fbpx

’સાયબરસફર’ શું છે?

આ સવાલનો એકદમ ટૂંકો જવાબ એવો આપી શકાય કે ‘સાયબરસફર’ એક અખબારી કોલમ (‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં, જાન્યુઆરી ૨૦૦૮થી) છે, આ વેબસાઇટ (ફેબ્રુઆરી ૨૦૦૮થી) છે અને હવે બાવન પેજનું પ્રિન્ટેડ મંથલી મેગેઝિન (ફેબ્રુઆરી ૨૦૧૨થી નિયમિત પ્રકાશિત) પણ છે.

આ ટૂંકી ઓળખ થઈ. પરંતુ મૂળભૂત રીતે, ‘સાયબરસફર’ ગુજરાતી પરિવારોની જ્ઞાન ક્ષિતિજો વિસ્તારવાની એક પહેલ છે, જે આજની ટેક્નોલોજીના પ્રતાપે વિવિધ સ્વરૂપે વિસ્તરી રહી છે.

‘સાયબરસફર’ના લેખક-સંપાદક-પ્રકાશક હિમાંશુ કીકાણીની, આ જ વિષયની બીજી બે કોલમ હવે ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિમાં ‘ટેકબુક’ નામે તથા ચિત્રલેખામાં ‘ડિજિટલ દુનિયા’ નામે પણ પ્રકાશિત થાય છે.

જે અખબાર કે સામયિકની નાની કોલમમાં સમાવી શકાતું નથી એ બધું જ ‘સાયબરસફર’ મેગેઝિન અને આ વેબસાઇટ પર વિસ્તારપૂર્વક આવરી લેવામાં આવે છે.

અખબારની એક નાની કોલમ આટલી કેવી રીતે વિસ્તરી એ જાણવામાં રસ હોય તો આ લેખો વાંચશો

‘સાયબરસફર’ કોને માટે છે?

આ વેબસાઇટનાં જુદા જુદા લેખોનાં શીર્ષક પર આછી નજર ફેરવો, તમને એ લેખ આખા વાંચવાનો રસ જાગે છે?
તો ’સાયબરસફર’ તમારા માટે છે!

’સાયબરસફર’ પરિવારની દરેક વ્યક્તિને રસ પડે અને તેમને મોટા ભાગે આજે જ, અત્યારે જ ઉપયોગી થાય તેવું વાંચન આપે છે.

આજની સ્માર્ટ ટેક્નોલોજીને કારણે આપણા સૌનું જીવન અત્યંત તેજ ગતિએ બદલાઈ રહ્યું છે. ‘સાયબરસફર’ બે પ્રકારની વ્યક્તિને ઉપયોગી છે

  1. એવી વ્યક્તિને, જે બદલાતા સમયની ગતિ સાથે તાલ મિલાવવામાં મુશ્કેલી અનુભવતી હોય
  2. એવી વ્યક્તિને, જે આ પરિવર્તનો બરાબર સમજીને સ્માર્ટ ટેક્નોલોજીના ખરેખર સ્માર્ટ યૂઝર બનવા માગતી હોય

અહીં ટેકનિકલ બાબતોમાં બહુ ઊંડા ઊતરવાને બદલે, તેનો આપણે રોજિંદા જીવનમાં વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકીએ તેના પર વધુ ભાર મૂકવામાં આવે છે, એ પણ સરળ, હળવી, આપણી ભાષામાં.

‘સાયબરસફર’માં મુખ્યત્વે કેવા લેખ હોય છે?

’સાયબરસફર’ના લેખો મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત છે – સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર.

અલબત્ત, આ ત્રણેય માત્ર સાધન છે. ‘સાયબરસફર’ ચાર લક્ષ્યો પર કેન્દ્રિત છે ઃ

  1. ક્યુરિયોસિટીઃ જિજ્ઞાસા સંતોષવી અને વિસ્તારવી
  2. ક્રિએટિવિટીઃ  સર્જનાત્મકતા કેળવવી
  3. પ્રોડક્ટિવિટીઃ કાર્યક્ષમતા વધારવી
  4. સાયબરસેફ્ટીઃ ઇન્ટરનેટની જોખમી બાજુની સમજ કેળવવી

’સાયબરસફર’ના દરેક લેખ પારિવારિક આનંદ આપે, અભ્યાસ/કારકિર્દીમાં ઉપયોગી થાય અથવા વ્યવસાય/નોકરીના કામકાજમાં મદદરૂપ થાય તે રીતે ટેક્નોલોજીનો ઉપયોગ સમજાવે છે.

’સાયબરસફર’ કદાચ તમારા બધા પ્રશ્નોના જવાબ ન આપી શકે, પરંતુ એ નવા પ્રશ્નો જરૂર ઊભા કરશે. આખરે, જીવનમાં પ્રગતિ માટે જવાબો કરતાં પ્રશ્નો જ વધુ મદદરૂપ થતા હોય છે!

આ વેબસાઇટનો પૂરો લાભ કેવી રીતે લેશો?

આ વેબસાઇટ, ફેબ્રુઆરી ૨૦૧૨થી પ્રકાશિત પ્રિન્ટેડ ‘સાયબરસફર’ મેગેઝિનનું ડિજિટલ સ્વરૂપ છે.

આ વેબસાઇટ માટેની ઓનલાઇન એક્સેસ ધરાવતા મિત્રો અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના તમામ લેખ, લોગ-ઇન પછી વેબ આર્ટિકલ સ્વરૂપે પૂરેપૂરા વાંચી શકે છે. જ્યારે અન્ય મિત્રો, દરેક લેખનો પ્રારંભિક ભાગ વાંચી શકે છે. કેટલાક લેખો લોગ-ઇન વિના પણ પૂરે પૂરા વાંચી શકાય છે.

મેગેઝિનના લેખો વેબસાઇટ પર, પ્રિન્ટના લેઆઉટને બદલે વેબ આર્ટિકલ સ્વરૂપે મૂકવાને કારણે તમામ લેખનું કન્ટેન્ટ સર્ચ કરી શકાય છે અને વિવિધ રીતે – અંક મુજબ અથવા ટોપિક મુજબ – જોઈ-વાંચી શકાય છે. વેબ આર્ટિકલ સહેલાઈથી અપડેટ પણ થઈ શકે છે.

ઓફલાઇન વાંચન પણ શક્યઃ આમ તો, ‘સાયબરસફર’ના લેખો વાંચવા માટે તમારે નેટ કનેક્શન જોઈશે, પણ હવે ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે તમે જુદા જુદા લેખો મોબાઇલમાં, ઓફલાઇન પણ વાંચી શકશો (વધુ જાણો)

વેબસાઇટનું માળખુંઃ તમે સાઇટનું તમામ કન્ટેન્ટ, પીસીમાં ઉપર આપેલા મેઇન મેનુની મદદથી, મોબાઇલમાં ડાબી મેનુ પેનલની મદદથી અથવા હોમપેજ પરના મેનુની મદદથી, મુખ્યત્વે નીચેની રીતે વાંચી શકશોઃ

  1. મેગેઝિનના અંકો મુજબ
  2. મેગેઝિનના વિભાગો મુજબ
  3. લોકપ્રિય વિષયો મુજબ
  4. લેખકો મુજબ

ઓનલાઇન એક્સેસ ધરાવતા મિત્રો, મેનુમાં ‘યોર એકાઉન્ટ’ પર ક્લિક કરીને, તેમની ઓનલાઇન એક્સેસનું લવાજમ ક્યારે પૂરું થઈ રહ્યું છે તે જોઈ શકે છે. યાદ રાખશો કે એ પેજ માત્ર ઓનલાઇન એક્સેસનો સમયગાળો દર્શાવે છે, પ્રિન્ટેડ મેગેઝિનનો નહીં.

બુકમાર્કની સુવિધાઃ આ વેબસાઇટ માટે યૂઝરનેમ-પાસવર્ડ ધરાવતા મિત્રો લોગ-ઇન થયા પછી દરેક લેખના પેજ પર ’બુકમાર્ક’ની નિશાની ક્લિક કરીને, તેને બુકમાર્ક કરી શકે છે. તમારી પસંદગીના આ લેખોની આ યાદી મેનુમાં ‘યોર એકાઉન્ટ’માં ‘યોર બુકમાર્ક્સ’ પેજમાં જોઈ શકાશે. આ યાદી માત્ર તમે જ જોઈ શકશો. આ સુવિધા એપમાં ઓફલાઇન રીડિંગ સમયે પણ ખાસ કામ લાગશે.

આપની સફર આનંદમય રહે!

Don`t copy text!

Member Login

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.