લોગ-ઇન વિના વાંચો

‘સાયબરસફર’ આપને ઉપયોગી છે કે નહીં એ જાણવાનો સૌથી સહેલો રસ્તો છે - તેમાં પ્રકાશિત કોઈ લેખ આખેઆખો વાંચવો! અહીં આપેલા લેખ આપને ગમે તો મિત્રો સાથે શેર પણ કરવા વિનંતી.


 

વધુ વાંચીએ, નવું જાણીએ

આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી આપણું જીવન ઘણી બધી રીતે બદલાઈ ગયું છે. એન્ડ્રોઇડનું દસમું વર્ઝન આવી રહ્યું છે ત્યારે તેમાં આપણને કેવી કેવી નવી સુવિધાઓ મળશે એ વિશેની કવર સ્ટોરીમાં તમને રસ પડશે! પણ, એ વાંચતાં પહેલાં કરિગર ગાઇડ વિભાગમાં ‘તમે કેટલું વાંચો છો?’ અને ‘ડિગ્રી નહીં, આવડતો જોવાશે’ લેખ વાંચવાની ખાસ ભલામણ છે. આ લેખો આમ તો વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખાયેલા છે, છતાં વાલીઓ અને વડીલોએ પણ વાંચવા-સમજવા જેવા છે. એક જાણીતા અમેરિકન લેખકના લેખને આધારે લખાયેલા આ લેખમાં શિક્ષણપદ્ધતિના મૂળ સામે જ સવાલો...

પ્રતિભાવ-અંક ૮૮

મારો કમ્પ્યુટરનો ઉપયોગ હવે તદ્દન ઘટી ગયો છે અને લગભગ બધું જ સર્ફિંગ હવે સ્માર્ટફોન પર જ થાય છે. ફોન રાતદિવસ હાથમાં રહેતો હોવા છતાં, તેમાંની ઘણી બાબતો અજાણી હોય છે અને જાતે એને જાણવા-સમજવાનો સમય હોતો નથી. ‘સાયબરસફર’માંથી ઘણી જાણકારી મળી જાય છે. અભિનંદન! - ધીરેન્દ્ર ભટ્ટ,  મુંબઈ ‘સાયબરસફર’માં આજના સમયને અનુરૂપ લેખો હોય છે. પરંતુ ડિજિટલ માર્કેટિંગને લગતી માહિતી પણ ઉમેરો તો વધુ સારું. ગૂગલ એડ નેટવર્કમાં કેવી રીતે એડ આપી શકાય, સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવાની રીતો વગેરે પર પણ લખો તો, લેખોની...

“કીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો…’’ 🔓

ગયા અંકમાં આપણે ગૂગલની ફ્રી પાસવર્ડ મેનેજર સર્વિસ વિશે વિગતવાર જાણ્યું હતું. તેના અનુસંધાનમાં વડોદરાના એક વડીલ વાચક મિત્રે આવી બીજી એક સર્વિસના તેમના અનુભવો લખી મોકલ્યા છે. પાસવર્ડ આપણા જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયા છે એ ધ્યાનમાં રાખીને, ‘સાયબરસફર’માં પાસવર્ડની સલામતી અને એ માટેની સાવચેતી વિશે અવારનવાર લખવામાં આવે છે. એ અનુસંધાને, માર્ચ ૨૦૧૮ અંકમાં જુદી જુદી પાસવર્ડ મેનેજર સર્વિસ કેવી રીતે કામ કરે છે તેની વાત કરી હતી અને ત્યાર પછી હમણાં, મે, ૨૦૧૯ના અંકમાં ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસનો વિગતવાર પરિચય આપવામાં...

કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ 🔓

આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા મિત્રનું કયું કન્ટેન્ટ આપણને બતાવવું એ ફેસબુકની સિસ્ટમ કેવી રીતે નક્કી કરતી હશે? આ સવાલનો ટૂંકો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે ફેસબુક અનેક પ્રકારની ગણતરીઓ કરીને ન્યૂઝ ફીડમાં આપણને ક્યારે કઈ બાબત બતાવવી તે નક્કી કરે...

યુપીઆઇના ખબરઅંતર 🔓

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ. તમે જાણતા હશો તેમ મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રકમ ઉમેરવી પડે છે અને પછી તેને અલગ અલગ જગ્યાએ વાપરી શકીએ છીએ, પરંતુ યુપીઆઇમાં આપણા બેન્ક ખાતામાંથી સીધી જ સામેની પાર્ટીના બેન્ક ખાતામાં રકમ જતી હોવાથી આ પદ્ધતિ વધુ લોકપ્રિય બની રહી છે. મોબાઇલ વોલેટના ઉપયોગ...

સતોડિયાની જાહોજલાલી, સ્માર્ટફોને ખૂંચવી!

આપણી દુનિયા કેવા બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગઈ છે! એક તરફ, એક આખી પેઢી એવી છે, જે સ્માર્ટફોનનો ખપપૂરતો ઉપયોગ તો કરી લે છે, પણ અંદરખાને અફસોસ કરે છે કે પોતે આ જાદુઈ જિનનો પૂરો ઉપયોગ જાણતા નથી. તો બીજી બાજુ, એવી પણ એક પેઢી છે જે સ્માર્ટફોનનો ખરેખર રમતની જેમ ઉપયોગ કરે છે અને એમને એવો કોઈ અફસોસ પણ નથી કે તેઓ ભાઇબંધો સાથે ગિલ્લીદંડા, લખોટી કે સતોડિયું રમવાની કેવી જાહોજલાલી ગુમાવી બેઠા છે! નવી પેઢીને આવો અફસોસ ન હોય એ સમજી શકાય એમ છે...

અંક – 87ના પ્રતિભાવ 🔓

એકદમ રસપ્રદ શૈલીમાં તરોતાજા વિષયો ઉપરના લેખો આપો છો એ માટે ધન્યવાદ. - પાર્થ પંડ્યા ‘સાયબરસફર’ દરેક લેખ સાથે, તેને સંબંધિત અન્ય માહિતી આપતી વેબસાઇટ, વીડિયો વગેરેની લિંક પણ આપો તો તમારી મહેનત વધુ લેખે લાગશે કારણ કે રસાળ શૈલીને કારણે લેખ પૂરો કર્યા પછી એ વિશે વધુ ને વધુ જાણવા ચાનક ચઢે છે! - મીનાક્ષી લેઉઆ, કપડવંજ હું ‘સાયબરસફર’ માસિકનો બંધાણી થઈ ગયો છું! આજના જમાનામાં ટેકનોલોજી વગર જીવવું શક્ય નથી અને તમે આ જીવવાનું જોમ પૂરો પાડે છો. ઘણા સમયથી લખવું હતું, પણ પત્ર વ્યવહાર માટે...

બાળકો-કિશોરો પર સ્માર્ટ સાધનોની અસર

નીચેની તસવીરમાં દેખાતો કિશોર કે યુવાન હવે ઘર ઘરમાં જોવા મળે છે. સ્માર્ટફોન, લેપટોપ અને હેડફોનમાં પરોવાયેલા રહેતાં બાળકો અને કિશોરો તેમની આસપાસની વાસ્તવિક દુનિયાથી અલિપ્ત રહે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિને કારણે તેમને ઘણી જુદી જુદી રીતે કાયમી નુકસાન થઈ રહ્યું છે. સ્માર્ટ ડિવાઈસીસનો વધુ પડતો ઉપયોગ તેમના આંખ, કાન, મગજ, પીઠ વગેરેને નોંધપાત્ર રીતે નુકસાન કરે છે. એમાં પણ સોફા કે કોચ પર ન બેઠા હોય કે ન સૂતા હોય એવી તદ્દન અયોગ્ય શારીરિક સ્થિતિને કારણે પણ શારીરિક હાનિ પહોંચે છે....

સગવડ વધુ મહત્ત્વની કે સલામતી? 🔓

આપણી ડિજિટલ દુનિયા કેટલી ગૂંચવણભરી બની ગઈ છે, એનું સાવ સાદું ઉદાહરણ એટલે પાસવર્ડ. આપણી માહિતી ખાનગી રાખવા પાસવર્ડ જરૂરી છે અને એને પણ ખાનગી રાખવા, એ વધુ ઝંઝટનું કામ છે! ઇન્ટરનેટ પર ઠીક ઠીક સક્રિય કોઈ પણ વ્યક્તિ પોતાના બધા પાસવર્ડ યાદ રાખી શકે એ હવે અશક્ય છે. જો તમારા કિસ્સામાં એ શક્ય હોય, તો એનો અર્થ એટલો જ કે તમારા પાસવર્ડ પૂરતા સલામત નહીં હોય! એ દૃષ્ટિએ, પાસવર્ડ મેનેજર સર્વિસ બહુ ઉપયોગી થાય છે. તેનાથી આપણે મુશ્કેલ પાસવર્ડ બનાવવાની અને પછી યાદ રાખવાની ઝંઝટમાંથી બચી...

કમ્પ્યુટરનું કરામતી કેલ્ક્યુલેટર 🔓

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું પડે? જન્મદિવસે કોઈ કેટલા વર્ષના થયા? એમ પૂછે ત્યારે ફક્ત વર્ષમાં જવાબ દેવો પણ અઘરો પડતો હોય છે, એમાંય આપણે સ્કૂલના દિવસોમાં ઘડિયા પાકા કર્યું ન હોય એટલે હવે ચોપનમાંથી સાડત્રીસની બાદબાકી કરવા માટે પણ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.