કટોકટીના સમયે ફોનની બેટરી લાંબો સમય ચલાવવા માટે…

ક્યારેક એવું બને કે તમારા મોબાઇલની બેટરી પૂરી થવામાં હોય અને અડધા પોણા કલાક પછી તમારા પર કોઈ મહત્ત્વનો કોલ આવવાનો હોય કે તમારે કરવાનો હોય.

આવે સમયે ફોનની બેટરી બચાવવા માટે આપણને પહેલો વિચાર એ આવે કે ફોન સ્વિચ ઓફ કરી દઇએ અને અડધા પોણા કલાક પછી ફરી તેને સ્વિચ ઓન કરીને પેલું મહત્વનું કામ પતાવી લઈએ.

પરંતુ ફોનને સ્વિચ ઓફ અને ઓન કરવામાં ઉલટાની વધુ બેટરી વપરાઈ જશે.

તેને બદલે એટલા સમય પૂરતું, ક્વિક સેટિંગ્સમાં જઈને ફોન ફ્લાઇટ મોડમાં મૂકી દો. ફોનની તમામ પ્રકારની કનેક્ટિવીટી બંધ થશે, બેટરી વધુ ઉતરતી અટકશે અને તમારું કામ સચવાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here