તમે કોઈ વ્યક્તિને ઈ-મેઇલ લખી રહ્યા હો ત્યારે ક્યારેક એવું બનતું હશે કે ઈ-મેઇલ પૂરો લખાયો ન હોય ત્યાં ભૂલથી એન્ટર કી પ્રેસ થઈ જતાં આપણો અધૂરો મેઇલ સામેની વ્યક્તિને પહોંચી જાય.
આવું થતું ટાળવું હોય તો તેના બે રસ્તા છે.
એક, જીમેઇલ જેવી સર્વિસમાં મોકલેલો મેઇલ અમુક સેકન્ડ સુધીમાં અનસેન્ડ કરવાની સુવિધા મળે છે. સેટિંગ્સમાં આ સુવિધા શોધીને તેને ઇનેબલ કરી દો.
બીજો હજુ વધુ સહેલો રસ્તો એ છે કે કોઈ પણ વ્યક્તિને મહત્ત્વનો ઈ-મેઇલ લખી રહ્યા હો ત્યારે એ વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ લખવાનું કામ સૌથી છેલ્લે કરો!