ગયા મહિને દુનિયાભરના અનેક લોકો એકાદ કલાક જેટલા લાંબા સમય માટે ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરી શક્યા નહીં. આવું ગ્લોબલ આઉટેજ કેમ સર્જાયું?
કુદરતની સેન્સ ઓફ હ્યુમર ગજબની છે એ તો માનવું જ રહ્યું! વર્ષ ૨૦૨૦ હજી શરૂ થયું હતું ત્યાં કોરોના મહામારી આખી દુનિયામાં ફેલાવા લાગી, જુદા જુદા દેશોમાં લોકડાઉન થવા લાગ્યાં અને આપણને લાગ્યું કે આ સ્થિતિમાં ટકવું હોય તો ડિજિટલ ટેક્નોલોજી જ આપણો એક માત્ર તારણહાર છે. પછી વર્ષ ૨૦૨૦ પૂરું થવા આવ્યું ત્યારે ગૂગલ જેવું ગૂગલ ડાઉન થયું! લોકો લાંબા સમય સુધી પોતાના ગૂગલ એકાઉન્ટની મદદથી લોગ-ઇન થઈ ન શક્યા. પાણી વિના માછલી તરફડે એમ ગૂગલની એક્સેસ વિના તરફડતા લોકોને કુદરતે ભાન કરાવ્યું કે બોસ, છેલ્લો તારણહાર તો હું જ છું! બીજા કોઈને ભરોસે ન રહેતો!