તમારા ફોનનો સ્ક્રીન ઓફ થઈ જાય છે?

By CyberSafar Support

3

આપણા પર કોલ આવે અને આપણે વાત કરવા માટે ફોન કાને ધરીએ એ સાથે ફોનનો સ્ક્રીન ઓફ થઈ જતો હોય છે.

ઘણા લોકો આ જોઇને ચિંતામાં પડી જતા હોય છે – ફોનમાં કંઈક ગરબડ છે કે શું?

આવી કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. આ ખરેખર તો એક સેફ્ટી ફીચર છે.

આપણા ફોનમાં ‘પ્રોક્સીમિટી’ તરીકે ઓળખાતું સેન્સર હોય છે. આપણે કોલ રીસિવ કરીને ફોન કાન પાસે લઇ જઇએ એ સાથે ફોનની સિસ્ટમ ‘પ્રોક્સીમિટી’ સેન્સરને કારણે જાણી લે છે કે ફોનનો સ્ક્રીન કાન પાસે પહોંચ્યો છે.

સ્માર્ટફોનનો ટચસ્ક્રીન કાનને કે ગાલને અડે અને વાતચીત દરમિયાન ભૂલથી કોલ બંધ કરવાનું કે કોલ હોલ્ડ કરવાનું બટન દબાઈ ન જાય એ માટે ફોન કાન પાસે પહોંચતાં જ ફોનનો સ્ક્રીન ઓફ થઈ જાય છે!

તમારા ફોનમાં કંઇ ગરબડ નથી. ચિંતા રાખ્યા વગર વાતચીત ચાલુ રાખો!

‘સાયબરસફર’ મેગેઝિનમાં સાદા કે ઊંડા સવાલો સંબંધિત લેખોની યાદી જુઓઃ https://cybersafar.com/tag/faq/

Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop