જિજ્ઞેશ પટેલ, જીએનએફસી, અમદાવાદ


અંક નં. ૧૫ આખો વાંચ્યો અને ખૂબ ગમ્યો. સ્માર્ટફોન ખોવાય તે પહેલાં અને પછી શું કરવું એ વિશેનો લેખ તો ખાસ ગમ્યો. ગૂગલમાં ટુસ્ટેપ ઓથેન્ટિકેશન, વેકેશનમાં ફનટાઇમ, વગેરે લેખો પણ સરસ અને સમજવામાં એકદમ સરળ છે. સ્માર્ટફોન વિશે વધુ લેખો આપશો. સ્કાઇપ અને જાવા વિશે પણ વધુ માહિતી આપશો.

– અમીત પંચાલ, વાપી


‘સાયબરસફર’ એટલે વિશ્વાસ અને દિલની વાત. અભિનંદન અને આભાર.

– હિતેશ રાઠોડ


જૂન ૨૦૧૩ના અંકમાં નવી ટેકનોલોજી વિશે બહુ સરસ રીતે માહિતી આપી છે. ધન્યવાદ.

– રાહુલ પટેલ


આવી સુંદર પહેલ માટે અભિનંદન!

– ડો. રશ્મીકાંત ગાંધી


બહુ માહિતીપ્રદ ગુજરાતી ઇ-મેગેઝિન.

– વિજય પટેલ


નેટ યુઝર માટે બહુ ઉપયોગી માહિતી આપતું મેગેઝિન.

– ડી. એન. ખેર


તમે સાયબરજગતમાં ટેક્નોબ્રિજનું કામ કરી રહ્યા છો. તમારા મેગેઝિનની જેમ વીડિયો ટીચિંગ મોડ્યુલ્સ પણ અપલોડ કરશો તો બહુ ઉપયોગી થશે.

– હિંમતભાઈ ધોળકિયા


‘સાયબરસફર’ મોબાઇલમાં વાંચવા મળે તેવી કોઈ એપ્લિકેશન બતાવશો. માઇક્રોસોફ્ટ એક્સેલ, વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેસ વગેરે વિશે વિસ્તારથી સમજાવશો અને તેનાં ફંક્શન, ફોર્મ્યુલા વગેરેની માહિતી આપશો.

– ઇદરીશ પટેલ, ભરુચ


અમે આઇટી ડેવલપમેન્ટ અને ટ્રેનિંગમાં કાર્યરત આઇટી કંપની છીએ. મને તમારું મેગેઝિન મળ્યું. મને ખૂબ ખૂબ ગમ્યું. તમારા આ કામ માટે મારી પાસે શબ્દો નથી. એટલું હું ચોક્કસ કહીશ કે અમારા તરફથી તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અચકાયા વગર જરૂર જણાવશો. તમે ખૂબ સારું કામ કરો છો, તેને આગળ ધપાવજો.

– ચિરાગ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, (www.ckiict.com)


આઇબોલનું ટેબલેટ ભરોસાપાત્ર ખરું કે? એમએસ વર્ડમાં તો મજા આવી ગઈ. સ્ટેટસબારથી કામ એકદમ ઇઝી થઈ ગયું. થોડી એક્સેલ વિશે માહિતી આપશો તો મજા આવશે. ગૂગલની ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન પ્રોસેસ ચાલુ કરી લીધી. ફોટોશોપની કમાલ પણ સરસ. વેકેશનમાં લૂંટવા જેવી બધી જ સાઇટ બુકમાર્ક કરીને સેવ કરી લીધી છે.

– રાજેન્દ્ર ચૌહાણ, કલા શિક્ષક, સિક્કા


માઇક્રોસોફ્ટ વર્ડના લેખો મને ગમ્યા, પરંતુ હું એમએસ એક્સેલ વિશે વધુ જાણવા માગું છું. તેમાં મારે વધુ કામ રહેતું હોવાથી એ વિશે વધુ જાણકારી આપશો.

– વેબસાઇટ પર મુકાયેલી કમેન્ટ


મે-૨૦૧૩નો અંક અદભુત રહ્યો. મોબાઇલ ટેક્નોલોજી વિશે વિગતવાર માહિતી વાંચવાની મજા આવી. શક્ય હોય તો કમ્પ્યુટર ટેક્નોલોજી કોર્સ, એસઈઓ કોર્સ અને તેના જેવા બીજા ટેક્નોલોજી કોર્સ વિશે માહિતી આપશો. મોબાઇલ એપ કેવી રીતે બનાવાય તે વિશે પણ જાણકરી આપશો. ટેક્નોલોજી વિશે જાણવું હોય તો ‘સાયબરસફર’ ખરેખર ઉપયોગી મેગેઝિન છે.

– પિંકલ પટેલ


જીમેઇલમાં પહેલાં ગુજરાતી ભાષાની પસંદગી કરવાનો ઓપ્શન હતો, પણ હવે તેમાં એ ઓપ્શન મળતો નથી. તો કેવી રીતે લાવવો તે જણાવશો.

– ગીરિશ ચાવડા

(આ અંકના સ્ટેપ-બાય-સ્ટેપ વિભાગમાં આ માહિતી આવરી લીધી છે, સૂચન માટે આભાર! – સંપાદક)


એપ્રિલ મહિનાનો અંક આજે મળ્યો જે ખૂબ જ ગમ્યો. એક જ બેઠકે આખો અંક વાંચી લીધો અને પછી અંકમાં આપેલ માહિતીનું પ્રેકટિક્લ…! મજા પડી ગઈ. ગૂગલ મેપ્સ વિશે આપેલ લેખ ખૂબ જ વિગતવાર આપેલ હોઈ વધારે ગમ્યો. કમ્પ્યુટરનો પાવર યૂઝર હોય સ્માર્ટ વર્કિંગ વિભાગ પણ ખૂબ જ ગમ્યો.

– સુરેશ વાઘેલા, રાજકોટ


વાહ… વાહ… અદભુત… આપે તો એપ્રિલ ૨૦૧૩ના અંકમાં ટેબલેટ અને જીપીએસની માહિતીનો દરિયો બતાવી દીધો… ગોળનું ગાડું મળ્યું… બીજું શું જોઈએ…? અને હવેથી તો નક્કી જ કરી નાખ્યું કે કમ્પ્યુટર જગતને લગતી સલાહ… ‘સાયબરસફર’ પાસેથી જ લેવી અને એને જ અનુસરવું… ફરી વાર ખૂબ આભાર.

– હિતેશ કુબાવત


આપનો એપ્રિલ મહિનાનો અંક ખૂબ જ જ્ઞાન આપનારો રહ્યો છે. ગૂગલ મેપ્સ, સ્માર્ટફોન, ટેબલેટ વિશે ખૂબ જ વિસ્તૃત અને ઉપયોગી માહિતીવાળો અંક રહ્યો. મારું એક સૂચન છે કે જો શક્ય હોય તો કમ્પ્યુટરના અલગ અલગ કોર્ષ વિશે માહિતી આપતા રહેશો તો અમારા જેવા વિદ્યાર્થી માટે ખૂબ જ સારું રહેશે.

– કેયૂર સાવજ, સુરત


જીપીએસ વિશેની માહિતી બહુ જ સરસ અને સહજ રીતે સમજૂતી આપવામાં આવી છે. વસતિ વિસ્ફોટની માહિતી સારી લાગી.

– રાહુલ


ખરેખર વન્ડરફૂલ અને ઉપયોગી સેવા છે.

– પ્રિયાંક પટેલ


ગુજરાતીમાં આવું સરસ મલ્ટિમીડિયા મેગેઝિન પ્રગટ કરવા માટે અભિનંદન.

– રાઘવજી માધડ, ગાંધીનગર


એકવીસમી સદીના વિજ્ઞાનયુગમાં સાયબરજગત અંગે માહિતીસભર લેખો આપવા બદલ આપને અભિનંદન.

– વસંતલાલ પરમાર, ગાંધીનગર


‘સાયબરસફર’નો અંક મળ્યો, આભાર. વિકસતા જતા વિજ્ઞાનમાં આ બધું ખૂબ વિસ્મયજનક લાગે છે. આ વિષયના જાણકાર જ આવો પ્રયાસ કરી શકે. મારા માટે આ બધું એક નવી જ દુનિયા જેવું છે. તમને ખૂબ સફળતા પ્રાપ્ત થાય એ જ શુભેચ્છા.

-ડો. હસમુખ દોશી, રાજકોટ


સુંદર અંક તૈયાર થયો છે. ઇન્ટરનેટની દુનિયામાં નવી ભાત પાડે છે. વાચકોને મજા પડશે. ખરેખર ઉપયોગી અને મહત્ત્વનો અંક. દરેક અંક ફરજિયાતપણે સાચવવો પડે. અભિનંદન!

– ડો. સંતોષ દેવકર, પ્રિન્સિપાલ, પીટીસી કોલેજ, મોડાસા


વિકિપીડિયા પર હું મારો પોતાનો લેખ કેવી રીતે લખી શકું? વિગતવાર માહિતી આપશો.

– મહેન્દ્ર સામતરાય


‘સાયબરસફર’ મેગેઝિન તો સોળે કળાએ ખીલ્યું છે અને ઓનલાઇન અંકોનો ઠાઠ તો ઓર જ છે. માર્ચ ૨૦૧૩ના અંકમાં નેટજગતની માહિતીનો રસથાળ રજૂ કર્યો છે. લગભગ બે વરસથી મારા કમ્પ્યુટરની એક ડ્રાઇવ ખુલતી ન હતી, તમે એ પ્રોબ્લેમ ચપટી વગાડતાં સોલ્વ કર્યો… આભાર. ‘સાયબરસફર’ની આ સફર અવિરત ચાલતી રહે અને સદા ખીલતી રહે તેવી શુભેચ્છા.

– રજનીકાંત મારુ


નવા સોની પ્લેસ્ટેશન-૩ વિશે આવતા અંકમાં વિગતવાર માહિતી આપશો તો ઘણું ઉપયોગી બનશે, જેમ કે ફંકશનો કેવી રીતે ચલાવવા અને સેટિંગ્સ કરવા શું ઘ્યાન રાખવું, કઈ ગેમ કયાં મળે, ઇન્ટરનેટથી ડાઉનલોડ કરી શકાય, સસ્તી ગેમ કયાં મળે, બ્લુ-રે સીડી શું છે, કયાં મળે, પેનડ્રાઇવ કેવી રીતે ચલાવવાં વગેરે માહિતી આપશો.

– હિતેષ કે. ભટ્ટ


ગયા એક અંકમાંથી જોઈ શેરલોક હોમ્સનો ઓડિયોે સંભાળ્યો હતો, મજા પડી ગઈ. જમાનાની ગતિ સાથે હાલતાંચાલતાં જો ઓડિયોની ગુજરાતી /હિન્દી બુક સાંભળવા મળે તો સમય બચે, તો આ વિશે શક્ય હોય તો કોઈ અંકમાં વાત વણી લેજો.

– મયુર સાવજ


જાન્યુઆરી ૨૦૧૩નો અંક બહુ સરસ હતો. જ્ઞાન વધારવામાં એ બહુ ઉપયોગી થાય તેમ છે.

– પિંકલ પટેલ


આજકાલ જીપીએસ ડિવાઇસની વાતો ઘણી જગ્યાએ થાય છે. તો આ જીપીએસ શું છે, મોબાઇલમાં તેનો ઉપયોગ કઈ રીતે કરાય, લેપટોપમાં શરુ કરી શકાય કે કેમ વગેરે વિશે વિગતે માહિતી આપતો એક સંપૂર્ણ લેખ આપશો.

– હિતેશ કુબાવત


ક્યારે મહિનો પૂરો થાય ને નવો અંક જોવા મળે તેની રાહ જોઈએ છીએ. ખરેખર સુંદર માવજત લઈ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક તૈયાર કરેલ છે. ટેબલેટ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી.

– ધર્મેન્દ્ર મોદી


એકદમ સરસ મેગેઝિન. હવે તો લેપટોપ અને મેગેઝિન સાથે લઈને બેસી જાઉં છું.

– રાજેન્દ્ર ચૌહાણ


ક્યારે મહિનો પૂરો થાય નવો અંક જોવા મળે તેની રાહ જોઈએ છીએ. ખરેખર સુંદર માવજત લઈ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક તૈયાર કરેલ છે. ટેબલેટ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી.

– ધર્મેન્દ્ર રસિકલાલ મોદી


ગરવા ગુજરાતીને ઇન્ટરનેટ સાથે જોડવાનો આ સફળ પુરુષાર્થ કાબીલે તારીફ છે. ‘સાયબરસફર’નાં પાનાં ઓછાં પડે છે. એક વાર એક જ બેઠકે આખા વર્ષના અંકો વાંચવાનો રેકોર્ડ હું આજે પૂરો કરું છે. જ્ઞાનતૃપ્તિનો આ યજ્ઞ સૌને જરુરથી ફળદાયી નીવડશે એવી શુભકામના સાથે અભિનંદન.

– રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર


ફેબ્રુઆરીનો અંક વાંચ્યો, ઘણો ગમ્યો. મારા તરફથી એક પ્રશ્ર્ન છે, લાંબા યુઆરએલને શોર્ટ કેવી રીતે કરી શકાય અને તે માટે ઓનલાઇન સાઇટ ખોલીને કશું કરવાનું હોય છે કે તેનું કોઈ સોફ્ટવેર આવે છે તે જણાવશો. શક્ય હોય તો આગામી અંકમાં નવું કમ્પ્યુટર લેવા માગતા લોકોને પ્રોસેસર, રેમ વગેરેની માહિતી આપો તો ઉપયોગી થશે.

– રજનીકાંત સાપાવડિયા


તમે વારંવાર એક બાબત પર ભાર મૂકો છેે કે આ મેગેઝિન ‘સાયબરસફર’ એક જ બેઠકે વાંચી જવા માટેનું મેગેઝિન નથી, પરંતુ તેમ છતાં મારા જેવા વિવિધ સાઇટ વિશે જાણવાની તાલાવેલી માટે કે જ્ઞાનના ભૂખ્યા લોકો એ વાત માનવા તૈયાર નથી!

– પ્રશાંત ગોડા


‘સાયબરસફર’ વાંચીને ઘણું જાણવા મળે છે અને ઇન્ટરનેટ તથા કમ્પ્યુટર જગતની લેટેસ્ટ માહિતીને ગુજરાતીમાં પીરસો છો તેના માટે ખૂબ ખૂબ અભાર.સાથે સાથે આ જ રીતે મોબાઇલ ફોન જગતની પણ રસપ્રદ અને નવીન માહિતી પીરશો તેવી વિનંતી છે.

– હિતેશ પટેલ


જાન્યુઆરીના અંકમાં મજા આવી ગઈ. ખાસ કરીને ઓરિગામીની બંને સાઇટમાં, કેમ કે હું આર્ટ અને ક્રાફ્ટ ટીચર છું એટે મેં મારા વિદ્યાર્થીઓ માટે ઘણું બધું ડાઉનલોડ કરી લીધું છે. અરવિંદગુપ્તાટોય્ઝ.કોમ નામની સાઇટ પણ મને ‘સાયબરસફર’થી જાણવા મળી હતી. સ્કૂલમાં હું એના આધાર પર જ ક્રાફ્ટ વર્ક કરાવું છું.

જીઇએફએસ-ઓનલાઇન જોવાની પણ બહુ મજા આવી. વીડિયો ડાઉનલોડ કરવા માટેની કોઈ સારી સાઇટ કે ફ્રી સોફ્ટવેર હોય તો જણાવશો. જાન્યુઆરીનું આખું મેગેઝિન લેપટોપ લઈને એના ઉપર વાંચી નાખ્યું. બધી સાઇટ ચેક કરી લીધી. ડેઇલીલિટ પણ ઘણી ઉપયોગી સાઇટ છે.
મારા લેપટોપમાં ગૂગલ ક્રોમમાં મેં જે બુકમાર્ક બાવ્યા છે તે જ બુકમાર્ક મારી સ્કૂલના પીસીના બ્રાઉઝરમાં આવી શકે કે કેમ?

– રાજેન્દ્ર ચૌહાણ,  સિક્કા, જામનગર
(છેલ્લા પ્રશ્નનો જવાબ આ અંકની કવરસ્ટોરીમાં મળી જશે! સંપાદક)


‘સાયબરસફર’ ખરેખર એક અમેઝિંગ મેગેઝિન છે! ડિજિટલ એડિશનમાં જે રીતે પેજીસ ફરે છે એ બહુ ગમ્યું. કાશ હું ગુજરાતી વાંચી શકતો હોત! મને હવે ધ્યાનમાં આવ્યું છે કે ઓરિગામી પ્લેયર અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.

– ક્રિસ્ટોફર પૂલી, યુકે

(જાન્યુઆરી, ૨૦૧૩ અંકમાં જેની વાત છે તે ઓરિગામી પ્લેયર સાઇટના સર્જક)


મેગેઝિનની લિંક શેર કરવા બદલ થેન્ક યુ. વિષયને બહુ સરસ રીતે રજૂ કર્યો. તમારા ઉત્સાહને હું બિરદાવું છું. તમારા વાચકો સાથે જીઇએફએસ શેર કરવા બદલ થેન્ક યુ!

– ઝેવિયર તસીન (જીઇએફએસઓનલાઇન.કોમ)
(જાન્યુઆરી, ૨૦૧૩ અંકમાં જેની વાત છે તે અનોખી ફ્લાઇટ સિમ્યુલેશન સર્વિસના સર્જક)


ઉત્તરાયણમાં પતંગ ચગાવ્યા પછી લેપટોપ ઉપર વિમાન ઊડાડવાની બહુ જ મઝા આવી. કોઈ પ્રોબ્લેમ ન થયો. એક અલગ જ આનંદ હતો.

– હિતેષ


મેગેઝિનનો આ અંક ફેન્ટાસ્ટિક હતો. મારા જેવાને નોલેજ બિલ્ડિંગ કરવામાં એ બહુ ઉપયોગી થાય છે.

– પિંકલ પટેલ, અમદાવાદ


ઘણા વખતે કમ્પ્યુટર વિશેની સારી માહિતી વાંચવા મળી, તે પણ ગુજરાતી ભાષામાં!

– રજનીકાંત આર. જોષી, દ્વારકા


ખરેખર ઘણું ઉપયોગી મેગેઝિન!

– ધવલ પ્રજાપતિ


ડિસેમ્બરનો અંક મળ્યો. અત્યંત આનંદ થયો. સુભાષિતો ગમ્યાં ને લિંક્સ પણ… વિકિમીડિયાના વિશાળ ફલકનો પરિચય થયો. યુટ્યૂબની સમસ્યા હલ થઈ, આનંદ!

– મહેશ ઉપાધ્યાય, વડોદરા


‘સાયબરસફર’માં ફૂટનોટમાં જે રીતે કેમેરાને લગતાં સૂચનો કરવામાં આવ્યાં હતાં, તે રીતે કમ્પ્યુટર તથા વિન્ડોઝને લગતા બ્લોગ્ઝ, વેબસાઇટ્સ અને લિંક્સ આપશો. આપણે વાત કરી ગયા તેવા કમ્પ્યુટર ધીમું ચાલે છે, મેમરી ઓછી છે એવો મેસેજ આવે છે, કમ્પ્યુટરમાં એરર નં. ૧૦૨૫ આવતી હોય વગેરે વિન્ડોઝની હેલ્પ કે ઓપરેટિંગ સિસ્ટમને લગતા વિષયોનો તેમાં સમાવેશ કરશો.

કમ્પ્યુટર હાર્ડવેરને લગતા પ્રશ્રો જેવા કે પેનડ્રાઇવ અથવા મેમરી કાર્ડ, એસ. એમ. પી. એસ., મધરબોર્ડ, હાર્ડ ડિસ્ક, ડીવીડી પ્લેયરના ફોલ્ટ અને સોલ્યૂશન વગેરે સરળ અંગ્રેજી ભાષામાં સમજાવતા બ્લોગ્ઝ, વેબસાઇટ કે લિંક્સ પણ આપશો.

– ફૈયાઝ શેખ, અમદાવાદ


‘સાયબરસફર’ વાચકને ખરેખર એક સ્માર્ટ સર્ફર બનાવે છે, ઇન્ટરનેટના મહાસાગરમાં ધુબાકા મારવા માટે. ટ્વીટર્સ અને ક્વોટર્સ વાંચવામાં પણ ખૂબજ મજા પડે છે. બસ આમ જ નેટસફરમાં અમને ગાઇડ કરતા રહેજો, વાચક તરીકે અમારો ફૂલ સપોર્ટ હતો, છે અને રહેશે. સતત અને સખત!

– પાર્થ ભટ્ટ, અમદાવાદ


ડિસેમ્બર ૨૦૧૨ના અંકમાં બહુ સરસ માહિતી આપવામાં આવી છે, ધન્યવાદ.

– રાહુલ પટેલ, ડિસા


બહુ સરસ મેગેઝિન અને ઇન્ટનેટ ઇન્ફર્મેશનનું બહુ સારું કવરેજ!

– ધર્મેન્દ્ર મોદી, ગાંધીનગર


મારી ઉંમર ૬૦થી વધુ છે અને મને કમ્પ્યુટર સાયન્સમાં ઊંડો રસ છે. મને લાગે છે કે ‘સાયબરસફર’થી હું મારું જ્ઞાન વધારી શકીશ. ઇન્ટરનેટથી હું મારી રીતે આખી દુનિયા જોઈ શકું છું અને મિત્રો બનાવીને આનંદ અને જ્ઞાનની આપલે કરી શકું છું.

– મહેન્દ્ર સાંગાણી


ગજબનો આઇડિયા અને ટેક્નોલોજી અપડેટ્સ, થેન્ક્સ!

– નવીન ઠક્કર


નવેમ્બરના અંકમાં એકદમ મજા આવી ગઈ. હું યાહૂ મેઇલ જ યુઝ કરું છું, પણ જીમેઇલ વિશે વાંચીને તો એમ જ થાય છે કે જીમેઇલ શ‚ કરી દઉં. મારી પાસે તેનું એકાઉન્ટ તો છે. તમે મને જીમેઇલનો ઉપયોગ કરવા મજબૂર કરી દીધો. મારા યાહૂના મેઇલ જીમેઇલમાં રીડાયરેક્ટ થઈ આવે ખરા? માઇક્રોસોફ્ટ વર્ડ વિશે ઘણું જાણવા મળ્યું. મેગેઝિનનું પ્રિન્ટિંગ અને કન્ટેન્ટ બંને ઝક્કાસ!

– રાજેન્દ્ર

(તમે જીમેઇલની મેઇલ ફેચર સર્વિસની મદદથી, બીજા એકાઉન્ટના મેઇલ તમારા જીમેઇલના એકાઉન્ટમાં ખેંચી લાવી શકો છો. વધુ માહિતી માટે જુઓ : http://goo.gl/9LsSC – તંત્રી)


વેબસાઇટ અને મેગેઝિનથી ઇન્ટરનેટ વિશે ઘણું જાણવા મળ્યું. આભાર. આ સફર ચાલુ રાખજો.

-વિજય ચીડિયા


વર્થ રીડિંગ મેગેઝિન! મારા ઉપરાંત મારાં પત્ની અને બાળકોને પણ વાંચવું ગમે છે. જોકે એક અંક હાથમાં આવ્યો એટલે ધ્યાનમાં આવ્યું કે આગલો અંક મળ્યો નથી. મેગેઝિન મોકલવામાં આવે ત્યારે લવાજમધારકોને એસએમએસ કરવા જેવી કોઈ વ્યવસ્થા થઈ શકે તો સારું.

– ભગીરથ દવે, અમદાવાદ


ગુજરાતી ભાષામાં આવું સુપર્બ મેગેઝિન આપવા બદલ આભાર.

– લક્ષ્મણ


સાયબરસફર ફેમિલિગાઇડ (મેગેઝિનની ઓનલાઇન એડિશન) ખૂબ જ ગમી. અંકો ડાઉનલોડ કરવાની સુવિધા લવાજમધારક મિત્રોને આપો તેવું કશુંક કરજો. બાકી વાંચવાની ખૂબ મજા આવી. ગમ્યું!

– રજતકુમાર ઝાલા


મારા એક પ્રિય વિદ્યાર્થીએ મને ‘સાયબરસફર’નું લવાજમ ભેટ આપ્યું અને હું બધા અંકો અને સ્પેશિયલ બુક સેટ જોઈને ખુશીથી ઉછળી ઉઠ્યો!

– મહેશ ઉપાધ્યાય, વડોદરા


આ ખરેખર ઓસ્સમ મેગેઝિન છે! હું એક સરકારી શાળામાં શિક્ષક છું. આજના જ્ઞાનયુગમાં ‘સાયબરસફર’નો પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે. જે રીતે આજના સમયની ટેક્નોલોજીની જાણકારી પીરસો છો તે અદભુત છે. આ બધું જ ગુજરાતીમાં છે એ તો સોને પે સુહાગા!

– તેજસ આર. પટેલ


મેગેઝિનમાં જે માહિતી આપવામાં આવે છે તે ખરેખર સરસ છે. મારે જાવા અને સ્કાઇપ વિશે વધુ જાણવું છે. બંને શું છે, તેમનો ઉપયોગ શો છે વગેરે સંપૂર્ણ માહિતી આપશો.

– અમિત પંચાલ,  વાપી


‘સાયબરસફર’ વાંચવું ખૂબ ગમે છે. આઇટી ફિલ્ડ ખૂબ મોટું છે. તેમાં ધોરણ-૧૨ પછી કયા કયા કોર્સ થાય છે તેની માહિતી કોઈ લેખમાં આવરી લેજો.

– કેયુર સાવજ


અમારી વાંચન-ભુખને તૃપ્ત કરવા તેમ જ ગુજ્જુ – જગતને નેટના અપાર સમંદરમાં ડૂબકીઓ મારતો કરવા બદલ અભિનંદન સાથે શુભકામના.

– રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર


ખૂબ ખૂબ અભિનંદન! સરસ વેબસાઇટ/મેગેઝિન શરૂ‚ કરવા માટે અને તેને સતત સજ્જ રાખવા માટે તમે અભિનંદનના હક્કદાર છો. એક નમ્ર સૂચન છે કે સામયિક કે કોલમમાં ‘સારું કમ્પ્યુટર ઘરે પણ બનાવી શકાય’ તેવી એક શ્રેણીની શરૂ‚આત કરો. આનાથી ઘણા લોકોને, ખાસ કરીને નવયુવાનોને માર્ગદર્શન પણ મળશે અને ઓછા ખર્ચમાં સારી સિસ્ટમ મળશે. ઘણા લોકોને જરૂ‚ર મુજબના કન્ફિગરેશનની સમજ પણ નથી. તેઓ માત્ર વેચનારનાં લોભામણાં વચનોથી સિસ્ટમ ખરીદીને પસ્તાય છે.

– હરેશ મહેતા


ખૂબ સારું સંકલન થયું છે – અભિનંદન!

-ડો. યાસીન દલાલ, રાજકોટ


કોલમ અને વેબસાઇટનો ખ્યાલ હતો પરંતુ આજે ‘સાયબરસફર’ વેબ મેગેઝિન જોયું તો ઘણું બધું આશ્ચર્ય અને આનંદ બન્ને અનુભવ્યાં. માત્ર જરાક ઉપર ઉપરથી જોઈશ એવું વિચાર્યું હતું પણ જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના બધા જ અંક એક જ બેઠકમાં બીજું બધું કામ મૂલતવી રાખી ફરજિયાત વાંચવા પડ્યા કેમ કે આ સફરમાંથી બહાર નીકળવાનું મન જ થતું ન હતું! ઘણી મહેનતથી  મેગેઝિનને ઘણું જ રસપ્રદ, નાવિન્યપૂર્ણ અને ઉપયોગી બનાવ્યું છે. આ પ્રકારનાં મેગેઝિન આજના યુગની તાતી જરૂરિયાત છે. મને ચોક્કસ ખાત્રી છે કે આ મેગેઝિન ઘણું જ લોકપ્રિય બનશે અને ઘર ઘર વંચાશે. મારા હૃદયપૂર્વકના અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ સ્વીકારશો. ‘સાયબરસફર’ ગુજરાતી પત્રકારત્વમાં નવી કેડી કંડારશે એવો મને વિશ્વાસ છે.

– ભાનુભાઈ સંઘવી (mavjibhai.com)


રીયલી અમેઝિંગ! મને કમ્પ્યુટર અને આઇટીમાં બહુ જ રસ છે, પણ ગુજરાતી મેગેઝિન મળતું નહીં અને ઇંગ્લિશમાં વાંચવાની મજા ન આવતી. ‘સાયબરસફર’ મારી આ શોધ પૂર્ણ કરશે. મારા જેવા વાચક મિત્રો હજી જોડાશે. યે તો શુરુઆત હૈ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!

– રમેશ પીપરોતર (વેબસાઇટ પર)


ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં એક્સેલમાં રો અને કોલમની ફેરબદલ કરવાનો લેખ બહુ ઉપયોગી રહ્યો. હું  કેટલાય સમયથી એની માહિતી શોધતો હતો. એમએસ ઓફિસના વધુ કમાન્ડ્ઝ વિશે માહિતી આપશો.

– જિજ્ઞેશ પટેલ (વેબસાઇટ પર)


હું ભાવનગરમાં સાયબર કાફે ચલાવું છું. ‘સાયબરસફર’નો છેલ્લા એક વર્ષથી નિયમિત વાચક અને ચાહક છું. ‘સાયબરસફર’ મને અનેક રીતે મદદરૂપ થયેલ છે. મારા સાયબર કાફેના ગ્રાહકોને અનેક એવી સુવિધાઓ અને સાયબર જ્ઞાન મળે છે જે તેઓને અન્ય કોઈ સાયબર કાફેમાં નહોતું મળતું. ‘સાયબરસફર’ વેબસાઇટ મારા માટે માઉસવગી હોવા છતાં સમયના અભાવે ઘણું બધું છૂટી જતું હતું અને એથી જ ‘સાયબરસફર’ મેગેઝિન શરૂ થવાના કારણે એ પ્રશ્ન હલ થઇ ગયો. વેબસાઈટ અને પ્રિન્ટ મીડિયા દ્વારા જ્ઞાનની ગંગા વહેતી કરવા માટે અભિનંદન.આ જ્ઞાનગંગા અવિરત વહેતી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

– તુષાર વ્યાસ, ભાવનગર


‘કળશ’ના લેખ અને વેબસાઇટ દ્વારા ઘણું શીખ્યો છું અને શીખી રહ્યો છું. કુશળ મરજીવાની જેમ ઇન્ટરનેટના મહાસાગરના તળિયેથી ચુનંદાં મોતીઓ વીણી વીણીને રજૂ કરતું ‘સાયબરસફર’ ઘણું જ્ઞાન આપે છે. ઉજ્જ્વળ ભાવિની શુભકામના!

-ડો. મહેન્દ્ર પોપટ, વેરાવળ


‘સાયબરસફર’ ખરેખર અદભુત છે. અમારા જેવા ઇન્ટરનેટના કીડાઓ માટે જાણે મનગમતો ખોરાક છે, જાણે એના વગર ચાલશે જ નહીં. હજુ વધારે સમૃદ્ધ બને અને વિકસે એવી શુભેચ્છાઓ સદાય રહે છે. મારા મિત્રો અને વિદ્યાર્થીઓને ‘સાયબરસફર’ની તમામ માહિતી આપું છું અને પ્રચાર-પ્રસાર પણ કરું છું. એક નાનકડું કાવ્ય ‘સાયબરસફર’ને અર્પણ…

ઊભો જોઉં રાહ દ્વાર પર,
કોની?
બસ જલદી આવે ટપાલી તેની.
‘હા, છે તમારું કવર’
આટલું સાંભળવા કાન તરસતા ને
કવર પર ‘સાયબરસફર’નું નિશાન ગોતવા આ ઇન્ટરનેટભર્યાં
ચક્ષુઓ તલસતાં
ખુલે ‘સફર’નાં પાન એક પછી એક ને ડૂબતો જાઉં નેટના સમંદરના
ભૂતલે કેટલું જ્ઞાન, માહિતી ખજાનો ભર્યો ભર્યો
ને હું ફુલાતો,
હવે હું વધારે જાણનારો!
વટ પડે દોસ્તો વચ્ચે
‘સફર’ની વાતનો,
સૌ તાકી રહેતા…
માળું આવુંએ થાય – હોય – બને ખરું?!!!
પછી હળવેકથી કહેતો,
હા, ‘સાયબરસફર’માં  સઘળુંએ વિશ્વ નેટનું દેખાય છે,
તમે જોયું???

-ડો. શૈલેષ પાઠક, મહુવા


ચાર વર્ષથી કોલમનો નિયમિત વાચક તો છું જ, આજે અચાનક ફેસબુક દ્વારા મેગેઝિન વિશે જાણવા મળ્યું, ખૂબ ખૂબ આનંદ!

– પ્રદીપ ભાગ્યોદય, જામનગર


અમને ટેક્નોલોજીની સફર કરાવતી ‘સાયબરસફર’ની યાત્રા અવિરત અને અનંત રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.

-તેજસ ઠક્કર, અમદાવાદ


‘સાયબરસફર’નું ક્ધટેન્ટ, પ્રિન્ટિંગ ક્વોલિટી, સબ્જેક્ટ વગેરે ખૂબ સરસ છે. સૌથી સારી વાત તો એ છે કે એ આપણી માતૃભાષા ગુજરાતીમાં છે.

– જિજ્ઞેશ (વેબસાઇટ પર)


અંક – ૬ હંમેશાની જેમ લાજવાબ રહ્યો. કવર સ્ટોરીમાં ઓપેરા અને સફારી બ્રાઉસરની કમી લાગી, બાકી મોબાઇલ એપ્સ કામની હોય તેના કરતાં નકામી વધુ હોય છે, ખરેખર ઉપયોગી હોય તેવી એપ્સ ગોતવા જઈએ તો વધીને ૧૦ થાય. મિલાપભાઈ અને ડો. પ્રશાંત સાહેબ જે કાંઈ પીરસે છે તે હંમેશા સ્વાદિષ્ઠ હોય છે. મોબાઇલનો અને એપ્સનો ઉપયોગ કરો તે બરાબર છે, પણ અતિરેક બધી રીતે જોખમી છે. પિકાસામાં નેમ ટેગિંગની સુવિધા તો ખૂબ જ સરસ છે, પરંતુ જ્યારે કમ્પ્યુટર ફોરમેટ કરવાનું થાય ત્યારે શું? શું નેઇમ ટેગિંગ કર્યા પછી તેનું બેકઅપ લઈ શકાય ખરું? ડીએનએસ ચેન્જર લેખ સમજતાં કદાચ કોઈને વાર નહીં લાગે, કારણ કે મોટા ભાગના લોકોએ તેનો અનુભવ કરી લીધો હશે. ‘સાયબરસફર’ માત્ર કમ્પ્યુટર મેગેઝિન ન રહેતાં કંઈક વિશેષ માહિતી આપે છે તે ગમે છે.

– દેવદત્ત ઠાકર, પીપાવાવ

(પિકાસામાં બેકઅપ વિશે, થોડી રાહ જુઓ! – તંત્રી)


અંગ્રેજીમાં મળતાં પુસ્તકો કે મેગેઝિનો કરતાં તમારાં પ્રકાશનો મને વધુ ઉપયોગી લાગ્યાં. અભિનંદન!

– અવિનાશ શાહ


‘સાયબરસફર’ની જ્ઞાનધારાથી ઈ-લાઇફમાં ઘણાં સારાં પરિવર્તન આવ્યાં છે. મારી જોબ એવા પ્રકારની છે કે રોજ શિક્ષકોની સાથે સમય વિતાવું છું. તે બધાને કમ્પ્યુટરનું સારું એવું નોલેજ મળવા લાગ્યું છે. ગુજરાતી ટાઇપિંગ માટે મેં ગુજરાતી સરલ, એલએમજી વગેરે ફોન્ટનો ઉપયોગ કરવા તેમને સમજાવ્યા, તેમને પ્રમુખ કીબોર્ડથી પણ માહિતગાર કર્યા પણ તેઓને ગૂગલ ટ્રાન્સલિટરેશન વધારે માફક આવી ગયું છે, તેમને એમએસ વર્ડમાં આ રીતે ઓફ લાઇન સુવિધા આપે તેવા કોઈ સોફ્ટવેર વિશે જણાવશો.

– મિલન સોલંકી (વેબસાઇટ પર)

(ગુજરાતી માટે યુનિકોડનો ઉપયોગ  હિતાવહ છે. http://www.google.com/transliterate પરથી આ સગવડ ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકાય છે. એ વિશે વિગતવાર માહિતી, આગામી અંકોમાં! – તંત્રી)


જુલાઈ મહિનાનો અંક વાંચ્યો (નેટ દ્વારા). અંગેજી મેગેઝિનો તો વાંચ્યાં હતાં, પણ માતૃભાષામાં મનપસંદ ‘સાયબરસફર’ વાંચવાની મઝા પડી..દરેક અંકમાં કંઈક નવું જાણવાનું મળે છે. ગુજરાતીઓને આગળ વધવામાં મદદ‚રૂપ થતું આપણું ‘સાયબરસફર’ ખૂબ ખૂબ પ્રગતિ કરે એ જ શુભેચ્છા.

-રશ્મીન જાદવ, ભરૂચ


આપની આ (મલ્ટિમીડિયા) પહેલ ખૂબ ગમી. ગુજરાતી બચાવવાનાં બણગાં ફૂંકતા લોકો આમાંથી કંઈક શીખે. વાતો કરવા કરતાં કરી દેખાડવું જોઈએ.

-ભગવાન કચોટ, લોધાવા


અમેઝિંગ મલ્ટિમીડિયા મેગેઝિન! ફુલ કલર્સ, લિંક્સ અને વીડિયોઝ જોવાની સરળતાને કારણે વાંચવાની વધુ મજા પડી. ગૂગલ અર્થની કવર સ્ટોરી ખૂબ સરસ છે. આવા આર્ટિકલ આપતા રહેશો. આગામી યાત્રા માટે ‘સાયબરસફર’ને શુભેચ્છાઓ.

-અજય મકવાણા, સુરત


સુપર્બ! પ્રથમ ગુજરાતી મલ્ટિમીડિયા મેગેઝિન વાંચીને કેટલો આનંદ થયો એ વર્ણવી શકું તેમ નથી. જોકે હું  એ પણ વિનંતી કરીશ કે તમામ અંકો રજિસ્ટર્ડ સબસ્ક્રાઇબ્ડ યુઝર્સ માટે પીડીએફમાં પણ ઉપલબ્ધ કરો.

-જિજ્ઞેશ પટેલ, અમદાવાદ


એક્સલન્ટ એન્ડ માય હાર્ટફુલ કોન્ગ્રેચ્યુલેશન્સ! જુલાઈ ૨૦૧૨ની પહેલી મલ્ટિમીડિયા એડિશન વાંચવાની મજા પડી. તમારા નિષ્ઠાપૂર્ણ પ્રયાસો માટે મારી લાગણી વર્ણવવા શબ્દો નથી. તમને સતત નવા અને ક્રિયેટિવ આઇડિયા મળતા રહે એવી પ્રાર્થના.

-જગદીશ શાહ, વડોદરા


આજે ટપાલી દ્વારા જુલાઈ મહિનાનો અંક ભૂલથી પાણીમાં નખાવાથી, એ પલળી ગયેલા અંકને જોઈને દુ:ખ થયું, પણ ‘સાયબરસફર’ ફેમિલીગાઇડની મદદ મળવાથી એ માનવસહજ ભૂલને ભૂલીને આનંદ થયો….

છેલ્લાં પાંચ વર્ષથી કમ્પ્યુટર સાથે ઘરોબો કેળવ્યો છતાંય કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું, પણ ‘સાયબરસફર’ની સફર જ્યારથી ‘કળશ’માં શરૂ‚ થઈ ત્યારથી કમ્પ્યુટર વિશેની ખૂટતી કડીઓ મળવા લાગી…. અને ત્યાર બાદ ‘સાયબરસફર’ના અંકોની સફર અમારા ઘર સુધી વિસ્તરી તેના કારણે તો હવે વિદ્વતાપૂર્ણ રીતે ઇન્ટરનેટ, કમ્પ્યુટર આ વિષયો ઉપર અમલ – ચર્ચા કરી શકીએ છીએ.

-મિલન સોલંકી, પાટણ


આ મલ્ટિમીડિયા મેગેઝિન શરૂ‚ કર્યા પછી પ્રિન્ટેડ મેગેઝિન મળશે કે નહીં? કેમ કે એ મને વધુ ઉપયોગી લાગે છે અને મારા મિત્રોને પણ.

-રાજેન્દ્ર ચૌહાણ, સિક્કા


આ મેગેઝિન ચાલુ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

-ચંદ્રશેખર પટેલ, નવા દેરાલા


અભિનંદન અને આભાર ‘ઓનલાઇન મલ્ટિમીડિયા મેગેઝિન’ માટે. ઉર્વીશભાઈ જેટલી સહજતાથી તેમના બ્લોગમાં અપડેટેડ રહે છે તેટલા જ ‘એક્શન રિપ્લે’માં પણ. ‘ઇન્ફોવર્લ્ડ’ની માહિતી સરસ રહી. કવર સ્ટોરીએ ઘણું બધું કવર કરી લીધું. સારી અને સચોટ માહિતી માટે મિલાપભાઈનો આભાર. ‘આકાશ’ જેવા અનેક ટેબલેટ બજારમાં ઉપલબ્ધ બન્યા છે, જે સસ્તાં અને સારાં છે. જે લોકોને ખરેખર ટેબ્લેટનો કોઈ ઉપયોગ જ નથી તે આવા સસ્તા ટેબલેટ લઈ પોતાનો શોખ પૂરો કરી શકે છે.

ટેરા કોપીની જેમ જ હવે વિન્ડોઝ ૮માં પણ સ્પીડથી કોપી+પેસ્ટ થઈ શકે છે, સાથોસાથ પેસ્ટ કરતી વખતે પોઝ કરવાની સુવિધા આપી છે (ઘણા સમય પછી મારી ઇચ્છા/માગણી પૂરી થઈ). ડો. પ્રશાંતભાઈનો લેખ કાંઈક હટકે રહ્યો. ડો. સાહેબ પાસેથી હજુ વધારેની અપેક્ષા રાખું છું. ૫૦ પેજ ઓછાં પડે છે.

-દેવદત્ત ઠાકર, પીપાવાવ


અભિનંદન! પ્રથમ ગુજરાતી મલ્ટિમીડિયા મેગેઝિન અલ્ટિમેટ છે!!! હું શ‚આતથી જ ‘દિવ્યભાસ્કર’માં આવતી તમારી કોલમનો ચાહક રહ્યો છું. આ મેગેઝિન અનેક નવાં સોપાનો પાર પાડે એવી શુભેચ્છાઓ .

-ડો. અક્ષય ચૌધરી, સુરત


સુપર્બ! કલ્પનાથી વિશેષ! આ ઐતિહાસિક સીમાચિહ્ન છે.

-નરેન અંધારિયા, ભાવનગર


વાહ! બધાને પ્રિન્ટ મેગેઝિનની જગ્યાએ વેબ મીડિયા ખૂબ ગમશે એમાં શંકા નથી.

-શૈલેશ પાઠક, મહુવા


અભિનંદન અને શુભેચ્છાઓ! મેગેઝિનને ડાઉનલોડેબલ પીડીએફમાં પણ ઉપલબ્ધ કરો જેથી અમે એને કિન્ડલ કે સ્માર્ટફોન વગેરે પર પણ માણી શકીએ. સામાન્ય રીતે બધાં મેગેઝિન આવી સગવડ આપે છે અને આપણો તો વિષય જ એ છે!

-ક્રિષ્ણકુમાર, અમરેલી


ખૂબ સુંદર, અભિનંદન, ઈ-મેગેઝિનથી વધુ આનંદ થયો.

-મનીષ સિરોયા, રાજકોટ


‘સાયબરસફર’ મેગેઝિન પાછળના તમારા પ્રયત્નોની હું દિલથી કદર કરું છું. મેગેઝિનના અંકો કાયમ સાચવી રાખવા જેવા છે. મેગેઝિન નવું જ લોન્ચ થયું હોવાથી તેનું મેનેજમેન્ટ, માર્કેટિંગ વગેરે પ્રશ્નો હું સમજી શકું છું, પણ અમે વાચકો પૂરો સહયોગ આપીશું. અમારા સૌની શુભેચ્છા છે કે મેગેઝિનનું કન્ટેન્ટ, ક્વોલિટી અને સાઇઝ વધુ ને વધુ સારી થતી જાય.

-અજયકુમાર મકવાણા, હજીરા


સૌ પ્રથમ તો ધન્યવાદ. પાંચ મહિનાથી ઘરે જઈ શક્યો નહોતો. લવાજમ ઘરના સરનામે હોવાથી પ્રિન્ટ મેગેઝિન જોઈ શક્યો નહોતો. પિતાજીએ ફોન પર કહ્યું હતું કે ખૂબ જ સરસ મેગેઝિન છે. આજે લેપટોપમાં જોતાં લાગ્યું કે ખરેખર અદ્ભુત અને સર્જનાત્મક કામ છે. ઇ-મેગેઝિન મોકલવા બદલ ધન્યવાદ.

-ચિરાગ અમીન, હિંમતનગર


રાજુલાના બસસ્ટેન્ડ પર ‘સાયબરસફર’નો અંક-૩ અચાનક જોવા મળ્યો, જોવા ખાતર જ લીધો, રસ પડ્યો અને પછી તો બધા અંકો ખરીદ્યા. હું ૧૯૯૫થી કમ્પ્યુટર ફિલ્ડમાં છું, ઘણાં મેગેઝિન આવ્યાં અને ગયાં પણ ‘સાયબરસફર’ ખરેખર સરસ છે, વાંચવાની મજા આવે છે.

-દેવદત્ત ઠાકર, પીપાવાવ


અંકની પીડીએફ ફાઇલ જોવા મળી તે અત્યંત ઉપયોગી છે, પરંતુ એક સૂચન કરવાનું મન થાય છે કે લવાજમ ભરેલા ગ્રાહકો અને અન્ય વાચકો વચ્ચે ચોક્કસ અંતર હોવું જરૂરી છે. હું જાણું છું કે આ મેગેઝિનને લોકપ્રિય બનાવવા અમુક પગલાં જરૂરી પણ છે.

-મનિષ મહેતા, જામનગર


ડિજિટલ મેગેઝિન તરફ જવાનો પ્રયત્ન ખરેખર આવકાર્ય ને પ્રશંસાપાત્ર છે. વાચકો પ્રત્યેની નિષ્ઠા દેખાઈ આવે છે. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક.

-જગદીશ શાહ, વડોદરા


‘સાયબરસફર’ના પહેલા અંકમાં આપે જાણીતા લોકોની ટવીટ બીટ આપી હતી તે ખરેખર સારી હતી. તેને હવે ફરીથી શરૂ‚ કરો તો સારું. તમે પણ નિયમિત લોકોના પ્રતિભાવો લખો તો સારું. આપનો શુભેચ્છક.

-આકાશ જીવાણી, ભાવનગર


ડિજિટલ એડિશન ખરેખર બહુ સારી પહેલ છે. એ બતાવે છે કે વાચકોને લેટેસ્ટ સુવિધા આપવાની તમને કેટલી ઉત્કંઠા છે.

-હેમાંગ પારેખ, વલસાડ


અમને શરૂઆતથી મેગેઝિન વિશે ઉત્કંઠા હતી. એકાદ મહિનાનું મેગેઝિન ન મળે અથવા મોડું મળે તો અમને ઘણું જ્ઞાન ગુમાવવું પડે એવું લાગે છે.

-મયુર આર. સાવજ, સુરત


તમે શરૂ કરેલ સફર ઘણી જ સારી છે. ‘સાયબરસફર’ની વેબસાઇટ પર તમે બે મહિના જૂના અંકોની પીડીએફ મૂકી છે, તે બધાંને વાંચવા મળતી હોય તો પછી લવાજમ ભરવાનો અર્થ શું? નવું જાણવા માટે તો બે મહિના જૂનું મેગેઝિન હોય તો પણ શું ફેર પડે છે?

-જિજ્ઞેશ સ્વાદિયા, જામનગર


‘સાયબરસફર’નું ડિજિટલ મેગેઝિન જોઈને ખૂબ જ આનંદ થયો. એક ગુજરાતી મેગેઝિન તરીકે આપે કરેલા પ્રયાસને હૃદયપૂર્વક બિરદાવું છું.

-ઇનાયત સૈયદ, ગાંધીનગર


‘સાયબરસફર’ તરફથી આપવામાં આવતી સેવાઓની હું પ્રશંસા કરું છું. ખરેખર ખૂબ સુંદર કાર્ય કરો છો.

-નીતિન પટેલ, પાલનપુર


‘સાયબરસફર’ ફેમિલી ગાઇડ આપીને આપે ખૂબ સરસ કામ કર્યું છે, તે ખૂબ ઉપયોગી થશે.

-કમલેશ ઝાપડિયા, જસદણ


‘સાયબરસફર’ ખૂબ ખૂબ સુંદર.

-રાજન શાહ, અમદાવાદ


ધન્યવાદ! હવે ટપાલ ખાતાથી છૂટકારો મળશે. આ મહિનાનો અંક મને ખૂબ મોડો મળ્યો પણ હવે વાંધો નથી.

-રાકેશ ડાભી, રાજકોટ


‘સાયબરસફર’ માટેના આપના પ્રયત્નો માટે અભિનંદન. કમ્પ્યુટર ફિલ્ડમાં મારું જ્ઞાન ઘણું ઓછું છે અને તે મારે વધારવું હતું તે જ સમયે આપે મેગેઝિન લોંચ કર્યું. મારે યુએસએમાં મારા અને મારાં બાળકો માટે આ મેગેઝિન જોઈએ છે. આ મેગેઝિન યુએસમાં રહેતા મારા પરિવારને મળે તેવી વ્યવસ્થા કરો.

-વિપુલ પટેલ, અમદાવાદ


ડિજિટલ એડિશન ખરેખર ઉત્તમ પગલું છે.

-ચિન્મય શાહ, નડિયાદ


આપને ખૂબ ખૂબ ધન્યવાદ! માતૃભાષામાં વિષયને વિકાસના માર્ગે લઈ જવામાં આપનો પ્રયાસ ઉત્તમ છે.

-વિપુલ ડેલીવાળા, થાણે, મહારાષ્ટ્ર


‘સાયબરસફર’ માટે અમારે તમને થેંક્યુુ તો કહેવું જ જોઈએ કે તમે આ અંક શરૂ કર્યો અને અમને ઇન્ટરનેટની એકદમ નજીક લાવવાનો પ્રયત્ન કર્યો.

-ભાવિક સવાણી, સુરત


‘સાયબરસફર’ વાંચવામાં મજા પડી. મેગેઝિનનું કન્ટેન્ટ એટલું સારું હોય છે કે મોડું મળે છે તે અમે ભૂલી જઈએ છીએ. ડિજિટલ ફોર્મમાં મેગેઝિન ઉત્તમ સાબિત થશે. અમે વાંચતાં વાંચતાં નેટ સર્ફિંગ કરી શકીશું. ખરેખર વાંચવા જેવું મેગેઝિન છે.

-તપન ભોજાણી, ભરૂચ


ડિજિટલ એડિશનનો નવતર પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે. ખૂબ જ સરસ કામ છે, પણ હું પહેલેથી જ કાગળનાં પુસ્તકો વાંચકો રહ્યો છું અને કાગળનો સ્પર્શ જ મને ઘેલો બનાવી દે છે. કાગળ સાથે મારી મૈત્રી છે એટલે થોડુંક ઘટતું લાગે, પણ એમાં ડિજિટલ એડિશન વિશે જરા પણ શંકા નથી! અંક ક્યારેય મોડે સુધી મળતો નથી, આ ફરિયાદ નથી પણ હું બંધાણી બની ગયો છું એટલે યાદ આવ્યા કરે છે, બાકી ટેકનિકલ પ્રોબ્લેમથી હું વાકેફ છું.

-રોહિત ચૌહાણ, ભાવનગર


‘સાયબરસફર’ ગુજરાતીમાં શરૂ કરી આપે ખૂબ સારી પહેલ કરી છે જેથી અનેક ગુજરાતીઓ ૨૧મી સદીમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઇલ જેવી લેટેસ્ટ ટેક્નોલોજી વિશે જાણી, સમજી શકે.

-જિજ્ઞેશ ગજેરા, સુરત


ખૂબ જ સરસ! આપનો ઘણો આભાર.

ડો. અક્ષય ચૌધરી, સુરત


‘સાયબરસફર’ મેગેઝિન માટેની આપના તરફથી આપવામાં આવેલી સુવિધા ખરેખર સુંદર છે. અમને ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફરી ખૂબ ધન્યવાદ.

-હરેશ એસ. શાહ, ભાવનગર


માહિતીનો તો તમે નાયગરા ધોધ વહાવી દીધો… ખૂબ ખૂબ શુભેચ્છા ‘સાયબરસફર’ના આગલા અંકો માટે.

માહિતીભૂખ તમારા લેખો થકી આ વિષયમાં એટલી બધી હવે વધી ગઈ છે કે માસિક ને પખવાડિક બનાવો તો મોજ પડે. વાચક તરીકે અમારો સાથ સદાય તમારી જોડે છે જ. બસ આવી જ રીતે આંગળી પકડીને સાયબર જગતની અને માહિતીની નિતનવી સફર કરાવતા રહજો… ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર. ગુજરાતના વાચકો માટે આ વિષયનું વાંચન ઉપલબ્ધ કરવા બદલ આભાર.

-પાર્થ ભટ્ટ, અમદાવાદ


પહેલો અંક ગમ્યો. ડાઉનલોડ અને  સાયન્સઝોન વિભાગ ગમ્યા, પણ હાર્ટ ડ્રાઇવવાળી વાત ખાસ ગમી. એક સૂચન – દરેક પેજમાં છેક નીચે જે માહિતી આપો છો તે થોડા ફોન્ટમાં આો.

-રાજ શાહ, અમદાવાદ


‘સાયબરસફર’ની મેગેઝિન આવૃતિ શરુ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ  દિલ સે!

આપને ત્યાંથી મારા ઘરે જ્યારે સૌપ્રથમ પાર્સલ આવ્યું ત્યારે અને પહેલો અંક આપને ત્યાંથી રૂબરુ મેળવ્યો ત્યારે જ તેમની બધી સામગ્રી પર નજર ફેરવી લીધી અને તેથી જ રાત્રે બધું જ સાહિત્ય વાંચી ચૂક્યો. આપે આટલા સમયથી નેટીઝન તેમ જ વાચકોની આદત જે રીતે કેળવી છે તે રીતે અપેક્ષાઓ અપાર છે! રાબેતા મુજબ, થોડાં નમ્ર સૂચનો આ સો જણાવી રહ્યો છું :

આપે અત્યાર સુધી જે કોઈ વેબસાઇટની લિંક/ ઉપયોગિતા  કળશના લેખોમાં કે હેન્ડી ગાઇડમાં જણાવી છે તે તો બરાબર પણ મેગેઝિનના અંદરના કવર / પેજ પર એક આખી હાથવગી યાદી તેના ટૂંકા ઉપયોગ સાથે મૂકી શકાય.

જો શક્ય હોય તો માત્ર આ મેગેઝિનના લવાજમ દાતાઓ માટે એક હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ કે જેમાં ઇન્ટરનેટ અથવા તો  કમ્પ્યુટરને લગતા પ્રશ્નોનો મળી શકે. આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માટે મેઇલ, ફોન કે પોસ્ટનો વિકલ્પ રાખી શકીએ.

કોઈ પણ મેગેઝિન કે અખબારની એક રીડિંગ લાઇફ / ઉપયોગિતા હોય છે જેમ કે અખબારની લાઇફ ૧૦થી ૨૦ મિનિટ, મેગેઝિન ૧૦થી ૨૦ દિવસ હોઈ શકે છે, પરંતુ તેમાં અપવાદ રૂપે આપણે અખબારનું કોઈ પાનું કે કટિંગ સાચવી રાખતા હોઈ કે મેગેઝિન (જેમ કે ‘સફારી’) કાયમ સાચવવાનો પ્રયાસ કરીએ તે માટે દરેક અંકનાં પાનાંઓમાં સાઇડમાં પંચિંગ માટેની જગ્યા મૂકી શકાય. અથવા દરેક પાનું પર્ફોરેટેડ હોય.

નેટ પર તો ઘણા બ્લોગ ચાલતા જ હોય છે, પણ મેગેઝિનમાં વાચકોનો પ્રશ્નો/ઉકેલનો વિભાગ શરુ કરી શકાય.

-મનીષ મહેતા, જામનગર


સરળ શૈલીમાં લખાયેલ લેખો માહિતીપ્રદ છે. વાંચવાની મજા પડી. ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને સાયન્સનો ત્રિવેણી સંગમ એટલે ‘સાયબરસફર’. અંક મોકલવાની સિસ્ટમ યોગ્ય રાખશો તો ચોક્કસ સફળ રહેશો.

-અશ્વિન બામરોલિયા, મહેસાણા


પહેલી નજરે જ અંક સ્પર્શી ગયો. પહેલા અંકમાં વોશરૂમ ટેકનોલોજી અમેઝિંગ રહી!

-પ્રયાગ શાહ, અમદાવાદ


મેગેઝિન અને હેન્ડીગાઇડ્સ ખૂબ ગમ્યાં. કમ્પ્યુટર અંગે ગુજરાતી મેગેઝિનની સૌને ટેકનોલોજી સરળતાથી સમજવામાં મદદ મળશે. આગામી અંકોમાં સાયબર સિક્યુરિટી વિશે સની વાઘેલા અને અંકિત ફડિયા જેવા નિષ્ણાતોનું માર્ગદર્શન પણ મળશે તેવી અપેક્ષા.

-તપન ભોજાણી, ભરૂચ


ઉર્વીશભાઈ દ્વારા એક સરસ સામયિકનો પરિચય થયો. બંને અંક હું જોઈ ગયો, હૃદયના ઊંડાણથી શુભેચ્છા.

-કેતન મિસ્ત્રી, ચિત્રલેખા, મુંબઈ


‘સાયબરસફરનો  પ્રથમ અંક વાંચ્યો. ધમાકેદાર શરૂઆત… ડૂબકી મારવા જેવું કેટલું બધું છે.  તમારી   સાયબરડાઇવ ખરેખર અદભુત નીવડી.  કેટલું બધું જોવાનું, વાંચવાનું, જાણવાનું છે, કિન્ડલ થિંગ્સટુ બી હેપ્પીઅબાઉટ આઈગૂગલ ગેજેટને બીજી કેટલીય રીફર કરવા જેવી સાઇટ્સ.

‘કળશ’ પૂર્તિમાંનો લેખ હંમેશા નાનો પડતો રહ્યો આ સાયબરફલક માટે, હજી ઘણું માણવા મળશે. આવા જ પાર્થબ્રેકિંગ, લાઇટ્રોથ્રોઈંગ ઇસ્યુઝ માટે શુભેચ્છાઓ.

-પ્રીતિ શાહ, વડોદરા


મેગેઝિન ખરેખર સરસ અને અત્યંત માહિતીપ્રદ. સૌની સારી વાત એ કે આ ગુજરાતીમાં છે!

– ભગીરથ દવે, અમદાવાદ


વિદ્યાર્થીઓએ એ શિક્ષકો માટે ખૂબ ઉપયોગી માહિતી. હું કમ્પ્યુટર શિક્ષક છું, મને ‘સાયબરસફર’ માટે લખવું ગમશે.

-ગૌરાંગ દેસાઈ, દાહોદ


ખરેખર ઇન્ફોટેઇન્મેન્ટ આપતું મેગેઝિન મને અંકો એ હેન્ડીગાઇડ્સ પરફેક્ટ રીતે પહોંચી ગયાં. આખી ટીમને અભિનંદન. પહેલાં ડગ હંમેશાં મુશ્કેલ હોય છે, પણ અેના ઉપાય ચોક્કસ શોધી શકાય.

-આનંદ સિંધવ, રાજકોટ


હું કમ્પ્યુટર એન્જિનિયરીંગ અભ્યાસ કરું છું, પણ ઓનલાઇન ગુજરાતી લખતાં નહોતું આવડતું, ‘સાયબરસફર’માંથી એ શીખ્યો!

-મીત ગજ્જર, અમદાવાદ


Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.