યાદ કરો, છેલ્લે તમે ક્યારે કોઈ લાંબું લખાણ આખું વાંચ્યું હતું?
પુસ્તક તો ભૂલી જાઓ, ન્યૂઝપેપર કે મેગેઝિનમાં આખો લેખ?
ખરેખર, આપણી વાંચવાની આદત છૂટી નથી. હજી ઘણું વાંચીએ છીએ, પણ વોટ્સએપમાં કે ફેસબુકમાં!
ઓકે ફાઇન, પણ આપણે ક્યાં વાંચીએ છીએ, એની સાથોસાથ, શું વાંચીએ છીએ એ બહુ મહત્ત્વનું છે.
ભલે સ્માર્ટફોનના સ્ક્રીન પર, પણ કંઈક અર્થપૂર્ણ વાંચવું જરૂરી છે.
તમે વાંચો નહીં અને વીડિયો જુઓ તો એ પણ ચાલે, પણ એમાં પછી સાદી રીલ્સ કે મૂવીઝ નહીં!
✅ એવું કન્ટેન્ટ, જે આપણને આપણા અભ્યાસ કે ઓફિસના કામમાં ઉપયોગી થાય.
✅ એવું કન્ટેન્ટ, જે કોઈ વિષયની આપણી સમજ વિસ્તારે.
✅ આપણે આવું કન્ટેન્ટ શોધીશું અને વાંચીશું કે જોઈશું તો જ આપણાં બાળકો પણ એમ કરતાં શીખશે.
એટલે આપણો તો સમય વીતી ગયો એમ માનતા હો તો પણ, પરિવારનાં બાળકો માટે વાંચતા રહેજો.
આપણાં બાળકો, આપણે જે કહીશું એ નહીં કરે. એ આપણે જે કરીને બતાવશું એ જ કરશે.
નવું વાંચવું ને નવું જાણવું તો જોઈશે જ!
રોજેરોજ, નિયમિત.


