આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી આપણું જીવન ઘણી બધી રીતે બદલાઈ ગયું છે. એન્ડ્રોઇડનું દસમું વર્ઝન આવી રહ્યું છે ત્યારે તેમાં આપણને કેવી કેવી નવી સુવિધાઓ મળશે એ વિશેની કવર સ્ટોરીમાં તમને રસ પડશે! પણ, એ વાંચતાં પહેલાં કરિગર ગાઇડ વિભાગમાં ‘તમે કેટલું વાંચો છો?’ અને ‘ડિગ્રી નહીં, આવડતો જોવાશે’ લેખ વાંચવાની ખાસ ભલામણ છે. આ લેખો આમ તો વિદ્યાર્થીઓને...
મારો કમ્પ્યુટરનો ઉપયોગ હવે તદ્દન ઘટી ગયો છે અને લગભગ બધું જ સર્ફિંગ હવે સ્માર્ટફોન પર જ થાય છે. ફોન રાતદિવસ હાથમાં રહેતો હોવા છતાં, તેમાંની ઘણી બાબતો અજાણી હોય છે અને જાતે એને જાણવા-સમજવાનો સમય હોતો નથી. ‘સાયબરસફર’માંથી ઘણી જાણકારી મળી જાય છે. અભિનંદન! - ધીરેન્દ્ર ભટ્ટ,  મુંબઈ ‘સાયબરસફર’માં આજના સમયને અનુરૂપ લેખો હોય છે. પરંતુ ડિજિટલ માર્કેટિંગને લગતી માહિતી...
ગયા અંકમાં આપણે ગૂગલની ફ્રી પાસવર્ડ મેનેજર સર્વિસ વિશે વિગતવાર જાણ્યું હતું. તેના અનુસંધાનમાં વડોદરાના એક વડીલ વાચક મિત્રે આવી બીજી એક સર્વિસના તેમના અનુભવો લખી મોકલ્યા છે. પાસવર્ડ આપણા જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયા છે એ ધ્યાનમાં રાખીને, ‘સાયબરસફર’માં પાસવર્ડની સલામતી અને એ માટેની સાવચેતી વિશે અવારનવાર લખવામાં આવે છે. એ અનુસંધાને, માર્ચ ૨૦૧૮ અંકમાં જુદી જુદી પાસવર્ડ...
આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા મિત્રનું કયું કન્ટેન્ટ આપણને બતાવવું એ ફેસબુકની સિસ્ટમ કેવી રીતે નક્કી...
છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ. તમે જાણતા હશો તેમ મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રકમ ઉમેરવી પડે છે અને પછી તેને અલગ અલગ જગ્યાએ વાપરી શકીએ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.