મોર્નિંગ વોકમાં એકલા જતા પપ્પાની ચિંતા થાય છે?

By mahesh1

3

શિયાળો નજીક છે. ઘણાં ફેમિલીમાં એક વાતે મીઠી તકરાર શરૂ થશે – મોટી ઉંમરના પપ્પાને એકલા, મોર્નિંગ વોકમાં જવું હોય.
ને ફેમિલીમાં સૌને ચિંતા રહેતી હોય – પપ્પાને હાઇ બીપી છે, ક્યાંક પડી જશે તો?

આમ તો આવી ઇમરજન્સી સિચ્યુએશનમાં મદદરૂપ થાય એવાં ઘણાં ફીચર્સ આપણા ફોનમાં હોય છે. ‘સાયબરસફર’ના જુલાઈ 2026 અંકમાં આખી કવરસ્ટોરી તેના પર છે.

પણ અત્યારે આપણે આ ખેંચતાણનું એક સિમ્પલ સોલ્યુશન જોઈ લઈએ.

પપ્પા પોતાના સ્માર્ટફોનમાંથી, ફેમિલીની કોઈ એક વ્યક્તિ સાથે પોતાનું લાઇવ લોકેશન શેર કરી દે!

એ માટે, પપ્પાના ફોનમાં લેવાનાં પગલાં

  • પપ્પાના ફોનમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરો.
  • તેમના પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
  • જે પેજ ખુલે તેમાં ‘લોકેશન શેરિંગ’ પર ક્લિક કરો.
  • હવે ‘ન્યૂ શેર’ બટન ક્લિક કરો.
  • હવે કેટલા સમય માટે લાઇવ લોકેશન શેર કરવું છે તે નક્કી કરી શકાશે.
  • તેમાં ‘અનટીલ યુ ટર્ન ધીસ ઓફ’ એટલે કે તમે બંધ ન કરો ત્યાં સુધી લાઇવ લોકેશન ચાલુ રહે એવો વિકલ્પ પસંદ કરી લો.
  • એ જ પેજ પર તમને પરિવારની નજીકની વ્યક્તિઓનાં નામ દેખાશે.
  • જોઈતી વ્યક્તિનું નામ ન દેખાય તો બધાં નામો ડાબી તરફ સ્વાઇપ કરી, ‘મોર’માં જાઓ અને આખા કોન્ટેક્ટ લિસ્ટમાંથી જોઈતી વ્યક્તિ પસંદ કરી લો.
  • તેમના ઇમેઇલ એડ્રેસ કે મોબાઇલ નંબરને સિલેક્ટ કરી, ‘શેર’ બટન ક્લિક કરો.

હવે, લોકેશન જેની સાથે શેર કર્યું તેના ફોનમાં…

ઉપરની બધી પ્રોસેસ આપણે પપ્પાના ફોનમાં કરી.

  • હવે જે વ્યક્તિ સાથે લોકેશન શેર કર્યું છે તેમને એક એસએમએસ જશે. સાથે તેનું નોટિફિકેશન આવી જશે.
  • તેમના ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરો. મેપ પર પપ્પાનું લાઇવ લોકેશન જોવા મળશે!
  • કોઈ કારણસર જોવા ન મળે તો એ જ ફોનમાં મેપ્સમાં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
  • લોકેશન શેરિંગમાં જાઓ.
  • હવે પપ્પાનું લાઇવ લોકેશન તથા તેમના ફોનમાં કેટલી બેટરી બચી છે એ પણ જોવા મળશે.

આ જ કામ, ગૂગલની ‘ફાઇન્ડ હબ’ એપની મદદથી પણ કરી શકાય. પ્રોસેસ બંનેમાં સરખી છે.

બંને એપમાં, પપ્પા બગીચામાં ચાલતા હશે તો મેપ પર એમનું લોકેશન દર્શાવતો બ્લૂ ડોટ પણ ખસતો દેખાશે!

બીજી એક વાત…

આ આખી વાતનું બીજું એક પાસું પણ છે.

લાઇવ લોકેશન શેરિંગનો અર્થ એ નથી કે આપણે લોકેશન શેર કરનાર વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર તરાપ મારીએ!

નાની નાની વાતમાં પેનિક પણ ન કરીએ.

લાઇવ લોકેશન શેરિંગનો આપણો હેતુ ઇમર્જન્સી પૂરતો જ છે.

તો એનો એ જ રીતે ઉપયોગ કરીએ!

Pleases don`t copy text!