ફેબ્રુઆરી, ૨૦૨૦ અંકમાં ક્યુઆર કોડથી છેતરપિંડી વિશે આપેલી વિસ્તૃત માહિતી આજના યુગમાં ખૂબ ઉપયોગી થાય એવી છે. મારો પ્રશ્ન એ છે કે ક્યુઆર કોડ દ્વારા ફોનપે અથવા તો ગૂગલપેમાં છેતરપિંડી થાય તો ફરિયાદ ક્યાં કરવી અથવા તો તેને પરત મેળવવા માટે ગુનેગારને શોધ માટે કઈ જગ્યાએ જાણ...
| Your Feedback
જાન્યુઆરી ૨૦૨૦ અંકમાં વાચકોના પ્રતિભાવ
ડિસેમ્બર ૨૦૧૯નો અંક સાંજે ૫ ને ૩૦ વાગ્યે મારા હાથમાં આવ્યો ને તરત આસન લગાવી બેસી ગયો કે ૮ ને ૩૦ વાગ્યે આખો અંક વાંચી ને જ ઊભો થયો, જમવાની બુમો પડી પણ પહેલાં આ ભૂખ પૂરી કરી ત્યાર બાદ પેટની ભૂખ તો રોજ પૂરી થાય જ છે...! બ્રાઉઝરની મંજૂરીઓની વાત ખૂબ જ ઉત્તમ કહી. એના સિવાય...
ડિસેમ્બર ૨૦૧૯ અંકમાં વાચકોના પ્રતિભાવ
‘સાયબરસફર’ના અંક ૯૩, નવેમ્બર ૨૦૧૯નો ક્વોન્ટમ કમ્પ્યુટરનો લેખ બહુ જ સરસ. કીપ ઇટ અપ! - સુનીલ મકવાણા, રાજકોટ નવી પેઢી તેમ જ જૂની પેઢી, બંનેને એક્સ્ક્લુઝિવ વર્ચ્યુઅલ વર્લ્ડ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વિશેની એ ટુ ઝેડ જાણકારી સુક્ષ્મ રૂપે પીરસતું એક ગુજરાતી સામયિક પણ હોઈ શકે...
નવેમ્બર ૨૦૧૯ અંકમાં વાચકોના પ્રતિભાવ
હું છેક શરૂઆતથી ‘સાયબરસફર’નો વાચક છું. આપનું મેગેઝિન ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે. આપના દરેક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને એક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. મેગેઝિન દ્વારા ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ...
પ્રતિભાવ
અમને ‘સાયબરસફર’ના બધા લેખો વાંચવાની મજા આવે છે! તમારા સારા કામ બદલ આભાર. હું સમાજના દરેકને બધા મદદરૂપ સમાચાર શેર કરું છું. વર્ડમાં કર્સરનું સ્થાન રાખવા વિશેની માહિતી બહુ ઉપયોગી છે. હું એક ટ્રેનર છું અને આ ફીચરની ઘણી વાર જરૂર પડે છે. ‘ડકડકગો’ બહુ સારી સલામતી વ્યવસ્થા...
પ્રતિભાવ
હું ‘સાયબરસફર’ મેગેઝિનનો લાંબા સમયથી વાચક છું. ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર મેગેઝિનના દરેક અંક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને અેક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આનો...
પ્રતિભાવ
‘સાયબરસફર’ મેગેઝિનથી ઇમ્પ્રેસ થઈ જવાય એવું છે. લેખોનું બહુ સારું કલેક્શન થાય છે. લવાજમનું રોકાણ કર્યાનો આનંદ અને એનું પૂરેપૂરું મૂલ્ય મળે છે! - હર્ષિલ ઠક્કર, વડોદરા ‘સાયબરસફર’ના જૂન ૧, ૨૦૧૯ અંકમાં, ‘‘તમે કેટલું વાંચો છો?’’ લેખ સાથે હું પૂરેપૂરો સંમત છું. આજની પેઢીએ...
પ્રતિભાવ
જો ‘સાયબરસફર’નો મે-૨૦૧૯નો અંક મેં ગુમાવ્યો હોત તો ઘણી માહિતીથી અજાણ રહી ગયો હોત, ઘણો ઘણો આભાર! - દર્શન મારુ, વડોદરા ‘સાયબરસફર’ના લેખો જોરદાર હોય છે. હવે લાઇ-ફાઇ ટેક્નોલોજી વિશે પણ એક વિગતવાર લેખ આપશો. - અજ્ઞાત વાચકમિત્ર હું તમારા ‘સાયબરસફર’ના અભિયાન કે જેમાં તમે...
પ્રતિભાવ-અંક ૮૮
મારો કમ્પ્યુટરનો ઉપયોગ હવે તદ્દન ઘટી ગયો છે અને લગભગ બધું જ સર્ફિંગ હવે સ્માર્ટફોન પર જ થાય છે. ફોન રાતદિવસ હાથમાં રહેતો હોવા છતાં, તેમાંની ઘણી બાબતો અજાણી હોય છે અને જાતે એને જાણવા-સમજવાનો સમય હોતો નથી. ‘સાયબરસફર’માંથી ઘણી જાણકારી મળી જાય છે. અભિનંદન! - ધીરેન્દ્ર...
પ્રતિભાવ
એકદમ રસપ્રદ શૈલીમાં તરોતાજા વિષયો ઉપરના લેખો આપો છો એ માટે ધન્યવાદ. - પાર્થ પંડ્યા ‘સાયબરસફર’ દરેક લેખ સાથે, તેને સંબંધિત અન્ય માહિતી આપતી વેબસાઇટ, વીડિયો વગેરેની લિંક પણ આપો તો તમારી મહેનત વધુ લેખે લાગશે કારણ કે રસાળ શૈલીને કારણે લેખ પૂરો કર્યા પછી એ વિશે વધુ ને વધુ...
વાચકોના પ્રતિભાવ
‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં એ બદલ ખૂબ ખૂબ અભિનંદન! છેક શરૂઆતથી જોડાયેલ છું, પણ પત્ર ક્યારેય નથી લખ્યો. હા રૂબરૂમાં ઘણી વાર ચર્ચા કરી છે. દરેક અંકમાં જાદુઈ પિટારામાંથી કંઈક અદ્ભુત જાણવા મળી જાય છે. આવું સરસ મેગેઝિન ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ નથી. અત્યાર સુધીમાં એક્સેલ...
પ્રતિભાવ
ડિજિટલ વીમા વિશેનો લેખ ખૂબ સરસ અને જરૂરી જ્ઞાન આપતો લેખ છે. સાંપ્રત અને ભાવિ જીવનશૈલીને ધ્યાનમાં લેતાં આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો લેખ છે. ખૂબ અભિનંદન. - વિજય ત્રિવેદી, અમરેલી ખૂબ ધન્યવાદ, મગજમાં ચાલતા મુદ્દા પર ‘સાયબરસફરે’ ખૂબ જ સરસ વિચાર રજૂ કર્યો. -રૂચી ચૌહાણ,...
પ્રતિભાવ
સરસ કન્ટેન્ટ અને સરસ પ્રેઝન્ટેશન. એક્સેલની તમામ ફોર્મ્યુલાઓ વિશે એક સ્પેશિયલ એડિશન કરો. - વિવેક નાણાવટી, અમદાવાદ ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૯ અંકમાં ડેવલપર બનવા વિશે બહુ સરસ સમજ આપી છે. - ધર્મરાજકુમાર હરેશભાઈ પટેલ, આણંદ ‘સાયબરસફર’ દ્વારા સમય, માગ અને જરૂરિયાત મુજબનું...
પ્રતિભાવ
હું છેલ્લા બે વર્ષથી નિયમિત ‘સાબરસફર’ મેગેઝિન વાંચું છું તથા ‘સાયબરસફર’ દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકો પણ વાંચું છું. તેમાં આવરી લેવામાં આવતા વિવિધ વિષયો ખૂબ જ નવીનતમ હોય છે અને સરળ ભાષામાં સમજાવામાં આવે છે. જેથી એક એવી વ્યક્તિ જેને ટેક્નોલોજીનું જ્ઞાન નથી, તેવા બિન...
પ્રતિભાવ
‘સાયબરસફર’ ટીમને નવા વર્ષની શુભેચ્છાઓ. આપનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. - અજય પંચાલ, સુરત વિવિધ માહિતી મોકલતા રહેવા બદલ આભાર. હું છેલ્લાં ત્રણેક વર્ષથી ‘સાયબરસફર’ ખરીદું છું. સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગની અવનવી જાણકારી મળવાનો ખરેખર આનંદ છે! -પ્રકાશ, ભરુચ ‘સાયબરસફર’ના...
પ્રતિભાવ
‘સાયબરસફર’નું લવાજમ ભર્યું ત્યારની અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે. આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે. - મોબિન ટેલર, મહેસાણા ‘સાયબરસફર’નો અંક...
પ્રતિભાવ
આ અમારું અહોભાગ્ય છે કે આ મેગેઝિનમાં ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ જેવા ભારેખમ, જટિલ વિષયનું જ્ઞાન પીરસવામાં આવે છે. માસિકની જગ્યાએ પખવાડિક કરવામાં આવે તો વધારે આવકાર્ય રહેશે કારણ કે આજે ઓનલાઈનના સમયમાં રોજ કંઈ નવું ને નવું આવતું રહે છે. આમ કરવાથી લોકો વધારે...
પ્રતિભાવ
‘સાયબરસફર’ જેવા પ્રકાશકો આ રીતની માહિતી તેમજ ફ્રી મિનિ-ગાઇડ મોકલીને ઘણું સારું કામ કરી રહ્યા છે. આ રીતના એલર્ટ માટેના મેસેજ વાચકને દરેક મેગેઝિન, ન્યૂઝપેપરે મોકલવા જોઈએ. ખુદ પેટીએમએ પણ આ વિશે ગ્રાહકને મેસેજ મોકલીને ચેતવવા જોઈએ અને ગ્રાહકે માત્ર નજીકના કેવાયસી સેન્ટર પર...
પ્રતિભાવ
‘સાયબરસફર’નો છેલ્લાં બે વર્ષથી ફેન છું. ગુજરાતી ભાષામાં આઇટી અંગેનું જ્ઞાન આપવાની સરસ પહેલ છે. ગુજરાતી ભાષામાં આવું કદાચ આ એકમાત્ર મેગઝિન હશે. કીપ ઇટ અપ! - વિરલ અશોકકુમાર માંડવીવાલા, સુરત ‘સફારી’ની સાયબર આવૃત્તિ ‘સાયબરસફર’ છે! કૂળ એક ના હોવા છતાં ગોત્ર એક જ છે તેવું...
પ્રતિભાવ
‘સાયબરસફર’ મેગેઝિન હવે મારા ધોરણ ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ વાંચતા થયા છે. આપની ચીવટ, સૂઝ અને મહેનત દેખાઈ આવે છે, ઉપરાંત ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ પણ લાજવાબ છે જ... - મહેશ એન. શાહ, રાજકોટ એપ્રિલ-૧૮ અંકમાં ફેસબુક ડેટા વિશેની જાણકારી આપી છે, તે ખરેખર ખૂબ જ સરસ છે....
પ્રતિભાવ
છેલ્લા એક વર્ષથી હું આપનું આ મેગેઝિન વાંચી રહ્યો છું. નવી નવી ટેક્નોલોજી (આઇટી, મોબાઇલ, કમ્પ્યુટર) આપણી ગુજરાતી ભાષામાં જેટલી સમજી શક્યો એવું અંગ્રેજીમાં ક્યારેય પણ ન બની શક્યું હોત. આજે દુનિયાની લેટેસ્ટ ટેક સમજી શકું છું, તો એનો શ્રેય ફક્ત ને ફક્ત ‘સાયબરસફર’ને જ જાય...
પ્રતિભાવ
હું ઘણા સમયથી નિયમિત ‘સાયબરસફર’ કોલમ વાંચતો આવ્યો છું. ખરેખર ખૂબ માહિતીસભર લેખો હોય છે. આપનો આભાર. - દર્શન મારુ, વડોદરા ખરેખર ‘સાયબરસફર’ની ખૂબ જ ઈર્ષા થાય છે. કેટલો બધો જ્ઞાનનો અખૂટ ભંડાર! માર્ચનો અંક વાંચ્યો. ખૂબ જ મજા પડી ગઈ અને એક વાત યાદ આવી ગઈ! એક સારા મજાના...
પ્રતિભાવ
‘સાયબરસફર’નું કવરપેજ હંમેશા આકર્ષક રહ્યું છે. તંત્રી લેખ સુપર્બ. દરેક અંકમાં કંઈક નવું શીખવા મળે છે. નવેમ્બર-૧૭ના અંકમાં મોબાઇલ દ્વારા ગમે ત્યાંથી આપણા પીસીને એક્સેસ કરી શકાય તેનો ઉપયોગ કર્યો, ખૂબ જ ઉપયોગી છે રિમોટ ડેસ્કટોપ. આવી જ રીતે વાંચકોને અપડેટ રાખતા રહો તેવી...
પ્રતિભાવ
જાન્યુઆરી-૧૮નો અંક વાંચ્યા પછી મેં યુડેસિટીમાં સ્કોલરશીપ માટે એપ્લાય કરેલું હતું. આજે મને સિલેક્ટ થયાનો ઇ-મેલ યુડેસિટી તરફથી મળી ગયો છે. આ મારો પહેલો એવો કોર્સ હશે કે જેનું મને પ્રમાણપત્ર મળશે! બાકી મેં અત્યાર સુધી પ્રમાણપત્ર વગરના જ કોર્સ કર્યા છે. હું બી.એસ.સી....
પ્રતિભાવ
આજે જ મેં ‘સાયબરસફર’ વેબસાઇટ વિશે જાણ્યું! આખી સાઇટ જોતાં થોડો સમય લાગશે, પરંતુ વેબસાઇટ ખરેખર બહુ ઉપયોગી છે, અદભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર!! - વર્ષાબેન દોશી, મુંબઈ અદભુત મેગેઝિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. - કૌશિક રાદડિયા, ગોંડલ આપની વેબસાઇટ ખરેખર ખૂબ જ સરસ છે. - તેજસ ચૌધરી,...
પ્રતિભાવ
આજે જ મેં ‘સાયબરસફર’ વેબસાઇટ વિશે જાણ્યું! આખી સાઇટ જોતાં થોડો સમય લાગશે, પરંતુ વેબસાઇટ ખરેખર બહુ ઉપયોગી છે, અદભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર!! - વર્ષાબેન દોશી, મુંબઈ અદભુત મેગેઝિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. - કૌશિક રાદડિયા, ગોંડલ આપની વેબસાઇટ ખરેખર ખૂબ જ સરસ છે. - તેજસ ચૌધરી,...
પ્રતિભાવ
હું છેલ્લાં બે વર્ષથી ‘સાયબરસફર’નો નિયમિત વાચક છું. તમે ટેક્નોલોજીની વિવિધ બાબતોનો પ્રારંભિક પરિચય મેળવવતા લોકોમાં જાગૃતિ લાવવાનું બહુ સારું કામ કરો છો. ‘સાયબરસફર’ મુખ્યત્વે સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર ફોકસ્ડ છે, પણ મારું સૂચન છે કે તમે ડીએસએલઆર કેમેરા અને...
પ્રતિભાવ
જન્માષ્ટમીના શુભ સમયે ઓનલાઈન ‘સાયબરસફર’ શ્રીકૃષ્ણની જેમ નવા વાઘા સજીને આવ્યું હોય તેમ લાગ્યું. એક વાચક હોવાની રુએ વાંચન વિશ્વમાં નવસ્વરૂપ ‘સાયબરસફર’નું હાર્દિક સ્વાગત! આપને અને સમગ્ર ટીમને અભિનંદન. નવાં ઉમેરણો ખૂબ જ સરળ અને રીડર ફ્રેન્ડલી છે. તેમાંય જે ટોપિકની કેટેગરી...
પ્રતિભાવ
સપ્ટેમ્બર-૧૭ના અંકમાં ખૂબ જાણકારી મળી. એક્સેલમાં ડેટા વેલિડેશનની જે માહિતી રજૂ કરી છે ખરેખર ખૂબ રસપ્રદ છે. તમારી રજૂઆત કરવાની શૈલી જોરદાર છે. મારા જેવા પ્રાથમિક શાળાના શિક્ષક માટે અને આચાર્ય તરીકે મને એક્સેલ ખૂબ ઉપયોગી માધ્યમ છે. તમારી પાસે મારી એવી આશા હંમેશા રહેશે...
પ્રતિભાવ
ભલે વધે, પાના વધે એવું કરવા વિનંતી. ‘સાયબરસફર’ તો અચૂક વાંચવાનું અને વારસો માટે સ્ટોક પણ કરવાનું. તમારી નાની નાની બુકો પણ વસાવી છે. ખૂબ આગળ પ્રગતિ કરો, વધો અને ગુજરાતના ભાઈઓને આગળ, ૨૦૨૫થી આગળ દૂરની ટેક્નોલોજીક અને વૈવિધ્યનું દર્શન કરાવશો. આપનો ખૂબ ખૂબ આભાર. ‘સાયબરસફર’...
પ્રતિભાવ
‘સાયબરસફર’ એક ઉપયોગી એ જ્ઞાસભર મેગેઝિન છે. - જસવંતલાલ પટેલ, સુરત અને - જયેશ મકવાણા, અમદાવાદ આટલું સરસ જ્ઞાન આપતા મેગેઝિનમાંથી જ્ઞાન લેવામાં હું થોડો પણ મોડો પડી જાઉં તો મને બેચેની થાય છે. તમારા આ પ્રયાસને હું બિરદાવું છું. આપ કિંમતી સમય કાઢીને તમે તમારા સબસ્ક્રાઇબરને...
પ્રતિભાવ
‘સાયબરસફર’ એક ઉપયોગી એ જ્ઞાનસભર મેગેઝિન છે. - જસવંતલાલ પટેલ, સુરત અને - જયેશ મકવાણા, અમદાવાદ આટલું સરસ જ્ઞાન આપતા મેગેઝિનમાંથી જ્ઞાન લેવામાં હું થોડો પણ મોડો પડી જાઉં તો મને બેચેની થાય છે. તમારા આ પ્રયાસને હું બિરદાવું છું. આપ કિંમતી સમય કાઢીને તમે તમારા સબસ્ક્રાઇબરને...
પ્રતિભાવ
વિકલાંગોમાં પણ અનેક લોકો એવા છે કે જેઓ ૭૦ ટકા કે એથી વધુ વિકલાંગતા ધરાવે છે. તેઓની આ વધુ વિકલાંગતાને લીધે, શારીરિક હલનચલન કરવામાં તેમ જ એક સ્થળેથી બીજા સ્થળે જવા કે આવવા તેઓને પારાવા૨ મુશ્કેલીઓ પડે છે, જેને પરિણામે તેઓની જિંદગી દ૨મિયાન કેટલાંક કાર્યો ક૨તી વખતે તેઓને...
પ્રતિભાવ
સૌ પ્રથમ તો ‘સાયબરસફર’નું લવાજમ ભરીને આપની સાથે જોડાયો અને અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે. આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે. - મોબિન ટેલર,...
પ્રતિભાવ
‘સાયબરસફર’ના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેક્નિકલ સેવા પૂરી પાડો છો. - મિલિન્દ પ્રિયદર્શી, અમદાવાદ પેટીએમ દ્વારા મેગેઝિનનું લવાજમ રીન્યુ કરાવ્યું છે, આવી રીતે પહેલી જ વાર મોબાઇલ વડે પેમેન્ટ કર્યુ, બહુ જ સરળ રસ્તો છે પેટીએમ. આપનું મેગેઝિન ખૂબ જ સરસ છે, ખૂબ જ...
પ્રતિભાવ
‘સાયબરસફર’ વાંચવાની હવે રીતસર આદત પડી ગઈ છે. દરેક લેખ ખરેખર ખૂબ સરસ અને ઉપયોગી હોય છે. એક ખાસ સૂચન છે. હવે કમ્પ્યુટર્સનું સ્થાન સ્માર્ટફોને લઈ લીધું છે. સૌ હવે સ્માર્ટફોનનો કમ્પ્યુટર તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે અને સ્માર્ટફોન માટે અસંખ્ય પ્રકારની એપ્સ હોય છે....
પ્રતિભાવ
વાત વીજળીની હોય કે કેશલેસ ટ્રાન્ઝેક્શનની, કોઈ પણ નવી ટેક્નોલોજીને સામાન્ય બનતાં વાર તો લાગતી હોય છે. ફક્ત, આપણે તેનું મહત્વ પારખવામાં મોડું કરતા હોઈએ છીએ! આ સંદર્ભે, ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર શ્રી તપન મારુએ પૂણેથી વોટ્સએપ પર એક મજાની ઇમેજ મોકલી છે. જગતને વીજળીની ભેટ...
પ્રતિભાવ
આપનું સાયબરસફર માસિક સમય પ્રમાણે ડિજિટલ દુનિયાની તમામ જરૂરી માહિતી આપી, ખાસ કરીને સ્કૂલ-કોલેજની નવી પેઢીને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. - ગ્રંથપાલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ, (એજીવીપી), અમદાવાદ જાન્યુઆરી ૨૦૧૭નો અંક ખૂબ જ સરસ રહ્યો, સાઇન-અપ અને લોગ-ઇન વિશેનો લેખ ખૂબ જ સારો...
પ્રતિભાવ
ઘણા વખતથી વીપીએન ટર્મ વિશે જાણવાની જિજ્ઞાસા હતી, તે ‘સાયબરસફર’ દ્વારા ફળીભૂત થઈ. અન્ય એક વર્તમાનપત્રની કોલમમાં No Root Firewall નામની એક એપ વિશે સારો અભિપ્રાય વાંચીને અમે તે ડાઉનલોડ કરી છે. તેનો ફાયદો એ છે કે બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોનની બીજી ઘણી એપ પાછળથી ઇન્ટરનેટ...
પ્રતિભાવ
સપ્ટેમ્બરનો અંક વાંચ્યો અને ઘણો ગમ્યો. આવતા અંકમાં બધા કાર્ડની ઓનલાઇન એપ્લિકેશન કેમ કરવી એની માહિતી આપજો. જેમ કે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરાય તેની માહિતી સૌને ઉપયોગી થશે. આ ઉપરાંત, કેન્સર...
પ્રતિભાવ.
‘સફારી’ના એપ્રિલ-૨૦૧૬ના અંકમાં ‘સાયબરસફર’ વિશે વાંચીને, ‘સાયબરસફર’નો મે-૨૦૧૬નો અંક ખરીદ્યોય વાંચીને જાણ્યું કે ગુજરાતી ભાષામાં પણ આઇટી/કમ્પ્યુટરના વિષય ઉપર આટલું સરસ અને ઊંડાણપૂર્વકનું વિશ્વેષણ કરતું કોઈ મેગેઝિન છે! મે-૨૦૧૬ના અંક પછીના બધા અંકો વાંચ્યા, ભાષા અને રજૂઆત...
પ્રતિભાવ
હવે તો દર મહિને સેલેરી સાથે ‘સાયબરસફર’ની રાહ જોવાતી હોય છે. અમારા આઇટી ડિપાર્ટમેન્ટમાં નોન-ગુજરાતી લોકો પણ બહુ જ રસ લે છે. એ લોકોને ઇર્ષા પણ થાય કે "કાશ, આવું કંઈક ઇંગ્લિશમાં પણ આવતું હોત! એમનો મેસેજ છે કે તમે ઇંગ્લિશમાં, એટ લિસ્ટ, સોફ્ટ કોપીમાં સ્ટાર્ટ કરો. આ મેગેઝિન...
પ્રતિભાવ
ગુજરાતીમાં આ પ્રકારનું સાહિત્ય? ખૂબ ખૂબ અભિનંદન! - કેયુરભાઈ નાયક, શાળાઆચાર્ય, જમાલપોર, નવસારી જુલાઈનો અંક બહુ માહિતીપ્રદ રહ્યો. ઘણા સિનિયર્સ પણ આ મેગેઝિન વાંચી શીખે છે, જાણે છે તે અતિ આનંદની વાત છે. હું પણ આમાંનો એક છું. પાકી ઉંમરે પણ કાંઠલા ચડી શકે, જો ચડાવનાર કાબેલ...
પ્રતિભાવ
૭૨ વર્ષનો હું, ૬૭ વર્ષનાં પત્ની. સ્માર્ટ ફોનના સ્માર્ટ યૂઝરગાઇડની રાહમાં મઝા આવશે. મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ, ડીવીડી, સીડી, યુએસબી, પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ, કાર્ડ રીડર વગેરે વગેરેમાં અને તેમનામાંથી ઓડિયો-વીડિયોની લેતી-દેતી શીખવાડે તેવી પુસ્તિકાની જરૂર છે. - મિલિંદ વી....
પ્રતિભાવ
‘સફારી’ સામયિકના માધ્યમથી ‘સાયબરસફર’ના હમસફર બનવાનો મોકો મળ્યો છે. સ્માર્ટફોનમાં સરળતાથી દેશ અને દુનિયામાં બનતી સાયબર ઘટમાળોની જ્ઞાનવર્ધક સફર કરાવવા માટે સમગ્ર ’સાયબરસફર’ ટીમનો ખૂબ ખૂબ આભારઅને પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ. -મોનાર્ક ત્રિવેદી, કનેક્ટિકટ, યુએસએ ગુજરાતી...
પ્રતિભાવ
‘કમ્પ્યુટરને કહો, બંધ હોજા સીમ સીમ’ આ માહિતી મને ખૂબ ઉપયોગી થવાની છે. આખો અંક વાંચવાની ખૂબ મજા આવી, સરસ માહિતી. અંક એક બેઠકે જ પૂરો કરી દીધો! ગુજરાતીમાં આવી માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, જય આલ્ફા ગો! - સમ્રાટ ઠાકર, કલોલ આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો...
પ્રતિભાવ
હું કમ્પ્યુટર એન્જિનીયરિંગ સ્ટુડન્ટ છું અને મને ‘સાયબરસફર’ બહુ ગમે છે, જે રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવી નવી ટેક્નોલોજી વિશે માહિતી આપે છે અને તેનો ઇફેક્ટિવ, સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો જેની જાણકારી આપે છે. ફેબ્રુઆરી ૨૦૧૬ની કવર સ્ટોરીએ ટોરેન્ટ વિશેની ઘણી ગેરસમજો...
પ્રતિભાવ
દર મહિને અમારી કોલેજને નિયમિત રીતે ‘સાયબરસફર’ મેગેઝિન મળે છે, જે અમારી કોલેજના તાલીમાર્થી વિદ્યાર્થીઓનું હાલની ટેક્નોલોજીનું જ્ઞાન વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓ પ્રાર્થના કાર્યક્રમમાં મોબાઇલ મેજિક, મેગેઝિન મેજિક કે લાઇબ્રેરી લાઇફલાઇન જેવી પ્રવૃત્તિઓ કરે છે...
પ્રતિભાવ
‘સાયબરસફર’નો જાન્યુઆરી-૨૦૧૬નો અંક સરસ છે... ખાસ કરીને ફોટો સ્કેચર અને ગ્રામરલી ઇન્સ્ટોલ કરી લીધું. મજા આવી ગઈ. માઇક્રોસોફ્ટ એક્સેસ વિશે બહુ નથી ખબર તો એનો ઉપયોગ વિષે માહિતી આપશો. એક્સેલની માહિતી અને ટેબના વિવિધ ઉપયોગ તેમ જ વિન્ડો કીનો ઉપયોગ ખૂબ સરસ. લેપટોપ સાથે લઈને જ...
પ્રતિભાવ
હું શરૂઆતથી જ ‘સાયબરસફર’નો વાચક છું અને મેગેઝિનમાંથી ખૂબ ઉપયોગી માહિતી મળે છે. આવતા અંકોમાં બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શરૂ કરાય, બ્લોગિંગમાંથી કમાણી કેવી રીતે કરી શકાય વગેરે વિશે માહિતી આપશો. વિદ્યાર્થીઓ માટે પોતાના વ્યક્તિત્વને વિક્સાવવામાં બ્લોગિંગ ખૂબ ઉપયોગી...
પ્રતિભાવ
હું નાનો હતો ત્યારથી અમારા કાકાના સ્ટોર પર ‘દિવ્ય ભાસ્કર’ વાંચતો, જેમાં મને ‘કળશ’ પૂર્તિ ને ‘સાયબરસફર’ કોલમ વાંચવી બહુ ગમતી. મને કમ્પ્યુટરમાં કાંઈ પણ ગતાગમ પડે નહીં, પણ આ લેખો વાંચતો થયો ત્યારથી કોલમવાળું પેજ પહેલાં વાંચી જતો અને પછી તે કોલમને કાતરથી કાપીને મારી...
પ્રતિભાવ
સરસ કવરસ્ટોરી. હું વન્ડરલિસ્ટ ઘણા સમયથી ઉપયોગ કરું છું. હેષટેગનો ફિચર સારો છે તે હવે ટ્રાય કરવો પડશે. એક સારી સુવિધા ક્વિક લિસ્ટસની છે. આપણે જુદાં જુદાં લિસ્ટમાં ઘણા બધા કામની યાદી અને તારીખ નાખી હોય તો વન્ડરલિસ્ટ તેમાંથી ટાસ્ક ટુડેનું એક સ્માર્ટલિસ્ટ બનાવી આપે...
પ્રતિભાવ
જૂન ૨૦૧૫ની કવરસ્ટોરીમાં, વિકિપીડિયાના નવા જાદૂઈ સ્વરૂપ સમાન વિકિવેન્ડ વિશે વાંચીને મેં એ એક્સ્ટેન્સન ડાઉનલોડ કરી લીધું. ખરેખર બહુ સરસ અને બહુ ઉપયોગી સુવિધા છે. માહિતી આપવા બદલ આભાર. ‘સાયબરસફર’ મજાનું મેગેઝિન છે, આભાર! - ભાવુ ચવાણ, દીવ ‘સાયબરસફર’ મેગેઝિનથી હું ખરેખર...
પ્રતિભાવ
‘સાયબરસફર’ દ્વારા તમે જે ટેક્નોજ્ઞાનની ગંગા વહાવી છે એ આજના ટેક્નોલોજીના યુગમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે મને અને મારા આખા પરિવારને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ડિસેમ્બર અંકમાં ઓનલાઇન શોપિંગના અનુભવો અંગેનો લેખ વાંચ્યો ત્યારે મને બિલકુલ ખબર નહોતી કે મારી સાથે પણ...
પ્રતિભાવ
"આકાશમાં સાંજે આઇએસએસનાં દર્શન થયાં ત્યારે આખું ગામ કીકીયારીથી જાણે ગુંજી ઊઠ્યું... છેલ્લા ઘણા સમયથી અમુક યા તમુક કારણોસર વાતર્લિાપ થઈ શક્યો નથી... પણ માર્ચ ૨૦૧૫નો અંક વાંચ્યા પછી રહી શકાયું નહીં. છેલ્લા ઘણા સમયથી ‘સાયબરસફર’ પર એક્સક્લુઝિવ લેખ વાંચવામાં આવ્યો નહોતો,...
પ્રતિભાવ
એપ કેવી રીતે સેટેલાઇટ ટ્રેક કરી શકે? ‘સાયબરસફર’ના માર્ચ અંકમાં ‘હથેળીમાં તારા બતાવતી એ’ શીર્ષકની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ઇરિડિયમ સેટેલાઇટસે ટ્રેક કરતી આઇએસએસ ડિટેક્ટર એ વિશેના લેખ સંદર્ભે સંખ્યાબંધ વાચકોને કૂતુહલ છે કે આ એપ ઓફલાઇન રહીને પણ કેવી રીતે સચોટ સ્થાન...
પ્રતિભાવ
સાત વર્ષની સફર પૂરી કરવા બદલ અભિનંદન! ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં ‘ઇન્ટરેટના ડેટાની સફર - સાત સમંદર પાર’ લેખ એકદમ સચોટ અને અફલાતૂન રહ્યો. તમે ડેટાની સફરની સમજ આપતાં દરિયામાં ઊંડે ડૂબકી મરાવી! એક્સલન્ટ પીસ ને બહુ મજા આવી. આ લેખ પંદરેક દિવસ પહેલાં ટ્રેનમાં વાંચ્યો હતો, પણ...
પ્રતિભાવ
‘સાયબરસફર’ના દરેક અંક વાંચવાની ખૂબ મજા પડે છે. અમારા સમગ્ર પરિવારને ‘સાયબરસફર’ના દરેક અંકમાંથી ઘણું બધું નવું જાણવા મળે છે. અમે મેગેઝિનની શરૂઆતથી જ તમામ અંકો કિંમતી ઘરેણાની જેમ સાચવી રાખ્યા છે! - નીનાબહેન આર. પટેલ (જીએનએફસી ટાઉનશીપ, નર્મદાનગર, જિ. ભરૂચ) થોડાક...
પ્રતિભાવ
વિશેષમાં લખવાનું કે અત્યારે અમારા સરકારી કર્મચારીઓ માટે જીટીયુ, ગાંધીનગર સીસીસીની પરીક્ષાઓ પૂરબહારમાં લેવાઈ રહી છે અને અમારા જેવા શિક્ષકો માટે સીસીસી પાસ કરવું ઘણું મુશ્કેલ બને છે. ગયા અઠવાડિયે હું ખુદ સીસીસી એક્ઝામ આપવા ગયેલો. થિયરીમાં ભલભલા કર્મચારીઓ રોઈ પડ્યા કે...
પ્રતિભાવ
‘સાયબરસફર’થી ટેકનોલોજીનું જ્ઞાન આપવા બદલ આપનો આભાર માનું છું. હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું અને મે જાતે મારી શાળાના બ્લોગનું નિમર્ણિ કરેલું છે અને તે પણ ત્રણ વર્ષ પહેલાં. નિયમિત બ્લોગને અપડેટ પણ કરું છું. વિશેષમાં દર ત્રણ માસે મારી શાળાનું મુખપત્ર...
પ્રતિભાવ
પહેલાની જેમ જ હજુ પણ ‘સાયબરસફર’માં વહેતા ટેકનો-જ્ઞાનના પ્રવાહમાં તણાવાનું ચૂકતો નથી. મેં આપને પહેલાં જણાવ્યું તેમ આપના લેખમાંથી પ્રેરણા લઈને અમારા જ્ઞાતિ-સમાજના એક નાના એવા મેગેઝિનમાં ટેકનો-કોર્નર નામનો લેખ શરુ કર્યો. દર મહિને ટેક્નોલોજીના વિષય...
પ્રતિભાવ
આજે સવારમાં અંક મળ્યો ને તરત જ વંચાઈ ગયો (એક બેઠકે વાંચવો ન હતો તો પણ). પૂરો થયો પછી ખૂબ જ પસ્તાવો થયો... ભારે કરી... હવે આખો મહિનો શું કરીશું?... એટલે નિષ્કર્ષ એવો કે ‘સાયબરસફર’નો અંક રોજિંદો પ્રગટ થવો જોઈએ અથવા નવલકથા સ્વરુપે ૫૦૦થી ૧૦૦૦ પૃષ્ઠો તો હોવા જ જોઈએ....
પ્રતિભાવ
ખૂબ ખુશ છું કે જે માહિતી મને ગૂગલ જેવડું મોટું સર્ચ એન્જિન આપી શકતું નથી, તે બધી માહિતી, ક્રિએટિવિટી, નોલેજ વગેરે મને ‘સાયબરસફર’ દ્વારા મળે છે. બધા લોકો કરતાં કંઈક અલગ જાણવા માટે એક માત્ર મેગેઝિન એટલે ‘સાયબરસફર’. - ચિંતક સોઢા એપ્રિલના એફએક્યુ વિભાગમાં...
પ્રતિભાવ
‘સાયબરસફર’ ખૂબ સરસ મેગેઝિન છે, પણ મારું એક સૂચન છે. જ્યારે પણ સ્માર્ટફોન, મોબાઇલ કે તેની એપ્સ વિશે માહિતી આપવામાં આવેશે ત્યારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લગતી માહિતી હોય છે. મારું સૂચન છે કે વિન્ડોઝ ૮, વિન્ડોઝ ફોન ૮ અને લુમિયા સ્માર્ટફોન વિશે માહિતી આપવા વિનંતી છે....
પ્રતિભાવ
‘સાયબરસફર’ મેગેઝિનના બધા અંકો નિયમિત વાંચન કરું છું અને તેના થકી અમારા જ્ઞાનમાં ઘણો વધારો થયો એ બદલ આપ સૌે મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. હવે જો શક્ય હોય તો આગામી અંકોમાં ગુજરાતી લાઇબ્રેરી, હિન્દી લાઇબ્રેરીના પુસ્તકો પૂરાં ફ્રીમાં વાચન કરવા મળે તેવી કોઈ ટિપ્સ, લિંક કે પછી...
પ્રતિભાવ
‘સાયબરસફર’ એક ખૂબ જ સરસ મેગેઝિન છે, જે બધી જ ઉંમરના વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે. કમ્પ્યુટર એ ઇન્ટરનેટ દ્વારા કઈ રીતે જ્ઞાનનો સાગર છે તે આ મેગેઝિન સમજાવે છે. - મુકુંદ કંટારિયા, ભાવનગર મને તમારો પ્રયાસ ગમ્યો. તમે યુએસએમાં હાર્ડ કોપી મોકલો છો ખરા? જો મોકલતા હો તો મને...
પ્રતિભાવ
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપણે સૌ એક ટેક્નોસેવી વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તેઓ પોતે તો સોશિયલ મીડિયાનો પૂરો ઉપયોગ કરી જ જાણે છે, પણ ગુજરાતનાં ગામડાંની શાળાઓ સુધી કમ્પ્યુટર અને તેનું શિક્ષણ પહોંચાડવા માટે પણ વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. ગયા મહિને એક...
પ્રતિભાવ
દિવાળીનો અંક ખરેખર સુંદર છે. દરેક અંકની જેમ જ કવર સ્ટોરી ખૂબ સુંદર છે. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના કમ્પ્યુટર વિશે સરળતાથી અને દરેકને પાકી સમજ મળે તે રીતે કરેલું નિરુપણ વાંચીને ઘણું એવું જાણવા મળ્યું જેના વિશે અત્યાર સુધી કન્ફ્યુઝન જ હતું. તેમાં પણ ક્રોમબુક વિશે...
પ્રતિભાવ
આધુનિક ટેક્નોલોજીની માહિતી સાથે સાથે મોબાઇલની પાયાની માહિતી પણ સમજાવજો. હજુ ૯૯ ટકા લોકોને સાદા ફોનનાં બધાં ફીચર્સની પણ ખબર નથી. સાથોસાથે ડીવીડીના રીમોટનાં બધાં ફંક્શનની પણ માહિતી આપો તથા મોબાઇલનાં બધાં ફંક્શન સમજાવજો. - મહેન્દ્ર જોષી તમારો અંક મેં વાંચ્યો. ખૂબ જ...
પ્રતિભાવ
ઓગસ્ટ ૨૦૧૩ અંકમાં ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર્સ વિશેનો લેખ વાંચવાનું ખરેખર ખૂબ ગમ્યું. આખો લેખ રસપ્રદ તો હતો જ, માહિતીપ્રદ પણ હતો. અમારા જેવા આગળ વધતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનરૂપ લેખ. મેગેઝિનમાં આવરી લેવાયેલા અન્ય લેખો પણ પ્રભાવશાળી હતા. - વૈભવી દેસાઈ, ગૂગલ સ્ટુડન્ટ...
પ્રતિભાવ
મેગેઝિન ખૂબ જ સરસ છે. દરેક લેખ ઉપર ધ્યાન અપાય છે. નવું નવું જાણવા મળે છે. ભાષા સરળ છે. કસ્ટમર સપોર્ટ સારો છે. ઓફિસ ૨૦૦૭ પરનો લેખ સરસ હતો. આવી જ રીતે આપતા રહેશો. દર વખતે કોઈ સારી એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશે જાણકારી આપશો. આપણી પોતીકી ભાષામાં મેગેઝિન હોઈ કમ્પ્યુટર તથા...
પ્રતિભાવ
એરપેનો.કોમ જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ આભાર! મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો નથી. આવી સરસ સાઇટ બતાવીને બહુ મોટું કામ કર્યુ છે. હું દિલ્હીના અક્ષરધામની રૂબરૂ મુલાકાત લેવા માગું છું, પણ જાતે જઈશ તો પણ જે વ્યૂ એરપેનોમાં મળી શકે છે એ તો નહીં જ મળે! - જિજ્ઞેશ પટેલ, જીએનએફસી,...
પ્રતિભાવ
અમે આઇટી ડેવલપમેન્ટ અને ટ્રેનિંગમાં કાર્યરત આઇટી કંપની છીએ. મને તમારું મેગેઝિન મળ્યું. મને ખૂબ ખૂબ ગમ્યું. તમારા આ કામ માટે મારી પાસે શબ્દો નથી. એટલું હું ચોક્કસ કહીશ કે અમારા તરફથી તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અચકાયા વગર જરૂર જણાવશો. તમે ખૂબ સારું કામ કરો...
પ્રતિભાવ
એપ્રિલ મહિનાનો અંક આજે મળ્યો જે ખૂબ જ ગમ્યો. એક જ બેઠકે આખો અંક વાંચી લીધો અને પછી અંકમાં આપેલ માહિતીનું પ્રેકટિક્લ...! મજા પડી ગઈ. ગૂગલ મેપ્સ વિશે આપેલ લેખ ખૂબ જ વિગતવાર આપેલ હોઈ વધારે ગમ્યો. કમ્પ્યુટરનો પાવર યૂઝર હોય સ્માર્ટ વર્કિંગ વિભાગ પણ ખૂબ જ ગમ્યો. - સુરેશ...
પ્રતિભાવ
વિકિપીડિયા પર હું મારો પોતાનો લેખ કેવી રીતે લખી શકું? વિગતવાર માહિતી આપશો. - મહેન્દ્ર સામતરાય ‘સાયબરસફર’ મેગેઝિન તો સોળે કળાએ ખીલ્યું છે અને ઓનલાઇન અંકોનો ઠાઠ તો ઓર જ છે. માર્ચ ૨૦૧૩ના અંકમાં નેટજગતની માહિતીનો રસથાળ રજૂ કર્યો છે. લગભગ બે વરસથી મારા કમ્પ્યુટરની એક...
પ્રતિભાવ
ક્યારે મહિનો પૂરો થાય નવો અંક જોવા મળે તેની રાહ જોઈએ છીએ. ખરેખર સુંદર માવજત લઈ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક તૈયાર કરેલ છે. ટેબલેટ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી. - ધર્મેન્દ્ર રસિકલાલ મોદી ગરવા ગુજરાતીને ઇન્ટરનેટ સાથે જોડવાનો આ સફળ પુરુષાર્થ કાબીલે તારીફ છે. ‘સાયબરસફર’નાં...
પ્રતિભાવ
જાન્યુઆરીના અંકમાં મજા આવી ગઈ. ખાસ કરીને ઓરિગામીની બંને સાઇટમાં, કેમ કે હું આર્ટ અને ક્રાફ્ટ ટીચર છું એટે મેં મારા વિદ્યાર્થીઓ માટે ઘણું બધું ડાઉનલોડ કરી લીધું છે. અરવિંદગુપ્તાટોય્ઝ.કોમ નામની સાઇટ પણ મને ‘સાયબરસફર’થી જાણવા મળી હતી. સ્કૂલમાં હું એના આધાર પર જ ક્રાફ્ટ...
પ્રતિભાવ
ડિસેમ્બરનો અંક મળ્યો. અત્યંત આનંદ થયો. સુભાષિતો ગમ્યાં ને લિંક્સ પણ... વિકિમીડિયાના વિશાળ ફલકનો પરિચય થયો. યુટ્યૂબની સમસ્યા હલ થઈ, આનંદ! - મહેશ ઉપાધ્યાય, વડોદરા ‘સાયબરસફર’માં ફૂટનોટમાં જે રીતે કેમેરાને લગતાં સૂચનો કરવામાં આવ્યાં હતાં, તે રીતે કમ્પ્યુટર તથા વિન્ડોઝને...
પ્રતિભાવ
‘સાયબરસફર’ મેગેઝિન પાછળના તમારા પ્રયત્નોની હું દિલથી કદર કરું છું. મેગેઝિનના અંકો કાયમ સાચવી રાખવા જેવા છે. મેગેઝિન નવું જ લોન્ચ થયું હોવાથી તેનું મેનેજમેન્ટ, માર્કેટિંગ વગેરે પ્રશ્નો હું સમજી શકું છું, પણ અમે વાચકો પૂરો સહયોગ આપીશું. અમારા સૌની શુભેચ્છા છે કે...
પ્રતિભાવ
માહિતીનો તો તમે નાયગરા ધોધ વહાવી દીધો... ખૂબ ખૂબ શુભેચ્છા ‘સાયબરસફર’ના આગલા અંકો માટે. માહિતીભૂખ તમારા લેખો થકી આ વિષયમાં એટલી બધી હવે વધી ગઈ છે કે માસિક ને પખવાડિક બનાવો તો મોજ પડે. વાચક તરીકે અમારો સાથ સદાય તમારી જોડે છે જ. બસ આવી જ રીતે આંગળી પકડીને સાયબર જગતની...