થોડી અંગત વાત કરું – હું 1993માં નવી દિલ્હીમાં, ઇન્ડિયા ટુડેની ગુજરાતી આવૃત્તિમાં જોડાયો.
ત્યારથી ડેસ્ક પર બેસતો થયો અને સામે ટેબલ પર કમ્પ્યૂટર આવ્યું. ટૂંકા સમયમાં કમ્પ્યૂટર પર ગુજરાતીમાં ટાઇપિંગ પણ કરતો થયો.
કમ્પ્યૂટર સાથેનો સંબંધ ત્યારથી આજ સુધી અકબંધ રહ્યો છે.
લગભગ 33 વર્ષથી! શરૂઆતનાં વર્ષોમાં, દર અઠવાડિયે બે-ત્રણ દિવસ 15-17 કલાક પણ કામ કર્યું.
હવે એટલા લાંબા કલાકો નથી રહ્યા, પણ ડેસ્ક વર્ક અને કમ્પ્યૂટર પર ટાઇપિંગ સતત ચાલુ છે.
છતાં ઉપરવાળાની કૃપા અને મારી એક સાદી ને સારી આદતથી હજી સુધી બેક પેઇનનો સામનો કરવો પડ્યો નથી.
વાતમાં રસ પડ્યો? એ આદત તમે પણ જાણી લો!
મારું કામ એ પ્રકારનું છે કે વારંવાર મારા પર ફોન આવે.
ફોન આવે ત્યારે – અચૂકપણે – હું કમ્પ્યૂટર સામેથી ઊભો થાઉં અને ઓફિસમાં જેટલી જગ્યા મળે એટલી જગ્યામાં ચાલતાં ચાલતાં વાત કરું.
અચૂક.
કોલ પર વાત લંબાય તો અકળાવાને બદલે હું રાજી થાઉં!
તમે પણ ટ્રાય કરી જુઓ.
33 વર્ષ તો સહેલાઈથી નીકળી જશે!
– હિમાંશુ કીકાણી (www.cybersafar.com)


