ફોન્ટ સાથે આપણો રોજબરોજનો પનારો હોવા છતાં આપણે તેના વિશે પ્રમાણમાં ઓછું જાણીએ છીએ. કાગળ પર પ્રિન્ટેડ લખાણમાં કે કમ્પ્યૂટર-ટીવીના સ્ક્રીન પર આપણે જે લખાણ મરોડદાર અક્ષરોનાં લખાણ જોઇએ છે તે વિવિધ ફોન્ટને આભારી હોય છે. ભાષા મુજબ જુદા જુદા ફોન્ટ હોય છે, જે લખાણને આકર્ષક બનાવે છે.