(પૂરક માહિતીઃ આકાશ નાણાવટી (https://avnahmedabad.artstation.com/)
હોલીવૂડની ‘કૂંગફૂ પાંડા’, ‘કાર્સ’, ‘ધ એડવેન્ચર્સ ઓફ ટિનટિન’ કે ‘જુરાિસક પાર્ક’, ‘એવેન્જર્સ’ વગેરે મૂવીઝ જોવી તો ગમે, પણ જોયા પછી આ મૂવીઝ કેવી રીતે બનતી હશે એ જાણવાની જિજ્ઞાસા જાગે છે? ‘પબ્જી’ જેવી ગેમનાં ધાંસૂ ગ્રાફિક્સ કેવી રીતે તૈયાર થતા હશે, એમાંના કેરેક્ટર્સ ફિઝિક્સના નિયમોનું બરાબર પાલન કરીને, આપણી આંગળીના ઇશારે કઈ રીતે મૂવ કરતા હશે એ જાણવાનું તમને મન થાય?
સ્પાઇડરમેનની હોમકમિંગ સિરીઝની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જોતી વખતે અસલી-નકલીની આટલી જબરજસ્ત ભેળસેળ સ્ક્રીન પર કેવી રીતે સર્જાતી હશે એની તમને નવાઈ લાગે છે? ‘કાર્સ’ મૂવીમાં વિવિધ પ્રકારની કારના ‘ચહેરા’ પર કે પછી ‘કૂંગફૂ પાંડા’ જેવી મૂવીમાં પાંડાના ચહેરા પર ભોળપણભર્યા અને વિલન મોરના ચહેરા પર નરી લુચ્ચાઈભર્યા હાવભાવ કેવી રીતે સર્જાતા હશે એવા વિચાર આવે છે?
આ બધી કમ્પ્યૂટરની કમાલ છે એ તો કોઈ પણ સમજી શકે એવી વાત છે. પરંતુ કમ્પ્યૂટર આ બધું કેવી રીતે કરે છે એ જાણવામાં તમને રસ પડે અને એથી પણ વધુ, પોતે પણ આવું કંઈક ક્રિએશન કરવાનો મનમાં સળવળાટ જાગે તો ક્રિએટિવ મિક્સ્ડ રિયાલિટીઝમાં તમે કારકિર્દી ઘડી શકો છો. આગળના લેખમાં આપણે આ ફીલ્ડમાં દાખલ થવા માટે જરૂરી પાયાની બાબતોની વાત કરી.
હવે આ ફીલ્ડમાં પ્રવેશ મેળવ્યા પછી તમે કઈ બાબતોમાં સ્પેશિયલાઇઝેશન કરી શકો છો તેની વાત કરીએ.
આગળ શું વાંચશો?
- કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં કામની કેવી તક મળશે?
- એક પ્રોજેક્ટમાં અનેક આર્ટિસ્ટની ભૂમિકા
- ગેમ ચેન્જર ટૂલ્સ જાણો
- તમે આ ફીલ્ડના કોર્સમાં શું શીખશો?
- ઉપયોગી થાય તેવા સોફ્ટવેર